________________
હમીરપુરા' પારસના ચરણમાં તન મન ધન અર્પણ સદા. બળતો ઉગાય નાગને તે માં શું માર્યો મીર તે, મુજ મોહપીરને મારશો તો માનું તારા હીરને, મીરપુર નિવાસી હે પ્રભુ તું વીરને વડપીર છે, હમીરપુરા' પ્રભુ પાર્શ્વને ભાવે કરૂં હું વંદના.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં
બિરાજમાન શ્રી હમીરપુરા પાર્શ્વનાથ ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણો કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક અડીખમ ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી અનેક જિનાલયો અદૃશ્ય થયા છે. પરંતુ તીર્થનું મહાભ્ય અને તેનો પ્રભાવ પ્રાચીન કાળથી અકબંધ રહ્યો છે. આજે પણ તેમાં જરાપણ ઘટાડો થયો નથી.
- આજે શ્રી શંખેશ્વર તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધતો જાય છે. શ્રી પાર્થ પ્રભુના અન્ય તીર્થો પણ એટલાજ પ્રભાવક છે. શ્રી શંખેશ્વર તીર્થ અત્યંત પ્રાચીન છે. એનો ઈતિહાસ યુગો પૂર્વનો છે. આજે આ તીર્થ જાગૃત તીર્થસ્થાન છે. આ તીર્થસ્થાને હજારો યાત્રાળુઓની અવરજવર રહે છે. અને ભાવભરી ભક્તિથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા-સ્તુતિ કરે છે. બાવીસમાં તીર્થકર શ્રી નેમિનાથ પ્રભુના કાળથી આ મહાતીર્થ અસ્તિત્વમાં છે.
આ પરમ પ્રભાવક શ્રી શંખેશ્વર તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલય આવેલું છે. વિક્રમ સંવત ૨૦૪પ મહાસુદ પાંચમના દિવસે આ મહાપ્રાસાદના પ્રેરક પ.પૂ. પ્રશાંતમૂર્તિ, તપાગચ્છ સૂર્ય, ગચ્છાધિપતિ આ.ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા પ.પૂ. આ. દેવ શ્રીમદ્ વિજય સુબોધ સૂરિવરજી મહારાજાના વરદ હસ્તે આ મહાપ્રાસાદ માં મૂળનાયક
શ્રી હમીરપુરા પાર્શ્વનાથ
૧૭૯