________________
ગુરૂ શ્રી ગૌતમસ્વામી વર્તમાન ચોવીશીના છેલ્લા તીર્થકર ભગવંત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના પ્રથમ ગણધર ગુરૂ શ્રી ગૌત્તમસ્વામી એક મહાન આત્મસાધક સંત, સંઘનાયક હતા. એમના પારસમણિ જેવા સંપર્કથી અનેક પામર અને પાપી જીવોનો ઉધ્ધાર થયો હતો. ગુરૂ ગૌત્તમસ્વામીનું સ્મરણ કરીએ છીએ અને ગુણગરિમાથી ઓપતા, યશનામી અને સ્ફટિક સમા ઉજ્જવળ વ્યક્તિત્વના આહલાદકારી અને પાવનકારી દર્શન થાય છે. એમનું જીવન મહાવીર સ્વામીને સમર્પિત હતું. પ્રભુ પરની એમની શ્રધ્ધા અને ભક્તિ અનન્ય હતી. એમની નમ્રતા, સરળતા અને ગુણપ્રીતિ દાખલારૂપ બની રહે તેવી હતી. એમના હૈમાં સર્વનું મંગલ આહવાની અને વિશ્વ કલ્યાણની ભાવના રમતી હતી. તેઓ વાત્સલ્ય અને વિશ્વ મૈત્રીના અવતાર હતા.
તેઓ મહાન જ્ઞાની હોવા છતાં જ્ઞાનનું ગુમાન, પ્રભુના પ્રથમ ગણધર હોવા છતાં મોટાપણાનું અભિમાન અને અનેક જીવોના ઉધ્ધારક હોવા છતાં પોતાના પ્રભાવનો અહંકાર એમને સ્પર્શી સુધ્ધાં ન શકતાં. એમના નામે સર્વ સંકટો દૂર થતાં, સહુનું મંગળ થતું અને કંઈ ન કંઈ ચમત્કારો સર્જાતા; એમની આવી ખ્યાતિ હોવા છતાં નામનાથી, કામનાથી તેઓ જળકમળની જેમ સર્વથા અલિપ્ત હતા.
તેઓ અનંત ઋધ્ધિઓ, સિધ્ધિઓ અને લબ્ધિઓના સ્વામી હોવા છતાં એનું એમને મન ને કંઈ વિશેષ મૂલ્ય હતું કે ન કોઈ ગૌરવ. સંસારીઓને મન જેનો ભારે મહિમા હોય છે એવા પ્રસંગે પણ સર્વથા અનાસક્ત અને મોહમુક્ત રહેવાની લબ્ધિના આંતરિક બળ, તેજ અને પરાક્રમનું વરદાન એમને સાવ સહજપણે મળ્યું
હતું.
| ભવ્ય અને ભદ્ર એમની પ્રકૃતિ હતી; કષાયો, કલેશો, કર્મો અને દોષોને દૂર કરવાની એમની પ્રવૃત્તિ હતી; અને નીતરેલા નીર જેવી નિર્મળ અને ઉપકારક એમની વૃત્તિ હતી.
તેઓ મોક્ષ માર્ગના યાત્રિક હતા; મોક્ષની પ્રાપ્તિ સાથે પોતાની જીવનયાત્રા કે સંસાર યાત્રા પૂરી કરીને અમર પણાના અધિકારી બન્યા હતા. અને જન્મ, જરા ૦
ગુરૂ શ્રી ગૌત્તમસ્વામી
૧૮૮