________________
જિનાલયમાં જઈને ભક્તિ કરે ત્યારે એમની આંખોમાંથી આંસુ વહેવા લાગતા હતા. તેઓ પ્રભુ ભક્તિમાં લીન બની જતા. ભાવવિભોર બની જતા હતા. તેઓ ધર્માદેશ પણ સરળ અને મધુર શૈલીમાં આપતા હતા.
એકવાર આચાર્યશ્રી વર્ધમાનસૂરીજીએ ગુજરાતના મહામંત્રી વસ્તુપાળ - તેજપાળને પ્રભુ ભક્તિના રસથી ઉછળતો ધર્મોપદેશ આપ્યો અને તેમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનો મહિમા જણાવ્યો. તીર્થયાત્રાનું મહાભ્ય જણાવ્યું.
આ.ભ.શ્રી વર્ધમાનસૂરીની પાવન નિશ્રામાં વસ્તુપાળ તેજપાળે શંખેશ્વર તીર્થયાત્રાનો સંઘ કાઢ્યો. આ.ભ. શ્રી વર્ધમાનસૂરીજી વસ્તુપાળ - તેજપાળની ધર્મ અને શાસન ભક્તિથી પ્રભાવિત થયા હતા. એમને વસ્તુપાળ - તેજપાળના સત્કૃત્યથી આનંદ થયો. સમયને જતાં શી વાર લાગે છે ! વરસો વીતી ગયા. અને એક દિવસ વસ્તુપાળ - તેજપાળે પણ આ સંસારમાંથી વિદાય લીધી.
મહામંત્રી વસ્તુપાળ – તેજપાળના નિધનથી ગુજરાતને મોટી ખોટ પડી. પરંતુ આચાર્ય ભગવંત શ્રી વર્ધમાનસૂરીજીને વસ્તુપાળ - તેજપાળ ના નિધનથી તીવ્ર વૈરાગ્ય ઉત્પન્ન થયું. એમણે ધર્મ આરાધનામાં ચિત્તને વધારે સ્થિર કર્યુ. વસ્તુપાળ તેજપાળના નિધનથી આચાર્ય શ્રી વર્ધમાનસૂરીજીએ સંસારની આસારતા, જીવનની ક્ષણિકતા તરફ વિશેષ દૃષ્ટિ રાખીને તપ આરાધનામાં ચિત્ત જોડી દીધું.
આચાર્ય શ્રી વર્ધમાનસૂરીજીએ વર્ધમાન આયંબીલ તપની આરાધના શરૂ કરી.
દરરોજ આયંબીલ.....! જીભનો સ્વાદ તજીને અંતરમનને આરાધનામાં સ્થિર કર્યું. એમણે શ્રી શંખેશ્વર દાદાના દર્શન કર્યા પછી જ પારણું કરવાનો સંકલ્પ
કર્યો.
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની અસીમ કૃપાથી એમની આરાધના સમી તપશ્ચર્યા નિર્વિધ્ધ પૂર્ણ થઈ.
આચાર્યભગવંત શ્રી વર્ધમાનસૂરિજી મ.
૨૦૫