________________
અને મરણના ભયને પાર કરી ગયા હતા.
લબ્ધિના ભંડાર અને મંગલ વિભૂતિ તરીકે જૈન સંઘમાં ગૌત્તમ સ્વામીનો અનેરો અને અલૌકિક મહિમા છે. અને નિત્ય પ્રાતઃ સ્મરણીય ધર્મપુરુષ તરીકે સૌ એમનું પુનીત સ્મરણ અને ધ્યાન કરે છે. આપણા જુદાં જુદાં આગમસૂત્રોમાં તેમજ આગમસૂત્રો સિવાયના જૈન ગ્રંથોમાં પણ, એમના જીવન પ્રસંગો સચવાઈ રહ્યાં છે. એમની સ્તુતિ – પ્રશસ્તિ અને પુણ્ય સ્મૃતિ નિમિત્તે એક પ્રાચીન સમયથી તે અત્યારના સમય સુધી શાસ્ત્રીય ભાષામાં તેમજ લોકભાષામાં, નાની-મોટી સંખ્યાબંધ કાવ્યકૃતિઓ રચાતી રહી છે. અને પ્રાચીન સમયમાં અનેક પૂર્વાચાર્યો અને પ્રભાવક પુરુષોના ચરિત્રો પણ રચાયાં છે.
શ્રમણ ભગવાન મહાવીરના સમયમાં ઠેરઠેર પવિત્ર ધર્મને નામે હિંસક યજ્ઞો થતા હતા. અબોલ પશુઓના બલિદાન આપવામાં આવતા હતા. ત્યારે ભગવાન મહાવીરે બુલંદ સાથે માનવીને ઉદ્ધોધન કર્યું ‘આત્મા માં જ પરમાત્મા છૂપાયો છે. અને તમારા સારા - ખોટાં ભવિષ્યના ઘડવૈયા તમે પોતેજ છો’ ભારે આશા પ્રેરક અને પુરુષાર્થ પ્રેરક એ નાદ હતો. એ નાદે માનવીને દેવ-દેવીઓની ગુલામી માંથી મુક્ત થવાની પ્રેરણા અને શક્તિ આપી. ભગવાને અહિંસાનો સંદેશો આપ્યો. આ સંદેશામાં વિશ્વ મૈત્રી અને વિશ્વ શાંતિનું અમૃત છલકાતું હતું.
એ સમયમાં મગધ દેશના ગોબર નામના ગમમાં યજ્ઞધર્મ અને વેદ-વેદાંગના પારંગત વિપ્ર વસુભૂતિ અને તેની પત્ની પૃથ્વી દેવી રહે. ગૌત્તમ એમનું ગોત્ર.
પૃથ્વી માતાએ ત્રણ પુત્ર રત્નોને જન્મ આપ્યો. ઈન્દ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ. ત્રણેય ભાઈઓ મોટા થતાં બધી વિદ્યાઓ અને સમસ્ત યજ્ઞક્રિયાઓમાં પારંગત બની ગયા. નાની ઉંમરે જ મગધના દિગ્ગજ વિદ્વાનોમાં એમની ગણના થવા લાગી. પંડિત ઈંદ્રભૂતિનો જન્મ શ્રમણ ભગવાન મહાવીર પહેલા આઠ વર્ષે વિ.સ. પૂર્વે ૫૫૦ માં થયો હતો. ઈંદ્રભૂતિ પછી ચાર વર્ષે અગ્નિભૂતિનો અને ત્યારપછીના ચાર વર્ષે વાયુભૂતિનો જન્મ થયો હતો.
વૈશાખ સુદ દસમના દિવસે જાંભિક ગામમાં શ્રમણ ભગવાન મહાવીર
૧૮૯
ગુરૂ શ્રી ગૌત્તમસ્વામી