________________
પ્રભુની આરાધના શરૂ કરી દેવી જોઈએ.
- આષાઢી શ્રાવકે નગરીના સર્વશ્રેષ્ઠ શિલ્પકારને પોતાના ભવન પર બોલાવ્યો અને અભૂત પ્રતિમા નિર્માણ કરવા જણાવ્યું. થોડા દિવસો બાદ શિલ્પકાર પ્રતિમાજી લઈને આષાઢી શ્રાવકના ભવન પર આવ્યો. - આષાઢી શ્રાવક પ્રતિમાજીના દર્શન કરીને ધન્ય ધન્ય બની ઉઠ્યો. “મારા પ્રભુ શ્રી પાર્શ્વનાથજી...”
શિલ્પકારે પ્રતિમાજીમાં જાણે પ્રાણ પૂર્યા હતા. તે પ્રતિમાજીના નિર્માણનું મૂલ્ય લેવા તૈયાર ન થયો. આષાઢી શ્રાવકે તેને ખૂબ સમજાવ્યો પરંતુ તે ચાલ્યો ગયો.
આષાઢી શ્રાવકે પોતાના ભવનના અગ્રભાગે જિનાલય રચ્યું હતું ત્યાં શુભ દિન અને શુભ મુહૂર્ત શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. - આષાઢી શ્રાવક શ્રી પાર્શ્વપ્રભુની ભક્તિમાં ગરકાવ બની ગયો અને ખરા હૃદયથી આરાધના કરવા લાગ્યો.
થોડા વર્ષો પછી આષાઢી શ્રાવકે પ્રવજયા અંગીકાર કરીને આત્મ કલ્યાણના માર્ગે પગ માંડ્યા. સમય જતા નિરતિચાર ચારિત્ર પાળીને અનશનપૂર્વક મૃત્યુ પામીને આષાઢી મુનિ વૈમાનિક દેવ તરીકે ઉત્પન્ન થયા. દેવલોકમાં અવધિજ્ઞાન દ્વારા તેમણે પોતાનો પૂર્વભવ જોયો આષાઢી શ્રાવકના ભવમાં પોતે કરાવેલી શ્રી પાર્શ્વનાથ પ્રભુની તે પ્રતિમાને ત્યાંથી દેવલોક લાવ્યા.
આષાઢીરૂપી વૈમાનિક શ્રી પાર્શ્વનાથ પ્રભુની તે પ્રતિમા પોતાના વિમાનમાં પ્રતિષ્ઠિત કરી દીર્ઘકાળ પર્યંત એમણે શ્રી પાર્શ્વનાથ પ્રભુની પૂજા કરી.
ત્યારપછી સૌધર્મેન્દ્ર શ્રી પાર્શ્વથ પ્રભુના તે બિંબની ઘણા કાળ સુધી સેવા પૂજા કરી. ત્યારબાદ તેમણે તે બિંબ સૂર્યને આપ્યું. શ્રી સુરેન્દ્રજિનના વચનથી આ બિંબને પ્રભાવિક જાણીને સૂર્ય પોતાના વિમાનમાં ૫૪ લાખ વર્ષ સુધી તેની પૂજા કરી.
ત્યારપછી ચંદ્ર પોતાના વિમાનમાં ૫૪ લાખ વર્ષ સુધી તે બિંબની
શ્રી શુભ ગણધર
૧૯૭