________________
પૂજા કરી.
ત્યારબાદ આ બિંબ(સુધર્મ) દેવલોકમાં, બીજા (ઈશાન) દેવલોકમાં, દશમા(પ્રાણત) દેવલોકમાં, બારમા(અય્યત) દેવલોકમાં, લવણોદધિ સમુદ્રમાં, ભવનપતિઓના ભવનોમાં, વ્યંતરોના નગરોમાં, ગંગા, યમુના નદીમાં વગેરે અનેક સ્થળોએ પૂજાયું.
લવણ સમુદ્રમાં વરૂણદેવ અને નાગકુમારો વગેરે એ આ પ્રતિમાજીની પૂજા કરી.
કાળક્રમે શ્રી ઋષભદેવ ભગવાનના સમયમાં નાગરાજ ધરણેન્દ્ર આ પ્રતિમાને ચમત્કારિક અને અલૌકિક જાણીને નમિ વિનમિ નામના વિદ્યાધરોને આપી.
વૈતાઢય પર્વત ઉપર નમિવિનમિ વિદ્યાધરોએ આ પ્રતિમાજીની યાવતજીવ સુધી પૂજા કરી.
આષાઢી શ્રાવક દ્વારા રચાયેલી શ્રી પાર્શ્વનાથ પ્રભુની દિવ્ય અને અલૌકિક પ્રતિમાજી વચ્ચે વચ્ચે ઘણાકાળ સુધી દેવલોક તથા જયોતિષ્કના વિમાનોમાં, ભવનપતિ અને વ્યંતરોના ભવનોમાં એમ અનેક સ્થળોએ પૂજાણી છે. પરંતુ મનુષ્યલોકમાં સમુદ્ર, નદીઓ કે ભૂગર્ભમાં કવચિત પૂજનિક પણે રહી હશે અને કવચિત અપૂજનિક પણે પણ રહી હશે એમ માની શકાય.
ત્યારબાદ અવસર્પિણી કાળમાં કૌરવો-પાંડવોનું યુધ્ધ સમાપ્ત થઈ ગયું હતું. મહાબલી ભીમના હાથે દુર્યોધન મરાયો હતો. દુર્યોધનના મૃત્યુથી મગધેશ્વર જરાસંઘ અત્યંત રોષે ભરાયો. જરાસંઘને એમ થયું કે દુર્યોધનનું મૃત્યુ શ્રીકૃષ્ણના કારણે જ થયું છે.
આથી જરાસંઘે શ્રીકૃષ્ણને યુધ્ધ કરવા માટે પડકાર ફેંક્યો.
દ્વારિકાના ઈશાન ખૂણામાં વઢિયાર દેશમાં સરસ્વતી નદીના કિનારે આવેલ સનપલ્લી નામના ગામે શ્રી નેમિકુમારે પડાવ નાંખ્યો. શ્રી કૃષ્ણ જરાસંઘનો પડકાર ઝીલી લીધો હતો. શ્રીકૃષ્ણની મદદમાં પાંડવો જોડાયા.
પ્રતિવાસુદેવ અને વાસુદેવ વચ્ચેનું આ નિર્ણાયક યુધ્ધ હતું.
શ્રી શુભ ગણધર
૧૯૮