________________
પ્રેમવિજયજીએ પોતાની રચનામાં શ્રી પદ્માવતી પાર્શ્વનાથનો ઉલ્લેખ કર્યો છે.
વિક્રમ સંવત ૧૭૫૫માં સૌભાગ્ય વિજયકૃત “તીર્થમાલા” માં આ તીર્થનો મહિમા ગવાયો છે.
વિશેષ જાણકારી અહીં વિવિધ પુસ્તકો માંથી સાભાર સાથે માહિતી પ્રસ્તુત કરી છે.
(૧) વીજાપુરમાં શ્રી પદ્માવતી પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય આવેલું છે. વીજાપુરમાં પદ્માવતીના દેરાસરમાં શ્રી લક્ષ્મીજી દેવી તથા શ્રી સરસ્વતી દેવીની પ્રતિમાજીઓ બિરાજમાન ચે. વિજાપુરમાં સ્ફલિંગ પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય આવેલું છે. આ જિનાલય નવી શૈલીનું, ઊંચાઈ ઉપર બનાવાયું છે. ત્યાં શ્રી ઘંટાકર્ણ વીર તથા શ્રી માણિભદ્રવીરના સ્થાનો છે. બાજુમાં શ્રી બુધ્ધિસાગરસૂરિશ્વરજી મહારાજનું સ્થાનક બનાવવામાં (દાદાવાડી) આવેલ છે. નવી રીતે નિર્માણ થયેલા આ સ્થળમાં વિવિધતા છે. દરેક પ્રતિમા અતિ સુંદર, સૌમ્ય, છટાદાર અને ભવ્ય છે. ધર્મશાળા તથા ભોજનશાળાની સુંદર વ્યવસ્થા
(૨) અમદાવાદથી પૂર્વ દિશામાં આવેલું નરોડા એ પૂર્વકાળની નિષધનગરી હોવાનું દંતકથા જણાવે છે. નળ રાજાની આ નગરી હતી અહીંના એક મહાદેવ મંદિરનું શિવલિંગ નળરાજાના સમયનું હોવાની માન્યતા છે. નરોડામાં શેઠ હઠિસિંહ કેસરી સિંહે બંધાવેલું આ શિખરબંધ ભવ્ય જિનાલય સુંદર શોભે છે. આ જિન પ્રાસાદના મૂળનાયક શ્રી પદ્માવતી પાર્શ્વનાથ લોકોમાં શ્રી ગોડી પાર્શ્વનાથના નામથી ડુ પ્રસિધ્ધ છે. મૂળનાયક પ્રભુજી નાનકડા પણ મનોહર છે. આ પ્રભુજી જમીન માંથી પ્રગટ થયા હતા. આ જિન પ્રાસાદની નિકટના એક ટીંબા માંથી મળી આવતા પ્રાચીચ અવશેષો તથા આ પૂર્વે એક પ્રાચીન અને ભવ્ય જિનપ્રાસાદ અસ્તિત્વ માં હોવાનું અનુમાન કરાવે છે. અહીંના પદ્માવતી પૂજિત પાર્શ્વનાથ શ્રી નરોડા પદ્માવતી પાર્શ્વનાથના નામથી ખ્યાતિ પામેલા છે.
શ્રી નરોડા પદ્માવતી પાર્શ્વનાથ
૧૮૨