________________
શ્રી મુકેવા પાર્શ્વનાથ
અમદાવાદના રીલીફરોડ પર આવેલ પાંજરાપોળમાં શ્રી મૌરૈયા પાર્શ્વનાથની ખડકીમાં શ્રી મૌરૈયા (મુલેવા) પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય આવેલું છે. અહીં શ્રી આદિનાથ પ્રભુ મૂળનાયક રૂપે બિરાજમાન છે. શ્રી મુલવા પાર્શ્વનાથ પ્રભુનું આ મુખ્ય સ્થાન છે. તે સિવાય શ્રી જીરાવલા તીર્થની દેરીમાં શ્રી મોરૈયા પાર્શ્વનાથજીની મનોહર પ્રતિમાજી બિરાજમાન છે.
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ | જિનાલયની ફરતી ભમતી એકસોત્રણમી દેવકુલિકામાં શ્રી મુકેવા પાર્શ્વનાથ પ્રભુજી બિરાજમાન છે.
અમદાવાદના રીલીફ રોડ પર પાંજરા પોળમાં શ્રી મોરૈયા પાર્શ્વનાથ પ્રભુની ખડકીમાં શ્રી મુકેવા પાર્શ્વનાથજીની પ્રતિમાજી પદ્માસનસ્થ, શ્વેત વર્ણની અને ફણારહિત છે. પ્રતિમાજીની ઊંચાઈ ૨૮.૫ ઈંચ અને પહોળાઈ ૨૨ ઈંચની છે.
૨૦૦-૩૦૦ વર્ષ પૂર્વે અમદાવાદના ઈદલપુર નામના વિસ્તારમાં નિવાસ કરતાં અમદાવાદના વિશાશ્રીમાળી જ્ઞાતિના શેઠ પરિવારે શ્રી મુકેવા પાર્શ્વનાથ પ્રભુનું મંદિર બંધાવ્યાનું મનાય છે. આ કથન એક સ્તવનમાં જણાવાયું છે. તે મંદિર સમયના પ્રવાહ સાથે ન રહ્યું હોય. ઈદલપુરનો વિસ્તાર આજે હરિપુરા તરીકે ઓળખાય છે. આ જિનાલયનો વહીવટ શેઠ હઠીસિંહ કેસરીસિંગ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે.
થોડા સમય પૂર્વે પ્રતિમાજીઓને ખસેડયા વિના આ જિનાલયનો જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો હતો. આ અમદાવાદ શહેરનું પ્રભાવક અને દર્શનીય તીર્થસ્થાન ગણાય છે. આ તીર્થનો અને પ્રતિમાજીનો ઉલ્લેખ આચાર્ય-ભગવંતો, મુનિ ભગવંતો તથા કવિઓની રચનાઓમાં થયો છે.
શ્રી મુકેવા પાર્શ્વનાથ
૧૪૭