________________
સંઘે બધાની રકમ ચૂકવવા માંડી. સાંડેરાવના શ્રાવકે ઘીનું મૂલ્ય ચૂકવવા પાલી ગયા. વેપારીએ શ્રાવકોને જણાવ્યું કે મને કશી ખબર જ નથી. ત્યારે બધી વાતનો ફોડ થયો. 0 0 વેપારી આચાર્ય ભગવંતની મંત્રશક્તિથી અત્યંત પ્રભાવિત થયો. તેણે ઘીની કિંમત રૂા. નવ લાખ લેવાની ના ભણી દીધી. વેપારીએ શ્રી સંઘને જણાવ્યું કે મને અનાયાસે મળેલા લાભને મૂલ્ય લઈને ગુમાવવા માંગતો નથી.
અંતે તે વેપારીએ ઘીની રકમ જનલીધી. ત્યારે શ્રી સંઘે ઘીની કિંમતના નવલાખ રૂપિયાથી પાલીમાં એક દૈદિપ્યમાન અને ભવ્ય જિનાલયનું નિર્માણ કર્યું. વેપારીની ઉદારતા આ જિનાલયના નિર્માણ પાછળ હતી, તેથી આ જિનાલય “નવલખા મંદિર' તરીકે ઓળખાવા લાગ્યું.
દીવમાં આવેલ “શ્રી નવલખા પાર્શ્વનાથ'ને જ્ઞાની ભગવંતોએ જુહાર્યાનું તેમની રચનાઓમાં જોવા મળે છે. પાલી અને દીવમાં આવેલા “શ્રી નવલખા પાર્શ્વનાથજી' ના જિનાલયો દર્શનીય છે.
વિશેષ જાણકારી અહીં વિવિધ પુસ્તકો માંથી ઉદ્ધત કરેલી માહિતી આપેલ છે.
(૧) વિક્રમ સંવત ૯૭૦ સાંડેરાવ તીર્થે પ્રતિષ્ઠા મહોત્સવ સમયે માંત્રિક પ્રકાંડ વિદ્વાન આચાર્ય ભગવંત શ્રી યશોભદ્રસૂરિશ્વરજી મહારાજા દ્વારા માંત્રિક શક્તિથી પાલીથી ઘી મંગાવવામાં આવ્યું હતું. જેની પાલીના વેપારીને ખબર ન પડી. સાંડેરાવના શ્રાવકજનો જ્યારે ઘીના પૈસા ચૂકવવા આવ્યા ત્યારે અહીંના વેપારીએ ધાર્મિક કાર્યમાં વપરાયેલા પૈસા પાછા લેવાની ના પાડી. આખરે નવ લાખ રૂપિયાની કિંમત આ નવા મંદિર પાછળ ખર્ચવાની યોજના થઈ. અને શ્રી નવલખા પાર્શ્વનાથ ભગવાનના દેરાસરનું નિર્માણ થયું. આ ઉપરાંત આ શહેરમાં બીજાં દસેક જેટલાં દેરાસરો છે. દેરાસર ગુજરાતી કલા વિસ્તારમાં છે. પાલી-જોધપુર અને હાલના વચ્ચે આવેલું છે.
શ્રી નવલખા પાર્શ્વનાથ
૧૭૦