________________
(૨) દીવમાં આવેલ શ્રી નવલખા પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય અતિ પ્રાચીન છે. બૃહત કલ્પસૂત્રમાં આ તીર્થનો ઉલ્લેખ છે. સમુદ્રની વચ્ચે ટાપુ ઉપર વસેલા આ ગામનું કુદરતી સૌંદર્ય અને પ્રભુ પ્રતિમાજી ખૂબ જ મનોરમ્ય અને પ્રભાવશાળી છે. રહેવાની – જમવાની ખાસ કોઈ વ્યવસ્થા નથી. નજીકનું ગામ ૮ કિ.મી. ના અંતરે દેલવાડા છે તથા ઉના ૧૩ કિ.મી.ના અંતરે આવેલું છે. આ ઉપરાંત અહીં બીજા બે દેરાસર છે.
(૩) રાજસ્થાનના પાલી શહેરમાં આ જિનાલય આવેલું છે. વિ.સં. ૯૭૦માં પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે માંત્રિક પ્રકાંડ વિદ્વાન આચાર્ય ભગવંત શ્રી યશોભદ્રસૂરિશ્વરજી મહારાજા દ્વારા મંત્ર શક્તિથી અહીં ઘી લાવ્યા, વેપારીના પૈસા ચૂકવવા સંઘના શ્રાવકો ગયા ત્યારે વેપારીએ પૈસા લેવાની ના પાડી. અને કહ્યું શુભ કાર્યમાં પોતાની લક્ષ્મીનો ઉપયોગ થતો જોઈ, ખૂબ પ્રસન્ન થઈ પોતાને કતાથ માનવા લાગ્યો. આ ઘીની કિંમત રૂ. નવ લાખ હતી. અને તે રૂપિયાથી અહીં મંદિર બન્યું. જે નવલખા મંદિર કહેવાયું. અહીં પ્રાચીન કલાત્મક મુર્તિઓ દર્શનીય છે.
શ્રી પાર્શ્વ સ્તવના નવલખા પ્રભુ નવફણાથી પાલી નગરે બિરાજતાં, નવ અંગમાં પ્રભુ નવયંટા ધારી લાખેણા જિન ઓપતાં, મેઘ ધનુષ્યની શોભા તારી આગે નવગાઉ દૂર પડે, નવલખા” પારસના ચરણમાં તન મન ધન અર્પણ સદા.
મૂર્તિના નવ અંગના તિલકના સ્થાને નવયંત્રો ખોદી તેમાં મંત્રાક્ષરો લખવામાં આવેલા હોવાથી તે નવલખા નામથી ઓળખાય છે.
શ્રી નવલખા પાર્શ્વનાથ
૧૭૧