________________
નો અંગો કે યંત્ર નૌ, ઈસસે નવલખા નામ હૈ | પાલીનગર મંડન વિભુ ! મેરા તુમ્હી કો પ્રણામ હૈ || મનહર પ્રતિમા આપકી, છવિ આપકી અભિરામ હૈ | ઐસે “શ્રી નવલખા પાર્થ' કો મૈં, ભાવસે કરૂં વંદના //
પાલી નગરમાં પાલનારા બાલને આ પાલજો, પાલનહારા બિરૂદ તારૂં, તો જ સાચું જાણજો , નવઅંગમાં નવયંત્ર લેખો, તેથી તે નવલખા, શ્રી નવલખા' પ્રભુ પાર્શ્વને ભાવે કરૂં હું વંદના.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં
બિરાજમાન શ્રી નવલખા પાર્શ્વનાથ | ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણ કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક અડીખમ ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી અનેક જિનાલયો અદૃશ્ય થયા છે. પરંતુ તીર્થનું મહાભ્ય અને તેનો પ્રભાવ પ્રાચીન કાળથી અકબંધ રહ્યો છે. આજે પણ તેમાં જરાપણ ઘટાડો થયો નથી.
આજે શ્રી શંખેશ્વર તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધતો જાય છે. શ્રી પાર્થ પ્રભુના અન્ય તીર્થો પણ એટલાજ પ્રભાવક છે. શ્રી શંખેશ્વર તીર્થ અત્યંત પ્રાચીન છે. એનો ઈતિહાસ યુગો પૂર્વનો છે. આજે આ તીર્થ જાગૃત તીર્થસ્થાન છે. આ તીર્થસ્થાને હજારો યાત્રાળુઓની અવરજવર રહે છે. અને ભાવભરી
શ્રી નવલખા પાર્શ્વનાથ
૧૭૨