________________
શ્રી નવલખા પાર્શ્વનાથ
રાજસ્થાનના પાલી મુકામે શ્રી નવલખા પાર્શ્વનાથ પ્રભુનું દર્શનીય તીર્થ આવેલું છે. પાલી જીલ્લાનું મુખ્ય મથક છે. તેમજ પાલી રેલ્વે સ્ટેશનથી આ તીર્થ ૩ કિ.મી. ના અંતરે આવેલું છે. પાલીમાં અન્ય ૧૦ જિનાલયો છે. બાજુમાં પૂનાગિરિ નામની ટેકરી પર આવેલ શ્રી પાશ્વનાથ જિનાલયને ‘ભાખરી મંદિર' કહે છે. ત્યાં દર વર્ષે કારતક સુદ ૧૫ નો મેળો ભરાય છે. અહીં ધર્મશાળા, ભોજનશાળા, આયંબીલ ભવન વગેરેની ઉત્તમ સગવડ છે. દર વર્ષે અહીં આચાર્ય ભગવંતો, મુનિ ભગવંતોના ચાતુર્માસ થતા હોય છે. તેથી અહીં વસતાં જૈનોને ધર્મલાભ મળતો રહે છે.
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમાં શ્રી નવલખા પાર્શ્વનાથ પ્રભુજી બિરાજમાન છે.
( પાલી શહેરમાં મનને પ્રસન્ન કરનારી પરમ પ્રભાવક શ્રી નવલખા પાર્શ્વનાથજીની પ્રતિમાજી મૂળનાયક રૂપે જિનાલયમાં બિરાજે છે. શ્વેત પાષાણની, પદ્માસનસ્થ, નવફણાથી વિભૂષિત આ પ્રતિમાજીની ઊંચાઈ ૩૩ ઈંચ અને પહોળાઈ ૨૬ ઈંચની છે. રાજસ્થાનનું પાલી ગામ પ્રાચીન છે. પૂર્વે તે ‘પલ્લી કે પલ્લિકા” ના નામથી ઓળખાતું હતું.
આ ગામના નામ પરથી ‘પલ્લીવાલ ગચ્છ” ઉત્પન્ન થયો હતો. વિક્રમ સંવત ૯૬૯માં સંડેરક ગચ્છના આચાર્ય ભગવંત શ્રી યશોભદ્રસૂરિજી મહારાજની આચાર્ય પદવી અહીં અપાઈ હતી. પાલી ગામ સમૃધ્ધ નગર હતું. તેના ઐતિહાસિક પ્રમાણો પણ આજે ઉપલબ્ધ છે.
પાલીમાં આવેલ શ્રી નવલખા પાર્શ્વનાથનું જિનાલય બાવન નયનરમ્ય દેવકુલિકાઓથી સંપન્ન છે. આ જિનાલયની પ્રાચીન પ્રતિમાઓ પર બારમા અને તેરમા સૈકાના ઉલ્લેખ છે, તેથી જિનાલય પ્રાચીન હોવાને પુષ્ટિ મળે છે. પૂર્વેના આ જિનાલયમાં મૂળનાયક રૂપે શ્રી મહાવીર સ્વામી બિરાજમાન હતા. વિક્રમ સંવત ૧૬૮૬માં આ ભવ્ય જિનાલયનો જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો અને બાવન દેવકુલિકાઓથી વિભૂષિત કરવામાં આવ્યું ત્યારે જિનાલયના મૂળનાયકમાં ફેરફાર ૭.
શ્રી નવલખા પાર્શ્વનાથ
૧૬૮