________________
શ્રી પોસીના પાર્શ્વનાથ
ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં આવેલ નાના પોસીના (સાબલી) ખાતે પરમ પ્રભાવક અને ચમત્કારિક તીર્થધામ શ્રી પોસીના પાર્શ્વનાથનું પ્રાચીન જિનાલય આવેલું છે. શ્રી પોસીના પાર્શ્વનાથજીના દર્શન માત્રથી મનની અશાંતિ હણાઈ જાય છે. તેવી દિવ્ય પ્રતિમાજી છે. આ તીર્થ ઈડરથી ૨૨ કિ.મી. ના અંતરે આવેલું છે. અહીં ધર્માળાની ઉત્તમ સગવડ છે.
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમાં ૧૦૪મી દેવકુલિકામાં શ્રી પોસીના પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે.
ઈડર તાલુકાના નાના પોસીના ગામની વચ્ચોવચ્ચ શ્રી પોસીના પાર્શ્વનાથનું ભવ્ય, શિખરબંધી પ્રાચીન જિનાલય આવેલું છે. શ્વેત પાષાણના, પદ્માસનસ્થ શ્રી પોસીના પાર્શ્વનાથના મસ્તકે ફણા નથી. પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચ અને પહોળાઈ ૨૯ ઈંચની છે. આ પ્રતિમાજી મહારાજા સંપ્રતિના સમયની છે.
૧૨મા સૈકા પૂર્વે એક ધર્મ શ્રધ્ધાળુ બ્રાહ્મણ પોતાના ખેતરમાં ખેડી રહ્યો હતો. ત્યારે તેનું હળ કંથેરના વૃક્ષ નીચે અટક્યું આથી તે બ્રાહ્મણને આશ્ચર્ય થયું. તેણે તરત જ પોતાના હળને દૂર કર્યું અને તે જગ્યાએ ખોદકામ કર્યુ. ત્યાં તેની દૃષ્ટિમાં શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમા જોવામાં આવી.
બ્રાહ્મણ દેવતા અત્યંત આનંદ પામ્યા. તેમણે ખૂબ જ ધૈર્યથી ૩૧ ઈંચ ઊંચી પ્રતિમાજીને ભૂમિમાંથી બહાર કાઢી. બ્રાહ્મણના હરખનો પાર નહોતો. તેને થયું કે આ પ્રતિમાજી ખેતરમાં રહે તે યોગ્ય ન કહેવાય. આથી તેણે આ જિનબિંબ જૈન સંઘના હાથમાં સોપ્યું. શ્રી સંઘે ગામની વચ્ચોવચ્ચ જિનાલયનું નિર્માણ કરાવીને તેમાં પ્રતિમાજીને ભવ્ય મહોત્સવ યોજીને પ્રતિષ્ઠિત કરાવી. આ પ્રતિમા તે જ શ્રી પોસીના પાર્શ્વનાથ.
મહારાજા કુમાર પાળના સમયમાં નૂતન ભવ્ય જિનાલય બન્યું, ત્યાર પછી તો અનેકવાર આ જિનાલયના જીર્ણોધ્ધાર થતા રહ્યાં, વિ.સં. ૧૨૦૧ થી ૧૭મી સદી સુધીમાં અનેક પ્રભાવક જૈનાચાર્યો દ્વારા પ્રતિષ્ઠા મહોત્સવ થયાના ઉલ્લેખો છે. આ તીર્થનો છેલ્લો જીર્ણોધાર આચાર્ય ભગવંત શ્રી લબ્ધિસૂરીશ્વરજી મ.ના
શ્રી પોસીના પાર્શ્વનાથ
૧૫૪