________________
ઉપદેશથી થયો. વિ.સં. ૨૦૦૮ના પોષ વદ-૬ના તેઓ શ્રી ના વરદ હસ્તે મુળનાયક સહિત અન્ય જિન પ્રતિમાજીઓની પ્રતિષ્ઠા રંગેચંગે કરવામાં આવી હતી. આ તીર્થ દર્શનીય છે.
દર વર્ષે માગસર વદ-૧૦ ના રોજ ભવ્ય મહોત્સવ રચાય છે. આ દિવસે યાત્રાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. અહીં શ્રાવણ વદ-૮ના દિવસે જૈનેતરોનો મોટો મેળો ભરાય છે. આ તીર્થ અત્યંત પ્રભાવક અને પ્રાચીન છે. અનેક લોકોને આ પ્રતિમાજીના દર્શનથી ચમત્કાર જોવા મળ્યા છે. અનેક જૈનાચાર્યો તથા મહાપુરુષોએ શ્રી પોસીના પાર્શ્વનાથ તીર્થને વંદના કરી છે. તેમજ સ્તુતિ રચી છે.
વિશેષ જાણકારી
શ્રી પોસીના પાર્શ્વનાથના આ મનોહર પ્રતિમાજીના ઉદ્ભવને જાણવા અતીતની ગહનતામાં પ્રવેશ કરવો પડે. ૧૨મા સૈકા પૂર્વેની વાત છે. એક તપોધન બ્રાહ્મણ ખેતર ખેડી રહ્યો હતો. અચાનક કંથેરના વૃક્ષ નીચે હળ અટક્યું. કુતૂહલ પ્રિય બ્રાહ્મણે તપાસ આદરી, ખોદકામ કરતાં ૩૧ ઈંચ ઊંચા એક મનોહર પ્રતિમાજી પ્રાપ્ત થયા. હર્ષઘેલો આ બ્રાહ્મણ ખેડૂત કૃષિકાર્યને વીસરીને આ પ્રતિમાજીના દર્શનનું અમૃતપાન કરવા લાગ્યો. આ પાવિત્ર્યનો મહાપૂંજ ખેતરમાં ન શોભે એમ વિચારી આ પવિત્ર જિનબિંબ બ્રાહ્મણે જૈન સંઘને સોંપ્યું. શ્રી સંઘે જિનાલયનું નિર્માણ કરાવીને પ્રતિમાજીને તેમાં પધરાવ્યા. ત્યારબાદ પરમાઈત કુમારપાળના સમયમાં નૂતન ભવ્ય જિનાલય બન્યું. | કાળક્રમે અનેકવાર જીર્ણોધ્ધાર થતાં રહ્યાં. જિનાલયમાં રહેલા અન્ય જિનબિંબો પર વિ.સં. ૧૨૦૧ થી સત્તરમી સદીના ઉત્તરાર્ધ સુધીના લેખો છે. અને શ્રી આણંદ વિમલસૂરિ, શ્રી વિજયસિંહ સૂરિજી મ., શ્રી લક્ષ્મી સાગરસૂરિજી મ., શ્રી વિજય હીરસૂરિજી મહારાજ અને શ્રી વિજયદેવસૂરિ જેવા ભૂતકાળના મહા પ્રભાવક આચાર્ય ભગવંતોએ અહીં પ્રતિષ્ઠા કરાવ્યાના ઉલ્લેખો પ્રાપ્ત થાય છે.
શ્રી પોસીના પાર્શ્વનાથ
૧૫૫