________________
વિધિ સહિત પ્રતિષ્ઠા કરવામાં આવી.
(૨) સમુદ્રકિનારે આવેલા ગંધાર ગામે આ તીર્થસ્થાન પાંચસો વર્ષથી પણ વધારે પ્રાચીન છે. બીજી જગ્યાએ શ્રી મહાવીર સ્વામીના જિનાલયમાં હજાર વર્ષ પુરાતન લેખ ઉત્કીર્ણ છે. ભરૂચથી ૨૬ કિ.મી. વાગરા ગામ થઈને જવાય છે. પરવાસન ગામ ભરૂચ - કાવી માર્ગ ઉપર છે. ત્યાંથી ૧૩ કિ.મી. છે. ધર્મશાળા - ભોજનશાળાની સગવડ છે.
(૩) ગુજરાતના સાબરકાંઠા જીલ્લામાં વડાલી ગામમાં આ જિનાલય આવેલું છે. આ જિનાલય લગભગ ૧૨મી સદીનું હોવાનું અનુમાન છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુનું શ્યામવર્ણીય પ્રતિમાજીનું મુખડું જોતાં જ મન ભક્તિમાં લીન થઈ જાય છે. આ પ્રતિમાજી માંથી એક વખતે સતત અમીઝરણાં થતાં ભક્તજનોએ આ ભગવાનને અમીઝરા પાર્શ્વનાથ તરીકે ઓળખ્યા છે. આ પ્રતિમાજી ખૂબજ ચમત્કારિક છે. આ ઉપરાંત અહીં અન્ય બે જિનાલયો શ્રી શાંતિનાથ ભગવાનનું તથા શ્રી આદિનાથ ભગવાનનું છે. વટ્ટપલ્લી ગચ્છનું ઉત્પત્તિ સ્થાન પણ તેને માનવામાં આવે છે. સંપર્ક : શ્રી વટ્ટપલ્લી (વડાલી) આદિનાથ જૈન શ્વે. મૂ.પૂ. તીર્થ, ઈડર-વડાલી હાઈવે પો. વડાલી, પીન કોડ-૩૮૩૨૩૫. (જી. બનાસકાંઠા) ગુજરાત.
(૪) શ્રી અમીઝરા પાર્શ્વનાથ પ્રભુનું બીજું તીર્થ બનાસકાંઠાના ડુવા ગામમાં આવેલ છે. આ તીર્થ પ્રાચીન હોવાનું માનવામાં આવે છે. આ જિનાલયનો જીર્ણોધ્ધાર વિ.સં. ૧૮૩૯માં કારતક વદ-૫ ના રોજ થયેલો છે. તેમ ત્યાંના શિલાલેખ પરથી જાણી શકાય છે. શ્રી અમીઝરા પાર્શ્વનાથ પ્રભુ ઘણાજ ચમત્કારી મનાય છે. કહેવાય છે કે એક વખત ચોર પ્રભુના આભૂષણો વગેરે ચોરી ગયો હતો, પરંતુ કોઈ ચમત્કાર થતાં તે આભૂષણો પાછો મૂકી ગયો. શ્રી પદ્મ પ્રભુનું જિનાલય પહેલાં ભોંયરામાં હતું પરંતુ હવે તે ઉપર લાવી શ્રી પાર્શ્વનાથ ભગવાનની બાજુમાં મંદિર બનાવેલ છે.
(૫) મધ્ય પ્રદેશમાં મહુથી ૫૦ માઈલ દૂર અમીઝરા ગામમાં આવેલું શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર તીર્થ સ્વરૂપ છે. અગાઉ અહીં રાઠોડોનું રાજ્ય હતું
શ્રી અમીઝરા પાર્શ્વનાથ
૧૨૮