________________
અષ્ટાપદજીના ચૈત્યનું નિર્માણ કર્યું હતું. મહારાજા કુમારપાળ અને શ્રી હેમચંદ્રાચાર્ય સોમનાથ મંદિરે આવેલા, ત્યારે ત્યાં શ્રી હેમચંદ્રાચાર્યે કુમારપાળ જૈન ધર્મ, પ્રત્યે વધુ આકર્ષાયા હતા. (વિમલકુમાર મોહનલાલ ધામી નું પુસ્તક’ રાજ રાજેશ્વર કુમારપાળ' વાંચો) મુસ્લિમકાળ દરમિયાન અહીંના કેટલાક જિનાલયોનો ધ્વંશ થયો હતો. મૂળનાયક શ્રી ચંદ્રપ્રભસ્વામીના ભવ્ય જિનાલયમાં ડાબી બાજુના ગભારામાં શ્રી દોકડીયા પાર્શ્વનાથ પ્રભુની શ્યામ રંગની નયનરમ્ય અને હૈયાના ભાવને ઝંકૃત કરે તેવી અલૌકિક પ્રતિમાજી બિરાજમાન છે.
શ્રી દોકડીયા પાર્શ્વનાથના પ્રભાવ વિશેની એક રસપ્રદ કથા છે, તે અનુસાર એક પરમ શ્રાવક દરરોજ આ પ્રભુજીની પ્રથમ પૂજાનો લાભ લેતો હતો. પરમ શ્રાવક પ્રભાતે આવીને અંતરના ભાવ સાથે આ પ્રભુજીની સેવા-પૂજા અને ભક્તિ કરતો.
એક દિવસ પરમ શ્રાવકને પ્રભુની પલાંઠી પાસેથી એક દોકડો (તે સમયનું નાણું) પ્રાપ્ત થયો. શ્રાવકે પ્રભુની કૃપા માનીને દોકડો લઈ લીધો. આ ક્રમ ઘણા દિવસો સુધી ચાલ્યો. તે પરમ શ્રાવક પૂજા સંપન્ન કરે એટલે શ્રી પાર્શ્વનાથ પ્રભુની પલાંઠી પાસે એક દોકડો પડ્યો હોય... શ્રાવકના હર્ષનો પાર નહોતો. આ પ્રભાવક ઘટના પરમ શ્રાવકથી ગુપ્ત રહી ન શકી. તેણે આ વાત પોતાના નજદિકના મિત્રને કહી સંભળાવી અને થોડો હળવો થયો. | બીજે દિવસે દરરોજની જેમ તે પરમ શ્રાવક તે પ્રભુની પૂજા કરવા જિનાલય પાસે પહોંચ્યો, ત્યારે પ્રભુની પલાંઠી પાસે દોકડો તો હતો પણ તે ચોંટી ગયો હતો તે દિવસે દોકડો ન મળતાં શ્રાવક નિરાશ થઈ ગયો. પછી તો તે દોકડો ત્યાં ચોટેલો જ રહ્યો. આજે પણ તે દોકડો પ્રભુની પલાંઠી પર ચોટેલો છે. બસ, ત્યારથી આ પ્રતિમાજી “શ્રી દોકડીયા પાર્શ્વનાથ' તરીકે ઓળખાય છે. આ પાર્શ્વનાથજીને “શ્રી દાદા પાર્શ્વનાથ” થી પણ લોકો જાણે છે. તે
( શ્રી દોકડીયા પાર્શ્વનાથ તીર્થનો ઉલ્લેખ અનેક જૈનાચાર્યોએ મહાપુરુષોએ ‘તીર્થમાલા'માં કરેલો છે. એથી આ તીર્થની પ્રાચીનતા અને ભવ્યતાના દર્શન થયા વિના રહેતા નથી.
શ્રી દોસ્ડીયા પાર્શ્વનાથ
૧૪૧