________________
શ્રી અમીઝરા પાર્શ્વનાથ
ભરૂચ જિલ્લા (ગુજરાત)ના વાગરા તાલુકાના ગંધાર ગામમાં શ્રી અમીઝરા પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થધામ આવેલું છે. એ સિવાય મધ્ય પ્રદેશમાં અમીઝરા ગામ કુન્દનપુર તરીકે ઓળખાતું હતું. આચાર્ય ભગવંત શ્રી વિજય સોમસૂરિશ્વરજી મહારાજાના વરદ હસ્તે વિક્રમ સંવત ૧૫૪૮ના કારતક વદ ત્રીજના દિવસે આ પ્રતિમાજીની પ્રતિષ્ઠા થઈ હતી. અહીંની પ્રતિમાજી ૩ હાથ ઊંચી છે. શિખરબંધી જિનાલય છે.
શ્રી અમીઝરા પાર્શ્વનાથના જિનાલયો અમઝરા, ગંધાર, ગિરનાર, સરદારપુર, ખેરાળુ, થરાદ, ખેડા તથા પાલીતાણા ખાતે પણ આવેલા છે.
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમાં શ્રી અમીઝરા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા બિરાજમાન છે.
ભરૂચ જિલ્લાના ગંધારમાં શ્રી અમીઝરા પાર્શ્વનાથજીનું મુખ્ય તીર્થ છે. ભરૂચ-કાવી રેલ્વેલાઈન પર પખાજન રેલ્વે સ્ટેશન આવે છે. પખાજન રેલ્વે સ્ટેશનથી ૧૩ કિ.મી. ના અંતરે શ્રી અમીઝરા પાર્શ્વનાથ તીર્થ આવેલું છે. આમ ભરૂચથી આ તીર્થ ૨૬ કિ.મી. અને દહેજથી ૨૪ કિ.મી. ના અંતરે આવેલું છે.
અહીં ભગવાન મહાવીર સ્વામીનું ૨૪ દેવકુલિકાઓથી અલંકૃત જિનાલય આવેલ છે. દરેક પ્રતિમાજી પ્રાચીન અને દર્શનીય છે. અહીં ધર્મશાળા, ભોજનશાળાની ઉત્તમ સગવડ છે. ભરૂચ, કાવી તીર્થો અહીંથી નજીકમાં છે. સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરિશ્વરજી મ. ની ગંધાર દીક્ષાભૂમિ છે.
એક સમયે ગંધાર સમૃદ્ધિ અને વૈભવમાં આળોટતું નગર હતું. પરંતુ આજે આ નગરની સમૃધ્ધિ લુપ્ત થઈ ગઈ છે. છતાં આજે શ્રી અમૃતઝરા પાર્શ્વનાથ જિનાલય ઈતિહાસની સાક્ષી પૂરે છે. આ નગરની પ્રાચીનતા પર પ્રકાશ ફેંકતા અવશેષો આજે પણ છે.
પૂર્વે ગંધાર બંદરની જાહોજલાલી અપૂર્વ હતી. દેશ-પરદેશના માલની હેરફેર મોટા પ્રમાણમાં થતી હતી. પરદેશીઓની બૂરી દૃષ્ટિ આ બંદર પર સદાય - રહેતી હતી. આ નગર અનેકવાર આક્રમણોનો ભોગ બન્યું હતું. સિંધના ગવર્નર ઈ.સ. ૭૯૬-૭૦માં હૂમલો કરીને મૂર્તિઓને ખંડિત કરી હતી અને તે સ્થાનોમાં
શ્રી અમીઝરા પાર્શ્વનાથ
૧૨૫