________________
તો બન્ને ધર્મશામાં રૂમ રાખીને થોડીવાર આરામ કર્યો. પછી ભોજનશાળામાં જમવા માટે ગયા.
શાંતિભાઈ બોલ્યા : ધર્મિષ્ઠા, અહીંનું વાતાવરણ ખૂબ જ સરસ છે. મન અત્યંત પ્રસન્ન બની ગયું. છે.’
ધર્મિષ્ઠા બોલી : ‘લત્તાબેન સાચુ જ કહેતા હતા કે તમે ભક્તિવિહારમાં રહેશો તો ખૂબજ આનંદ આવશે. એમની વાત સાચી છે.’
ભોજન પૂર્ણ કરીને બન્ને ધર્મશાળામાં પાછા ફર્યાં અને આરામ કરવા આડે પડખે થયા. બપોરે ચાર વાગે ઉઠીને તૈયાર થયા અને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જિનાલયમાં દર્શનાર્થે ગયા. ત્યાંથી શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ દાદાના દર્શનાર્થે ગયા.
બન્ને થોડીવાર બજા૨માં ફર્યાં ત્યાં સાંજ પડી ગઈ. બન્ને ભોજનશાળામાં જમી લીધું. રાત્રે નવ વાગે સૂઈ ગયા. શાંતિભાઈએ જેતપુ૨ મનોજને પહોંચી ગયાનો ફોન કરી દીધો હતો.
બીજે દિવસે શાંતિભાઈ અને ધર્મિષ્ઠાએ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની સેવાપૂજા કરી. તેમાંય શ્રી વહી પાર્શ્વનાથ પ્રભુની પૂજા કરીને ચૈત્યવંદન કર્યું. અને શાંતિભાઈએ મનમાં સંકલ્પ ધારણ કર્યો. બન્ને પતિ-પત્ની શ્રી વહી પાર્શ્વનાથની ભક્તિમાં રસ તરબોળ બની ગયા. બન્ને અત્યંત પ્રસન્ન બન્યા હતા. ત્યાંથી તેઓ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા કરવા માટે ગયા. ત્યાં તેઓએ ચૈત્યવંદન, સ્તવન ગાયું. પછી બજારમાં ફરતાં ફરતાં ધર્મશાળા પર પહોંચ્યા ત્યારે બપોરના બાર વાગી ગયા હતા.
બન્નેએ ભોજનશાળાના પાસ લઈને જમવા માટે ગયા. જમીને જેતપુર જવાની તૈયારી કરવા લાગ્યા. ધર્મિષ્ઠાબેને કહ્યું : ‘આપણે બપોરે ચાર વાગે નીકળીએ...થોડીવાર આરામ કરી લઈએ...’
‘ભલે....એમ કરીએ...' શાંતિભાઈ બોલ્યા.
અને બપોરે ચાર પછી તેઓ શંખેશ્વરથી જેતપુર જવા વિદાય થયા. જેતપુર આવ્યા પછી મહિનામાં જ શાંતિભાઈને પ્લાસ્ટીક કંપનીની એજન્સી મળી ગઈ
૧૨૩
શ્રી વહી પાર્શ્વનાથ