________________
કલ્પેશ વીરમગામથી શંખેશ્વર બસમાં આવી પહોંચ્યો. તે નયનના કહેવા મુજબ સીધો શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં આવી પહોંચ્યો. ત્યાં પ્રથમ ધર્મશાળાની એક રૂમ રાખીને તેમાં ઉતર્યો. કલ્પેશ પ્રથમ હાથ-મોં ધોઈને સ્વસ્થ થયો. વસ્ત્રો બદલાવીને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયના દર્શનાર્થે ગયો. ત્યાં તેણે ભાવથી બધી પ્રતિમાજીઓના દર્શન કર્યાં. તે શ્રી અમૃતઝરા પાર્શ્વનાથ પ્રભુની દેવકુલિકા પાસે આવીને ઊભો રહી ગયો અને અત્યંત ભાવથી દર્શન-વંદન કર્યા.
કલ્પેશ ત્યાંથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના દર્શનાર્થે ગયો. ત્યાં દર્શનવંદન કરીને થોડીવાર બજારમાં ફર્યો. રાતના દસ વાગી ગયા હતા. ધર્મશાળામાં આવીને સૂઈ ગયો.
કલ્પેશે બીજે દિવસે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની સેવાપૂજા ભક્તિ કરી. શ્રી અમૃતઝરા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી ની સેવા-પૂજા અને જાપ કર્યા. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા કરી. કલ્પેશને આ વખતે શ્રી પાર્શ્વ પ્રભુની સેવા-પૂજા કરવામાં અનેરો આનંદ આવ્યો હતો. બપોરે ભોજન શાળામાં ભોજન લઈને શંખેશ્વરથી વીરમગામ આવ્યો. ત્યાં એક કલાક પછી ટ્રેન આવી, તેનું રીઝર્વેશન હોવાથી પોતાની બર્થ સીટ પર બેસી ગયો. અને તે મુંબઈ બીજે દિવસે વહેલી સવારે આવી પહોંચ્યો.
શંખેશ્વર જઈ આવ્યાને કલ્પેશને એક મહિનો પસાર થઈ ગયો ત્યાર પછી તેને બીજી એક કંપનીમાંથી નોકરી માટેની ઓફર આવી અને તેમાં બે હજાર રૂપિયા વધારે મળતાં હતા. કલ્પેશે નોકરીનો સ્વીકાર કરી લીધો. કલ્પેશે આ વાત નયનને જણાવી. નયન પણ રાજી રાજી થઈ ગયો.
કલ્પેશ માનતો હતો કે આ માત્ર શ્રી અમૃતઝરા પાર્શ્વનાથ પ્રભુની કૃપાનું ફળ છે. કલ્પેશની શ્રી અમૃતઝરા પાર્શ્વનાથ દાદા પ્રત્યેની શ્રધ્ધામાં વધારો થયો. તેણે મનોમન નક્કી કર્યું કે દર વર્ષે બે વાર શંખેશ્વરની યાત્રા તો અવશ્ય કરવી જ.
૧૦૯
શ્રી અમૃતઝરા પાર્શ્વનાથ