________________
અને...ભાવેશભાઈએ મંત્ર ગ્રહણ કર્યો અને સાંજે ભાવેશભાઈ શંખેશ્વર જવા વિદાય થયા.
ભાવેશભાઈ રાત્રિના એક વાગે શંખેશ્વર પહોંચ્યા. તેઓ સીધા ભક્તિ વિહારમાં આવ્યા અને ત્યાં રૂમ રાખી લીધી. બસના પ્રવાસથી તેઓ થાકી ગયા હતા આથી તેમણે પથારીમાં લંબાવી દીધું.
કવા દધું.
ભાવેશભાઈને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. સવારે છ વાગે નિદ્રા ઉડી ગઈ. તરત જ તેઓએ બ્રશ કર્યું. શૌચાદિ ક્રિયા, સ્નાન કરીને પૂજાના વસ્ત્રો ધારણ કર્યા અને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયમાં પૂજા માટે રૂમમાંથી નીકળ્યા ત્યારે સવારના સાત વાગી ગયા હતા. તેમણે કેસ૨ રૂમમાંથી કેસરની બે વાટકી, ફૂલ વગેરે એક થાળીમાં મૂક્યું. સર્વ પ્રથમ તેમણે મૂળનાયક શ્રી ભક્તિ પાર્શ્વનાથ પ્રભુની પૂજા કરવા લાગ્યા. જ્યારે ૯૬મી દેવકુલિકા આવી ત્યારે તેમણે જોયું કે આ તો શ્રી પુરુષાદાનીય પાર્શ્વનાથ પ્રભુ બિરાજમાન છે.
ભાવેશભાઈની આંખો દિવ્ય અને તેજોમય પ્રતિમાથી વિભોર બની ગઈ. તેમની આંખો ભીની બની ગઈ. તેમણે અનન્ય શ્રધ્ધા સાથે શ્રી પુરુષાદાનીય પાર્શ્વનાથ પ્રભુની પૂજા કરી, સ્તવન ગાયું અને જાપનો પ્રારંભ કર્યો. ભાવેશભાઈએ ૨૧ માળા કરી હતી ત્યારબાદ શ્રી ઉવસગ્ગહરંની ૨૭ પારાની માળા કરી. તેમને ખૂબજ માનસિક શાંતિ મળી.
ભાવેશભાઈ ત્યાં દરેક પાર્શ્વનાથ પ્રભુની તથા દેવી દેવતાઓની પૂજા કરીને શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દાદાની પૂજા કરવા ગયા. ત્યાં વાસક્ષેપ પૂજા ચાલતી હતી. ભાવેશભાઈએ વાસક્ષેપ પૂજા કરી અને ત્યાં બેસીને શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના જાપ કર્યા.
જ્યારે તેઓ ધર્મશાળામાં પાછા ફર્યા ત્યારે સવારના સાડા નવ વાગી ગયા હતા. તેમણે વસ્ત્રો બદલાવ્યા પછી નવકારશી વાપરીને રૂમ પર આવ્યા. બપોરે બીજીવાર દર્શન કરીને શંખેશ્વરથી નીકીને અમરેલી આવી પહોંચ્યા અને જાપ આરાધના ચાલુ રાખી. જાપના પ્રભાવે તેમને બેંકમાં પ્રમોશન મળી ગયું. ભાવેશભાઈના પરિવારના સભ્યોમાં ખુશી વ્યાપી ગઈ.
શ્રી પુરુષાદાનીય પાર્શ્વનાથ
૧૦૨