________________
શ્રી અમૃતઝરા પાર્શ્વનાથ સૌરાષ્ટ્રના જામનગર જીલ્લાના ભાણવડ ખાતે શ્રી અમૃતઝરા પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય અને એક માત્ર તીર્થ આવેલું છે. ભાણવડથી બે કિલોમીટરના અંતરે આવેલા આ તીર્થમાં બે મનોહર જિનાલયો છે. શ્રી અમૃતઝરા પાર્શ્વનાથ પ્રભુનું શિખરબંધી જિનાલય ભવ્ય છે. બજારમાં બીજું શ્રી શાંતિનાથ પ્રભુનું જિનાલય પણ પ્રાચીન છે. બન્ને જિનાલયોની કલાકારીગરી અદૂભૂત છે.
| શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમાં સત્તાણુંમી દેરીમાં શ્રી અમૃતઝરા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે. આ
| હાલમાં જામ ભાણવડને ભાણવડ તરીકે ઓળખવામાં આવે છે. પ્રાચીન ગ્રંથોમાં ‘ભાનુવડ ગ્રામ' તરીકે આ સ્થળનો ઉલ્લેખ છે.
| પ્રાચીનકાળમાં આ ગામ સમૃધ્ધિની છોળો ઉછાળતી નગરી હતી. તેમ જાણવા મળે છે. શ્વેત વર્ણના, પદ્માસનસ્થ, ફણારહિત શ્રી અમૃતઝરા પાર્શ્વનાથજીની પ્રતિમાજીની ઊંચાઈ ૧૮ ઈંચ અને પહોળાઈ ૧૪ ઈંચની છે.
ચાંપશી નામના શ્રેષ્ઠીએ આ પાર્શ્વનાથ પ્રભુના આ ભવ્ય જિનાલયનું નિર્માણ કરાવ્યું હતું. વિક્રમ સંવત ૧૬૨૨ના ફાગણ સુદ-૨ ના દિવસે આ નૂતન જિનાલયમાં આચાર્ય ભગવંત શ્રી જિનરાજસૂરિશ્વરજી મહારાજાના વરદ હસ્તે શાહ ધારશી રાજશી દ્વારા શ્રી અમૃતઝરા પાર્શ્વનાથને ગાદીનશીન કરવામાં આવ્યા હતા. એ વખતે ૮૦ જિનબિંબોની પ્રતિષ્ઠા કરાઈ હતી. - આ તીર્થની પ્રતિષ્ઠા કરાવનાર આચાર્ય ભગવંત શ્રી જિનરાજસૂરિશ્વરજી મહારાજાએ શ્રી અમૃતઝરા પાર્શ્વનાથ પ્રભુજીની સ્તુતિ મુક્તમને ગાઈ છે. શ્રી અમૃતઝરા પાર્શ્વનાથજીની પ્રતિમા અલૌકિક અને દિવ્ય છે. પરમાત્માની સેવાપૂજા કરવાથી સઘળા મનોરથ પરિપૂર્ણ થયાના દૃષ્ટાંતો છે.
સંસ્કૃત ભાષામાં આ પાર્શ્વનાથને “અમૃતશ્રાવી પાર્શ્વનાથ' જણાવેલ છે. વિક્રમ સંવત ૧૯૫૧માં આ તીર્થનો જીર્ણોધ્ધાર થયો છે. પૂજ્ય મુનિ-ભગવંતોએ શ્રી અમૃતઝરા પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ પોતાની પ્રાચીન રચનાઓમાં કરી છે.
શ્રી અમૃતઝરા પાર્શ્વનાથ
૧૦૪