________________
પ્રભુના ૧૦૮ તીર્થોના એક સાથે દર્શન, પૂજન અને યાત્રાનો લાભ યાત્રાળુઓને મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકી મંડપ અને ઉંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલયની ફરતી ભમતીમાં પંચાણુંમી દેવકુલિકામાં શ્રી કંસારી પાર્શ્વનાથ પ્રભુજી બિરાજમાન છે. પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. આ પ્રતિમાજી પદ્માસનસ્થ, શ્વેત પાષાણની છે. અત્યંત મનોરમ્ય અને દર્શનીય છે. અહીં બિરાજીત પ્રતિમાજી પરિકરથી પરિવૃત છે.
મહિમા અપરંપાર
રાજકોટથી અમદાવાદ જતાં ચોટીલા નામનું ગામ આવે છે. ચોટીલા એટલે ચામુંડા માતાજીનું ધામ. ચોટીલામાં ચામુંડાનો ડુંગર આવેલો છે. અને ડુંગર પર માતા ચામુંડાનું મંદિર આવેલું છે. અહીં દરરોજ હજારો લોકો માતા ચામુંડાના દર્શનાર્થે આવતા-જતા રહે છે.
ચોટીલામાં હરિભાઈ કંદોઈ રહે. હરિભાઈ સુખડિયા જૈન હતા. તેઓ નિયમિત દેરાસર દર્શનાર્થે જતા. બજારના એક ખૂણામાં તેમની કંદોઈની દુકાન આવેલી હતી. તેઓના લાસા લાડવા વખણાતા હતા. આજુબાજુના ગામોના લોકો હરિભાઈ કંદોઈની જ મિઠાઈ લઈ જતાં. તેમના ત્રણ પુત્રો પણ દુકાનમાં બેસતા હતા. હરિભાઈને ૭૦ વર્ષ થઈ ગયા હતા છતાં તંદુરસ્તી સારી હતી. તેઓ સવારે દેરાસરમાં સેવા-પૂજા કરીને ઘેર પાછા આવતાં અને ભગવો ઝભ્ભો અને ધોતીયું પહેલીને દુકાને આવતાં. તેમના ત્રણેય પુત્રો વહેલી સવારે પાંચ વાગે દુકાને પહોંચી જતા અને સવારે છ વાગે ગરમાગરમ ગાંઠિયા અને જલેબી
શ્રી ક્યારી પાર્શ્વનાથ
૯૩