________________
વિશેષ જાણકારી
અહીં વિવિધ પુસ્તકો અને પુસ્તિકાઓમાંથી ઉદ્ધૃત કરેલી માહિતી પ્રસ્તુત છે.
(૧) ખંભાત એક અતિ પ્રાચીન અને ભવ્ય તીર્થ છે. ખંભાતની જાહોજલાલી વર્ષોથી પ્રખ્યાત શહેર તરીકેની હતી. ખારવાડામાં સાત જિનાલયો આવેલા છે. તેમાં શ્રી કંસારી પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય અત્યંત દર્શનીય છે. અહીં શ્રી સ્તંભન પાર્શ્વનાથજી પ્રભુનું પ્રાચીન જિનાલય આવેલું છે. આ પ્રતિમાજી વીસમા તીર્થંકરના સમયના ગણવામાં આવે છે. વર્ષો સુધી અદૃશ્ય રહ્યાં પછી વિ.સં. ૧૧૧૧માં શ્રી અભયદેવ સૂરીશ્વરજીને દૈવીક પ્રેરણા મળી અને ભૂગર્ભમાંથી પ્રતિમાજી પ્રગટ થયા છે. વડોદરાથી ૮૦ કિ.મી.ના અંતરે આવેલા આ ખંભાત ગામે હજી પણ પ્રાચીન અવશેષો મળી આવે છે. આ સિવાય અહીં બીજા ૧૧૬ દેરાસરો છે. કલિકાળ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે અહીં દીક્ષા ગ્રહણ કરી હતી. ખંભાતમાં ઘણા પ્રાચીન ગ્રંથ ભંડારો છે.
(૨) સૈકાઓથી જૈન ધર્મની અનેક વિધ પ્રવૃત્તિઓથી ધમધમતા ખંભાતથી ઈશાન ખૂણામાં દોઢ કિ.મી. ને જ અંતરે આવેલું કંસારી ગામ પણ જૈનોનું મહત્વનું ધર્મ કેન્દ્ર હતું. અહીં જૈનોની પુષ્કળ વસ્તી અને જિનાલયો હતા. આ કંસારીમાં શ્રી ભીડભંજન પાર્શ્વનાથ પ્રભુનું દેવવિમાન સંદેશ મનોહર જિનાલય તીર્થયાત્રાના ધામ સમું હતું. કાળક્રમે આ ગામમાંથી જૈનોની વસ્તી નામશેષ થઈ. તેથી શ્રી ભીડભંજન પાર્શ્વનાથને કંસારીથી ખંભાત લાવવામાં આવ્યા. અને ખારવાડામાં એક નવનિર્મિત જિન પ્રાસાદમાં પ્રભુજીને પધરાવવામાં આવ્યા. આ તીર્થની પ્રસિધ્ધિ સૈકાઓથી ખૂબ વ્યાપક બનેલી છે. સંવત ૧૬૫૬માં કવિ નયસુંદરે ‘શ્રી શંખેશ્વર પાર્શ્વનાથના છંદ' માં કંસારીના શ્રી ભીડભંજન પાર્શ્વનાથને પણ સ્તવ્યા છે. વિક્રમ સંવત ૧૯૬૭માં કવિવર શાંતિકુશલે રચેલા ૧૦૮ નામ ગર્ભિત શ્રી ગોડી પાર્શ્વનાથ સ્તવન માં તેમણે આ પ્રભુનું સ્મરણ કર્યું છે.
૯૦
શ્રી સારી પાર્શ્વનાથ