________________
શ્રી મુહરિ પાર્શ્વનાથ સાબરકાંઠા (ગુજરાત) જિલ્લાના મોડાસા તાલુકાના ટીંટોઈ ગામે પ્રાચીન અને દર્શનીય શ્રી મુહરિ પાર્શ્વનાથ પ્રભુનું મુખ્યતીર્થ આવેલું છે. ટીંટોઈ તીર્થ જવા માટે અમદાવાદથી ઉદેપુર જતી ટ્રેનમાં શામળાજી સ્ટેશન ઊતરી જવું પડે છે. અને ત્યાંથી ટીંટોઈ જવા માટે વાહનો મળી જાય છે. રોડ માર્ગે પણ જઈ શકાય છે. આ ગામમાં ધર્મશાળાની ઉત્તમ સગવડ છે. આયંબિલ શાળા, બે ઉપાશ્રય, જ્ઞાનભંડાર વગેરે છે. અહીંથી કેસરિયાજી તીર્થ ૪૫ કિ.મી. ના અંતરે આવેલ છે. નાના પોસીના તીર્થ અહીંથી નજીક પડે છે. આ - શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમાં શ્રી મુહરિ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે.
મોડાસા તાલુકાના ટીંટોઈ ગામે શ્રી મુહરિ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા નિહાળતાં જ હૈયાના ભાવ ઉછળી પડે, શ્રધ્ધા અને ભક્તિથી મસ્તક આપો આપ નમી પડે તેવી સૌ કોઈના મન મોહી લે તેવી અત્યંત પ્રાચીન પ્રતિમાજી છે. શ્રી મુહરિ પાર્શ્વનાથ પ્રભુનું ટીંટોઈમાં મુખ્ય તીર્થ છે. એ સિવાય શ્રી કલિકુંડ પાર્શ્વનાથ જિનાલય (સાંતાક્રુઝ - મુંબઈ) તથા શ્રી કરેડા પાર્શ્વનાથ જિનાલયની દેરીમાં શ્રી મુહરિ પાર્શ્વનાથજીની પ્રતિમા બિરાજમાન છે.
ટીંટોઈ ગામમાં શ્રી મુહરિ પાર્શ્વનાથ પ્રભુનું ભવ્ય શિખરબંધી જિનાલય છે. આ શ્વેત પાષાણના, પદ્માસનસ્થ, સપ્રફણાથી વિભૂષિત, કલાત્મક પરિકર વચ્ચે બિરાજમાન શ્રી મુહરિ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીની ઊંચાઈ ૩૩ ઈંચ અને પહોળાઈ સવા ૨૭ ઈંચની છે.
| ભાવિકો દરરોજ સવારે પ્રતિક્રમણમાં “જગચિંતામણિ ચૈત્યવંદન” માં શ્રી મુહરિ પાર્શ્વનાથની સ્તુતિ કરીને વંદના કરે છે. આ સૂત્ર શ્રી ગણધર પરમાત્મા દ્વારા રચાયેલું હોવાથી આ પ્રતિમાજી ચોથા આરાના છે તેમ કહી શકાય.
એક લોકવાયકા પ્રમાણે આ પ્રભુજીનું નામ શ્રી મુહરિ પાર્શ્વનાથ કેમ પડ્યું તે અંગે જાણવા મળે છે કે આ પ્રતિમાજીનાં દર્શન કોઈપણ વ્યક્તિ વિના મૂલ્ય કરી શકતું નહોતું. દર્શન માટે ગામના ઠાકોરને એક મહોરનું મૂલ્ય ચૂકવવું પડતું હતું. આમ એક સોનામહોરના મૂલ્યથી જ પ્રભુના દર્શન થતાં હોવાથી “મોહરી
શ્રી મુહરિ પાર્શ્વનાથ