________________
જિનાલયનો શિલાન્યાસ વિધિ થયો. આ દિવ્ય અવસરે ભૂગર્ભમાંથી દૂધનો ઝરો ફૂટી નીકળ્યો. દિવ્ય અને અલૌકિક સુગંધથી મઘમઘતી દૂધની ધારા જોઈને ઉપસ્થિત વિશાળ ભક્ત સમુદાય આશ્ચર્ય પામી ઊઠ્યો.
ત્યાર પછી તો અનેક દિવ્ય અને અલૌકિક ચમત્કારો થતા રહ્યાં છે. આ પ્રભુની સેવા-પૂજા અને અંત:કરણથી ભક્તિ કરવાથી આધિ-વ્યાધિ અને ઉપાધિ ટળી જાય છે. ઉપસર્ગો નષ્ટ થાય છે. તેથી જ આ પરમ પ્રભાવક શ્રી પાર્શ્વનાથ પ્રભુનું નામ શ્રી ઉવસગ્ગહરં (ઉપસર્ગહર) પાર્શ્વનાથ અપાયું છે, જે સાચા અર્થમાં સાર્થક છે.
વિશેષ જાણકારી
મધ્યપ્રદેશના દુર્ગ શહેરથી દૂર નગપુરા ગામ પાસે શિવનાથ નદીની પાવનધરા પર કલરવ કરતાં પ્રાકૃતિક વાતાવરણમાં શ્રી ઉવસગ્ગહરં પાર્શ્વ પ્રભુનું ભવ્યાતિભવ્ય તીર્થ આવેલું છે. ગગનચુંબી ત્રણ ભવ્ય શિખરોથી શોભતા આ મંદિરની જમણી બાજુ કલ્યાણ મંદિર, ડાબી બાજુ નમિઉણ મંદિર, પદ્માવતી માતા તેમજ શ્રી માણિભદ્રવીરનું મંદિર છે. કલ્યાણ મંદિરમાં કાયોત્સર્ગ કલ્યાણ પાર્શ્વનાથ ભગવંત છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનના દશ ભવ નયનરમ્ય છે. મૂળનાયક શ્રી ઉવસગ્ગહરં પાર્શ્વનાથ ભગવાન ખૂબજ મનમોહક છે. શ્યામવર્ણી મૂર્તિના દર્શન કરતાં આત્મા ભાવવિભોર બની જાય છે. આવી સુંદર અલૌકિક અંગેઅંગમાં ફૂરણા પ્રગટ કરનાર પ્રભુજીની પ્રતિમા નજીકના ઉગના ગામમાંથી મળી આવી છે. ઉત્તર પ્રદેશમાં ગંડક નદીના કિનારા પર પહોડોની વચ્ચે ઉગના ગામના ભુવનસિંહને ખેતરમાં ખાડો ખોદતા ૫૦ ફૂટ ઊંડે ખોદતા ખાડો દૂધથી ભરાઈ ગયો. જેમાંથી શ્યામ વર્ણની આ અલૌકિક પ્રતિમાજી મળી આવ્યાં. સાત ભાવિકોને સ્વપ્ન આવ્યું કે પ્રતિમાજી શ્રી નગપુરા ગામમાં ઉવસગ્ગહર તીર્થમાં તીર્થાધિપતિ બનશે માટે આ મૂર્તિ રાવતમલજી “મણીને સોંપીદો. ત્યારબાદ આ પ્રતિમાજી દુર્ગ લાવવામાં આવ્યા. હતા ત્યારે નાળા પાસે રસ્તામાં મેટાડોર અટકી પડી.
શ્રી ઉવસગ્ગહરં પાર્શ્વનાથ
७८