________________
પ્રતિમાના નિર્માણની ઘટના શ્રી મહાવીર પ્રભુના જીવનકાળ દરમિયાન બની હતી. પ્રતિષ્ઠા સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની ઉંમર ૩૭ વર્ષની હતી તેવું ઈતિહાસકારોનું અનુમાન છે.
શ્રી ધરણેન્દ્ર પાર્શ્વ યક્ષ અને દેવી પદ્માવતીથી અધિષ્ઠિત આ જિન પ્રતિમાનો પ્રભાવ દિન-પ્રતિદિન ખૂબ વધવા લાગ્યો. કાળના પ્રવાહમાં આ મંદિર ધ્વંશ થયું. દેવતાઓ પ્રતિમાજી દેવલોકમાં લઈ ગયા. અને દેવી-દેવતાઓ પૂજા કરવા લાગ્યા. આ પ્રકારની લોકવાયકામાં શ્રી જિન પ્રતિમાજીના પ્રભાવનો પરિચય પામી શકાય છે.
સમયના વહેણ વહેવા લાગ્યા. કલસૂરિવંશના ગજસિંહ જૈન ધર્મના પરમભક્ત હતા. તેમની પ્રભુભક્તિથી પ્રસન્ન થઈને પદ્માવતી દેવીએ શ્રી પાર્શ્વ પ્રભુની આ સુમનોહર, દિવ્ય જિન પ્રતિમા ગજસિંહને અર્પી. પ્રભુના પરમભક્ત ગજસિંહે શ્રી ૧૦૮ જિનમંદિરનું નિર્માણ કરાવીને પદ્માવતી દેવીએ આપેલી શ્રી પાર્શ્વ પ્રભુની પ્રતિમાજીને મૂળનાયક રૂપે બિરાજમાન કરાવી.
સમયને થોભ નથી. કાળની કારમી થપાટ શ્રી ૧૦૮ જિનમંદિરને લાગી. પ્રતિમાજી ધરતીના પેટાળમાં સચવાઈ રહી. મંદિર હતુ ન હતુ થઈ ગયું.
અને થોડા વર્ષો પૂર્વે દિવ્ય ચમત્કાર સાથે આ પાર્શ્વ પ્રભુની પ્રતિમાજી પ્રાગટ્ય પામી. ઉગના ગામમાં ભુવનસિંહ ઠાકોર કૂવો ખોદાવી રહ્યાં હતા. ૪૪ ફૂટ જેટલી ઊંડાઈએ ખાડો ખોદાતો તો ખાડો દૂધથી ભરાઈ ગયો. દૂધના કૂવાથી સૌ કોઈને ભારે આશ્ચર્ય થયું. વધુ ઊંડે ખોદીને તપાસ કરવામાં આવી તો જીવતા સર્પોથી વીંટળાયેલી શ્રી પાર્શ્વ પ્રભુજીની પ્રતિમાજી જોવા મળી. અદ્ભુત, અલૌકિક, અનુપમ શ્રી જિન પ્રતિમાજીના દર્શનથી ત્યાં ઊભેલા સૌ કોઈ ધન્ય બની ઊઠ્યા.
સૌ એ ભાવથી વંદન કર્યા. ગામ આખું ઉમટી આવ્યું હતું. જૈનેતરોએ સિંદુરની પૂજા કરી. તે વિસ્તારમાં રહેતા હીરાચંદ ભણસાલીને આ પ્રતિમાજીના પ્રાગટ્યની ખબર પડી કે તેઓ દોડતા અન્ય જૈન અગ્રણીઓ સાથે આવી પહોંચ્યા. પરમાત્માના દર્શનથી તેઓનું હૃદય ભાવવિભોર બન્યું. એમની આંખોમાંથી
શ્રી ઉવસગ્ગહરં પાર્શ્વનાથ
૩૬