________________
શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીની પ્રાપ્તિ બાદ અનેક ગામના જૈન સંઘોએ એકત્ર થઈને પ્રતિમાજી અને જીર્ણ જિનાલયનો કબજો મેળવ્યો. ઈ.સ. ૧૯૨૧માં સરકારે શ્વેતાંબર જૈન સંઘને સાડાદસ એકર જમીન અને આ પ્રતિમાજીની સોંપણી કરી.
ત્યારબાદ જૈનસંઘો દ્વારા ભવ્ય જિનાલયનું નિર્માણ કરવામાં આવ્યું. વિક્રમ સંવત ૧૯૭૬ના ફાગણ સુદ-૩ના દિવસે પ્રતિમાજીની ભવ્ય મહોત્સવ રચીને પ્રતિષ્ઠા કરવામાં આવી.
આમ સ્વપ્નના સંકેતથી પ્રગટ થયેલી આ પ્રતિમાજીને ‘સ્વપ્ન દેવ’ ના નામથી જાણવામાં આવે છે. પૂર્વે ‘કેસરિયા બાબા' તરીકે પૂજાતા હોવાથી ‘શ્રી કેસરિયા પાર્શ્વનાથ' નામ જગમાં પ્રસિધ્ધ થયું. ભદ્રાવતી તીર્થના આ અધિપતિ ‘શ્રી ભદ્રાવતી પાર્શ્વનાથ' તરીકે પણ અનેક લોકો સંબોધે છે.
‘શ્રી કેસરિયા પાર્શ્વનાથ' વિષે પ્રાચીન ગ્રંથોમાં વધારે ઉલ્લેખ જોવા મળતો નથી. કદાચ તેનું કારણ આ તીર્થ અનેક સૈકાઓ સુધી કાળની ગર્તામાં વિલીન થયેલ હતું. તેમ માની શકાય છે. શ્રી કેસરિયા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી અલૌકિક અને અનુપમ છે. તેમ કહેવામાં જરાય અતિશ્યોક્તિ નથી.
વિશેષ જાણકારી
અહીં વિવિધ પુસ્તક - પુસ્તિકાઓમાંથી મેળવેલી માહિતી પ્રસ્તુત છે. (૧) આ એક પ્રાચીન જૈન તીર્થ છે. સરકાર દ્વારા રક્ષિત પુરાતત્વ સ્મારક તરીકે જાહેર કરાયેલ છે. લગભગ ૮૦ વર્ષ પહેલાં શ્રી અંતરિક્ષ તીર્થના મેનેજર ભાઈને સ્વપ્નમાં આ તીર્થનો ખ્યાલ આવી, શોધ કરતાં આ તીર્થસ્થાન મળી આવેલ છે.
આ જગ્યા ઘણીજ રમણીય છે. આ તીર્થસ્થાને એક ચતુર્મુખ પ્રતિમાજી અત્યંત પ્રાચીન અને વિશિષ્ટ પ્રકારની શૈલીના છે. નજીકમાં બીજા બે મંદિરો છે. આ તીર્થ ભાંડક ગામ નજીક અને ચન્દ્રપુરી - ચાંદા ગામથી ૩૨ કિ.મી.
શ્રી કેસરિયા પાર્શ્વનાથ
૮૪