________________
શ્રી કેસરિયા પાર્શ્વનાથ મહરાષ્ટ્રના ચંદ્રપુર જીલ્લાના ભદ્રાવતીમાં શ્રી કેસરિયા પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થ આવેલું છે. ચંદ્રપુર(ચાંદા) થી ૨૪ કિ.મી., વર્ધાથી ૧૦૫ કિ.મી., નાગપુરથી ૧૨૮ કિ.મી., વણીથી ૪૦ કિ.મી. અને હૈદ્રાબાદથી ૩૯૦ કિ.મી.ના અંતરે આ તીર્થ આવેલું છે. દિલ્હી, મદ્રાસ તથા વર્ધા બલ્હારશાહ રેલ્વેલાઈન પર આવેલા ભાદક રેલ્વે સ્ટેશનથી આ તીર્થ ૧ કિ.મી.ના અંતરે આવેલ છે. ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાં ઢીમા ગામમાં શ્રી કેસરિયા પાર્શ્વનાથજીની પ્રતિમાજી બિરાજે છે. | શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમાં શ્રી કેસરિયા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે. ( ભદ્રાવતી (મહરાષ્ટ્ર) તીર્થધામમાં વિશાળ જગ્યામાં ભવ્ય અને દર્શનીય શિખરબંધી જિનાલયમાં શ્યામ વર્ણના શ્રી કેસરિયા પાર્શ્વનાથ સપ્તફણાથી અલંકૃત છે. પ્રતિમાજીની ઊંચાઈ ૬૧ ઈંચ અને પહોળાઈ ૪૭ ઈંચ છે. પ્રતિમાજી અર્ધ પદ્માસને બિરાજે છે.
- પૂર્વે આ સમૃધ્ધ નગર હતું. આજે પણ આ નગરીની ભવ્યતાના પુરાવા રૂપના અવશેષો છે. ‘મહાભારત” અને “જેમિની કથાસાર’માં ભદ્રાવતી નગરીનો ઉલ્લેખ જોવા મળે છે. જૈનેતર મહાભારતના કથન અનુસાર ભદ્રાવતીના રાજા યુવાનાશ્ચનો શ્યામકર્ણ અશ્વ યુધિષ્ઠિરે તેને પરાજિત કરીને અશ્વમેઘ યજ્ઞ માટે મેળવ્યો હતો. કલિંગના સમ્રાટ ખારવેલની રાણી ભદ્રાવતીની રાજ કન્યા હતી.
જૈન શાસનના પ્રભાવક જૈનાચાર્ય શ્રી ભદ્રબાહુ સ્વામી સમ્રાટ ચંદ્રગુપ્તની સાથે આ નગરીમાં પધાર્યા હતા. શ્રી ભદ્રબાહુ સ્વામીએ અહીંની ગુફાઓમાં યોગસાધના કરીને સિધ્ધિઓ મેળવી હતી. “ગણેશ પુરાણ' માં આ નગરીનો ઉલ્લેખ થયો છે.
આ સિવાય ચીનના પ્રવાસી ઘૂએનત્સાંગે આ નગરીના વૈભવનું સર્વશ્રેષ્ઠ વર્ણન કરેલું છે.
એક સમયનું ભવ્યતાથી ઓપતું આ નગર કાળના ખપ્પરમાં વિલીન થઈ
શ્રી કેસરિયા પાર્શ્વનાથ
૮૨