________________
શ્રી ઉવસગ્ગહરં પાર્શ્વનાથ મધ્યપ્રદેશના દુર્ગ જિલ્લાના નગપુરા ખાતે શ્રી ઉવસગ્નહર (ઉપસર્ગહર) પાર્શ્વનાથ પ્રભુનું દિવ્યતાના તેજ બિછાવતું મનમોહક તીર્થધામ આવેલું છે. શ્રી ઉવસગ્ગહરં પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થ નગપુરા છે. વરંગલ (આંધ) તીર્થમાં ઉવસગ્ગહરં પાર્શ્વનાથ પ્રભુનું શિખરબંધી જિનાલય છે.
જયારે કરેડા તીર્થમાં શ્રી ઉવસગ્ગહરં પાર્શ્વનાથજીની પ્રતિમા બિરાજમાન છે.
આ શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમાં શ્રી ઉવસગ્ગહર (ઉપસર્ગહર) પાર્શ્વ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે.
નાગપુર-હાવરા રેલ્વેલાઈન પર દુર્ગ સ્ટેશન આવેલું છે. દુર્ગ શહેરથી ૧૪ કિ.મી.ના અંતરે નગપુરા તીર્થ આવેલું છે. ૨૪ જિનાલય સાથે ત્રણ શિખરબંધી જિનાલય, શ્રી શત્રુંજય તીર્થની પ્રતિકૃતિ, શ્રી ઉવસગ્ગહરં સ્તોત્ર મંદિર, શ્રી સિદ્ધચક્ર મંદિર વગેરેથી આ તીર્થધામ આગામી દિવસોમાં ભાવિકોની ધર્મભક્તિની ભાવનામાં પ્રેરક બળ પૂરશે. અહીં ધર્મશાળા, ભોજનશાળાની ઉત્તમ વ્યવસ્થા છે. શ્રી માણિભદ્ર વીરનું મહાભ્ય આ તીર્થમાં સવિશેષ છે.
નગપુરા તીર્થમાં શ્રી ઉવસગ્ગહરં પાર્શ્વનાથજીની પ્રતિમાજી શ્યામવર્ણના, પદ્માસનસ્થ અને સપ્તફણાથી અલંકૃત છે. આ અલૌકિક પ્રતિમાજીની ઊંચાઈ ૪૭ ઈંચની છે. તીર્થધામ શિવનાથ નદીના પશ્ચિમ તટ પર આવેલ છે. આ તીર્થદીર્ઘકાળ સુધી અજ્ઞાત રહ્યું હતું. આ પ્રતિમાજી અત્યંત પ્રાચીન હોવાનું ઈતિહાસકારો જણાવે છે.
| ઐતિહાસિક કથાનક પ્રમાણે શ્રી પાર્શ્વનાથ પ્રભુના પ્રભાવક આચાર્ય શ્રી કેશી સ્વામીએ આ પ્રદેશના રાજાને પ્રતિબોધ પમાડયો. રાજા અત્યંત શ્રધ્ધાળુ બન્યો અને પ્રભુ પ્રત્યે અનન્ય પ્રીતિ થતાં રાજાએ શ્રી પાર્શ્વનાથ સ્વામીની અલૌકિક અને અભૂત પ્રતિમાનું નિર્માણ કરાવ્યું. શ્રી કેશી સ્વામીના વરદ્ હસ્તે આ પ્રતિમાજીની પ્રતિષ્ઠા રાજાએ તિર્દક નામના ઉદ્યાનમાં કરાવી. આ
શ્રી ઉવસગ્ગહરં પાર્શ્વનાથ
૭૫