________________
પાર્શ્વનાથ' લોકો કહેવા લાગ્યા. તેમાંથી ‘શ્રી મોહર પાર્શ્વનાથ' લોકો કહેવા લાગ્યા. તેમાંથી ‘શ્રી મુહરિ પાર્શ્વનાથ' થયાનું અનુમાન છે.
બીજી કથા મુજબ પ્રાચીન કાળમાં આ નગર બારગાઉના ઘેરાવાવાળું હતું અને નગરનું નામ મુરિ હતું. આ નગર અત્યંત સમૃધ્ધ અને સુખી-સંપન્ન હતું. આ નગરમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય હતું. કાળના પ્રભાવથી આ નગર પર મુસ્લિમ આક્રમણખોરો તૂટી પડ્યા ત્યારે પ્રતિમાજીની રક્ષા માટે શ્રાવકોએ સુરક્ષિત સ્થાને પ્રતિમાજીને ભંડારી દીધી.
મુસ્લિમ આક્રમણના કારણે મુહિર નગર લૂંટાઈ ગયું. આ પાર્શ્વનાથ મૂળ મુહિર ગામના હોવાથી ‘શ્રી મુહરિ પાર્શ્વનાથ’ કહેવાયા.
ત્રીજી વાત આ પ્રમાણે પ્રકાશમાં આવી છે, તે મુજબ એક યતિને સ્વપ્નમાં આ પ્રતિમાજીને શામળાજીના ડુંગરમાં એક ખંડેરની અંદર જોઈ. યતિ મહારાજ આનંદ પામ્યા અને એક યવનનું ગાડુ લઈને સ્વપ્નમાં સંકેત થયો હતો તે સ્થાને પહોંચ્યા, ત્યાં તેમણે પ્રતિમાજીના દર્શન કર્યાં. યતિએ વિભોર થઈને પ્રતિમાજીને ગાડામાં પધરાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પ્રતિમાજી મૂળ સ્થાનેથી જરા પણ ચલિત ન થયા. અથાગ પ્રયત્નો કર્યા પછી થાકી હારીને યતિ પોતાના સ્થાને ચાલ્યા ગયા.
તે દિવસે રાત્રે એક શ્રાવકને અધિષ્ઠાયક દેવે આ પ્રતિમાજી અંગેનો સંકેત આપ્યો. બીજે દિવસે ટીંટોઈ, દધાલિયા, મોડાસા સરડોઈ એ ચાર ગામના સંઘો ભેગા મળીને પ્રભુજીની પ્રતિમાજી લેવા હિંદુનું ગાડું લઈને ગયા.
નિર્ધારિત સ્થળે પહોંચ્યા પછી શ્રી પાર્શ્વનાથની પ્રતિમાજી ગાડામાં પધરાવી, ગાડાની સાથે ચારેય ગામનો સંઘ ચાલવા લાગ્યો. ટીંટોઈ ગામની મધ્યે ગાડું અટકી પડયું, ત્યાં ભવ્ય જિનાલય બંધાવીને પ્રભુજીને મૂળનાયક તરીકે બિરાજીત ક૨વામાં આવ્યા. વિક્રમ સંવત ૧૮૨૮ની સાલમાં વૈશાખ સુદ-૫ના દિવસે ભવ્ય જિનાલયમાં પરમાત્માને પ્રતિષ્ઠિત કરવામાં આવ્યાં.
દર વર્ષે વર્ષગાંઠની ઉજવણી શ્રી સંઘ દ્વારા કરવામાં આવે છે. શ્રી મુરિ પાર્શ્વનાથ પ્રભુજીની સ્તુતિ અનેક જૈનાચાર્યો, કવિઓ અને મહુપુરુષોએ કરી છે.
૬૯
શ્રી મુહરિ પાર્શ્વનાથ