________________
૧૮મી ડિસેમ્બર ૧૮૫૪ના દિવસે રેઈકસીઝ દ્વારા લખાયેલ છે. રેઈકસીઝ લખે છે કે આ બધી માહિતી વીરાવાવના મહેતા (જૈન) નેન્સી અને સુરજીએ આપેલ છે. જેઓએ મોરવાડાના છેલ્લા મેળા જોયા છે. બખાસર લાવ્યા પછી એક વર્ષે મૂર્તિના દર્શન માટે મેળો યોજાયેલો. મૂર્તિને લીમડાના ઝાડ નીચે ભંડારેલી અને પછી મેળા વખતે કાઢેલી. આ વખતે સુરતના નવલખા પરિવારના શ્રાવિકા દર્શન માટે આવેલા. સુતોજીએ દર્શન કરાવા ઘણા પૈસા માંગેલા છેવટે નવ હજાર રૂપિયા લઈ દર્શન કરાવ્યા હતા. કહે છે કે પૂંજોજી એક જગ્યાએ મૂર્તિને ભંડારતા પછી તેને સ્વપ્ન આવતું કે અમુક જગ્યાએ ખોદજે, ભંડારેલ મૂર્તિ ક્યાંકથી મળી આવશે. સ્વપ્ન બીજી જગ્યાનું આવે અને છતાં સ્વપ્ન પ્રમાણેજ મૂર્તિ મળતી.
શ્રી ગોડી પાર્શ્વનાથ જૈન તીર્થ, મુ. વાવ. વાયા ડીસા, જીલ્લો બનાસકાંઠાપીન-૩૮૫૫૭૫.
(૪) રાધનપુરમાં ગોડીજીની શેરીમાં શ્રી ગોડીજી પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય આવેલું છે. અગાઉ આ જિનાલય કાષ્ઠ (લાકડા) નું હતું પણ તે જીર્ણ થવાથી સંવત ૧૯૬૧ના કારતક સુદ-૭ સોમવારે દેરાસર ઉતરાવ્યું અને સંવત ૧૯૬૧ માગસર સુદ પાંચમના સોમવારે તેનો જીર્ણોધ્ધાર કરવાનો શ્રી વિજયગચ્છની પેઢીએ પ્રારંભ કર્યો. સંવત ૧૯૬૨માં શ્રાવણ સુદ-૧ના રોજ કંદર્પદેવીની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
(૫) રાજસ્થાનમાં શિરોહીથી માત્ર ૩ કિ.મી. અને શિરોહી રોડથી ૨૮ કિ.મી. ના અંતરે ૭૦૦વર્ષ પ્રાચીન શ્રી ગોડી પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય આવેલું છે. આ તીર્થ ગોહિલી ગામની મધ્યમાં છે. જે ગોહિલી તીર્થ તરીકે જાણીતું છે. દેરાસરની નિર્માણશૈલી આકર્ષક છે.
આ સિવાય અનેક સ્થાનો પર શ્રી ગોડીજી પાર્શ્વનાથ પ્રભુના જિનાલયો આવેલા છે.
શ્રી ગોડીજી પાર્શ્વનાથ
૧૪