________________
અહીં દર વર્ષે પોષ દશમીનો મેળો યોજાવા લાગ્યો.
વિક્રમ સંવત ૧૯૮૩માં શ્રી મહાવીર સ્વામી સહિત અનેક જિનબિંબોની ભવ્ય મહોત્સવ સાથે પ્રતિષ્ઠા થઈ. વિક્રમ સંવત ૨૦૨૭ના ભવ્ય જિનપ્રાસાદનું નિર્માણ થયા બાદ પરમાત્માનો જિનાલયમાં પ્રવેશ થયો. વિક્રમ સંવત ૨૦૩૭માં બાવન જિનાલયની પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઈ.
આજે શ્રી ભીડિયા પાર્શ્વનાથ તીર્થની યાત્રા માટે મોટી સંખ્યામાં યાત્રાળુઓ જઈ રહ્યાં છે. આ પરમ પ્રભાવક તીર્થ છે.
વિશેષ જાણકારી
અહીં વિવિધ પુસ્તક તથા પુસ્તિકામાંથી ઉદ્ધૃત કરેલી માહિતી • પ્રસ્તુત છે.
(૧) ભીલડિયા તીર્થમાં પ્રભુજીની પ્રતિમાજી ખૂબજ પ્રાચીન અને કલાત્મક છે પરમ પૂજ્ય શ્રી કપિલ કેવલીના સુહસ્તે પ્રતિષ્ઠિત થયેલી છે. એવું મનાય છે. એક કિવદંતી અનુસાર સંપ્રત્તિ રાજા દ્વારા પ્રતિષ્ઠિત થયેલી પણ મનાય છે. પ્રતિમાજી અત્યંત ચમત્કારિક અને કલાત્મક છે.
દંતકથા અનુસાર શ્રી શ્રેણિક કુમારે એક રૂપવતી ભીલડી કન્યા સાથે લગ્ન કર્યા બાદ આ શહેર વસાવ્યું હતું. એક લેખ અનુસાર અહીં એક સમયે સવાસો શિખરબંધ જિનાલયો હતા અલ્લાઉદ્દીન ખિલજીએ કરેલા આક્રમણને કારણે ઘણું નુકસાન થયું હતું. આ શહેર આખું બળીને ભસ્મ થયેલું મનાય છે. હમણાં પણ બળેલી ઈંટો, કોલસા, રાખ વગેરે જમીનમાંથી મળી આવે છે. આ ગામ ફરી વસ્યા પહેલા સરીયદ ગામના શ્રાવકોએ પોતાના ગામે આ પ્રતિમાજી લઈ જવાનો પ્રયાસ કરતાં પ્રભુ પરચો બતાવી ચમત્કાર કરેલ. જેથી આ પ્રતિમાજી અહીં જ રાખી આ તીર્થની ફરીથી સ્થાપના થયેલ. ભીલડી ગામ ડીસાથી ૨૪ કિ.મી. છે. રહેવા માટે વિશાળ ધર્મશાળા અને ભોજનશાળાની સગવડ છે.
શ્રી ભીલડિયાજી પાર્શ્વનાથ
४०