________________
રહ્યો. તે પરમાત્માની રોજ ભક્તિ કરવા લાગ્યો. સુરચંદની જિનભક્તિ અપૂર્વ હતી. તેના કર્મના જાળાં વિખેરાઈ ગયાં અને તે થોડા સમયમાં સુરચંદમાંથી સુરચંદ શ્રેષ્ઠી બની ગયો. અઢળક સંપત્તિનો સ્વામી બન્યો.
શ્રી ભટેવા પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમાના ચમત્કારની વાત ઈલાદુર્ગના રાજાને કાને આવી. તે પ્રતિમા લઈ આવવા માટે રાજાએ પોતાના સુભટોને સુરચંદ શેઠને ત્યાં મોકલ્યા. સુરચંદ શેઠે પ્રતિમા આપવાની સુભટોને ઘસીને ના પાડી દીધી. સુભટો પોતાના પર બળજબરી કરશે તેવો ભય જણાતાં સુરચંદશેઠે તે પ્રતિમાજી રામા નામના કૃષિકારના ખેતરમાં ભંડારી દીધી. સુભટો ચાલ્યા ગયા.
સુરચંદશેઠે પોતાનું જીવન ધર્મમય બનાવ્યું. અંતે મૃત્યુ પામીને યક્ષ નિકાયમાં દેવ તરીકે ઉત્પન્ન થયા. | રામા કૃષિકારના ખેતરમાં શ્રી ભટેવા પાર્શ્વનાથજીની પ્રતિમાજી બે હજાર વર્ષ સુધી ગુપ્ત રહી. ત્યાર પછી બનેલી ઘટના પ્રસ્તુત છે.
ચંદ્રાવતી નગરીમાં રવચંદ નામના શ્રેષ્ઠી રહેતા હતા. તેઓ ધર્મમય જીવન પસાર કરતાં હતા. કોઈ અશુભ કર્મના ઉદયે તેમની આર્થિક સ્થિતિ અત્યંત દયાજનક બની. એક રાત્રિએ ધર્મ ક્રિયાઓ પૂરી કરીને નવકાર મંત્રનું સ્મરણ કરતાં રવચંદ શેઠ પથારીમાં સૂતા. પરોઢિયે યક્ષ નિકાયના દેવ બનેલા સુરચંદ શેઠના જીવે સ્વપ્નમાં પ્રત્યક્ષ થઈને તેના દુ:ખના નિવારણનો મંગલ ઉપાય સૂચવ્યો. તે માટે ઈડર પાસેની ભટેસર નગરીના દક્ષિણ દિશાના વનમાં રથ લઈ જવાનું સૂચવ્યું. અને એક નિશ્ચિત સ્થાન બતાવ્યું. ત્યાં પ્રભુજીની પ્રતિમા પ્રાપ્ત થશે તેને રથમાં પધરાવીને લાવવાનો નિર્દેશ કર્યો.
રવચંદ શેઠે સ્વપ્ન પુરૂં થયા પછી શય્યાનો ત્યાગ કર્યો અને નવકારનું સ્મરણ કરવા લાગ્યા. શુભ સંકેતવાળું સ્વપ્ન જોઈને શેઠને અત્યંત હર્ષ થયો હતો. પ્રાતઃકાળે રવચંદ શેઠે સ્વપ્નના સંકેત મુજબ ભટેસર નગરી તરફ પ્રયાણ કર્યું.
આગળ જતાં રવચંદ શેઠ ગડમથલમાં મૂકાયો. આથી તેણે માર્ગદર્શન મેળવવા સ્વપ્નમાં આવનાર યક્ષરાજનું સ્મરણ કર્યું. યક્ષરાજે તરત જ પ્રત્યક્ષ દર્શન આપીને નગરીની દક્ષિણ દિશાના વન્ય પ્રદેશમાં આવેલ સરોવરના કિનારે અશોક
શ્રી ભટેવા પાર્શ્વનાથ
૪૯