________________
ભટેવા નગર વસાવ્યું. અને નગરમાં અતિ ભવ્ય જિનાલયનું નિર્માણ કરાવીને આ જિનબિંબ મહોત્સવ રચીને પ્રતિષ્ઠિત કરાવ્યું. ભાવિકો ત્યાં સેવા-પૂજા કરીને શ્રધ્ધાના પુષ્પો બિછાવતાં રહ્યાં.
આ ઘટનાને ત્રીસ હજાર વર્ષ થયાં. - કુંતલપુર પાટણમાં એક વિરલ પ્રસંગ બન્યો.
આ નગરીના સંસ્કારી, વિવેકી અને પ્રજાવત્સલ રાજવી ભૂધરને ગુણ સુંદર નામનો એક પુત્ર હતો. તે જન્મથી જ વિવિધ રોગોમાં સપડાયેલો હતો. ગુણસુંદર જન્મથી જ દૃષ્ટિહીન, મુંગો તેમજ સમગ્ર શરીરમાં ન કળી શકાય તેવી અસહ્ય પીડા હતી. મહારાજા ભૂધર પોતાના પુત્રની આ દશા જોઈ શકતો નહોતો. તેણે પુત્રને બેઠો કરવા માટે પાર વગરના ઉપચાર કર્યા. પરંતુ કોઈપણ ઉપાય કારગત નીવડ્યો નહિ. રાજાને હંમેશા પોતાના પુત્રના રોગ બાબતની ચિંતા કોરી ખાતી હતી. | એકવાર નગરીમાં આચાર્ય ધર્મઘોષસૂરિજી મહારાજ પોતાના વિશાળ શિષ્ય સમુદાય સાથે આવ્યા. ગુરૂ ભગવંત નગર બહારના ઉદ્યાનમાં ઉતર્યા. રાજાને ગુરૂ ભગવંતના આગમનના સમાચાર જાણવા મળતાં તરત જ પોતાના રાજ પરિવાર સાથે ગુરૂ ભગવંતની અમૃતવાણીનું પાન કરવા પહોંચી ગયો. આ.શ્રી ધર્મઘોષસૂરિશ્વરજીએ ધર્મદશનામાં પાપ અને પુણ્ય વિશેની વિશદ સમજણ આપી.
ધર્મદેશના પૂર્ણ થયા બાદ રાજાએ જ્ઞાની ભગંવતને પોતાના પુત્રની દુઃખી અવસ્થા અંગે પૂછયું. ત્યારે આચાર્ય ભગવંતે કહ્યું: ‘હે રાજન, તારો પુત્ર ગુણસુંદર ગયા ભવમાં સોમદત્ત નામનો કુલપતિ હતો. તેણે પોતાના જીવન દરમ્યાન જ્ઞાન અને જ્ઞાનીઓનું ઘોર અપમાન કર્યું છે. અશાતના કરી છે. આ ઘોર પાપમાંથી તારા પુત્રને મુક્ત કરવા ભટેવા નગરમાં બિરાજતા શ્રી ભટેવા પાર્શ્વનાથ પ્રભુના જવણ જળનો તેના દેહ પર છંટકાવ કર...'
જ્ઞાની ભગવંતના મુખેથી પોતાના પુત્રની વ્યાધિની મુક્તિનો ઉપાય સાંભળી રાજા અને તેનો પરિવાર આનંદ વિભોર બની ગયો. રાજા બીજે જ દિવસે ભટેવા નગરે પહોંચ્યો. ત્યાં તેણે પ્રભુની સત્તરભેદી પૂજા કરી. પરમાત્માનું સ્નાત્ર જળ
શ્રી ભટેવા પાર્શ્વનાથ
४७