________________
મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકી મંડપ અને ઉંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે.
| શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલયની ફરતી ભમતીમાં નેવુંમી દેવકુલિકામાં શ્રી મહાદેવા પાર્શ્વનાથ પ્રભુજી બિરાજમાન છે. પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. આ પ્રતિમાજી પદ્માસનસ્થ, શ્વેત પાષાણની છે. અત્યંત મનોરમ્ય અને દર્શનીય છે.
મહિમા અપરંપાર વઢવાણના કિરચંદભાઈનો પરિવાર શ્રી જિનશાસન પ્રત્યે અપૂર્વ ભક્તિ દર્શાવનારો હતો. કિરચંદભાઈના બે પુત્રો શિરીષ અને દીપકના વિવાહ થઈ ગયા હતા. આખો પરિવાર સાથે જ રહેતો હતો. સુરેન્દ્રનગરમાં તેમને પ્રોવિઝન સ્ટોર્સ તથા સ્ટેશનરીની દુકાને હતી. આ પરિવાર ખાધેપીધે સુખી હતો. કિરચંદભાઈ નિવૃત્ત જીવન ગાળતા હતા. શિરીષ પ્રોવિઝન સ્ટોર્સ સંભાળતો હતો અને દીપક સ્ટેશનરીનો વ્યવસાય સંભાળતો હતો. બન્ને ભાઈઓ પિતાજીની ખૂબ જ કાળજી રાખતા હતા અને પડ્યો બોલ ઝીલતા હતા. આજના આધુનિક કાળમાં આવા પુત્રો ભાગ્યશાળીને ત્યાં જ જન્મે તેમ કિરચંદભાઈ અને તેમના પત્ની રાધાબેન માનતા હતા.
કિરચંદભાઈનું મકાન બાપદાદાના વખતનું હોવાથી ઘણું વિશાળ હતું. મકાનમાં બાર ઓરડા હતા. વિશાળ ઓસરી હતી. બહારના ભાગે ઓફિસ જેવી રૂમ હતી. અહીં બહારના કોઈ આવે તો બેસાડવામાં આવતાં હતા. શિરીષની પત્ની રેખા અને દીપકની પત્ની આરતીનું પિયર પણ સુરેન્દ્રનગર હતું. બન્ને ભાઈઓને ત્યાં એક-એક પુત્ર હતો. આવતા વર્ષે બન્નેને પ્લે હાઉસમાં મૂકવાના હતા.
શ્રી મહાદેવા પાર્શ્વનાથ
૫૭.