________________
શિખરબંધી જિનાલયમાં શ્રી કામિતપૂરણ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી ૨૦00 વર્ષ જૂની હોવાનું મનાય છે. વૈષ્ણવો અને પોરવાડો અનેરા ભક્તિભાવથી પ્રભુની પૂજા કરે છે. આ પરમાત્માને અનેક લોકો ‘શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ' પણ કહે છે. મુનિ ભગવંતોની પ્રાચીન રચનામાં શ્રી કામિતપૂરણ પાર્શ્વનાથ તીર્થનો ઉલ્લેખ છે.
વિશેષ જાણકારી
અહીં વિવિધ પુસ્તક - પુસ્તિકાનું અવતરણ આપેલું છે. (૧) મધ્ય પ્રદેશના ઉજ્જૈન જીલ્લાના ખાંચરોદ તાલુકામાં ઉન્હેલ તીર્થ આવેલું છે. અહીં ‘શ્રી કામિતપૂરણ પાર્શ્વનાથ' અથવા તો ‘શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ” પ્રભુનું નામ જાણીતું છે. આ ગામનું પ્રાચીન નામ તોરણ હતું જ્યારે શ્રી જન્મેજયે નાગદામાં નાગયજ્ઞ કર્યો હતો ત્યારે ચારે દિશામાં તોરણદ્વાર બાંધવામાં આવ્યા હતા. ત્યારે એક તોરણ અહીં પણ બાંધવામાં આવ્યું હતું. ત્યારબાદ ત્યાં ગામ વસ્યું હતું. તેથી તેનું નામ તોરણ પડ્યું. ત્યારબાદ વખત જતાં તે ઉન્હેલ નામે પ્રચલિત થયું. મંદિરમાં ઉપલબ્ધ ૧૦મી અને ૧૧મી સદીના અવશેષો પરથી કહી શકાય કે આ તીર્થ ૧૦મી સદી પહેલાનું છે. અહીં પણ અનેકવાર જીર્ણોધ્ધાર થયા હશે. છેલ્લો જીર્ણોધ્ધાર વિક્રમ સંવત ૧૭૦૦માં ઉન્હેલ શ્રી સંઘ દ્વારા કરવામાં આવ્યો હતો. હાલમાં પણ જીર્ણોધ્ધારનું કાર્ય ચાલુ છે. અહીં અમીઝરણા તથા જિનાલયમાં વાજીંત્રોના નાદ સંભળાવવા જેવી અનેક ચમત્કારી ઘટનાઓ બનતી રહે છે. પ્રતિમાજીના દર્શન કરતાં જ મન પ્રસન્ન થઈ જાય છે.
શ્રી નમિતપૂરણ પાર્શ્વનાથ