________________
શ્રી કામિતપૂરણ પાર્શ્વનાથ મધ્ય પ્રદેશના ઉજ્જૈન જીલ્લાના ઉન્હેલ નામના સ્થાન પરશ્રી કામિતપૂરણ પાર્શ્વનાથ પ્રભુનું પ્રાચીન અને દર્શનીય જિનાલય આવેલું છે. અન્યત્ર આ નામનાં જિનબિંબ ક્યાંય નથી. ઉજ્જૈનથી રતલામ માર્ગ પર ઉન્હેલ રેલ્વે સ્ટેશન આવેલ છે. ઉન્હેલથી દસ કિલોમીટરના અંતરે આ પ્રાચીન તીર્થધામ આવેલ છે. ઉજ્જૈનથી આ તીર્થ ૪૦ કિ.મી. દૂર છે. ઉજ્જૈનથી અને નાગદાથી અહીં આવવા બસોની સગવડ ઉપલબ્ધ છે. ઉપાશ્રય - ધર્મશાળાની સર્વોત્તમ સગવડ છે.
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમાં શ્રી કામિતપૂરણ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે. - ઉન્હેલમાં શ્રી કામિતપૂરણ પાર્શ્વનાથજીની દિવ્યતાથી સભર પ્રતિમાજી શ્યામ પાષાણની, પદ્માસનસ્થ, સપ્રફણાથી અલંકૃત છે. પ્રતિમાજીની ઊંચાઈ ૨૫ ઈંચ અને પહોળાઈ ૨૩ ઈંચની છે. પ્રભુજીના મસ્તક ફણા સાથે ધરણેન્દ્ર અને પદ્માવતીજીની મૂર્તિ છે. જે પ્રભુજીની સેવામાં નિરંતર રહેતા જણાય છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની આવી પ્રતિમા અન્યત્ર ક્યાંય જોવા મળતી નથી. | આજનું ઉન્હેલ અગાઉ ‘તોરણ” નામથી જાણીતું હતું. આ અંગેની કથા એવી છે કે નાગદામાં જન્મેજયે નાગયજ્ઞ કર્યો હતો. આ પ્રસંગે ચારેય દિશાઓમાં તોરણદ્વાર રચવામાં આવ્યા હતાં. વર્ષો જતાં ત્યાં નગર વસ્યું અને આ નગર, ‘તોરણ' ના નામથી પ્રસિધ્ધ બન્યું.
કાળના પ્રવાહમાં તોરણ નગર પણ ગરક થઈ ગયું. ફરીને આ સ્થાને નગર ઊભું થતાં તે ઉન્હેલ ના નામથી જાણીતું થયું. ૧૦મી અને ૧૧મી સદીના અવશેષો પરથી આ નગર પ્રાચીન હોવાનું પ્રમાણિત થાય છે.
શ્રી કામિતપૂરણ પાર્શ્વનાથ જિનાલયના જીર્ણોધ્ધાર અનેક વાર થયા હશે. વિક્રમ સંવત ૧૭૦૦ની આસપાસ જીર્ણોધ્ધાર થયાનું મનાય છે. વિક્રમ સંવત ૧૮૯૮ તથા વિક્રમ સંવત ૧૯૮૫માં જીર્ણોધ્ધાર થયા હતા. વિક્રમ સંવત ૨૦૨૦માં આચાર્ય ભગવંત શ્રી વિજ્ઞાનસૂરિશ્વરજી મહારાજની પાવન નિશ્રામાં પ્રતિષ્ઠા મહોત્સવ થયો હતો. 6િ)
શ્રી નમિતપૂરણ પાર્શ્વનાથ
આ
૬૧