________________
મહારાજાની ભારે ચિંતા થઈ, આથી તે આસપાસમાં કોઈ નગર હોય તો તેની શોધમાં નીકળી પડયો. આગળ જતાં એક મનોહર તળાવ મહામંત્રીની નજરમાં આવ્યું.
મહામંત્રી બુધ્ધિસાગર તળાવની પાળે ગયો. તેણે નવકાર મહામંત્રનું સ્મરણ કરતાં શુધ્ધ અને ભીની માટીમાંથી આગામી ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વ પ્રભુની દર્શનીય મૂર્તિ બનાવી. તે મૂર્તિ લઈને મહામંત્રી બુદ્ધિસાગર અતિર્ષિત બનીને નવકારનું સ્મરણ કરતો મહારાજા પ્રજાપાલ પાસે આવ્યો.
અત્યંત મનોહર પ્રતિમા જોઈને રાજા હર્ષિત બન્યો, તે પ્રબળ શ્રધ્ધા અને ભક્તિથી પરમાત્માની અષ્ટ પ્રકારી પૂજા કરવા ઉત્સુક બન્યો. પણ વેળુના આ બિંબની જલપૂજા કેમ કરવી ? તે પ્રશ્ન મનમાં સતાવવા લાગ્યો.
રાજા અને મંત્રી જિનબિંબની સામે બેસી ગયા અને નવકારનું સ્મરણ કરવા લાગ્યા. ત્યારે બન્નેની ભક્તિથી મા પદ્માવતી પ્રસન્ન થયા અને પ્રત્યક્ષ દર્શન આપીને કહ્યું: “હે રાજન, તમારી દઢતા અને અપૂર્વ ભક્તિના કારણે આ વેળુની પ્રતિમાજી વ્રજમય બની ગયેલ છે.'
મા પદ્માવતીના આ વચનથી રાજા અને મંત્રીની મુંઝવણ દૂર થઈ. રાજા અને મંત્રીએ અનેરા ઉલ્લાસ સાથે જલપૂજા કરી. પદ્માવતી દેવી અને વનના દેવતાએ પણ ભક્તિ-મહોત્સવ ઉજવ્યો.
આમ મહારાજા પ્રજાપાલ અને મહામંત્રી બુધ્ધિસાગરના અંતરમાંથી વન્ય પ્રદેશની ભયાનકતા નષ્ટ થઈ. બન્નેનો ભય ટાળનારા આ પાર્થ પ્રભુ ભટેવા પાર્શ્વનાથ તરીકે પંકાયા. રાજા અને મહામંત્રીએ શ્રી જિનપૂજાનો દઢ નિશ્ચય લીધો હતો. પ્રથમ દિવસે જ બન્નેની પરીક્ષા થઈ. તેમાં બન્ને ઉતીર્ણ થયા. બન્નેના દઢ મનોબળ, શ્રધ્ધા અને ભક્તિની પરીક્ષા થઈ. બન્ને તેમાંથી પાર ઉતર્યા.
બન્નેની અપાર ભક્તિના સ્વરૂપે શ્રી ભટેવા પાર્શ્વનાથનું પ્રાગટ્ય થયું. સંસ્કૃતમાં અતિ પ્રશસ્ય દેવને ‘ભટ્ટદેવ' કહેવાય છે. ‘ભટ્ટદેવ’ શબ્દનું અપભ્રંશ ભટેવા’ બન્યાનો કેટલાક વિદ્વાનોનો મત છે.
મહારાજા પ્રજાપાલે પરમાત્માની ભક્તિથી અતિ સંતુષ્ટ થઈને તે સ્થળે
શ્રી ભટેવા પાર્શ્વનાથ
૪૬