________________
. શ્રી ભટેવા પાર્શ્વનાથ ગુજરાતના મહેસાણા જીલ્લામાં આવેલ ચાણસ્મા ગામમાં શ્રી ભટેવા પાર્શ્વનાથનું પ્રાચીન જિનાલય આવેલું છે. ચાણસ્મા ગામમાં કુલ ત્રણ જિનાલયો છે. ઉપાશ્રય, પ્રાચીન જ્ઞાનભંડાર, ધર્મશાળા, ભોજનશાળા, પાઠશાળા વગેરે ચાણસ્મામાં આવેલ છે. કંબોઈ, મહેસાણા, પાટણ, ચારૂપ, રાંતેજ, શંખલપુર વગેરે તીર્થો અહીંથી નજીક પડે છે. શ્રી ભટેવા પાર્શ્વનાથ જિનાલયની બાજુમાં શ્રી શીતલનાથ ભગવાનનું જિનાલય છે. પાણીના ટાંકામાંથી આ પ્રતિમાજી નીકળી હતી. પ્રતિમાજી ચમત્કારિક અને દર્શનીય છે. ચાણસ્મા રેલ્વે સ્ટેશનની નજીક જૈનોની વિદ્યાવાડી છે. ત્યાં શ્રી ઋષભદેવ ભગવાનનું મનોરમ્ય જિનાલય આવેલ
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમાં શ્રી ભટેવા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે.
ચાણસ્મા ગામમાં શ્રી ભટેવા પાર્શ્વનાથ પ્રભુનું ભવ્ય અને પ્રાચીન જિનાલય આવેલું છે. પ્રતિમાજીના મસ્તક પર સાત ફણાનું છત્ર છે. ફણા સહિત ૯ ઈંચની ઊંચાઈ અને ૩ ઈંચની પહોળાઈ ધરાવતાં આ દિવ્ય પ્રતિમાજી ભૂખરા વર્ણના વેળની છે. પ્રતિમાજીની બન્ને બાજુએ પારિવાર્થિક દેવો છે. ઉપરના ભાગે 'માલધારીઓ છે. નીચે બન્ને બાજુએ સિંહ અને વચ્ચે ધર્મચક્ર છે. તેની નીચે સિંહના વાહન સાથે અંબિકા દેવીના ડાબા ખોળામાં નાનું બાળક અને તેની બન્ને બાજુએ પર ચામરધારીઓ છે.
આ તીર્થની પ્રતિમાજીના પ્રાગટ્ય વિશેની કથા અત્યંત રસપ્રદ છે. વર્તમાન ચોવીશીના એકવીસમા તીર્થંકર શ્રી નમિનાથ પ્રભુના સમયમાં અંગદેશની ચંપાનગરીમાં મહારાજ પ્રજાપાલ રાજયનો કારભાર સંભાળતા હતા. તેના મહામંત્રીનું નામ બુધ્ધિસાગર હતું. એકવાર રાજા અને મંત્રી બે જાતિવંત અશ્વોની પરીક્ષા કરવા નગરી બહાર નીકળ્યા. બન્ને દૂર દૂર ગાઢ જંગલમાં આવી પહોંચ્યા. અશ્વો કેમેય કરીને કાબૂમાં આવતાં ન હોવાથી રાજા અને મંત્રીએ પોતાનો જીવ બચાવવા ગાઢ, ઘટાદાર વૃક્ષોની ડાળી પકડીને પોતાના પ્રાણ બચાવ્યા. આ તરફ લગામ ઢીલી થતાં અશ્વો પણ ત્યાંજ ઊભા રહી ગયા.
શ્રી ભટેવા પાર્શ્વનાથ
૪૪