________________
(૨) ઉત્તર ગુજરાતનું અતિ પ્રાચીન શ્રી ભીલડિયા તીર્થ અત્યંત દર્શનીય છે. બાવન જિનાલયથી અલંકૃત આ જિનાલય છે. પૂર્વકાળમાં ભીમપલ્લી નગર હતું. અને સંપ્રતિરાજાના હાથે પ્રભુ પ્રતિષ્ઠિત થયાનું માનવામાં આવે છે. શ્રી કપિલ કેવળીના પુણ્ય સાંનિધ્યમાં પ્રભુ પ્રતિષ્ઠા થયાનો ઉલ્લેખ મળે છે. બે હજાર વર્ષ પહેલાંની સમૃધ્ધિનો વારસો ધરાવતું આ નગર વિનાશ પામ્યું તે સમયે જીર્ણ મંદિરના ભોંયરામાં પ્રતિમાજી સુરક્ષિત હતા. સરિયદ ગામના શ્રાવકોએ પ્રભુજીને ખસેડવા પ્રયત્ન કર્યો ત્યારે જંગલી ભમરાઓ ઉડ્યા હતા અને દૈવીશક્તિથી પ્રતિમાજી મોટા થતા ગયા હતા. આ પ્રકોપથી ફરીથી પ્રતિમાજી તે જ સ્થળે સ્થાપિત કર્યા હતા. આ તીર્થનો છેલ્લો જીર્ણોધ્ધાર વિક્રમ સંવત ૨૦૨૭માં આચાર્ય ભગવંત શ્રી ભદ્રસૂરિશ્વરજી મહારાજાના સુહસ્તે સંપન્ન થયો હતો.
શ્રી પાશ્વ-તત્વના
લઘુ મૂર્તિ દેખી આપકી, દેખી બડી જાદુગરી | પ્રકટ પ્રભાવી હૈં અતિ, જો ચમત્કારો સે ભરી | ઉત્થાપના કરને લગે તો, લગી ભોંરો કી ઝડી | ઐસેં ‘શ્રી ભીલડિયા પાર્થ” કો મૈં, ભાવસે કરૂં વંદના. .
શિર પર છત્ર, અશોકવૃક્ષ ને દુંદુભી દેવો વગાડતા, મનમોહક પરિકર વચ્ચે જે નમણા રૂપથી ઓપતાં , મંદિરીયું છે જેહનું મોટું મોટું કામનું નામ છે, ‘ભીલડિયા’ પારસના ચરણમાં, તન મન ધન અર્પણ સદા.
એમ કહેવાય છે કે.... સરિયદના લોકો પ્રતિમાજીનું ઉત્થાપન કરવા આવ્યા તો પ્રભુ ખૂબ મોટા થઈ ગયા...અને...આજુબાજુથી ભમરાઓ ઉડવા લાગ્યા. પ્રતિમાજી ચમત્કારિક અને અતિ પ્રાચીન છે.
શ્રી ભીલડિયાજી પાર્શ્વનાથ
૪૧