________________
મુનિ ઉઠે તો શાના? આમ બધા પ્રયત્નો નિષ્ફળ જવાથી લોકોએ મહારાજા વિક્રમાદિત્યને ફરિયાદ કરી રાજાના હુકમથી અવધૂતના દેહ પર ચાબુકના ફટકા મારવામાં આવ્યા. પરંતુ અવધૂત ન હાલે કે ન ચાલે... આ બાજુ યોગી પર ચાબુકના ફટકા પડે અને તેના સોળ રાજાની રાણીઓ પર પડે. ચાબુકના ફટકાથી રાણીઓની હાલત અધમૂવા જેવી બની ગઈ. મહારાજા વિક્રમને આ દિવ્ય ચમત્કાર લાગ્યો. તે તરત જ અવધૂત પાસે આવ્યો અન ક્ષમા માંગી. રાજાએ અવધૂતને આવી વિચિત્ર વર્તણૂંકનુ રહસ્ય જણાવવા વિનંતી કરી.
ત્યારે અવધૂતે મહા મંગલકારી શ્રી કલ્યાણ મંદિર સ્તોત્રની રચના કરી. તેઓ એક એક શ્લોક ઉચ્ચારતા ગયા. અગિયારમા શ્લોકનું ઉચ્ચારણ કરતાં મહાદેવનું લિંગ અદૃશ્ય થયું, તેના સ્થાને શ્રી પાર્શ્વનાથ પ્રભુનું નયનરમ્ય જિનબિંબ પ્રગટ થયું.
ત્યાર પછી મુનિએ આ જિનાલયનો ઈતિહાસ મહારાજા વિક્રમને પ્રારંભથી કહી બતાવ્યો. આ દિવ્ય ઘટનાથી મહારાજા વિક્રમ પ્રતિબોધ પામ્યો અને જૈન ધર્મ અંગીકાર કર્યો.
મહારાજા વિક્રમને આધીન અન્ય અઢાર રાજાઓ પણ જૈન ધર્મી બન્યા. આમ અદ્ભૂત શાસન પ્રભાવના કરનાર અવધૂતના વેશમાં રહેલા આ મુનિને આ. શ્રી વૃધ્ધવાદિસૂરિજીએ ફરીને પોતાના ગચ્છમાં સામેલ કર્યાં. મહારાજા વિક્રમાદિત્યે મુનિને ‘શ્રીસિધ્ધસેન દિવાકર’ ના નામથી
બિરદાવ્યા.
આ રીતે શિવ મંદિરમાં બદલાયેલું શ્રી અવંતિ પાર્શ્વનાથનું આ પ્રાચીન જિનાલય પુનઃ ગુંજતું થયું.
આ તીર્થ સૈકાઓથી પોતાનો પ્રભાવ પ્રસરાવી રહ્યું છે. અને ઉજ્જવળ ઈતિહાસની સાક્ષી દર્શાવી રહ્યો છે.
શ્રી અવંતિ પાર્શ્વનાથનું મુખ્ય તીર્થ ઉજ્જૈનમાં છે, તેમજ મહારાષ્ટ્રના યેવલા ગામમાં શ્રી અવંતિ પાર્શ્વનાથનું જિનાલય આવેલું છે.
શ્રી જીરાવલા તીર્થની ૧૫મી દેરીમાં, સાંતાક્રુઝ - શ્રી કલિકુંડ પાર્શ્વનાથ
૨૭
શ્રી અવંતિ પાર્શ્વનાથ