________________
શ્રી મણી પાર્શ્વનાથ મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાના મક્ષી ગામમાં શ્રી મક્ષી પાર્શ્વનાથ પ્રભુનું ભવ્ય અને પ્રાચીન તીર્થ આવેલું છે. ઉજ્જૈન અને દેવાસથી ૪૦ કિ.મી. ના અંતરે મક્ષી રેલ્વે સ્ટેશન આવેલ છે. મક્ષી રેલ્વે સ્ટેશનથી લગભગ દોઢ કિ.મી. ના અંતરે આ તીર્થધામ આવેલ છે. - આ તીર્થસ્થળ બાવન દેવકુલિકાઓથી વિભૂષિત છે. અહીં ધર્મશાળા, ભોજનશાળાની ઉત્તમ સગવડ છે. તીર્થનો વહીવટ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી કરી રહી છે. શ્રી મક્ષી પાર્શ્વનાથનું આ મુખ્ય તીર્થ છે. તે સિવાય શ્રી કરેડા પાર્શ્વનાથ તીર્થ, સાંતાક્રુઝ (મુંબઈ) ના શ્રી કલિકુંડ પાર્શ્વનાથ જિનાલય તેમજ શ્રી જીરાવલા તીર્થની ભમતીમાં શ્રી મક્ષી પાર્શ્વનાથજીની પ્રતિમાજી બિરાજમાન
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમાં શ્રી મક્ષીજી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે.
મક્ષી ખાતે શ્રી મણી પાર્શ્વનાથની પરમ પ્રભાવક પ્રતિમાજી શ્યામ વર્ણની, પાષાણની, પદ્માસનસ્થ, સપ્તફણાથી અલંકૃત છે.
- આ મનોહારી પ્રતિમાજીની ઊંચાઈ ૩૫ ઈંચ અને પહોળાઈ ૩૧ ઈંચની છે. આ તીર્થધામ બીજા કે સાતમા સૈકાનું ઈતિહાસકારો માને છે. હાલ જે જિનાલય છે ત્યાં પૂર્વે એક પ્રાચીન ભોયરૂં હતું. આ ભોંયરામાંથી જ શ્રી પાર્શ્વ પ્રભુની મનોહારી પ્રતિમાજી પ્રાપ્ત થઈ હતી.
આ તીર્થના ઈતિહાસ અનુસાર વઢિયાર દેશના લોલાડા ગામના ધર્મનિષ્ઠ પ્રકૃતિ ધરાવતા સુશ્રાવક સંગ્રામ સોનીએ વિક્રમ સંવત ૧૪૭૨માં આ ભવ્ય જિનપ્રાસાદ બંધાવ્યો હતો. શ્વેતાંબર આચાર્ય શ્રી સોમસુંદર સૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે શ્રી પાર્શ્વ પ્રભુનું આ પ્રાચીન જિનબિંબ પ્રતિષ્ઠિત થયું હતું. સુશ્રાવક સંગ્રામ સોનીએ વેપાર ધંધામાં અઢળક દોલત એકઠી કરી તેના કૌશલ્યથી ગ્યાસુદીન બાદશાહ ભારે પ્રભાવિત થયેલા અને સંગ્રામ સોનીને મંત્રીપદ આપ્યું હતું. મંત્રી સંગ્રામ સોની પાસે સંપત્તિ તો હતી. તેમાં સત્તાનો
શ્રી મક્ષી પાર્શ્વનાથ