________________
બન્યા વિના ન રહે. એ સમયે ભદ્રા શેઠાણીનો પ્રિય પુત્ર અવંતિસુકુમાલ સાતમા માળે બેસીને ગુરૂ ભગવંતના શિષ્યો દ્વારા દર્શાવાતું નલિની ગુખ વિમાનનું વર્ણન સાંભળતો હતો. રસપ્રદ અને આબેહૂબ વર્ણન સાંભળીને અવંતિસુકુમાલના ચિત્તમાં ખળભળાટ મચી ગયો. તેના અંતરમનના તરંગો અથડાવા લાગ્યા. આ શ્રવણથી તેના અજ્ઞાનના કેટલાક બંધનો કડડભૂસ થઈને ભાગી ગયા અને તરતજ અવંતિસુકુમાલને જાતિસ્મરણ જ્ઞાન પ્રગટ્યું.
જાતિ સ્મરણ જ્ઞાનમાં અવંતિસુકુમાલે પોતાના પૂર્વભવમાં આ નલિની ગુલ્મ વિમાનમાં દૈવી સુખો ભોગવતો જોયો. તેને અપાર સુખોની વચ્ચે મૃત્યુલોકનાં સુખો સાવ તુચ્છ લાગ્યા. અવંતિસુકુમાલને સંસારના સુખવૈભવ પ્રત્યેની પ્રીતિ અદૃશ્ય થઈ ગઈ. કોમળ અંગ ધરાવતો, સંસારના પૂર્ણ સુખોમાં આળોટતા અવંતિસુકુમાલને આ સંસાર અસાર લાગ્યો. તેના હૈયામાં સંયમનો શણગાર ધારણ કરવાના કોડ જાગ્યા. તેના ઉત્કૃષ્ટ વૈરાગ્યભાવ સામે માતા અને પત્નીઓનો મોહ પામર થયો.
છે અને એ જ રાત્રે અવંતિસુકુમાલ સંયમનો પંથ ગ્રહણ કરવા દેઢ બન્યો. મધ્યરાત્રિએ તેણે સંસારના સર્વ બંધનો તોડીને સંયમનો માર્ગ સ્વીકારી લીધો.
અવંતિસુકુમાલ મુનિએ ગુરૂદેવ પાસે અનશનની આજ્ઞા પ્રાપ્ત કરી. અવંતિસુકુમાલ મુનિએ નગરી બહાર કંપારિકા કુંડ પાસે આવીને કાયોત્સર્ગધ્યાને ઊભા રહીને અંતરમનને આરાધનામાં સ્થિર કર્યું.
| અવંતિસુકુમાલને પરમ સમાધિ લાગી ગઈ હતી. રાત્રિકાળ ચાલતો હતો. એ સમયે આ મુનિની કોમલ અને સુંદરકાયાને પૂર્વભવોની વેરણ ભૂખી શિયાલડીએ પોતાના બચ્ચાં સાથે આવી કુરતા સાથે ફોલી ખાધી અને નલિની ગુલ્મ વિમાનમાંથી ભૂલો પડેલો આ જીવ સાધનાનું પરમ શિખર પાર કરીને પુનઃ નલિની ગુલ્મ વિમાનમાં પહોંચી ગયો.
બીજે દિવસે અવંતિસુકુમાલ મુનિના સંસારી માતા અને પત્નીઓને આ મુનિના કાળધર્મના સમાચાર જાણવા મળતાં તે દરેકનાં અંતરમાં વૈરાગ્યનો દીપક પ્રજળી ઊઠ્યો. અને એક સગર્ભા પત્ની સિવાયના ૩૨ આત્માઓએ પ્રવ્રજયાનો
શ્રી અવંતિ પાર્શ્વનાથ
૨૫