________________
શ્રી અવંતિ પાર્શ્વનાથ મધ્યપ્રદેશના ઉજ્જૈન રેલ્વે સ્ટેશનથી લગભગ બે કિલોમીટરના અંતરે આ પ્રાચીન અને મુખ્ય તીર્થ આવેલું છે. ઉજ્જૈનમાં હાલ ૨૨ જેટલા જિનાલયો છે. તેમજ અનેક ઉપાશ્રયો છે. કારણ
તો શાસનપ્રભાવક આચાર્ય ભગવંતોના અહીં ચાતુર્માસ થતા રહે છે. ઉજ્જૈનમાં જૈનોની વસ્તી સારી એવી છે. અહીં ધર્મશાળા ની ઉત્તમ સગવડ છે. ઈન્દોરથી આ શહેર ૫૬ કિ.મી. ના અંતરે આવેલું છે. કૂકડેશ્વર, ઉન્ડેલ, મંદસૌર, વહી વગેરે તીર્થો અહીંથી નજીક નજીકના અંતરે આવેલાં છે. ( શ્યામવર્ણના પદ્માસનસ્થ શ્રી અવંતિ પાર્શ્વનાથ પ્રભુજીની ઊંચાઈ ૩૭. ઈંચ અને પહોળાઈ ૩૦ ઈંચ છે. પ્રભુજી સાતફણાથી અલંકૃત્ત છે. જ શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલયની ફરતી ભમતીમાં શ્રી અવંતિ પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમા બિરાજમાન છે.
જૈન અને જૈનેતર પ્રાચીન ગ્રંથોમાં ઉજ્જૈન નગરીની પ્રાચીનતાને દર્શાવી છે. ક્ષિપ્રા નદીના તટે વસેલી આ નગરી અવંતિકા, પુષ્પકરંડિની કે વિશાલા જેવા નામોથી પણ શાસ્ત્રોમાં નોંધાઈ છે. માલવની આ પ્રાચીન રાજધાની રાજા સુધન્વાના સમયમાં ઉજૈન નામથી જાણીતી થઈ. શાસન પ્રભાવક મહારાજા સંપ્રતિનો જન્મ આ નગરીમાં થયો હતો. તેમણે સવા લાખ જિનાલયો, સવા કરોડ જિનબિંબો અને ૩૬૦૦૦ જિનાલયોના જીર્ણોધ્ધાર કરાવ્યા હતા. તેઓ આચાર્ય ભગવંત શ્રી આર્યસહસ્તીસૂરિજીની પ્રેરક વાણીથી મહાસમ્રાટ સંપ્રતિ રાજા જૈનમતાવલંબી બન્યા હતા. ત્યાર પછી મહારાજા સંમતિએ સમગ્ર ભારતને જિનાલયો અને જિનબિંબોથી આવૃત્ત કરી દીધી. આ ભૂમિ પર અનેક મહાન આચાર્યોએ પાવન પગલાં પાડીને નગરીને પવિત્ર બનાવી છે. આ ઐતિહાસિક નગરીની ગૌરવભરી ગાથા ઈતિહાસના પાનાંઓ પર અંકિત છે.
એકવાર આચાર્ય ભગવંત શ્રી આર્યસહસ્તસૂરિજી મહારાજ પોતાના વિશાળ શિષ્યવૃંદ સાથે આ નગરીમાં આવીને ભદ્રા શેઠાણીની વાહનશાળામાં પધાર્યા. રાત્રિના સમયે આચાર્ય ભગવંતના શિષ્યવૃંદે નલિની ગુલ્મ વિમાનનું વર્ણન કર્યું. એ વર્ણન એટલું ચોટદાર હતું કે ભલભલો માણસ એમાં તદાકાર
શ્રી અવંતિ પાર્શ્વનાથ