________________
માર્ગ અંગીકાર કર્યો.
આ તરફ સગર્ભાવસ્થાને કારણે સંસારમાં રહેલી સ્ત્રીએ મહાકાલ નામના પુત્રને જન્મ આપ્યો. આચાર્ય ભગવંતશ્રી આર્યસૂહસ્તીસૂરિજીના ઉપદેશથી મહાકાલે પોતાના પિતાની સ્મૃતિમાં ક્ષિપ્રા નદીના તટે ભવ્ય જિનપ્રાસાદ બંધાવ્યો. વીર નિર્વાણના લગભગ ૨૫૦ વર્ષ બાદ આ જિનાલયનું નિર્માણ થયું હતું. આ જિનાલયમાં પ્રતિષ્ઠિત કરેલા શ્રી પાર્શ્વ પ્રભુ અવંતિસુકુમાલની સ્મૃતિમાં ‘શ્રી અવંતિ પાર્શ્વનાથ’ ના નામથી જગવિખ્યાત બન્યા. મહાકાલે આ જિનાલય બંધાવેલું હોવાથી ‘મહાકાલ ચૈત્ય' ના નામથી પણ ઓળખાવા લાગ્યું.
સમયના વહેણમાં વર્ષો વીતી ગયા. રાજા પુષ્યમિત્રના સમયમાં આ જિનાલય મહાદેવના મંદિરમાં રૂપાંતરિત થયું અને ‘મહાકાલ મહાદેવ’ ના નામથી આ મંદિરની પ્રસિધ્ધિ થઈ. આ ઘટના દીર્ઘકાળ અકબંધ રહી.
કાળની ગતિને રોકી શકાતી નથી. મહારાજા વિક્રમાદિત્યનું શાસન આવ્યું. તેમના રાજ્યકાળ દરમ્યાન સર્વત્ર સમૃધ્ધિની છોળો ઉડવા લાગી. આ સમયમાં આચાર્ય શ્રી વૃધ્ધવાદિસૂરિના વિદ્વાન શિષ્ય મુનિ કુમુદચંદ્રના હૈયામાં અર્ધમાગધી, પ્રાકૃત ભાષાના શાસ્ત્રોને સંસ્કૃતમાં રૂપાંતરિત કરવાના કોડ જાગ્યા. તેમણે પોતાના ગુરૂદેવ પાસે શ્રી નમસ્કાર મહામંત્રનું પોતે બનાવેલું સંસ્કૃત પદ રજૂ કર્યું. પોતાના શિષ્યના આ કૃત્યથી ગુરૂદેવ વિષાદ પામ્યા અને જણાવ્યું કે પૂર્વના મહાપુરુષોએ રચેલાં શાસ્ત્રોની તારા આ કૃત્યથી અવહેલના થઈ છે. આથી ગુરૂએ તેમને ‘પારાંચિત પ્રાયશ્ચિત’ ના અધિકારી ઠેરવ્યા. આ પ્રાયશ્ચિત પ્રમાણે કુમુદચંદ્ર મુનિએ અવધૂતના વેશમાં ફરીને અઢાર રાજાઓને પ્રતિબોધી જૈનધર્મી બનાવવાના હતા.
મુનિ કુમુદચંદ્રે ગુરૂ આજ્ઞાનો સ્વીકાર કર્યો અને પોતાથી મહાભયંકર અપરાધ થઈ ગયો છે તેમ પણ તેમને લાગ્યું. આ મુનિ અવધૂતના વેશમાં ભઋણ કરતાં ઉજ્જૈન નગરીમાં આવ્યા. તેઓ મહાકાલ મંદિરમાં રાતવાસો કરવા રોકાયા. મુનિ શિવપિંડિકા પાસે સૂતા હતા. વહેલી સવારે કોઈ ભાવિકે મુનિને આ રીતે સૂતેલા જોઈ ગયો. તે ભાવિકે નગરીના કેટલાક માણસોને વાત કરી અને લોકો મહાકાલ મંદિરે ભેગા થયા. સૌ મુનિને ઉઠાડવાનો પ્રયત્ન કરવા લાગ્યા, પણ
શ્રી અવંતિ પાર્શ્વનાથ
૨૬