________________
ફટકો પડ્યો. તેમને વેપારમાં ભારે ખોટ આવી. સટ્ટામાં તેમને પોતાનો ગાડીબંગલો, ઓફિસ વગેરે ગુમાવી દેવું પડે તેવી નોબત આવી. મનસુખલાલે પોતાની આબરૂં પ્રતિષ્ઠા જાળવવા બધી મિલ્કત વેંચી નાખી અને પરાના એક નાનકડા મકાનમાં રહેવા ચાલ્યા ગયા.
રિષભના પરિવારને આ વાતની જાણ થઈ ત્યારે તેઓ તેમની પડખે ઊભા રહ્યાં હતા.
મનસુખલાલે રિષભના પિતા કિસનલાલને કહ્યું: ‘વેવાઈ, મારી પાસે કશું રહ્યું નથી. હું બધું ગુમાવી બેઠો છું. મેં મારી આબરૂ સાચવવા બધી મિલ્કત વેંચી નાખી છે. આજની તારીખે કોઈ મારી પાસે એક રૂપિયો માગે નહિ તેવી પ્રતિષ્ઠા જાળવી રાખી છે. મારી દીકરીના વિવાહ હું આર્ય સમાજથી કરાવવા માગું છું. હું કંઈ તેને આપી શકું તેમ નથી.”
કિસનલાલ બોલ્યા : “વેવાઈ, અમે વિચારીને જણાવીશું” કિસનલાલને મનમાં હતું કે અહીંથી મોટો દલ્લો મળશે પરંતુ હવે કશું મળે તેમ નથી તો શા માટે આગળ વધવું ? તેઓ સગાઈ ફોક કરવાના મુડમાં હતા પરંતુ ત્યારે તેઓ કશું બોલ્યા નહિ.
રોહિણીને શંખેશ્વરમાં ભક્તિવિહારના જિનાલયની ફરતી ભમતીમાં આવેલ શ્રી હૂકાર પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે અનન્ય ભક્તિ હતી. તેણી દરરોજ જાપ કરવા લાગી હતી. અને પોતાના વિવાહ નિર્વિઘ્ન રિષભ સાથે સંપન્ન થાય તેવો સંકલ્પ ધારણ કર્યો હતો. વિવાહ થયા પછી શંખેશ્વર જવાની માનતા પણ રાખી હતી.
આ તરફ કિસનલાલે તેના પુત્ર રિષભને કહી દીધું: “દીકરા, મનસુખલાલ રસ્તા પર આવી ગયેલ છે. હવે એની જોડે સંબંધ ન બંધાય. તારી સગાઈ ફોક કરી દઉં છું.”
રિષભ તાડુક્યો: “નહિ પપ્પા, હું એમ બનવા દઈશ નહિ. હું લગ્ન કરીશ તો રોહિણી જોડે જ. નહિંતર આજીવન કુંવારો રહીશ. તમે દહેજની લ્યાહમાં સગાઈ ફોક કરવા માંગો છો તે મને પસંદ નથી.”
શ્રી હ્રીંકર પાર્શ્વનાથ
૨૧