Book Title: Simandhar Swami 350 Gathanu Stavan Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga
Catalog link: https://jainqq.org/explore/005546/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ডায়াগ্রায় l glZEঘণ্ড ঘFর ত্রি શ્રી સીમંઘરસવાણી ઉપજ થાયાળુ સ્તની SIGER: Padzid G121=3 TO dian Education વિવેચક 8 પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા ear, org Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંઘરસ્વામીનું 3૫ ગાથાનું સ્તવન શબ્દશઃ વિવેચન ભાગ-૨ મૂળ ગ્રંથકાર - લઘુહરિભદ્રસૂરિ મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજા આશીર્વાદદાતા + વ્યાખ્યાનવાચસ્પતિ, શાસનપ્રભાવક સ્વ. પ. પૂ. આચાર્યદેવેશ - શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા પદર્શનવેત્તા, માવચનિકપ્રતિભાધારક સ્વ. પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજા તથા વર્તમાન શ્રુતમર્મજ્ઞાતા વિદ્વાન પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા * વિવેચનકાર - પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા 0 સંકલનકારિકા સ્મિતા ડી. કોઠા સર • કોઠા સંસ્થાના જ્ઞાનખાતામાંથી આ પુસ્તક જ્ઞાનભંડાર/શ્રીસંઘને ભેટ આપેલ છે. : પ્રકાશક : રે Kartal સાતા ગાડL ૫, જેન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન ભાગ-૨ શબ્દશઃ વિવેચન * વિવેચનકાર પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા વીર સં. ૨૫૩૫ * વિ. સં. ૨૦૬૫ આવૃત્તિ : પ્રથમ * નકલ : ૩૦૦ મૂલ્ય : રૂ. ૧૦૦-૦૦ આર્થિક સહયોગ પરમતારક આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના સ્વપ્નને ગીતાર્થગંગાના પ્રયત્નમાં સાકાર થતાં જોઈ ધાનેરા નિવાસી ચંદનબેન કનૈયાલાલ પાનસોવોરા : મુખ્ય પ્રાપ્તિસ્થાન : ગતાઈ ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફ્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. * મુદ્રક નવરંગ પ્રિન્ટર્સ આસ્ટોડીયા, અમદાવાદ-૧. ફોન ઃ (મો.) ૯૪૨૮૫૦૦૪૦૧ (ઘર) ૨૬૬૧૪૬૦૩ ૧૦૯ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ * અમદાવાદ : ગીતાર્થ ગંગા ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. ૧ (૦૭૯) ૨૬૬૦૪૯૧૧, ૩૨૯૧૧૪૭૧ : પ્રાપ્તિસ્થાન : * વડોદરા : * મુંબઈ : શ્રી નિકુંજભાઈ આર. ભંડારી વિષ્ણુ મહલ, ત્રીજે માળે, ગરવારે પેવેલીયનની સામે, ડી-રોડ, ચર્ચગેટ, મુંબઈ-૪૦૦૦૨૦. (૦૨૨) ૨૨૮૧૪૦૪૮ શ્રી લલિતભાઈ ધરમશી ૩૦૨, ચંદનબાળા એપાર્ટમેન્ટ, જવાહરલાલ નહેરુ રોડ, સર્વોદય પાર્શ્વનાથનગર, જૈન દેરાસર પાછળ, મુલુંડ (વે), મુંબઈ-૮૦. ૧ (૦૨૨) ૨૫૬૮૦૬૧૪, ૨૫૬૮૬૦૩૦ * સુરત ડૉ. પ્રફુલભાઈ જે. શેઠ ડી-૧, અર્પણ એપાર્ટમેન્ટ, બાબુ નિવાસની ગલી, ટીમલીયાવાડ, સુરત-૩૯૫૦૦૧. * (૦૨૬૧) ૩૨૨૮૬૨૩ * BANGALORE : Shri Vimalchandji C/o. J. NEMKUMAR & COMPANY Kundan Market, D. S. Lane, Chickpet Cross, Bangalore-53. (080) (O) 22875262, (R) 22259925 શ્રી સૌરીનભાઈ દિનેશચંદ્ર શાહ ‘દર્શન’ ઈ-૬૯, લીસાપાર્ક સોસાયટી, વિભાગ-૨, રામેશ્વર સર્કલ, સુભાનપુરા, હાઈટેન્શન રોડ, વડોદરા-૩૯૦૦૨૩. * (૦૨૬૫) ૨૩૯૧૬૯૬ શ્રી હિમાંશુભાઈ એન. શેઠ એ-૨/૪૧, અશોક સમ્રાટ, ત્રીજે માળે, દફતરી રોડ, ગૌશાળા લેન, બીના જ્વેલર્સની ઉપર, મલાડ (ઈ.), મુંબઈ-૪૦૦૦૯૭. ૬ (૦૨૨) ૩૨૪૩૮૪૩૪ (મો.) ૯૩૨૨૨૬૪૮૫૧ * જામનગર : શ્રી ઉદયભાઈ શાહ C/o. મહાવીર અગરબત્તી વર્કસ C-9, સુપર માર્કેટ, જયશ્રી ટોકીઝની સામે, જામનગર-૩૬૧૦૦૧. * (૦૨૮૮) ૨૬૭૮૫૧૩ * રાજકોટ : શ્રી કમલેશભાઈ દામાણી “જિનાજ્ઞા”, ૨૭, કરણપરા, રાજકોટ-૩૬૦૦૦૧. * (૦૨૮૧) ૨૨૩૩૧૨૦ For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય “ગીતાર્થ ગંગા”નું મુખ્ય લક્ષ્ય તો આપણા ઉપકારી પૂર્વાચાર્યો જેવા કે ૫. પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ, પ. પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ સાહેબ આદિ રચિત જૈનશાસ્ત્રોમાં પથરાયેલાં વિવિધ પરમાર્થભૂત તત્ત્વોનાં રહસ્યોનું નય, નિક્ષેપ, વ્યવહાર, નિશ્ચય સાપેક્ષ અર્થગાંભીર્યપૂર્ણ વિશ્લેષણ કરવાનું છે, જેથી શ્રી જૈનસંઘને તે તે પદાર્થોના સર્વાંગી બોધમાં સહાય મળે. આ કાર્ય અત્યંત વિસ્તારવાળું અને ગહન છે, ઘણાં સાધુ-સાધ્વીજી ભગવંતો આમાં સહાય કરી રહ્યાં છે, અનેક શ્રાવકો અને શ્રાવિકાઓ પણ સૌ સૌને યોગ્ય કાર્યો સંભાળી રહ્યાં છે, તે અનુસાર કામ બહાર આવી રહ્યું છે અને ક્રમસર આવતું રહેશે. દરમ્યાન શ્રી સંઘમાંથી જિજ્ઞાસુ મુમુક્ષુઓ તથા શ્રાવકો-શ્રાવિકાઓ તરફથી એવી માંગ વારંવાર આવે છે કે પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજ સાહેબનાં તથા પ. પૂ. આ. ભ. શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજ સાહેબનાં જુદા જુદા વિષયો પરનાં અપાયેલાં વ્યાખ્યાનો તથા પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતાએ વિવિધ શાસ્ત્રીય વિષયો પર કરેલાં વિવેચનો છપાવીને તૈયાર કરવામાં આવે તો સકળ શ્રી સંઘને ચોક્કસ લાભદાયી નીવડે. આવી વિનંતીઓને લક્ષ્યમાં રાખીને ટ્રસ્ટે નક્કી કર્યું છે કે આવાં વ્યાખ્યાનો તથા વિવેચનોનાં પુસ્તકો પ્રકાશિત કરવાં અને તેને માત્ર એક સંલગ્ન પ્રવૃત્તિ તરીકે સ્વીકારવી. આ કામ ગીતાર્થ ગંગાના મુખ્ય લક્ષથી સહેજ ફંટાય છે, બોધતી વિવિધતા અને સરળતાની દૃષ્ટિએ પણ ભિન્ન પ્રકારે છે, છતાં તત્ત્વજિજ્ઞાસુ માટે હિતકારી હોવાથી તેમ જ અતિ માંગને કારણે ઉપર્યુક્ત વિનંતી લક્ષમાં રાખીને આ પ્રવૃત્તિ ચાલુ રાખેલ છે. તત્ત્વજિજ્ઞાસુ જીવો માટે આવાં પુસ્તકો સમ્યગ્ જ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધનામાં ઉપયોગી થશે, તેવી આશા સહિત ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. - સર્વ હક્ક ગીતાર્થ ગંગા ટ્રસ્ટને આધીન છે. ટ્રસ્ટીગણ ગીતાર્થ ગંગા For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ * ગીતાર્થ ગંગાનાં પ્રકાશનો ૫. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજા (મોટા પંડિત મ. સા.)ના વ્યાખ્યાનનાં પુસ્તકો ૧. આશ્રવ અને અનુબંધ ૨. પુદ્ગલ વોસિરાવવાની ક્રિયા ૩. ચારિત્રાચાર ૫. પૂ. આ. ભ. શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા (પંડિત મ. સા.)ના વ્યાખ્યાનનાં તેમજ લેખિત સંપાદિત પુસ્તકો ૧. શ્રાવકનાં બાર વ્રતોના વિકલ્પો ૨. યોગદૃષ્ટિસમુચ્ચય ૩. કર્મવાદ કર્ણિકા ૪. સદ્ગતિ તમારા હાથમાં ! ૫. દર્શનાચાર ૬. શાસન સ્થાપના ૭. અનેકાંતવાદ ૮. પ્રશ્નોત્તરી ૯. ચિત્તવૃત્તિ ૧૦. ચાલો, મોક્ષનું સાચું સ્વરૂપ સમજીએ ૧૧. મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૨. ભાગવતી પ્રવ્રજ્યા પરિચય ૧૩. ભાવધર્મ ભાગ-૧ (પ્રણિધાન) ૧૪. ભાવધર્મ ભાગ-૨ (પ્રવૃત્તિ, વિઘ્નજય, સિદ્ધિ, વિનિયોગ) ૧૫. નૈનશાસન સ્થાપના ૧૬. ચિત્તવૃત્તિ ૧૭. શ્રાવ છે વારદ વ્રત વં વિત્ત્વ ૧૮. લોકોત્તર દાનધર્મ “અનુકંપા” ૧૯. પ્રશ્નોત્તરી 66 For Personal & Private Use Only $3 Page #7 -------------------------------------------------------------------------- ________________ ૨૦. કુદરતી આફતમાં જૈનનું કર્તવ્ય ૨૧. ધર્મરક્ષા પ્રવચન શ્રેણી ભાગ-૧ ૨૨. જૈનશાસન સ્વતંત્ર ધર્મ કે સંપ્રદાય ? ૨૩. નિનશાસન વતંત્ર ધર્મ યા સંપ્રાય ? 28. Is Jaina Order Independent Religion or Denomination ? 24. Status of religion in modern Nation State theory ૨૬. ગૃહજિનાલય મહામંગલકારી ૨૭. શ્રી ઉપધાન માર્ગોપદેશિકા 2 2 संपादक :- प. पू. गणिवर्य श्री अरिहंतसागरजी महाराज साहब १. पाक्षिक अतिचार ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત અન્ય પુસ્તકોની યાદી ૧. શ્રી સમેતશિખરજીની સંવેદના સંકલનકર્તા : જ્યોતિષભાઈ શાહ ૨. શ્રી નવપદ આરાધના વિધિ સંકલનકર્તા ઃ જ્યોતિષભાઈ શાહ ૩. સ્વતંત્ર ભારતમાં ધર્મ પરતંત્ર !!!!! (ગુજ.) સંકલનકર્તાઃ ધર્મતીર્થ રક્ષા સમિતિ ૪. સ્વતંત્ર ભારત મેં થર્મ પરતંત્ર !!!!! (હિન્દી) સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ ૫. Right to Freedom of Religion!!!!! સંકલનકર્તા: ધર્મતીર્થ રક્ષા સમિતિ (અંગ્રેજી) ૬. “રક્ષાધર્મ' અભિયાન (ગુજ.) સંકલનકર્તાઃ ધર્મતીર્થ રક્ષા સમિતિ ૭. “Rakshadharma'Abhiyaan (અંગ્રેજી) સંકલનકર્તાઃ ધર્મતીર્થ રક્ષા સમિતિ ૮. સેવો પાસ સંખેસરો (ગુજ.) સંકલનકર્તા ઃ જ્યોતિષભાઈ શાહ ૯. સેવો પાસ સંસર (હિન્દી) સંકલનકર્તા ઃ જ્યોતિષભાઈ શાહ ગીતાર્થ ગંગા અંતર્ગત - ગંગોત્રી ગ્રંથમાળા દ્વારા પ્રકાશિત ગ્રંથો ૧ ૧. ધર્મતીર્થ ભાગ-૧ ૨. ધર્મતીર્થ ભાગ-૨ For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત વિવેચનનાં ગ્રંથો જે વિવેચનકાર :- પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા - ૧. યોગવિંશિકા શબ્દશઃ વિવેચન ૨. અધ્યાત્મઉપનિષત પ્રકરણ શબ્દશઃ વિવેચન ૩. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૪. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૫. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૬. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન પૂર્વાર્ધ ૭. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ઉત્તરાર્ધ ૮. આરાધક-વિરાધક ચતુર્ભગી શબ્દશઃ વિવેચન ૯. સમ્યકત્વ ષસ્થાન ચઉપઈ શબ્દશઃ વિવેચન ૧૦. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૧. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૨. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૩. ફૂપદષ્ટાંત વિશદીકરણ શબ્દશઃ વિવેચન ૧૪. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ (સૂત્ર ૧-૨) ૧૫. સૂત્રના પરિણામદર્શક યત્નલેશ ભાગ-૧ ૧૬. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ (સૂત્ર ૩-૪-૫) ૧૭. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૮. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૯. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૨૦. દાનદ્વાચિંશિકા-૧ શબ્દશઃ વિવેચન ૨૧. મિત્રાદ્વાચિંશિકા-૨૧ શબ્દશઃ વિવેચન ૨૨. યોગશતક શબ્દશઃ વિવેચન ૨૩. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૨૪. યોગભેદદ્વાચિંશિકા-૧૮ શબ્દશઃ વિવેચન ૨૫. યોગવિવેકદ્વાચિંશિકા-૧૯ શબ્દશઃ વિવેચન ૨૬. સાધુસામàદ્વાચિંશિકા-૬ શબ્દશઃ વિવેચન ૨૭. ભિક્ષદ્વાચિંશિકા-૨૭ શબ્દશઃ વિવેચન ૨૮. દીક્ષાદ્વાચિંશિકા-૨૮ શબ્દશઃ વિવેચન ૨૯. યોગદષ્ટિની સક્ઝાય શબ્દશઃ વિવેચન ૩૦. કેવલિભક્તિવ્યવસ્થાપનદ્વાચિંશિકા-૩૦ શબ્દશઃ વિવેચન ૩૧. પાતંજલયોગલક્ષણવિચારદ્વાચિંશિકા-૧૧ શબ્દશઃ વિવેચન For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ ૩૨. જ્ઞાનસાર શબ્દશઃ વિવેચન ૩૩. સંથારા પોરિસી સૂત્રનો ભાવાનુવાદ અને હિંસાષ્ટક શબ્દશઃ વિવેચન ૩૪. જિનમહત્ત્વદ્વાત્રિંશિકા-૪ શબ્દશઃ વિવેચન ૩૫. સમ્યગ્દષ્ટિદ્વાત્રિંશિકા-૧૫ શબ્દશઃ વિવેચન ૩૬. યોગલક્ષણદ્વાત્રિંશિકા-૧૦ શબ્દશઃ વિવેચન ૩૭. મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાત્રિંશિકા-૧૩ શબ્દશઃ વિવેચન ૩૮. અપુનર્બંધકદ્વાત્રિંશિકા-૧૪ શબ્દશ: વિવેચન ૩૯. યોગદૃષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૪૦. યોગદૃષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૪૧. યોગદૃષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૪૨. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૪૩. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૪૪. યતિલક્ષણસમુચ્ચય પ્રકરણ શબ્દશઃ વિવેચન ૪૫. દેવપુરુષકારદ્વાત્રિંશિકા-૧૭ શબ્દશઃ વિવેચન ૪૬. તારાદિત્રયદ્વાત્રિંશિકા-૨૨ શબ્દશઃ વિવેચન ૪૭. કુતર્કગ્રહનિવૃત્તિદ્વાત્રિંશિકા-૨૩ શબ્દશઃ વિવેચન ૪૮. સદૃષ્ટિદ્વાત્રિંશિકા-૨૪ શબ્દશઃ વિવેચન ૪૯. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૫૦. માર્ગદ્વાત્રિંશિકા-૩ શબ્દશઃ વિવેચન ૫૧. દેશનાદ્વાત્રિંશિકા-૨ શબ્દશઃ વિવેચન ૫૨. જિનભક્તિદ્વાત્રિંશિકા-૫ શબ્દશઃ વિવેચન ૫૩. યોગાવતારદ્વાત્રિંશિકા-૨૦ શબ્દશઃ વિવેચન ૫૪. યોગમાહાત્મ્યદ્વાત્રિંશિકા-૨૬ શબ્દશઃ વિવેચન ૫૫. સજ્જનસ્તુતિદ્વાત્રિંશિકા-૩૨ શબ્દશઃ વિવેચન ૫૬. પૂર્વસેવાદ્વાત્રિંશિકા-૧૨ શબ્દશઃ વિવેચન ૫૭. ઈશાનુગ્રહવિચારદ્વાત્રિંશિકા-૧૬ શબ્દશઃ વિવેચન ૫૮. ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા-૨૫ શબ્દશઃ વિવેચન ૫૯. વિનયદ્વાત્રિંશિકા-૨૯ શબ્દશઃ વિવેચન ૬૦. શ્રી સીમંધરસ્વામીને વિનંતીરૂપ ૧૨૫ ગાથાનું સ્તવન શબ્દશઃ વિવેચન ૬૧. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૬૨. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૬૩. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૬૪. ગુરુતત્ત્વવિનિશ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૬૫. ગુરુતત્ત્વવિનિશ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૬૬. મુક્તિદ્વાત્રિંશિકા-૩૧ શબ્દશઃ વિવેચન ૬૭. યોગસાર પ્રકરણ શબ્દશઃ વિવેચન ૬૮. શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન શબ્દશઃ વિવેચન ભાગ-૧ For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંઘરસ્વામીની 3૫0 ગાથાનાં સ્તવન ભાગ-૨ની ના સંકલના ૦ ગ્રંથકારે વર્તમાનમાં યોગ્ય જીવોને ઉચિત બોધ કરાવવા અર્થે ૩૫૦ ગાથાના સ્તવનની રચના કરેલ છે. તેમાંથી આઠ ઢાળનું વર્ણન પ્રથમ ભાગમાં પ્રકાશન કરાયેલ છે અને ઢાળ-૯થી ૧૭નું વર્ણન બીજા ભાગમાં પ્રકાશન કરાય છે. તેનું સંક્ષેપ સ્વરૂપ આ પ્રમાણે છે – કેટલાક સ્થાનકવાસી આગમને સ્વીકારે છે, પરંતુ આગમ ઉપર રચાયેલ નિર્યુક્તિ, ભાષ્ય આદિને પ્રમાણ સ્વીકારતા નથી અને પ્રતિમાને પૂજવામાં ધર્મ નથી તેમ સ્થાપન કરે છે. તેનું પણ શાસ્ત્રવચનની અનેક યુક્તિઓથી નિરાકરણ કરીને સૂત્ર ઉપર રચાયેલ નિર્યુક્તિ, ભાષ્ય આદિને પ્રમાણ સ્વીકારવા અનેક યુક્તિઓ ઢાળ-૯માં બતાવેલ છે. વળી, જે જીવો મોક્ષના અર્થી છે અને મોક્ષના ઉપાયભૂત ક્રિયાઓ કરે છે, આમ છતાં ક્રિયામાં પ્રણિધાન આદિ આશય શું છે, ક્રિયામાં પ્રાપ્ત થતા દોષો શું છે તેના મર્મને જાણવા યત્ન કરતા નથી. પરંતુ માત્ર બાહ્ય ક્રિયા કરીને સંતોષ માનનારા છે તેઓની ક્રિયા કઈ રીતે કર્મબંધનું કારણ બને છે તે અનેક યુક્તિઓથી ગ્રંથકારે ઢાળ-૧૦માં સ્પષ્ટ કરેલ છે. વળી, ધર્મની પ્રાપ્તિ માટેના ૨૧ ગુણો “ધર્મરત્નપ્રકરણમાં બતાવેલ છે. તે ગુણોને અને તે ગુણોના અવાંતર ભેદોને સ્પષ્ટ કરીને ધર્મ કરવાની યોગ્યતા માટે કેવો યત્ન કરવો જોઈએ જેથી સેવાયેલો ધર્મ સમ્યધર્મ બને તે ઢાળ૧૧માં બતાવેલ છે. વળી, ૨૧ ગુણોને પ્રાપ્ત કરીને જે શ્રાવક, ભાવશ્રાવકના છ ગુણોને પ્રાપ્ત કરે છે તે કેવા છે તેનું વિસ્તારથી સ્વરૂપ ગ્રંથકારે ઢાળ-૧૨માં બતાવેલ છે. વળી, તે ભાવશ્રાવકના ભાવગત ૧૭ ભાવોને ભાવિત કરીને શ્રાવક પોતાનો શ્રાવકભાવ અતિશયિત કરે છે તેનું વિસ્તારથી વર્ણન ઢાળ-૧૩માં કરેલ છે. વળી, ભાવશ્રાવક ક્રમે કરીને ભાવસાધુપણું પામે છે એમ બતાવીને ભાવસાધુના સપ્ત લક્ષણો કેવા છે તેનું સ્વરૂપ વિસ્તારથી ઢાળ-૧૪માં બતાવેલ છે, જેથી For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/સંકલના ભાવસાધુની યોગ્યતાને પ્રગટ કર્યા પછી તે શ્રાવક ભાવસાધુ થવા માટે સમ્યક ઉદ્યમ કરી શકે. ત્યારપછી ભાવસાધુઓ કેવા ઉત્તમ ગુણવાળા છે, તેનું સ્વરૂપ ઢાળ-૧૫માં બતાવીને ગ્રંથકારે તેમની સ્તુતિ કરેલ છે. વળી, સંસાર અવસ્થામાં આત્માની ચાર અવસ્થા બતાવીને નિશ્ચયનય અને વ્યવહારનય કઈ રીતે આત્મકલ્યાણની દિશા બતાવનાર છે તેનો ગંભીર મર્મ ગ્રંથકારે ઢાળ-૧૬માં બતાવેલ છે. સ્તવનની અંતિમ ઢાળમાં ભગવાનને ભક્તિરૂપે વિનંતી કરીને પ્રસ્તુત સ્તવનથી પોતે કઈ રીતે કલ્યાણને પ્રાપ્ત કરશે તેની ગ્રંથકારશ્રીએ સ્પષ્ટતા કરેલ છે. છદ્મસ્થતાને કારણે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાથી વિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયથી વિરુદ્ધ કાંઈપણ લખાયું હોય તો ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુક્કડં. - પ્રવીણચંદ્ર ખીમજી મોતા વિ.સં. ૨૦૬૫, અષાઢ સુદ-૧૩ તા. ૫-૭-૦૯, રવિવાર ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭. ફોન : ૦૭૯-૩૨૪૪૭૦૧૪ For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/સંપાદિકાનું કથન @ સંપાદિકાનું કથન છૂટ પૂ. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે ગુજરાતી ભાષામાં ખૂબ સરળ શૈલીમાં સ્તવનોની રચના કરીને આપણા ઉપર ખૂબ ઉપકાર કર્યો છે. શ્રી સીમંધરસ્વામીના ૩૫૦ ગાથાના સ્તવનમાં પૂ. ઉપા. મહારાજશ્રી સીમંધરસ્વામીને વિનંતી કરે છે કે “હે ભગવાન ! કૃપા કરીને મને શુદ્ધમાર્ગ બતાવો. ઢાળ ૧થી ૯નું વિવેચન ભાગ૧માં કરવામાં આવ્યું. હવે ઢાળ ૯થી ૧૭નું વિવેચન પ્રસ્તુત ગ્રંથમાં કરવામાં આવેલ છે. ગ્રંથકારશ્રીએ ભાવશ્રાવકનું, ભાવસાધુનું, દ્રવ્ય-ગુણ-પર્યાયનું, સુંદર વર્ણન આ ઢાળોમાં કરેલ છે. ભાવસાધુનું વર્ણન કરતા ગ્રંથકારશ્રી કહે છે કે – “ધન્ય તે મુનિવરા રે, જે ચાલે સમભાવું, ભવ સાયર લીલાએ ઊતરે, સંયમ કિરિયાનાર્વે.” પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતાએ જેઓ આગમ વાંચી શકવાના નથી તેવા આપણને સૌને જીવનમાં પ્રાપ્ત થયા ન હોય તેવા યોગનાં પદાર્થો તરફ પ્રસ્તુત ગ્રંથમાં અંગુલીનિર્દેશ કરીને આપણા ઉપર ખૂબ ખૂબ ઉપકાર કરેલ છે. તેઓશ્રીએ સંસારના સુખો ભગવાનના વચનના સુખ આગળ એક બિંદુ તુલ્ય છે અને ભગવાનના વચનરૂપ શાસ્ત્રોને ભણીને સંસારથી તરવાનો પરમ શ્રેયમાર્ગ પ્રાપ્ત થાય તેનું સુંદર વિવેચન ઢાળ-૧૭માં કરેલ છે. આ ગ્રંથના લખાણના કાર્યમાં છેક સાબરમતીથી વહેલી સવારે ૫-૩૦ વાગે ભાઈશ્રી જિજ્ઞેશભાઈ હુકમીચંદજી ભંડારીએ આવીને સ્વકલ્યાણના ખ્યાલથી નોંધ તૈયાર કરેલ. તેનો સર્વને લાભ મળે તે હેતુથી ગીતાર્થ ગંગા ટ્રસ્ટ તેને પ્રકાશિત આ ગ્રંથમાં સતત માર્ગદર્શન અને પ્રેરણા આપવા બદલ વિદૂષી સાધ્વીજી પૂ. શ્રી ચારૂનંદિતાશ્રીજી મહારાજ સાહેબનો અને પ્રફરીડીંગના કાર્યમાં પૂ. શ્રી ધ્યાનરૂચિતાશ્રીજી મહારાજ સાહેબનો ઉપકાર ભૂલી શકાય તેમ નથી. ગ્રંથકારશ્રીના આશયથી અને જિનેશ્વરદેવની આજ્ઞાથી વિરુદ્ધ કાંઈપણ લખાયું હોય તે બદલ ‘મિચ્છામિ મિ દુક્કમ્.” આ સ્તવનને સંપૂર્ણ કંઠસ્થ કરીને તેનો અલ્પ પણ સ્વાદ ચાખીને મોક્ષમાર્ગની ગતિનો વેગ વધારીએ એ જ અભ્યર્થના. વ.સં. ૨૦૬પ, અષાઢ સુદ-૧૩ - સ્મિતા ડી. કોઠારી તા. ૫-૭-૦૯, રવિવાર ૧૨, બેન્ક ઓફ ઈન્ડિયા સોસાયટી, ઉસ્માનપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩. For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ ૪ ઢાળ નં. ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૭ વિષય સૂત્રને સ્વીકારીને અર્થને નહિ સ્વીકારનાર સ્થાનકવાસી મતનાં અસ્વીકારની ચર્ચા. શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/અનુક્રમણિકા અનુક્રમણિકા ક્રિયાના દોષોથી યુક્ત ક્રિયાની અસારતા બતાવીને શુદ્ધ ક્રિયા કરવાનો ઉપાય. ધર્મને યોગ્ય જીવના ૨૧ ગુણો. ભાવશ્રાવકનાં ક્રિયાગત લક્ષણો. ભાવશ્રાવકનાં ભાવગત લક્ષણો. ભાવસાધુનાં લક્ષણો. ભાવસાધુનું સ્વરૂપ. ૧૫ ૧૬ સીમંધરસ્વામીને વિનંતીરૂપે નિશ્ચયનય અને વ્યવહારનયનું યોજન. સીમંધરસ્વામીની ભક્તિરૂપે વિનંતી. કળશ For Personal & Private Use Only પાના નં. ૧-૨૭ ૨૮-૫૪ ૫૫-૭૦ ૭૧-૮૪ ૮૫-૯૭ ૯૮-૧૧૩ ૧૧૪-૧૩૬ ૧૩૭-૧૭૧ ૧૭૨-૧૮૧ ૧૮૨ Page #14 -------------------------------------------------------------------------- ________________ 51121 : ॐ ह्रीँ अर्हं नमः । ॐ ह्रीँ श्रीशंखेश्वरपार्श्वनाथाय नमः । ૐ નમઃ । શ્રી સીમંઘરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન ભાગ-૨ પૂર્વ ાળ સાથે સંબંધ : પૂર્વ ઢાળમાં ગ્રંથકારશ્રીએ યુક્તિથી સ્થાપન કર્યુ કે માત્ર બાહ્ય અહિંસા ધર્મ છે તેમ કોઈ માને તે ઉચિત નથી પરંતુ જિનવચનાનુસાર સર્વ ઉચિત ક્રિયાઓ કરવાથી જે ભાવઅહિંસાની પ્રાપ્તિ થાય છે તે ધર્મ છે. હવે કોઈક ભગવાનના આગમરૂપ સૂત્રને આદરે છે પરંતુ સૂત્રના અર્થને કહેનાર નિર્યુક્તિ, ભાષ્યાદિને માનતા નથી અને પ્રતિમાનો લોપ કરે છે, તેઓની તે પ્રવૃત્તિ ઉચિત નથી, તે બતાવવા અર્થે કહે છે ઢાળ નવમી (રાગ : ચૈત્રી પૂનમે અનુક્રમે - એ દેશી) કોઈક સૂત્ર જ આદરે, અર્થ ન માને સાર; જિનજી ! આપમતે અવલું કરે, ભૂલ્યા તેહ ગમાર; જિનજી! તુઝ વયણે મન રાખીયે. જિનજી ! ૧ For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૯/ગાથા-૧-૨ કોઈક=સ્થાનકવાસી, સૂત્ર જ આદરે છે=આગમના મૂળસૂત્ર જ સ્વીકારે છે, અર્થને સાર માનતા નથી=સૂત્રના અર્થને કહેનાર નિર્યુક્તિ, ભાષ્યાદિને પ્રમાણ માનતા નથી. આપમતે=પોતાની મતિ પ્રમાણે, અવળું કરે-સૂત્રનો અર્થ વિપરીત કરે, તેહ ગમાર ભૂલ્યા=પોતાના હિતની પ્રવૃત્તિ કરવામાં ભૂલ્યા. હે ભગવંત ! તમારા વચનમાં મન રાખીએ જેથી કલ્યાણની પરંપરા પ્રાપ્ત થાય. ॥૧॥ ૨ ગાથાર્થ : ભાવાર્થ : સ્થાનકવાસીઓ જિનપ્રતિમાને પૂજ્ય સ્વીકારતાં નથી. વળી, તેઓ આગમને સ્વીકારે છે પરંતુ જિનપ્રતિમા પૂજનીય નથી તેવી વિપરીત મતિ સ્થિર થયેલી હોવાથી જેમાં જિનપ્રતિમાની પૂજ્યતા સિદ્ધ થાય છે તેવા આગમના તાત્પર્યને કહેનારા નિર્યુક્તિ, ભાષ્ય, ટીકા આદિ પ્રમાણ માનતા નથી. વળી, સૂત્રને પોતાના મત પ્રમાણે અવળું કરે છે=વિપરીત કરે છે. તે ગમાર શાસ્ત્રવચનના અવલંબનથી હિત કરવાનો માર્ગ ભૂલ્યા છે. ગ્રંથકારશ્રી ભગવાનને વિનંતી કરે છે કે હે ભગવંત ! તમારા વચનમાં મન રાખીએ તો હિત થાય. IIII અવતરણિકા : માત્ર સૂત્રને સ્વીકારનાર અને અર્થને નહિ માનનાર સ્થાનકવાસી કેવા છે તે સ્પષ્ટ કરે છે 1121 : પ્રતિમા લોપે પાપીઆ, યોગ અને ઉપધાન; જિનજી ! ગુરુનો વાસ ન શિર ધરે, માયાવી અજ્ઞાન. જિનજી ! ૨ ગાથાર્થ ઃ પાપીઆ એવા તેઓ પ્રતિમાનો લોપ કરે છે=જિનપ્રતિમા પૂજ્ય નથી તેમ કહે છે વળી, યોગ અને ઉપધાનનો લોપ કરે છે=સાધુને આગમ સૂત્ર ભણવા અર્થે યોગોદ્વહન કરવાના છે તેનો લોપ કરે છે અને For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ 3 શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૯/ગાથા-૨ શ્રાવકોને સૂત્ર ભણવાના અધિકારી થવા અર્થે ઉપધાનની વિધિ છે તેનો લોપ કરે છે. ગુરુનો વાસ=ગુરુની સાથે વસવું અને તેમની આજ્ઞા મસ્તકે ધારણ કરવી તે કરતા નથી. તેઓ માયાવી અને અજ્ઞાન છે=શાસ્ત્રોના અર્થ કરવામાં આત્મવંચના કરનારા અને શાસ્ત્રના પરમાર્થ વિષે અજ્ઞાની છે. ।।૨।। ભાવાર્થ: સ્થાનકવાસી જિનપ્રતિમાનો લોપ કરે છે અને કહે છે કે પત્થરની પ્રતિમાની પૂજા થાય નહિ અને તે પૂજવાની ક્રિયા પાપરૂપ છે અને પ્રતિમાની પૂજાને કહેનાર શાસ્ત્રવચનોને સ્વમતિ પ્રમાણે સંગત કરીને પોતાની માન્યતાને દૃઢ કરે છે. તેથી તેઓ જિનવચનનો અપલાપ કરનારા પાપી છે. વળી, આગમશાસ્ત્ર ભણવા માટે સાધુ માટે યોગોદ્વહનની વિધિ છે, જે વહન કર્યા પછી સાધુ તે તે આગમને ભણવાનાં અધિકારી થાય છે અને શ્રાવકો પણ તે તે ઉપધાન કરી નવકાર આદિ સૂત્ર ભણવાનાં અધિકારી થાય છે. તે યોગોહન અને ઉપધાનનો સ્થાનકવાસી અપલાપ કરે છે અને કહે છે કે સાધુઓ યોગોદ્વહન વગર અને શ્રાવકો ઉપધાન વગર શાસ્ત્ર ભણવાના અધિકારી છે. આવું કહેનારા સ્થાનકવાસી પાપી છે. વળી, ભગવાનના વચનાનુસાર ચાલનાર એવા ગીતાર્થ ગુરુના વાસને અર્થાત્ સહવાસને સ્વીકારતા નથી અને તેની આજ્ઞાને મસ્તકે ધારણ કરતા નથી પરંતુ પોતાની માન્યતા અનુસાર આગમનો લોપ કરનારા મનસ્વી ગુરુને ગુરુ તરીકે સ્વીકારે છે, જે નામથી જ ગુરુ છે પરંતુ પરમાર્થથી ગુરુ નથી. વળી, તે સ્થાનકવાસી મધ્યસ્થતાથી શાસ્ત્રવચનોનો વિચાર કરી શાસ્ત્રના અર્થો કરતા નથી પરંતુ સ્વરુચિ અનુસાર શાસ્ત્રવચનનાં અર્થ ક૨ે છે અને શાસ્ત્રના વચનોને વિચારવામાં આત્મવંચના કરે છે માટે માયાવી છે. વળી, માર્ગથી વિરુદ્ધ જતા હોવાથી આત્મહિત સાધતા નથી પરંતુ અહિત સાધી રહ્યા છે છતાં પોતે આત્મકલ્યાણની પ્રવૃત્તિ કરે છે તેવો ભ્રમ ધારણ કરે છે, તે તેઓનું અજ્ઞાન છે. III For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ ૪ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૯/ગાથા-૩ અવતરણિકા : વળી, પ્રતિમાના લોપને કરનારા સ્થાનકવાસીની અન્ય કઈ પ્રવૃત્તિઓ અનુચિત છે તે સ્પષ્ટ કરતાં કહે છે ગાથા : - આચરણા તેહની નવી, કેતી કહિયે દેવ ? જિનજી ! નિત્ય તૂટે છે સાંધતાં, ગુરુ વિણ તેહની ટેવ. જિનજી ! ૩ ગાથાર્થ ઃ તેહની=સૂત્રને માનનારા અને અર્થને નહિ માનનારા એવા પ્રતિમા લોપકની, નવી આચરણા=શાસ્ત્ર વિરુદ્ધ આચરણા, હે દેવ ! કેટલી કહીએ અર્થાત્ ઘણી છે. પોતાના કથનને સાંધતાં નિત્ય ખુટે છે=સ્થાનકવાસી પ્રતિમા પૂજ્ય નથી તે અર્થ સૂત્રથી સિદ્ધ કરવા માટે જે સ્થાને વિરોધ પ્રાપ્ત થાય છે તે સ્થાને તે સૂત્રનો પરિહાર કરીને પ્રતિમાની પૂજ્યતા સિદ્ધ ન થાય તે રીતે સૂત્રનો અર્થ કરે છે અને તેમ કરીને પોતાને અભિમત અર્થ સાંધે છે. છતાં તેમ સાંધતાં નિત્ય તુટે છે=અન્ય અન્ય સ્થાને સૂત્રનો વિરોધ પ્રાપ્ત થાય છે. ગુરુ વગરની તેમની આ ટેવ છે=સ્વમતિ અનુસાર શાસ્ત્ર જોડવાની ટેવ છે. II3II ભાવાર્થ: સ્થાનકવાસી પ્રતિમાનો લોપ કરીને સ્વમતિ કલ્પનાથી અન્ય પણ તેવી નવી નવી ઘણી આચરણાઓ કરે છે તે બધાનું કેટલું વર્ણન કરીએ ? એમ કહીને શાસ્ત્ર વિરુદ્ધ પ્રવૃત્તિ કરનારા પ્રતિમા લોપક છે તેમ ગ્રંથકારશ્રી બતાવે છે. વળી, પ્રતિમા પૂજ્ય નથી તે સિદ્ધ કરવા માટે પોતે જે સૂત્રો સ્વીકારે છે તેને સાંધવા માટે અર્થાત્ સંગત ક૨વા માટે તેઓ યત્ન કરે છે, તોપણ તે યત્નથી અર્થ કરવામાં તેમને અનેક દોષો હંમેશા ઉપસ્થિત થાય છે તેથી તેમના કથનો નિત્ય તૂટે છે અર્થાત્ શબ્દબોધની મર્યાદા પ્રમાણે સૂત્રમાંથી તે અર્થ નીકળી શકતા નથી તેમ સ્પષ્ટ થાય છે. વળી, સૂત્રના ૫૨માર્થને જાણનારા એવા ગુરુને સ્વીકાર્યા વગર પોતાની મતિ અનુસાર અર્થો કરવાની પ્રતિમાલોપકને ટેવ પડેલ છે. જેથી અયથાર્થ રીતે શાસ્ત્રના અર્થો કરે છે. II3|| For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩પ૦ ગાથાનું સ્તવન/ટાળ-૯|ગાથા-૪-૫ અવતરણિકા – વળી, ગાથા-૧માં કહેલ એ પ્રમાણે પ્રતિમા લોપક સૂત્રને સ્વીકારે છે અને અર્થને માનતા નથી તે તેઓની અનુચિત પ્રવૃત્તિ છે તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – ગાથા : વૃત્તિપ્રમુખ જોઈ કરી, ભાખે આગમ આપ; જિનજી ! તેહ જ મૂઢા ઓલવે, જિમ કુપુત્ર નિજ બાપ. જિનાજી! ૪ ગાથાર્થ : વૃત્તિપ્રમુખ જોઈ કરી-આગમના અર્થ કરવા માટે આગમ ઉપર નિર્યુક્તિ, ભાગ, ટીકા આદિ જોઈને આગમના અર્થો, આપ સ્થાનકવાસી ભાખે છે. મૂઢ એવા તેઓ તેને જ ઓળવે છે-વૃત્તિપ્રમુખનો જ અપલાપ કરે છે, જેમ કુપુત્ર પોતાના બાપનો અપલાપ કરે છે. જો ભાવાર્થી : સ્થાનકવાસી પોતે જે સૂત્રો માને છે તેના અર્થને વૃત્તિ પ્રમુખ જોઈને સ્વયં બેસાડે છે અને લોકો આગળ પણ વૃત્તિના આધારે અર્થ કરીને ભાખે છે. આમ છતાં વૃત્તિ આદિમાં જિનપ્રતિમાની પૂજ્યતા સ્થાપન કરતા સ્થાનો માટે તેઓ કહે છે કે આ વૃત્તિ વગેરે પ્રમાણ નથી પરંતુ આગમના સૂત્રો જ પ્રમાણ છે. આમ કહીને સૂત્રોના અર્થોને કહેનાર વૃત્તિનો તેઓ અપલાપ કરે છે. જેમ કુપુત્ર પોતાના બાપનો અપલાપ કરે અર્થાત્ આ મારા બાપ છે તેમ કહેતા લજ્જા આવે ત્યારે લોકો આગળ બાપને બાપ પણ કહે નહિ. તેમ આગમ ઉપર રચાયેલી વૃત્તિ વગેરેને પ્રતિમા લોપક પ્રમાણ કહેતા નથી. જો અવતરણિકા - પ્રતિમા લોપક વૃત્તિ આદિને નહિ માનનારા હોવાથી ભગવાનના સૂત્રના વિરાધક છે તે યુક્તિથી સ્પષ્ટ કરે છે – For Personal & Private Use Only WWW.jainelibrary.org Page #19 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩પ૦ ગાથાનું સ્તવન/ઢાળ-૯/ગાથા-પ ગાથા : નૃત્યાદિક અણમાનતા, સૂત્ર વિરાધે દીન; જિનજી ! સૂત્ર-અરથ-તદુભયથકી, પ્રત્યેનીક કહા તીન. જિનજી ! ૫ ગાથાર્થ : વૃતિ આદિને નહિ માનતા દીન-કલ્યાણનો માર્ગ જેમને જોયો નથી એવા પ્રતિમાલોપક, સૂત્રને આગમને, વિરાધે છે. કેમ સૂત્રને વિરાધે છે તેથી કહે છે. શાસ્ત્રમાં સૂત્ર, અર્થ અને તદુભય થકી તદુભયને આશ્રયીને, ત્રણ પ્રકારના પ્રત્યેનીક કહ્યા છે શાસ્ત્રના ત્રણ પ્રકારના શબુ કહ્યા છે. ITI ભાવાર્થ - પ્રતિમાલપક આગમને પ્રમાણ માને છે, છતાં આગમ ઉપર રચાયેલી પૂર્વાચાર્યોની વૃત્તિ, ભાષ્ય, ચૂર્ણ વગેરેને પ્રમાણ માનતા નથી; કેમ કે સર્વને પ્રમાણ માને તો વૃત્તિ આદિના બળથી પ્રતિમાની પૂજ્યતા સિદ્ધ થાય છે અને પ્રતિમા પૂજ્ય નથી તેવી સ્થિર બુદ્ધિ હોવાથી સ્થાનકવાસીઓ પ્રતિમાની પૂજ્યતા સિદ્ધ કરનાર વૃત્તિ વગેરેનો અપલાપ કરે છે. તેઓ ભગવાનના સૂત્રની વિરાધના કરનારા દીન છે અર્થાત્ જેમને કલ્યાણનો માર્ગ જોયો નથી તેવા રાંકડા છે. તેઓ સૂત્રને કેમ વિરાધે છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે. શાસ્ત્રકારોએ ત્રણ પ્રકારના આગમ પ્રત્યેનીક કહ્યા છે. (૧) સૂત્રને નહિ માનનારા, (૨) અર્થને નહિ માનનારા, (૩) સૂત્ર-અર્થ ઉભયને નહિ માનનારા. તેથી આગમના અર્થને કહેનાર એવી વૃત્તિ આદિને નહિ માનનારા સ્થાનકવાસી આગમના પ્રત્યેનીક છે તેમ સિદ્ધ થાય છે અને જે આગમના પ્રત્યેનીક છે તેઓ કલ્યાણનો માર્ગ જોયો નથી તેવા દીન છે. તેથી પ્રતિમા લોપક એવા તે જિનવચનાનુસાર અન્ય તપ, ક્રિયાદિ કરતા હોય તોપણ કલ્યાણને પામી શકે નહિ. પી. For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૯|ગાથા-૬ અવતરણિકા - પૂર્વ ગાથામાં કહ્યું કે વૃત્તિઆદિને ન માનવામાં આવે અને સૂત્રને જ માનવામાં આવે તો સૂત્રના વિરાધક થાય. ત્યાં પ્રશ્ન થાય કે અર્થને ન માને તો અર્થના વિરાધક કહી શકાય પણ સૂત્રના વિરાધક કેમ કહ્યા ? તેથી તેઓ સૂત્રના વિરાધક કેવી રીતે છે તે ભગવતીસૂત્રના વચનથી સ્થાપન કરે છે – ગાથા : અક્ષર અર્થ જ એકલો, જો આદરતાં ખેમ; જિનાજી! ભગવઈઅંગે ભાખિયો, ત્રિવિધ અર્થ તો કેમ? જિનજી ! ૬ ગાથાર્થ : અક્ષરનો અર્થ જ=સૂત્રના અક્ષરથી પ્રાપ્ત થતો અર્થ જ, એકલો આદરતા જો એમ થાય કલ્યાણ થાય, તો ભગવતીઅંગમાં ત્રણ પ્રકારનો અર્થ કેમ કહ્યો ? અર્થાત્ ભગવતીસૂત્રનો ત્રણ પ્રકારનો અર્થ સંગત થાય નહિ. IIII. ભાવાર્થ : પ્રતિમાના લોપન કરનાર સ્થાનકવાસી મૂળ આગમસૂત્રને પ્રમાણ માને છે અને સૂત્રના અર્થને કહેનાર નિયુક્તિ, ભાષ્ય આદિને અપ્રમાણ સ્વીકારે છે તેને ગ્રંથકારશ્રી કહે છે કે સૂત્રના અક્ષરથી પ્રાપ્ત થતો એકલો અર્થ આદરવા માત્રથી જ જો કલ્યાણની પ્રાપ્તિ થતી હોય તો ભગવતીસૂત્રમાં સાધુને વાચના વખતે ત્રણ પ્રકારનાં અર્થ કરવાના કહ્યાં છે તે સંગત થાય નહિ અને ભગવતીસૂત્રને સ્થાનકવાસી પણ સ્વીકારે છે. તેથી સૂત્ર ઉપરની વૃત્તિ આદિને ન માને તો સ્થાનકવાસી ભગવતીસૂત્રના વિરાધક બને. ભગવતીસૂત્રમાં જે ત્રણ પ્રકારનો અર્થ કહ્યો છે તે ગ્રંથકારશ્રી સ્વયં આગળની ગાથામાં સ્પષ્ટ કરે છે. III For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૯|ગાથા-૭ અવતરણિકા - પૂર્વ ગાથામાં કહ્યું કે ભગવતીસૂત્રમાં ત્રણ પ્રકારનાં અર્થ આપવાનું કહ્યું છે તેથી આગમ ભણનાર સાધુને ક્રમસર આગમના ત્રણ પ્રકારના અર્થ આપવાની જે વિધિ છે તેને સ્પષ્ટ કરે છે – ગાથા : સૂત્ર અરથ પહેલો બીજો, નિજુત્તીય મીસ, જિનજી! નિરવશેષ ત્રીજો વલી, ઈમ ભાખે જગદીશ. નિજી ! ૭ ગાથાર્થ : સૂત્રનો શબ્દથી પ્રાપ્ત થતો અર્થ પહેલો અર્થાત પ્રથમ વાચનામાં ગુરુ શબ્દથી પ્રાપ્ત થતો અર્થ શિષ્યોને આપે, બીજો નિર્યુક્તિ મિશ્ર બીજી વાચનામાં નિર્યુક્તિથી મિશ્ર સૂત્રનો અર્થ આપે, અને ત્રીજી વાચનામાં ત્રીજો નિરવશેષ અર્થ આપે બધા નયોથી ખોલીને અર્થની વાચના આપે, એમ જગદીશ ભગવાન, ભાખે કહે છે. Iછા ભાવાર્થ યોગ્ય શિષ્ય જાણીને ગુરુ વાચના આપે ત્યારે પ્રથમ સૂત્રનો સામાન્યથી પ્રાપ્ત થતો અર્થ આપે જેને ભણીને શિષ્ય કંઠસ્થ કરે અને તે સૂત્ર અને તે સૂત્રના સામાન્ય અર્થથી યુક્ત બોધમાં શિષ્ય સ્થિર થાય પછી ગુરુ બીજી વાચના આપે જેમાં સૂત્ર ઉપર જે નિયુક્તિ છે તે નિર્યુક્તિથી મિશ્ર સૂત્રના અર્થ ભણાવે અને નિર્યુક્તિથી યુક્ત સૂત્રના અર્થને ધારણ કરીને શિષ્ય જ્યારે તે સૂત્રના અર્થને નિયુક્તિ અનુસાર યોજી શકે તેવો શક્તિ સંપન્ન થાય પછી તે સૂત્ર ઉપર ગુરુ ત્રીજી વાચના આપે જે વાચનામાં સર્વ નયોને ફલાવીને=ઘટાવીને, અર્થો કહે જેથી સર્વ નયોની દૃષ્ટિથી તે સૂત્રના યથાર્થ અર્થની શિષ્યને પ્રાપ્તિ થાય. આ પ્રકારની ત્રણ વાચનાથી સૂત્ર ઉપર ત્રણ પ્રકારના અર્થો આપવાનું ભગવતીસૂત્રમાં કહ્યું છે. માટે સૂત્રનો શબ્દથી પ્રાપ્ત થતો એકલો અર્થ સ્વીકારવાથી કલ્યાણની પ્રાપ્તિ થાય નહિ. આ રીતે માત્ર સૂત્રને સ્વીકારનાર સ્થાનકવાસી ભગવતીસૂત્રના વચનના વિરાધક છે. II૭ના For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૯/ગાથા-૮ અવતરણિકા : અર્થ અનુસાર સૂત્ર ચાલે છે, સૂત્ર અનુસાર અર્થ ચાલતો નથી તે દૃષ્ટાંતથી સ્પષ્ટ કરીને સૂત્ર એકલું સ્વીકારવાથી યથાર્થ અર્થ પ્રાપ્ત થાય નહિ તે બતાવવા અર્થે કહે છે ગાથા : - છાયા નરચાલે ચલે, રહે થિતી તસ જેમ; જિનજી ! સૂત્ર અરથચાલે ચલે, રહે થિતી તસ તેમ. જિનજી ! ૮ כ ગાથાર્થ ઃ જેમ નર ચાલે છાયા ચલે, રહે=નર ઊભો રહે, તસ–તેની=છાયાની સ્થિતિ થાય= =સ્થિર થાય, તેમ અર્થ ચાલે સૂત્ર ચલે, રહે=અર્થ ઊભો રહે, તેની સ્થિતિ થાય=સૂત્ર સ્થિર થાય. III ૯ ભાવાર્થ : ભગવાને અર્થની દેશના આપી પછી અર્થ અનુસા૨ ગણધરોએ સૂત્રની રચના કરી. વળી, ‘સૂચનાત્ સૂત્રઃ’ એ પ્રમાણે સૂત્રની વ્યુત્પત્તિ છે તેથી સૂત્ર સૂચન માત્ર કરે છે અર્થાત્ અતિ ગંભીર પદાર્થને સંક્ષેપથી કહે છે. તેથી અર્થ જ્યાં જતો હોય ત્યાં સૂત્રનું યોજન ક૨વું જોઈએ અને અર્થ નિર્યુક્તિ, ભાષ્યાદિથી પ્રાપ્ત થાય છે, પરંતુ સૂત્રના વચનથી અર્થ પ્રાપ્ત થતો નથી. આ વાતને સ્પષ્ટ ક૨વા અર્થે દૃષ્ટાંત કહે છે કે પુરુષ ચાલે તેમ પુરુષની છાયા ચાલે છે અને પુરુષ ઊભો રહે તો છાયા ઊભી રહે છે પરંતુ છાયા પ્રમાણે પુરુષ ચાલતો નથી તેમ અર્થ જે દિશામાં જાય છે તે દિશામાં સૂત્ર જાય છે અને અર્થ જે સ્થાને પોતાનું કથન કરીને ઊભો રહે છે ત્યાં સૂત્ર પણ સ્થિર થાય છે. માટે સૂત્ર પ્રમાણે અર્થ ચાલતા નથી; કેમ કે ભગવાને અર્થની દેશના આપી તે દેશનાના અર્થને અનુસરીને સૂત્રની રચના થઈ. તેથી અર્થને સૂત્ર અનુસરે છે અને જ્યાં ભગવાનથી બતાવાયેલ અર્થ જતો નથી ત્યાં સૂત્રની પણ રચના ગણધરોએ કરી નથી. તેથી અર્થ જ્યાં સ્થિર થાય છે ત્યાં સૂત્ર પણ સ્થિર થાય છે. For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન|ઢાળ-૯|ગાથા-૮-૯ વળી, સૂત્રમાત્રથી અર્થની પ્રાપ્તિ થતી નથી આથી જ દશપૂર્વધર એવા સ્થૂલિભદ્ર મુનિને પૂ. ભદ્રબાહુસ્વામીજીએ પાછળના ચાર પૂર્વો સૂત્રથી આપ્યા, અર્થથી આપ્યા નહિ તો તે ચાર પૂર્વનો અર્થ દશપૂર્વી એવા સ્યુલિભદ્ર મુનિ પણ સ્વયં પ્રાપ્ત કરી શક્યા નહિ; કેમ કે અર્થ ક્યાં જાય છે તેની પ્રાપ્તિ નહિ હોવાથી સૂત્ર તે દિશામાં જવા માટે અસમર્થ છે. માટે સૂત્રોના અક્ષર પ્રમાણે એકલો અર્થ સ્વીકારવામાં આવે તો તે સૂત્રથી યથાર્થ અર્થ પ્રાપ્ત થાય નહિ તેથી હિતની પ્રાપ્તિ થાય નહિ માટે હિતાર્થીએ સૂત્રના વિશેષ અર્થને કહેનાર નિયુક્તિ આદિને સ્વીકારીને તેના અર્થ અનુસાર સૂત્રનું યોજન કરવું જોઈએ. III અવતરણિકા - અર્થ સાપેક્ષ સૂત્ર પ્રમાણ છે અને અર્થ નિરપેક્ષ સૂત્ર પ્રમાણ નથી તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – ગાથા : અર્થ કહે વિધિ વારણા ઉભય સૂત્ર જિમ ઠાણ; જિનજી! તિમ પ્રમાણ સામાન્યથી, નવિ પ્રમાણ અપ્રમાણ. જિનજી ! ૯ ગાથાર્થ - જેમ સૂત્ર ઠાણ-સ્થાને, વિધિ, વારણા અને ઉભય વિધિ અને નિષેધ ઉભય, અર્થ કહે તિમ પ્રમાણ અર્થાત્ તે રીતે સ્ત્ર પ્રમાણ છે. સામાન્યથી વિધિ, વારણા અને ઉભયરૂપ અર્થના યોજન વગર સામાન્યથી, નવિ પ્રમાણ અપ્રમાણ સૂત્ર પ્રમાણ નથી અને અપ્રમાણ નથી. IIII ભાવાર્થ - આગમસૂત્રો કોઈક સ્થાને વિધિરૂપ અર્થને કહે છે, કોઈક સ્થાને વારણારૂપ અર્થને કહે છે અર્થાત્ નિષેધ વચનને કહે છે અને કોઈક સ્થાને વિધિ નિષેધરૂપ ઉભય વચનને કહે છે. સૂત્રના તે પ્રકારના અર્થનું યોજન કરીને સૂત્રનો અર્થ કરવામાં આવે તો તે સ્ત્ર પ્રમાણ બને છે અર્થાત્ તે સૂત્ર અર્થનું યથાર્થ પ્રકાશન કરનાર બને છે માટે પ્રમાણ છે. પરંતુ વિધિ, વારણા કે ઉભય અર્થને ગ્રહણ કર્યા વગર, સૂત્રથી વાચ્ય અર્થને કહેવામાં આવે તો તે કથન પ્રમાણરૂપ પણ નથી અને અપ્રમાણરૂપ પણ નથી; કેમ કે સૂત્રથી વાચ્ય અર્થને નિર્યુક્તિ For Personal & Private Use Only WWW.jainelibrary.org Page #24 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૯/ગાથા-૯-૧૦ આદિના વક્તવ્ય અનુસાર વિધિ, વારણા અને ઉભયમાં યથાર્થ યોજન કરવામાં આવે તો તે સ્ત્ર પ્રમાણ બને અને તેનાથી વિપરીત યોજન કરવામાં આવે તો અપ્રમાણ બને માટે માત્ર સુત્રથી વાચ્ય સામાન્ય અર્થ ગ્રહણ કરવાથી કલ્યાણની પ્રાપ્તિ થાય નહિ; કેમ કે તે અર્થ પ્રમાણ પણ નથી અને અપ્રમાણ પણ નથી. ll ll અવતરણિકા : વળી, એકલા સૂત્રથી ઈષ્ટ એવા સ્થાનની પ્રાપ્તિ થતી નથી, પરંતુ સૂત્ર અને અર્થ ઉભયથી જ ઈષ્ટ એવા મોક્ષરૂપ સ્થાનની પ્રાપ્તિ થાય છે. માટે સૂત્રને જ પ્રમાણ કહેનાર લુંપાકનું સ્થાનકવાસીનું, વચન મિથ્યા છે. તે બતાવવા અર્થે કહે છે – ગાથા : અંધ પંગુ જિમ બે મલે, ચાલે ઈચ્છિત ઠાણ; જિનજી! સૂત્ર અરથ તિમ જાણીયેં, કાભાષ્યની વાણ. જિનજી! ૧૦ ગાથાર્થ - જેમ અંધ પુરુષ અને પંગુ બે મળે તો ઈચ્છિત સ્થાને ચાલે, તેમ સૂત્ર અને અર્થ જાણીએ-સૂત્ર અને અર્થ બે મળે, તો ઈચ્છિત સ્થાને ચાલે. એમ જાણીએ એ પ્રકારની કલ્પભાષ્યની વાણી છે. [૧૦]. ભાવાર્થ : સૂત્ર અંધ સ્થાનીય છે. જેમ અંધ પુરુષ કયા માર્ગે જવાથી ઇષ્ટસ્થાનની પ્રાપ્તિ થશે તે જોઈ શકતો નથી તેમ સૂત્રથી પ્રાપ્ત સામાન્ય અર્થ ઇષ્ટ એવા મોક્ષમાર્ગને બતાવવા સમર્થ નથી અને પંગુ જેવો અર્થ ઇષ્ટ એવા મોક્ષના માર્ગને જોનાર હોવા છતાં મોક્ષમાર્ગ પર ગમન કરી શકતો નથી પરંતુ જેમ અંધ પુરુષ અને પંગુ સાથે મળીને માર્ગમાં ગમન કરી શકે અર્થાત્ અંધ પુરુષ પંગુને પોતાના ખભા પર બેસાડે અને પંગુ પુરુષ અંધને માર્ગ બતાવે તો તે બને ઇચ્છિત સ્થાનને પ્રાપ્ત કરે છે તેમ સૂત્ર અને અર્થ બન્ને ભેગા મળે તો મોક્ષમાર્ગમાં ગમન કરીને ઇચ્છિત એવા મોક્ષને પ્રાપ્ત કરે છે. For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૯/ગાથા-૧૦-૧૧ આશય એ છે કે માત્ર સૂત્રથી વાચ્ય અર્થ તત્ત્વને બતાવવા સમર્થ નથી પરંતુ નિર્યુક્તિ, ભાષ્યથી અને ત્યારપછી સર્વ નયોથી પ્રાપ્ત થયેલો અર્થ યોગમાર્ગના ૫૨માર્થને બતાવવા સમર્થ છે અને આરાધક પુરુષ અર્થના બળથી મોક્ષના કારણીભૂત એવા યોગમાર્ગના ૫૨માર્થને જોઈ શકે છે. આમ છતાં જેમ પંગુ પુરુષ માર્ગ જોવા છતા માર્ગ ઉપર ચાલવા સમર્થ નથી પરંતુ અંધના બળથી માર્ગ ઉપર જઈ શકે છે તેમ કોઈ મહાત્માને નિર્યુક્તિ, ભાષ્યથી વાચ્ય અર્થ અને નિરવશેષ અર્થ પ્રાપ્ત થયો હોય છતાં સૂત્રો કંઠસ્થ કર્યા ન હોય તો તે મહાત્મા સૂત્ર અને અર્થનું પરાવર્તન કરીને આત્માને વીતરાગભાવને અનુકૂળ એવા ઉત્તમ ભાવોથી વાસિત કરી શકતા નથી. પરંતુ જો તે મહાત્માને જેમ અર્થ પ્રાપ્ત થયો છે તેમ સૂત્ર પણ કંઠસ્થ હોય તો સૂત્રનું પારાયણ કરીને અર્થના પરમાર્થને આંતરચક્ષુ દ્વારા અવલોકન કરતા સૂત્રોથી વાચ્ય એવા પારમાર્થિક અર્થથી આત્માને વાસિત કરી શકે છે જેથી મોક્ષમાર્ગમાં અપેક્ષિત એવું અનુભવ જ્ઞાન પ્રગટે છે જેના બળથી તે મહાત્મા ઉત્તર-ઉત્તરના યોગમાર્ગમાં ગમન કરીને ઇષ્ટ એવા મોક્ષ તરફ પ્રયાણ કરે છે. ૧૨ આથી જ ગ્રંથકારશ્રીએ સવાસો ગાથાના સ્તવનમાં કહ્યું છે કે “સૂત્ર અક્ષર પરાવર્તના સરસ શેલડી દાખી, તાસ રસ અનુભવ ચાખીએ જિહાં એક છે સાખી” તેથી પારમાર્થિક અર્થના જાણકાર પુરુષ સૂત્રનું પરાવર્તન કરીને અનુભવ જ્ઞાન પ્રાપ્ત કરે છે જે શેરડીના રસ જેવો મધુર છે અને તેના અનુભવના બળથી આત્મિક સુખને અનુભવતા પ્રકર્ષ વીર્યવાળા થાય તો ક્ષપકશ્રેણીને પ્રાપ્ત કરે છે. માટે ૫૨માર્થને સ્પર્શના૨ા અર્થ વગર માત્ર સૂત્રના અક્ષરનો સામાન્ય અર્થ જ આદરવામાં આવે તો કલ્યાણની પ્રાપ્તિ થાય નહિ. II૧૦॥ અવતરણિકા : વળી, સૂત્રનો યથાર્થ અર્થ વિશિષ્ટ વચન દ્વારા પ્રાપ્ત થઈ શકે સૂત્રના શબ્દથી પ્રાપ્ત થઈ શકે નહિ તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે ગાથા : વિધિ-ઉધમ-ભય-વર્ણના, ઉત્સર્ગહ-અપવાદ; જિનજી ! તદુભય અર્થે જાણીયે, સૂત્ર ભેદ અવિવાદ. જિનજી ! ૧૧ For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૩ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૯/ગાથા-૧૧-૧૨ ગાથાર્થ : વિધિ, ઉધમ, ભય, વર્ણના, ઉત્સર્ગ, અપવાદ અને તદુભય ઉત્સર્ગ અપવાદ ઉભય, આ સાત અર્થમાં સૂત્ર વિભક્ત છે અને તે સાત વિભાગો અર્થથી જાણીએ=વિશેષ અર્થના બોધથી જાણી શકાય છે, તેથી સૂઝના ભેદનો અવિવાદ થાય છે. અર્થાત્ જો તે સાત ભેદનો બોધ ન થાય તો સૂત્રના ભેદનો નિર્ણય થઈ શકે નહિ પરંતુ અર્થથી જણાયેલા તે સાત ભેદને કારણે સૂત્રના ભેદમાં અવિવાદ થાય છે. [૧૧] ભાવાર્થ : શાસ્ત્રોના સૂત્રો વિધિ, ઉદ્યમ આદિ સાત પ્રકારમાં વિભક્ત છે તેથી કેટલાક સૂત્રો વિધિને બતાવનારા છે, તો કેટલાક સૂત્રો ઉદ્યમને બતાવનારા છે, એ રીતે સૂત્રોનો વિભાગ સૂત્રના અક્ષર માત્રથી પ્રાપ્ત થતા અર્થને જાણવાથી થઈ શકે નહિ, પરંતુ નિર્યુક્તિ, ભાષ્યાદિથી વિશેષ અર્થનો બોધ થાય તો કયું સૂત્ર વિધિને કહેનારું છે, કયું સૂત્ર ઉદ્યમને કહેનારું છે તેનો નિર્ણય થઈ શકે. સૂત્રના વિશેષ અર્થને જાણનારા પુરુષને સૂત્રના ભેદમાં અવિવાદ થાય છે અર્થાત્ આ સૂત્રો વિધિ આદિ ભેદમાંથી કયા ભેદમાં અંતર્ભાવ પામે છે તેનો નિર્ણય થવાથી સૂત્રના ભેદનો વિવાદ રહેતો નથી. જિજ્ઞાસુએ વિધિ આદિ સાત ભેદોનું વર્ણન અમારા વડે વિવરણ કરાયેલા યતિલક્ષણસમુચ્ચય' ગ્રંથમાંથી જાણવું. I૧૧l અવતરણિકા : પૂર્વ ગાથામાં કહ્યું કે વિધિ આદિ સાત ભેદોમાં સૂત્ર વિભક્ત છે અને સૂત્રનો અર્થ જાણવાથી તે ભેદો જાણી શકાય છે. હવે, જો અર્થને પ્રમાણ ન માનવામાં આવે અને એકલા સૂત્રના અક્ષરના અર્થને જ પ્રમાણ માનવામાં આવે તો વિધિ આદિ ભેદો જાણી શકાય નહિ તેથી શું અનર્થ પ્રાપ્ત થાય ? તે બતાવે છે – ગાથા : એહ ભેદ જાણ્યા વિના, કંખામોહ લહંત; જિનજી! ભંગન્તરપ્રમુખે કરી, ભાખ્યું ભગવઈતન્ત. જિનજી ! ૧૨ For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રી સીમંધરસ્વામીનું ૩પ૦ ગાથાનું સ્તવનઢાળ-૯/ગાથા-૧૨, ૧૩થી ૧૫ ગાથાર્થ : એહ ભેદ=સૂત્રના વિધિ આદિ સાત ભેદ જાણ્યા વગર, ભણતર પ્રમુખે કરી વિધિ આદિમાંથી જે ભાંગો પ્રાપ્ત થતો હોય તેનાથી અન્ય ભાંગાના વિકલ્પ કરી, કંબામોહ લહતરકાંક્ષામોહની પ્રાપ્તિ થાય, એમ ભગવઈતત્ત=ભગવતી તંત્રમાં ભગવતીસૂત્રમાં, ભાખ્યું છે. ૧૨ા ભાવાર્થ : પૂર્વ ગાથામાં વિધિ આદિ સાત ભેદોમાં સૂત્ર વિભક્ત છે તેમ બતાવ્યું. હવે જો નિર્યુક્તિ, ભાષ્યાદિ પ્રમાણ સ્વીકારવામાં ન આવે તો માત્ર સૂત્રના અક્ષરોને વાંચીને આ સૂત્ર કયા ભેદમાં અંતર્ભાવ પામશે તેનો સર્વ સ્થાને નિર્ણય થઈ શકે નહિ અને તે ભેદનો નિર્ણય કર્યા વગર સૂત્રને વિધિ આદિ સાત ભેદોમાં વિભાગ કરવા માટે યત્ન કરવામાં આવે તો પરમાર્થથી કોઈક સૂત્ર વિધિ આદિ જે ભેદમાં રહેલું હોય તેનાથી અન્ય ભાંગાના વિકલ્પ કરી કાંક્ષા થાય અર્થાત્ આ સૂત્ર વિધિ આદિ સાત ભેદોમાંથી આ ભાંગામાં અંતર્ભાવ પામશે કે અન્ય ભાંગામા, તે પ્રકારની આકાંક્ષાથી મુંઝવણ પ્રાપ્ત થાય એ પ્રમાણે ભગવતીસૂત્રમાં કહ્યું છે. માટે ભગવતીસૂત્રને પ્રમાણ માનનાર સ્થાનકવાસીઓએ વિધિ આદિ સાત ભેદોને યથાર્થ જાણવા માટે અને કાંક્ષામોના નિવારણ અર્થે પણ વૃત્તિ આદિને પ્રમાણ સ્વીકારી જોઈએ. ll૧શા અવતરણિકા : વળી, માત્ર સૂત્રોએ જ પ્રમાણ સ્વીકારવામાં આવે અને નૃત્યાદિને પ્રમાણ સ્વીકારવામાં ન આવે તો સાધુને ઉચિત સ્થાને ઉચિત પ્રવૃત્તિ કરવાનો નિર્ણય થઈ શકે નહિ. માટે પણ વૃત્યાદિને પ્રમાણ માનવી જોઈએ, તે બતાવવા અર્થે કહે છે – ગાથા : પરિવાસિત વારી કરી, લેપન અશન અશેષ; જિનાજી કારણથી અતિ આદર્યા, પંચકલ્પ ઉપદેશ. જિનાજી ! ૧૩ For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩પ૦ ગાથાનું સ્તવન/ટાળ-૯/ગાથા-૧૩થી ૧૫ ૧૫ વર્ષાગમન નિવારિઓ, કારણે ભાખ્યું તે; જિનજી ! ઠાણાંગે શ્રમણી તણું, અવલમ્બાદિક જેહ. જિનજી ! ૧૪ આધાકર્માદિક નહી, બલ્પ તણો એકત્ત; જિનાજી સૂયગડે તે કિમ ઘટે, વિણ વૃત્યાદિક તત્ત? જિનાજી! ૧૫ ગાથાર્થ – પરિવાસિત એવા લેપ, અશન અશેષ વારી કરી સાધુને રાત્રે વાસી રખાયેલા લેપ, આહાર વગેરે અશેષ વસ્તુ કહ્યું નહિ એ પ્રકારે નિષેધ કરી, અતિ કારણથી પંચકા ઉપદેશ અનુસાર આદર્યા છે. ll૧all વર્ષમાં ગમન નિવારિયો-સાધુને વર્ષાઋતુમાં વિહાર નિવારણ કરાયેલો છે, કારણે તે ભાખ્યું છે=વર્ષામાં ગમન કરવાનુ ભાખ્યું છે. વળી, જે ઠાણાંગસૂત્રમાં શ્રમણીતણું અવલંબનાદિ ભાખ્યું છે અન્યત્ર સાધુને સાધ્વીનું અવલંબન આદિનો નિષેધ હોવા છતાં ઘણાંગસૂત્રમાં અપવાદથી સાધુને સાધ્વીનું અવલંબન આદિ સ્વીકાર્યું છે. I૧૪ll વળી, સૂયગડેકસૂયડાંગસૂત્રમાં, આધાકર્મીના બંધ તણો ‘એકાન્ત નહિ” કહેલ છે. તેગાથા-૧૩થી અત્યાર સુધી જે અપવાદો કહ્યા તે, નૃત્યાદિના તન વગરનવૃત્યાદિના આલંબન વગર, કેમ ઘટે? અર્થાત્ નિર્ણય થઈ શકે નહિ. II૧૫ll. ભાવાર્થ : અપરિગ્રહ વ્રતના રક્ષણ અર્થે સાધુને લેપ, અશન વગેરે વસ્તુઓ રાત્રિ ઓળંગીને રાખવાનો નિષેધ છે; કેમ કે સાધુ સુખ-દુઃખ આદિ પ્રત્યે સમભાવવાળા હોય છે અને ભગવાનના વચનથી આત્માને વાસિત કરીને અસંગભાવની વૃદ્ધિ કરનારા હોય છે. હવે, સાધુ શાતા અર્થે લેપ વગેરે રાખતા થઈ જાય તો પરિગ્રહધારી બને. તેથી ભગવાને સાધુના નિષ્પરિગ્રહ ભાવ ના અતિશય અર્થે ધર્મના ઉપકરણ સિવાય કોઈ પણ વસ્તુ રાત્રે રાખવાનો નિષેધ કર્યો છે. આમ છતાં અતિકારણ પ્રાપ્ત થાય તો પંચકલ્પભાષ્યમાં અપવાદથી તેની અનુજ્ઞા આપેલી છે; કેમ કે સાધુ વીતરાગ નથી પરંતુ વીતરાગ થવાના અર્થી છે તેથી For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૬ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૯/ગાથા-૧૩થી ૧૫ વીતરાગના વચનથી આત્માને ભાવિત કરવા અર્થે વીતરાગના વચનાનુસાર પ્રવૃત્તિ કરીને વીતરાગ થવા ઉદ્યમ કરી રહ્યા છે. હવે જો તેવા રોગાદિને કા૨ણે લેપાદિ વસ્તુ રાત્રે ન રાખે અને શીઘ્ર ઉપલબ્ધ ન થવાથી આત્માને તત્ત્વથી વાસિત કરવામાં કરાતી ઉચિત પ્રવૃત્તિ વ્યાઘાત પામે તો હિત થાય નહિ, તેથી તેવા સંયોગોમાં અપવાદથી લેપાદિ વસ્તુ રાખવાની પંચકલ્પભાષ્યમાં અનુજ્ઞા આપી છે. વળી, સાધુને અહિંસા મહાવ્રતના રક્ષણ અર્થે વર્ષાઋતુમાં ગમનનો નિષેધ કર્યો છે; કેમ કે વર્ષાઋતુમાં જીવોત્પત્તિનો ઘણો સંભવ હોવાથી વિરાધના થવાનો સંભવ રહે છે. આમ છતાં અપવાદિક કારણ પ્રાપ્ત થાય તો વર્ષાઋતુમાં પણ વિહારની વિધિ કહી છે. જેમ તાપસોની અપ્રીતિના નિવારણ અર્થે વીર પ્રભુએ ચાતુર્માસમાં વિહાર કર્યો. વળી, સાધુને બ્રહ્મચર્યની નવ વાડોના રક્ષણ અર્થે સાધ્વીનું અવલંબનાદિ અત્યંત વા૨ણ ક૨ેલ છે; કેમ કે વેદનો ઉદય અનાદિ ભવ અભ્યસ્ત છે. તેથી નિમિત્તને પામીને થોડો પણ રાગાદિ ભાવ થાય તો ચોથા વ્રતમાં માલિન્ય પ્રાપ્ત થાય. આમ છતાં આગાઢ કા૨ણે ઠાણાંગસૂત્રમાં સાધ્વીતણું અવલંબનાદિ ભાખ્યું છે. દા.ત. વૃદ્ધ અર્ણિકાપુત્ર આચાર્યએ દુષ્કાળને કારણે શિષ્યોને અન્ય સ્થાને વિહાર કરાવ્યો અને પોતે એકલા રહી આરાધના કરતા હતાં. તે વખતે જંધાબળ ક્ષીણ થવાથી પોતે ગોચરી માટે ફરી શકે તેવી સ્થિતિ નહોતી. ત્યારે ગુણવાન સુપરિચિત પુષ્પચૂલા સાધ્વી વડે લાવેલ નિર્દોષ પિંડને ગ્રહણ કરતા હતા. વળી, સૂયડાંગસૂત્રમાં કોઈ સાધુ આધાકર્મી આહાર ગ્રહણ કરે તો તેમાં અનેકાંત બતાવેલ છે અર્થાત્ આધાકર્મી આહાર વાપરે તો તે સાધુને કર્મબંધ થાય અથવા કર્મબંધ ન પણ થાય. તેથી કયા સંયોગોમાં કર્મબંધ થાય છે અને કયા સંયોગોમાં કર્મબંધ થતો નથી તે ઉત્સર્ગ અપવાદને ઉચિત સ્થાને જોડવાથી થઈ શકે, અન્યથા નહિ . તે સર્વ વચનો=ગાથા-૧૩થી અત્યાર સુધી બતાવ્યા તે સર્વ વચનો, વૃત્યાદિના અવલંબન વગર કઈ રીતે ઘટી શકે ? અર્થાત્ તે તે ગ્રંથોની નૃત્યાદિ જોવામાં ન આવે તો તે કથન કઈ અપેક્ષાએ સંગત છે અને કઈ અપેક્ષાએ અસંગત છે તેનો વિશેષ નિર્ણય થઈ શકે નહીં અર્થાત્ તે વચનોનું ઉચિત સ્થાને યોજન થઈ શકે નહિં. I|૧૩-૧૪-૧૫॥ For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન,ઢાળ-૯ગાથા-૧૬ ૧૭ અવતરણિકા : વળી, માત્ર સૂત્રને સ્વીકારવામાં આવે અને નૃત્યાદિને ન સ્વીકારવામાં આવે તો સ્થાનકવાસીને અન્ય શું દોષ પ્રાપ્ત થાય તે બતાવે છે – ગાથા : વિહરમાન ગણધર પિતા, જિનજનકાદિક જેહ; જિનજી ક્રમ વલી આવશ્યક તણો, સૂત્ર માત્ર નહી તેહ. જિનજી! ૧૬ ગાથાર્થ : વિહરમાન વિહરમાન વીશ જિનો, ગણધર તેમના ગણધરો, પિતા વીસ વિહરમાન જિનોના પિતા, જિનના જનકાદિ=ચોવીશ તીર્થકરના જનકાદિ જે છે, વળી, આવશ્યકતણો ક્રમ=“છ” આવશ્યકનો ક્રમ, તેહ=પૂર્વમાં વર્ણન કર્યું તે સર્વ, સૂર માત્ર નહિ-એકલા સૂત્રમાં ઉપલબ્ધ નથી. તેથી નિયુક્તિ, ભાષ્યાદિ સ્વીકાર્યા વગર સૂત્રથી આ સર્વનો સ્વીકાર થઈ શકે નહિં. II૧૬. ભાવાર્થ : સ્થાનકવાસીઓ પણ વીશ વિહરમાન તીર્થકરોને સ્વીકારે છે, તેઓના ગણધરોનાં નામો, તેમના પિતાનાં નામો, વળી, વર્તમાન ચોવીશીનાં જે ચોવીશ તીર્થંકર છે તેમના જનકાદિના નામો=પિતા, માતા વગેરેના નામો જે વર્તમાનમાં ઉપલબ્ધ છે તે સર્વ આગમના મૂળ સૂત્રોમાં ઉપલબ્ધ નથી પરંતુ વૃત્યાદિમાં ઉપલબ્ધ છે. વળી, સાધુઓ અને શ્રાવકો જ આવશ્યકરૂપ પ્રતિક્રમણ કરે છે તે આવશ્યકનો ક્રમ પણ સૂત્રમાં ઉપલબ્ધ નથી પરંતુ વૃત્યાદિમાં ઉપલબ્ધ છે. માટે માત્ર સૂત્રને પ્રમાણ કરવામાં આવે અને નૃત્યાદિને અપ્રમાણ સ્વીકારવામાં આવે તો વર્તમાનમાં વિહરમાન તીર્થકર આદિ સર્વ સ્વીકારાય છે તે સર્વનો સ્વીકાર થઈ શકે નહિ અને છ આવશ્યકનો ક્રમ સ્વીકારીને જે આવશ્યક ક્રિયા કરાય છે તે પણ માત્ર સૂત્રના બળથી થઈ શકે નહિ. તેથી તૃત્યાદિને પણ પ્રમાણ માનવા જોઈએ. ll૧૬ાા For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્રી સીમંધરસ્વામીનું ૩પ૦ ગાથાનું સ્તવન/ટાળ-૯ગાથા-૧૭ અવતરણિકા : વળી, આગમના સૂત્ર ઉપર નિર્યુક્તિ, ભાષાદિથી કથિત અર્થ સ્વીકારવામાં ન આવે તો યથાર્થ બોધ ન થવાથી આત્માને શાસ્ત્રના પારમાર્થિક ભાવોથી વાસિત કરી શકાય નહિ તે બતાવવા અર્થે કહે છે – ગાથા : અર્થ વિના કિમ પામિયે, ભાવ સકલ અનિબદ્ધ? જિનજી! ગુરુમુખ વાણી ધારતાં, હોવે સર્વ સુબદ્ધ. જિનાજી૧૭ ગાથાર્થ - અર્થ વગર=નિર્યુક્તિ, ભાષ્યાદિથી વાચ્ય એવા અર્થ સ્વીકાર્યા વગર, અનિબદ્ધસૂત્રમાં અનિબદ્ધ, એવા સકલ ભાવ કેમ પામિયે? અર્થાત્ પામી શકાય નહિ. ગુરુમુખથી સૂત્રમાં અનિબદ્ધ એવી વાણીને ઘારતા, સર્વ સુબદ્ધ હોવે સૂત્રમાં અનિબદ્ધ એવા ભાવોની પણ પ્રાપ્તિ થવાથી સર્વ કથન સુબદ્ધ થાય. II૧૭ll ભાવાર્થ : નિયુક્તિ, ભાષ્યાદિ દ્વારા પ્રતિમાની પૂજ્યતા સિદ્ધ થતી હોવાથી સ્થાનકવાસીઓ નિયુક્તિ, ભાષ્યાદિને માનતા નથી, તેઓને ગ્રંથકારશ્રી કહે છે- નિર્યુક્તિ, ભાષ્યાદિથી વાચ્ય એવા અર્થને સ્વીકાર્યા વગર સૂત્રમાં જે ભાવો શબ્દોથી નિબદ્ધ નથી પરંતુ અર્થથી પ્રાપ્ત થાય છે તે સકલ ભાવો નિર્યુક્તિ, ભાષ્યાદિ ન સ્વીકારીએ તો કઈ રીતે પ્રાપ્ત થાય ? અર્થાત્ પ્રાપ્ત થઈ શકે નહિ, પરંતુ નિયુક્તિ, ભાષ્યાદિની રચના કરનારા એવા મહાપુરુષરૂપ ગુરુમુખથી પ્રાપ્ત થતી વાણીને ધારણ કરવામાં આવે તો સૂત્રમાં અનિબદ્ધ હોય તે પણ અર્થ સુબદ્ધ રીતે પ્રાપ્ત થાય છે. તેથી ભગવાને કહેલા યથાર્થ અર્થને ગ્રહણ કરીને તેનાથી આત્માને વાસિત કરવા માટે જેમ સૂત્રને પ્રમાણ માનવું જોઈએ, તેમ સૂત્રના અર્થને કહેનાર નિર્યુક્તિ, ભાષ્યાદિને પણ પ્રમાણ સ્વીકારવા જોઈએ. જેથી સર્વ સુબદ્ધ અર્થની પ્રાપ્તિ થાય. I૧૭ના For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૯ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-તગાથા-૧૮-૧૯ અવતરણિકા: વળી, સુવિહિત પુરુષોએ કરેલી આગમ ઉપરની તૃત્યાદિને સ્વીકારવામાં ન આવે તો શું દોષ પ્રાપ્ત થાય ? તે બતાવે છે – જિળ ગાથા : પુસ્તક અર્થ પરમ્પરા, સઘલી જેહને હાથ; જિનજી ! તે સુવિહિત અણમાનતાં, કિમ રહસે નિજ આથ ? જિનાજી ! ૧૮ ગાથાર્થ - પુસ્તક આગમના મૂળ સૂત્ર, અર્થ સૂત્રથી વાચ્ય વિશિષ્ટ અર્થ, પરંપરાગુરુની પરંપરા, સઘળી જેમના હાથમાં છે જેમને પ્રાપ્ત થયેલી છે, તે સુનિહિતોને અણમાનતા=અપ્રમાણ કહેતા, નિજ આથ કિમ રહસે પોતાની સમ્યક્તરૂપ લક્ષ્મી કેમ રહેશે ? અર્થાત્ સમ્યક્ત નાશ પામશે. II૧૮ll ભાવાર્થ - જે પૂર્વોના પુરુષોએ આગમ ઉપર નૃત્યાદિ રચી છે તેઓને આગમના સૂત્ર, આગમસૂત્રનાં વિશિષ્ટ અર્થો અને ગુરુ પરંપરાથી પણ કેટલાક પદાર્થો પ્રાપ્ત હતા. જેઓના હાથમાં આ ત્રણે વસ્તુ હતી તે સુવિહિતોએ આગમના અર્થોનો બોધ કરાવવા માટે વૃત્યાદિ રચેલ છે અને તેને પ્રમાણ માનવામાં ન આવે તો પ્રમાણભૂત એવા સુવિહિત મહાપુરુષોના વચનને અપ્રમાણ કહેવાથી પોતાનું સમ્યક્ત કેમ રહી શકે ? અર્થાત્ રહી શકે નહિ. l/૧૮ અવતરણિકા : પૂર્વપક્ષી કહે છે કે આગમ ઉપર રચાયેલ નિર્યુક્તિ આદિમાં પરસ્પર વિરોધ પ્રાપ્ત થાય છે માટે અમે તેને પ્રમાણ માનતા નથી, તેને ગ્રંથકારશ્રી કહે છે – For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૦ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૯/ગાથા-૧૦-૨૦ ગાથા : સદ્ગુરુ પાસે શીખતાં, અર્થ માંહિ ન વિરોધ; જિનજી! હેતુવાદ આગમ પ્રતે, જાણે જેહ સુબોધ. જિનજી! ૧૯ ગાથાર્થ - સદ્ગુરુ પાસે શીખતાં સશુરુ પાસે નિર્યુક્તિ, ભાષ્યાદિ અર્થો ભણતા, અર્થમાં વિરોધ નથી પરસ્પર સાપેક્ષ કથનો હોવાથી અર્થમાં વિરોધ નથી. વળી, નિર્યુક્તિ, ભાષ્યાદિ ભણવાથી આગમ પ્રત્યે હેતુવાદ જાણે=આગમને આશ્રયીને કયા હેતુથી કયું કથન છે તેના ભાવ જાણે, જેહ જેનાથી, સુબોધ થાયEસુંદર બોઘ થાય. ll૧૯ll ભાવાર્થ : સ્થાનકવાસી જિનપ્રતિમાને માનતા નથી અને જિનપ્રતિમાની સિદ્ધિ નૃત્યાદિથી થાય છે તેથી તૃત્યાદિને અપ્રમાણ કહેવા માટે વૃત્યાદિના ભિન્ન-ભિન્ન વચનોને ગ્રહણ કરીને તે કહે છે કે વૃત્યાદિમાં જે અર્થો પ્રાપ્ત થાય છે તેમાં પરસ્પર વિરોધ છે માટે સર્વજ્ઞ કથિત આગમ જ પ્રમાણ છે. તેને ગ્રંથકારશ્રી કહે છે કે સદ્ગુરુ પાસે વૃત્યાદિના આધારે જો આગમના અર્થો ભણવામાં આવે તો અર્થમાં કોઈ વિરોધ નથી પરંતુ આગમમાં આ કથન કઈ અપેક્ષાએ કહ્યું છે તેના હેતુવાદની પ્રાપ્તિ થાય છે અને આગમના વચનો કઈ અપેક્ષાએ કહ્યા છે તે ગુરુ પાસે જાણવાથી શિષ્યને સુબોધ થાય છે. આ રીતે આગમના કથનો કઈ અપેક્ષાએ છે તેનો યથાર્થ બોધ કરવાનો ઉપાય નૃત્યાદિ છે માટે તેને અપ્રમાણ સ્વીકારી શકાય નહિ. II૧૯ના અવતરણિકા - આગમ ઉપર રચાયેલી વૃત્તિરૂપ અર્થમાં મતભેદને સામે રાખીને સ્થાનકવાસી કહે છે કે અર્થમાં ઘણા મતભેદ છે માટે અર્થ પ્રમાણ થઈ શકે નહિ, સૂત્ર જ પ્રમાણ થઈ શકે તેને ગ્રંથકારશ્રી કહે છે – For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૯/ગાથા-૨૦, ૨૧થી ૨૫ 211211: અર્થે મતભેદાદિકે, જેહ વિરોધ ગણન્ત; જિનજી ! તે સૂત્રે પણ દેખશે, જો જોશે એકન્ત. જિનજી ! ૨૦ ગાથાર્થ ઃ અર્થમાં મતભેદાદિનો જેઓ વિરોધ ગણે છે તે સૂત્રમાં પણ દેખશે= વિરોધ દેખશે, જો એકાન્ત જોશે. ૧૨૦ના ભાવાર્થ : અર્થના મતભેદને સામે રાખીને સ્થાનકવાસીઓ અર્થને અપ્રમાણ કહે છે. તેને ગ્રંથકારશ્રી કહે છે કે આગમના અર્થને કહેનારા વચનોમાં મતભેદાદિ છે તે આગમના પદાર્થને યથાર્થ જાળવી રાખવા માટે પૂર્વના મહાપુરુષોએ અપેક્ષાથી કહ્યા છે. જો અર્થમાં વિરોધ ગણવામાં આવે અને તેને કારણે અર્થને અપ્રમાણ કહેવામાં આવે તો સૂત્રમાં પણ પરસ્પર વિરોધ પ્રાપ્ત થાય છે. અર્થાત્ જો અપેક્ષાથી જોવામાં ન આવે અને એકાન્તગ્રહણ ક૨વામાં આવે તો સૂત્રને પણ અપ્રમાણ માનવાની આપત્તિ આવશે. II૨૦ના અવતરણિકા : ઉપર કહ્યું કે અર્થમાં વિરોધ છે તો સૂત્રમાં પણ વિરોધ પ્રાપ્ત થાય છે હવે, સૂત્રમાં પરસ્પર ક્યાં વિરોધ પ્રાપ્ત થાય છે તે ગાથા-૨૧થી ૨૫ સુધી કહે છે ગાથા : ૨૧ સંહરતાં જાણે નહિ, વીર કહે ઈમ કલ્પ; જિનજી ! સંહરતાં પણ નાણનો, પ્રથમ અંગ છે જ૫. જિનજી ! ૨૧ ઋષભકૂટ અડજોયણો, જંબૂપન્નત્તિ સાર; જિનજી ! બાર વલી પાઠાન્તરે, મૂલ કહે વિસ્તાર. જિનજી ! ૨૨ સત્તાવન સય મલ્લિને, મનનાણી સમવાય, જિનજી ! આઠ સયાં જ્ઞાતા કહે, એ તો અવર ઉપાય. જિનજી ! ૨૩ For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૯|ગાથા-૨૧થી ૨૫ ઉત્તરાધ્યયને સ્થિતિ કહી, અન્તર્મુહૂર્ત જઘન્ય; જિનજી ! વેદનીયની બાર તે, પન્નવણામાં અન્ય. જિનજી! ૨૪ અનુયોગદ્વારે કહ્યા, જઘન નિક્ષેપા ચાર; જિનજી! જીવાદિક તો નવિ ઘટે, દ્રવ્યભેદઆધાર. જિનજી ! ૨પ ગાથાર્થ : સંહરતાં-હરિણીગમિષિ દેવ દ્વરા ત્રિશલામાતાની કુક્ષીમાં સ્થાપન કરવા અર્થે વીરપ્રભુને સંહરતા જાણે નહિ એમ કલ્પ કહે છે વીરપ્રભુ પોતાનાં સંતરણની ક્રિયાને જાણતા નથી એમ કલ્પસૂત્ર કહે છે. વળી, પ્રથમ અંગમાં સંહરતાં પણ જ્ઞાનનો જપ છે=આચારાંગસૂત્રમાં ભગવાનને સંહરતી વખતે પોતાનું સંકરણ થાય છે તેના જ્ઞાનનું કથન છે. ર૧|| “જંબુદ્વીપ પ્રાપ્તિમાં ઋષભકૂટ “આઇ” યોજન કહ્યો છે. વળી, જંબુદ્વીપ પ્રજ્ઞાતિનાં પાઠાન્તરમાં મૂળનો વિસ્તાર “બાર' યોજન કહ્યો છે. ll૨ાા સમવાય સમવાયાંગસૂત્રમાં, મલ્લિનાથ ભગવાનના ‘પ૭૦૦” મન:પર્યવજ્ઞાની શિષ્યો કહ્યા છે અને જ્ઞાતા જ્ઞાતાધર્મકથામાં ‘૮૦૦' મન:પર્યવજ્ઞાની શિષ્યો કહેવાયા છે. એ તો અવર ઉપાય જ્ઞાતાધર્મકથામાં કહ્યું એ તો બીજું વક્તવ્ય છે. ર૩|| ઉત્તરાધ્યયનમાં સ્થિતિ વેદનીયકર્મની જઘન્યસ્થિતિ અંતર્મુહૂર્ત કહી છે, તે વેદનીયની જઘન્યસ્થિતિ, પન્નવણામાં અન્ય એવી ‘બાર' કહી છે ‘બાર' મુહૂર્તની કહી છે. ર૪ll અનુયોગદ્વરમાં જઘન્યથી “ચાર' નિક્ષેપા કહ્યા છે. જીવાદિક તો દ્રવ્યભેદનો આધાર ઘટે નહિ અર્થાત્ જીવાદિક મૂળ દ્રવ્યોમાં દ્રવ્ય નિક્ષેપો ઘટે નહિ. llરપા ભાવાર્થ કલ્પસૂત્રમાં કહ્યું છે કે હરિણીગમિષિ દેવ વીરપ્રભુનું સંહરણ કરે છે ત્યારે ભગવાન જાણતા નથી કે મારું સંહરણ થઈ રહ્યું છે. વળી, પ્રથમ અંગ= For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૯|ગાથા-૨૧થી ૨૫ ૨૩ આચારાંગસૂત્રમાં કહ્યું છે કે ભગવાનનું સંહરણ થતા ભગવાનને જ્ઞાન છે કે મારું સંકરણ થઈ રહ્યું છે, કેમ કે ભગવાન ત્રણ જ્ઞાનવાળા છે. આ વચનો સાપેક્ષ છે અને એકાંતે ગ્રહણ કરવામાં આવે તો પરસ્પર વિરોધી છે; કેમ કે હરિણીગમિષિની ગર્ભ સંહરણની કુશળતા બતાવવા માટે કલ્પસૂત્રમાં કહ્યું કે ભગવાનને ખબર નહોતી કે મારું સંકરણ થઈ રહ્યું છે. જેમ કોઈ કુશળતાપૂર્વક કાંટો કાઢે ત્યારે કહેવાય છે કે “મને ખબર પણ ન પડી તે રીતે આ પુરુષે કાંટો કાઢ્યો.” વળી, પ્રથમ અંગમાં ભગવાનને ગર્ભ અવસ્થામાં પણ ત્રણ જ્ઞાન છે તેથી તે જ્ઞાનના ઉપયોગથી પોતાના સંહરણને જાણે છે તેમ કહેલ છે. તેથી બંને વચનો શબ્દથી વિરોધી હોવા છતાં અપેક્ષાથી વિરોધી નથી. વળી, જંબૂઢીપપ્રજ્ઞપ્તિમાં ઋષભકૂટ “આઠ યોજનાના વિસ્તારવાળો કહેલ છે અને જંબુદ્વીપપ્રજ્ઞપ્તિમાં પાઠાન્તરે તે ઋષભકૂટ મૂળમાં “બાર' યોજનના વિસ્તારવાળો કહેલ છે. તેનું કારણ એ કે આગમો પુસ્તકારૂઢ થયા તે પૂર્વે તે આગમો પૂર્વના મહાપુરુષોને કંઠસ્થ હતા, લખાણરૂપે ન હતા અને દુષ્કાળ કાળે બધાને વિસ્મૃતિ થવા માંડી ત્યારે બધા આચાર્યોએ ભેગા મળીને તેને લખાવવાનો પ્રારંભ કર્યો તે વખતે જે મહાત્માને જે રીતની ઉપસ્થિતિ હતી તે પ્રમાણે લખાણ કરાયું. તેથી કોઈ મહાત્માને “આઠ યોજનની ઉપસ્થિતિ હતી તો કોઈ અન્ય મહાત્માને “બાર યોજનની ઉપસ્થિતિ હતી માટે જંબૂઢીપપ્રજ્ઞપ્તિમાં તે બન્ને પાઠો ઉપલબ્ધ છે. વળી, સમવાયાંગસૂત્રમાં મલ્લિનાથ ભગવાનને “પ૭૦૦' મન:પર્યવજ્ઞાની શિષ્યો હતા તેમ કહેલ છે અને જ્ઞાતાધર્મકથામાં ૧૮૦૦મન:પર્યવજ્ઞાની શિષ્યો કહેલ છે એ તો જુદા પ્રકારનું વક્તવ્ય છે. તેથી આગમ રચનામાં તે વખતે જે ઉપસ્થિતિ હતી એ પ્રમાણે વક્તવ્ય ભેદની પ્રાપ્તિ થાય એટલા માત્રથી આગમ અપ્રમાણ થઈ જતા નથી. વળી, ઉત્તરાધ્યયનસૂત્રમાં કર્મની જઘન્ય સ્થિતિ બતાવતાં વેદનીયકર્મની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની કહેલ છે અને પ્રજ્ઞાપના સૂત્રમાં “બાર' મ્હૂર્તની કહેલ છે તેથી એ પ્રકારનું અન્ય વક્તવ્ય પ્રાપ્ત થાય છે તે પણ આગમ લખાણ વખતે ઉપસ્થિતિ ભેદને કારણે છે. For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૯/ગાથા-૨૧થી ૨૫, ૨૬ વળી, અનુયોગદ્વારમાં કહ્યું છે કે નિક્ષેપા અનેક પ્રકારના છે. આમ છતાં જ્યાં અધિક નિક્ષેપા પ્રાપ્ત ન થાય ત્યાં પણ જઘન્યથી ‘ચાર’ નિક્ષેપા છે તેમ કહેલ છે અને તે પ્રમાણે વિચારીએ તો જીવ, અજીવ, ધર્માસ્તિકાય આદિ મૂળ દ્રવ્યમાં દ્રવ્યનિક્ષેપાનો ભેદ ઘટતો નથી; કેમ કે દ્રવ્યનિક્ષેપાનો અર્થ છે કે જે વર્તમાનમાં દેવ નથી પરંતુ ભવિષ્યમાં દેવ થનારા છે તે દ્રવ્યદેવ છે. આથી સાધુને દ્રવ્યદેવ કહેવામાં આવે છે અને એ રીતે વિચારીએ તો જે વર્તમાનમાં જીવ નથી અને પછી જીવ થશે તે દ્રવ્યજીવ કહેવાય અને જગતમાં તે પ્રમાણે જીવ-અજીવ આદિ મૂળ દ્રવ્યો પ્રાપ્ત થતા નથી; કેમ કે જીવ-અજીવ આદિ દ્રવ્યો શાશ્વત છે. પૂર્વમાં જીવ ન હોય અને પછી જીવ થાય તેમ થતું નથી, તેથી જીવાદિમાં દ્રવ્ય નિક્ષેપો ઘટતો નથી. આમ છતાં બહુધા સર્વત્ર ‘ચાર’ નિક્ષેપા પડે છે તેને સામે રાખીને અનુયોગદ્વારમાં જઘન્યથી ‘ચાર’ નિક્ષેપા કહ્યા છે. તેથી અપેક્ષાએ વિચારીએ તો તે વચનમાં વિરોધ નથી અને શબ્દાર્થ માત્ર ગ્રહણ કરીએ તો તે વચનમાં વિરોધ છે. ||૨૧-૨૨-૨૩-૨૪-૨૫|| ૨૪ 51121 : ઈમ બહુવચન નયન્તરે, કોઈ વાચનાભેદ; જિનજી ! ઈમ અર્થે પણ જાણીયે, નવિ ધરીયે મન ખેદ. જિનજી ! ૨૬ ગાથાર્થ ઃ ઈમ બહુવચન નયન્તરે=ગાથા-૨૧ થી ૨૫ સુધી બતાવ્યું એમ ઘણા વચનો નયાન્તરે છે, તો કોઈક વચનો વાચનાભેદથી છે, ઈમ=આગમ વચનની જેમ, અર્થમાં પણ જાણીએ પરંતુ મનમાં ખેદ ધરીએ નહિ. રિવા ભાવાર્થ : ગાથા-૨૧ થી ૨૫ સુધી કહ્યું તેમાં ગાથા-૨૧માં કહ્યું કે વીરપ્રભુ પોતાનું સંહરણ જાણતા નહોતા તે અપેક્ષાભેદથી કથન છે, માટે નયાન્તરનું વચન છે. પરંતુ આ પ્રકારના ઘણા વચનો આગમમાં નયાન્તરના ભેદથી છે. તેથી જો શબ્દાર્થથી વિચારીએ તો વિરોધ છે. અપેક્ષાભેદથી વિચારીએ તો કોઈ વિરોધ For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન|ઢાળ-૯/ગાથા-૨૬-૨૭ નથી. વળી, કોઈક વચન વાચનાભેદથી છે અર્થાત્ આગમો જ્યારે વિચ્છિન્ન થવા લાગ્યા ત્યારે મહાત્માઓએ ભવિષ્યના હિત માટે જેઓને જે પ્રમાણે ઉપસ્થિતિ હતી તેને સામે રાખીને આગમો લખાવ્યા, તે વખતે વાચનાભેદની પ્રાપ્તિ થવાથી તે પ્રમાણે પાઠાન્તરોનું લખાણ થયું. માટે આગમમાં પરસ્પર વિરોધ હોવા છતાં આ રીતે સમાધાન કરીને જો આગમને સ્થાનકવાસીઓ પ્રમાણ સ્વીકારી શકતા હોય તો અર્થભેદમાં પણ તે પ્રકારનું સમાધાન કરી શકાય છે. માટે અર્થ પ્રમાણ નથી તેમ સ્વીકારીને મનમાં ખેદ કરવા જેવો નથી. પરંતુ સર્વજ્ઞના વચનને પ્રમાણ સ્વીકારીને પ્રવૃત્તિ કરવાથી જેમ હિત થાય તેમ સર્વજ્ઞે કહેલા અર્થને પ્રમાણ કરીને પ્રવૃત્તિ કરવાથી પણ હિત થાય. II૨૬ા અવતરણિકા : અર્થને પ્રમાણ સ્વીકારવા માટે ગ્રંથકારશ્રી અન્ય યુક્તિ આપે છે 51121 : અર્થકારથી આજના, અધિકા શુભમતિ કુણ? જિનજી ! તોલે અમિયતણે નહી, આવે કહિયે લુણ? જિનજી ! ૨૭ ગાથાર્થ ઃ - અર્થકારથી=આગમ ઉપર નૃત્યાદિ લખનાર આચાર્યાદિથી, આજના સાધુઓ કોણ શુભમતિ અધિક છે અર્થાત્ તેમના જેવી વિસ્તૃત મતિ અત્યારના સાધુ પાસે નથી, અમિયતણે=અમૃત સાથે, તોલે= તુલનામાં, લુણ કહીએ નવિ આવે=લુણ આવી શકે નહિ. II૨૭।। ભાવાર્થ : ૨૫ પૂર્વના આચાર્યો ઘણી શુભમતિવાળા હતા, ઘણા આગમોને ધારણ કરનારા હતા, તેઓએ આગમ ઉપર ભગવાનના વચનના અર્થના રક્ષણ માટે નિર્યુક્તિ આદિનું લખાણ કરેલ તેમનાથી અધિક શુભમતિવાળા આજના સાધુ નથી. તેથી એ મહાપુરુષોએ આગમના જે ઉચિત યથાર્થ અર્થો જોડ્યા છે તેમને For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૬ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૯/ગાથા-૨૭-૨૮ અપ્રમાણ કરવામાં આવે તો આજના અલ્પ શુભમતિવાળા સાધુઓ તેનું યથાર્થ જોડાણ કઈ રીતે કરી શકે ? અર્થાત્ કરી શકે નહિ. જેમ અમૃતની સાથે લૂણની તુલના કરી શકાય નહિ તેમ અમૃત જેવા પૂર્વના મહાપુરુષોની શુભમતિ સાથે વર્તમાનના સાધુની લૂણ તુલ્ય શુભમતિની તુલના થઈ શકે નહિ, માટે અર્થને પ્રમાણ માનવો જોઈએ. ll૧૭ના અવતરણિકા :વળી, અન્ય દૃષ્ટિથી પણ અર્થને પ્રમાણ માનવાની યુક્તિ આપે છે – ગાથા : રાજાસરીખું સૂત્ર છે, મંત્રી સરિખો અર્થ; જિનાજી! એહમાં એકે હીલીઓ, દિયે સંસાર અનર્થ. જિનજી ! ૨૮ ગાથાર્થ : રાજા સરીખું સૂત્ર છે અને મંત્રી સરીખો અર્થ છે. એ બેમાં એકની હીલનાએ સંસારના પરિભ્રમણરૂપ અનર્થની પ્રાપ્તિ થાય. ૨૮ll ભાવાર્થ – જેમ રાજા રાજ્ય વ્યવસ્થા ચલાવે છે અને પ્રજાનો યોગક્ષેમ કરે છે તોપણ નિપુણ પ્રજ્ઞાવાળા મંત્રીની સહાય વિના રાજા રાજ્યનું અને પ્રજાનું રક્ષણ કરી શકે નહિ તેથી રાજ્યના રક્ષણના ઉપાયોમાં થતા ગૂંચવાળાઓનો ઉકેલ મંત્રી જ કરે છે, રાજા કરી શકતા નથી. તેમ આગમ વચન આત્મા ઉપર અનુશાસન લાવીને આત્માનું દુર્ગતિઓથી રક્ષણ કરે છે. તેથી રાજા જેવું આગમ વચન છે, પરંતુ તે આગમના યથાર્થ અર્થની પ્રાપ્તિ વગર જીવોનું રક્ષણ થાય નહિ અને યથાર્થ અર્થની પ્રાપ્તિમાં જે ગુંચવાળા થાય તે ગુંચવાળાનો ઉકેલ મંત્રી સ્થાનીય અર્થ કરી શકે છે જેથી આગમનો યથાર્થ અર્થ પ્રાપ્ત થાય અને તે અર્થથી ભાવિત થઈને આગમવચનના બળથી આત્મા દુર્ગતિના પાતથી રક્ષિત થાય છે. તેથી સંસારથી રક્ષણ કરવાના ઉપાયભૂત સૂત્ર અને અર્થ બેમાંથી કોઈ એકની પણ હીલના કરવામાં આવે તો સંસારના પરિભ્રમણરૂપ અનર્થની પ્રાપ્તિ થાય માટે અર્થને પણ પ્રમાણ તરીકે સ્વીકારવો જોઈએ. ૨૮ For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવનઢાળ-૯/ગાથા-૨૯ અવતરણિકા :પ્રસ્તુત ઢાળનો ફલિતાર્થ કહે છે – ગાથા : જે સમતોલે આચરે, સૂત્રઅર્થનું પ્રીતિ; નિજી ! તે તુઝ કરુણાયે વરે, સુખજશ નિર્મલ નીતિ. જિનજી ! ૨૯ ગાથાર્થ : જે સૂત્ર અને અર્થમાં સમતોલે પ્રીતિને આયરે છે સૂત્ર અર્થમાં સમાન પ્રીતિને ધારણ કરે છે, તે તમારી કરૂણાને વરે=ભગવાનની કરુણાને પ્રાપ્ત કરે, વળી, સુખ અને યશની નિર્મલનીતિને પણ પ્રાપ્ત કરે. ર૯ll ભાવાર્થ : સર્વજ્ઞ એવા ભગવાનના વચનરૂપ સૂત્ર છે અને સર્વજ્ઞ એવા ભગવાનના વચનરૂપ જ અર્થ છે, તેથી તે સૂત્ર અને અર્થથી આત્માને ભાવિત કરવાથી સંસારના ભાવોથી પર થઈને આત્મા વીતરાગભાવને પામે છે. જે સાધુ વીતરાગ ભાવના અર્થી છે તે સાધુ વીતરાગભાવની પ્રાપ્તિના ઉપાયભૂત સૂત્ર અને અર્થમાં સમાન પ્રીતિને આચરે છે માટે તે બન્નેને પ્રમાણ માનીને તે પ્રમાણે સૂત્રના અર્થોનો બોધ કરે છે અને સૂત્રને કંઠસ્થ કરે છે. ત્યારપછી સૂત્ર-અર્થનું પરાવર્તન કરીને સૂત્રે કહેલા અર્થોથી આત્માને ભાવિત કરે છે તે મહાત્મા ઉપર ભગવાનની કરુણા પરિણમન પામે જેથી તે મહાત્મા વીતરાગ ભાવની આસન્નતાને પ્રાપ્ત કરે. જેમ જેમ તે મહાત્મા વીતરાગભાવની આસન્નતાને પામે તેમ તેમ સુખ અને યશને પામે છે એ પ્રકારની નિર્મળનીતિ છે. તેથી સુખ અને યશના અર્થીએ સૂત્ર-અર્થ બંનેને પ્રમાણ સ્વીકારીને તેનાથી આત્માને ભાવિત કરવો જોઈએ. રિલા For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૦/ગાથા-૧-૨ કાળ દશમી જ > (રાગ : આપ છંદે છબિયા છલાવરે અથવા જીવ-જીવન પ્રભુ કિહાં ગયા રે અથવા ધોબીડા! તું ધોએ મનનું ધોતીઉં-એ દેશી) પૂર્વ ઢળ સાથે સંબંધ : અત્યાર સુધીની ઢાળોમાં અત્ય-અન્યના વચનો બતાવીને તે વચન પ્રમાણભૂત નથી તેમ સ્થાપન કર્યું. હવે, ભગવાનના વચનાનુસાર યથાર્થ બોધ કરીને ક્રિયા કરવામાં આવે તો કલ્યાણની પ્રાપ્તિ થાય, પરંતુ યથાર્થ બોધ કર્યા વગર માત્ર ધર્મ અનુષ્ઠાન કરવાથી કલ્યાણની પ્રાપ્તિ થાય નહિ તે બતાવવા અર્થે કહે છે – ગાથા : જ્ઞાન વિના જે જીવને રે, કિરિયામાં છે દોષ રે; કર્મબન્ધ છે તેહથી રે, નહીં શમસુખ સન્તોષ રે. ૧ પ્રભુ! તુઝ વાણી મીઠડી રે, મુઝ મન સહેજ સુહાય રે; અમીયસમી મન ધારતાં રે, પાપતાપ સવિ જાય રે. પ્રભુ! તુઝ વાણી મીઠડી રે-એ આંકણી. ૨ ગાથાર્થ : જ્ઞાન વગર=ધર્મની ક્રિાઓ કઈ રીતે કરવાથી આત્મામાં ધર્મ નિષ્પન્ન થાય છે એ પ્રકારના શાસ્ત્ર વચનાનુસાર બોધ વગર, જીવને ક્રિયામાં જે દોષ છે તેથી તે દોષથી, કર્મબંધ છે પરંતુ શમસુખરૂપ સંતોષની પ્રાપ્તિ નથી. II. હે પ્રભુ! તમારી વાણી મીઠી છે મારા મનમાં સહેજે સુહાય છે=ગમે છે, અમીયસમી=અમૃત જેવી, તમારી વાણી મનમાં ધારતા સવિ-સર્વ, પાપનો તાપ જાય છે પાપબંધના કારણભૂત સંક્લેશ દૂર થાય છે. રા. ભાવાર્થ : જેમ સંસારની કોઈપણ ક્રિયા, તે ક્રિયામાં અપેક્ષિત યથાર્થ બોધથી થાય તો તે ક્રિયાના ફળની પ્રાપ્તિ થાય છે અને જો તે ક્રિયા યથાર્થ બોધ યુક્ત ન હોય For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવનઢાળ-૧૦|ગાથા-૧-૨, ૩ ૨૯ તો તે ક્રિયાથી અપેક્ષિત ફળ પ્રાપ્ત થતું નથી. તેમ પરલોકના વિષયમાં જે ક્રિયાઓ છે તે સર્વ ક્રિયાઓ કઈ રીતે કરવાથી પરલોકમાં હિત થાય છે તે સર્વશે બતાવેલ છે. હવે જો તે ક્રિયાઓ સર્વજ્ઞના વચનથી નિયંત્રિત બને તે રીતે કરવામાં ન આવે તો તે ક્રિયાથી ફળની પ્રાપ્તિ તો થાય નહિ પણ તે ક્રિયાઓ યથા-તથા કરવામાં આવે તો જેમ સંસારની અન્ય ક્રિયા કર્મબંધનું કારણ બને તેમ તે ક્રિયાઓમાં થતા દોષો કર્મબંધનું કારણ બને છે અને જ્ઞાનપૂર્વકની ક્રિયા શમસુખરૂપ સંતોષને પ્રાપ્ત કરાવે છે પરંતુ જ્ઞાન વગરની ક્રિયાથી શમસુખરૂપ સંતોષ પ્રગટ થતો નથી. ગ્રંથકારશ્રી ભગવાનને સંબોધીને કહે છે, હે ભગવંત ! તમારી વાણી મીઠી છે; કેમ કે તમારી વાણી અનુસાર પ્રવૃત્તિ કરવાથી મોહનો નાશ થાય છે અને મારા મનને તમારી વાણી સહેજે સુહાય છે અર્થાત્ ગમે છે. વળી, અમૃત જેવી તમારી વાણી મનમાં ધારણ કરવામાં આવે અર્થાત્ અમૃત જેવી તમારી વાણીથી આત્માને વાસિત કરવામાં આવે, તો સર્વ પાપનો તાપ દૂર થાય છે=સર્વ પાપના બીજભૂત એવો અનાદિથી આત્મામાં વર્તતો મોહનો અંતતાપ દૂર થાય છે. II૧-૨ા. અવતરણિકા : પૂર્વમાં કહ્યું કે જ્ઞાન વગરની ધર્મ ક્રિયામાં થતા દોષોથી કર્મબંધ પ્રાપ્ત થાય છે. તેથી હવે જ્ઞાન વગરની ક્રિયા કરનારા જીવો કેવા છે તે સ્પષ્ટ કરે છે – ગાથા : લોકપતિ કિરિયા કરે રે, મનમેલે અજ્ઞાણ રે; ભવ-ઈચ્છાના જોરથી રે, વિણ શિવસુખ વિજ્ઞાણ રે. પ્રભુ ! ૩ ગાથાર્થ : મનના મેલાપણામાં, લોકપતિ લોકપંક્તિથી, ક્રિયા કરે છે તેઓ અજ્ઞાની છે. વળી, શિવસુખના વિજ્ઞાન વગર, ભવ ઈચ્છાના જોરથી તેઓ ક્રિયા કરે છે. Illi. For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૦ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૦/ગાથા-૩-૪ ભાવાર્થ જેઓનું ચિત્ત સંસારના ભાવો પ્રત્યે અત્યંત રાગવાળું છે અને કોઈક રીતે ધર્મ કરવા અભિમુખ થયા છે, તેથી ધર્મની ક્રિયાઓ કરે છે પરંતુ આ ધર્મની ક્રિયાઓ કઈ રીતે કરવાથી આત્માનું હિત થાય છે તેવું જાણવાની પણ જિજ્ઞાસા નથી. તેઓનું મન મોહથી અત્યંત વાસિત છે અને તેઓ ધર્મની જે ક્રિયાઓ કરે છે તે બાહ્ય અને અંતરંગ બંને રીતે જિનવચનને અનુસરનારી નથી. લોકો જે પ્રમાણે પૂજાદિ કે પ્રતિક્રમણાદિ ક્રિયાઓ કરે છે તે રીતે માત્ર તેઓ ક્રિયાઓ કરે છે. પરંતુ મોક્ષસુખ કેવું છે તેનું સ્વરૂપ તેમણે જાણ્યું નથી અને જાણવાને અભિમુખ ભાવ પણ થયો નથી, તેથી જ મોહના પરિણામથી સર્વથા રહિત એવા મોક્ષસુખને અનુરૂપ ઉપશમભાવ પ્રગટે તે રીતે લેશ પણ ક્રિયાઓ કરતા નથી. ફક્ત સંસારના ઉપાયોમાં અતિરાગ છે અને તેના જોરથી ક્રિયાઓ કરે છે, તેવા જીવોની ક્રિયાઓ જ્ઞાન વગરની છે અને તે ક્રિયાઓ કર્મબંધ કરાવીને સંસારના ફળને આપનારી છે. II3II અવતરણિકા : જેઓ લોકપંક્તિથી ક્રિયાઓ કરે છે તેઓની ક્રિયાઓ કેવી અસાર છે તે બતાવે છે – ગાથા : કામકુભસમ ધર્મનું રે, ભૂલ કરી ઈમ તુચ્છ રે; જનરંજન કેવલ લહે રે, ન લહે શિવતરુગુચ્છ રે. પ્રભુ ! ૪ ગાથાર્થ : કામકુંભ સમાન એવા ધર્મના મૂળને ઈમ આ પ્રમાણે લોકપંક્તિથી ક્રિયાઓ કરીને, તુચ્છ કરે છે, તેઓ તે ક્રિયાઓથી કેવળ જનરંજન પ્રાપ્ત કરે છે અર્થાત્ લોકમાં આ ધર્મી છે તેવી ખ્યાતિ માત્રને પ્રાપ્ત કરે છે, પરંતુ મોક્ષરૂપી વૃક્ષના ગુચ્છ જેવા અંતરંગ સુખને પ્રાપ્ત કરતા નથી. ll૪ll For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૧ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવનઢાળ-૧૦ ગાથા-૪-૫ ભાવાર્થ : જેઓ ગાડરિયા પ્રવાહની જેમ લોકો કરતા હોય તેમ ક્રિયાઓ કરે છે તેઓને ધર્મનું મહત્ત્વ સમજાયું નથી. વસ્તુતઃ જેમ કામકુંભ દેવાધિષ્ઠિત કુંભ છે અને જેને તે કુંભ પ્રાપ્ત થાય તે પુરુષ તે કુંભ પાસે યાચના કરીને સર્વ ભોગ સામગ્રી મેળવે છે તેમ કામકુંભ જેવો ધર્મ છે, કેમ કે ધર્મના સેવનથી જીવની સર્વ કામનાઓ પૂર્ણ થાય છે અને અંતે જીવ પૂર્ણ સુખમય મોક્ષને પ્રાપ્ત કરે છે. વળી, તે ધર્મ જીવના અંતરંગ પરિણામરૂપ છે અને તેનું મૂળ સર્વજ્ઞએ બતાવેલી આ ઉત્તમ ક્રિયાઓ છે અને સર્વજ્ઞના વચનથી નિરપેક્ષ રીતે ક્રિયાઓ કરનારા તે ક્રિયાઓને તુચ્છ બનાવે છે અર્થાત્ ધર્મની નિષ્પત્તિનું કારણ ન બને તેવી અસાર બનાવે છે; કેમ કે સર્વજ્ઞના વચનના નિયંત્રણ અનુસાર તે ક્રિયાઓ કરવાથી ધર્મની નિષ્પત્તિ થાય છે. વસ્તુતઃ લોકપંક્તિથી ક્રિયા કરનારાઓને સર્વજ્ઞના વચનાનુસાર ક્રિયા કરવાનો અભિમુખ ભાવ માત્ર પણ નથી તેથી તે ક્રિયાઓથી અંતરંગ કોઈ ગુણની પ્રાપ્તિરૂપ ધર્મ નિષ્પન્ન થતો નથી. ફક્ત તે ક્રિયાઓ કરીને જનરંજન પ્રાપ્ત કરે છે અર્થાત્ લોકમાં આ ધર્મ કરનાર છે એવી ખ્યાતિને પ્રાપ્ત કરે છે પરંતુ તે ક્રિયાથી મોક્ષરૂપી વૃક્ષના ગુચ્છા જેવા શમસુખને લેશ પણ પ્રાપ્ત કરતા નથી. II૪ll અવતરણિકા : વળી, અન્ય પ્રકારના જીવો પણ પ્રણિધાન આશય વગર ધર્મ ક્રિયા કરીને કર્મબંધ કરે છે તે બતાવવા અર્થે કહે છે – ગાથા : કરુણા ન કરે હીનની રે, વિણ પણિહાણ સનેહ રે; દ્વેષ ધરત્તા તેહશું રે, હેઠા આવે તેહ રે. પ્રભુ ! પ ગાથાર્થ – વિણ પણિહાણ સનેહ રે ક્રિયામાં પ્રણિધાન આશયનો જેમને સ્નેહ નથી તેવા જીવો કરુણા ન કરે હીનની રે-પોતે જે ધર્મ ક્રિયા કરતા For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૨ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૦/ગાથા-૫ હોય તેનાથી હીન પ્રકારની ધર્મ ક્રિયા કરનાર પ્રત્યે કરુણા કરતા નથી, તેમાં=હીન ક્રિયા કરનારાઓમાં, દ્વેષને ધારણ કરતા તેહ=તેઓ, હેઠા આવે=પોતે જે ક્રિયા કરે છે તેનાથી કંઈક શુભભાવો કરીને ગુણો પ્રાપ્ત કર્યા છે તે સ્થાનથી હેઠા આવે છે. IIII ભાવાર્થ : કેટલાક જીવો ધર્મની ક્રિયાઓ કરે છે પરંતુ આ ક્રિયાઓ જિનવચનાનુસાર કરીને હું મારા આત્માને સંસારના ભાવોથી પર એવા વીતરાગગામી ભાવોવાળો કરું તે પ્રકારનું પ્રણિધાન કરતા નથી અને પોતે કંઈક સારી ક્રિયાઓ કરતા હોય તો બીજાની હીન ક્રિયાઓ જોઈ તેઓ પ્રત્યે તેઓને કરુણા થતી નથી અર્થાત્ વિચાર આવતો નથી કે હું શું કરું જેથી આ જીવોને સુંદર ક્રિયાઓ કરવાને અભિમુખ ભાવ થાય ? પરંતુ પોતાની અસહિષ્ણુ પ્રકૃતિને કારણે તેઓની હીન પ્રવૃત્તિ પ્રત્યે દ્વેષ ધરતા પોતે જે પ્રવૃત્તિ કરે છે તેનાથી હેઠા આવે છે; કેમ કે ચિત્ત દ્વેષના માલિન્યવાળું હોવાથી તે ક્રિયાથી ઉત્તમ ભાવ પેદા થઈ શકે તેવી શક્તિનો નાશ થાય છે. તેથી જેઓ પ્રણિધાન વગર ક્રિયાઓ કરનારા છે, હીન પ્રત્યે કરુણા કરતા નથી તેઓની ક્રિયા નિષ્ફળ છે અને પૂર્વે સારી ક્રિયા કરીને જે કંઈક ધર્મની ભૂમિકા આત્મામાં પ્રગટ કરેલ તેનો હીન ક્રિયા કરનારાઓ પ્રત્યે દ્વેષ કરીને વિનાશ કરે છે. જેમ કુંતલા રાણીએ ભગવાનની ભક્તિ કરીને જે કંઈ ધર્મ નિષ્પન્ન કર્યો તે શોક્ય રાણીઓની ભગવદ્ ભક્તિ જોઈ દ્વેષ થવાથી જિનપ્રતિમાને ઉકરડામાં નાખીને પોતાના ધર્મનો વિનાશ કર્યો. વિશેષ એ છે કે યોગની પહેલી દૃષ્ટિમાં અદ્વેષ ગુણ પ્રાપ્ત થાય છે અને ખેદ દોષનો પરિહાર થાય છે. તેથી કોઈ યોગ્ય જીવ ખેદદોષનાં પરિહારથી ક્રિયામાં પ્રણિધાન આશયને પ્રાપ્ત કરે તો તેનાથી તે જીવને યોગની પ્રથમ ભૂમિકાની પ્રાપ્તિ થાય છે. અને તેવો જીવ કોઈ નિમિત્તને પામીને હીનગુણવાળા જીવો પ્રત્યે કરૂણા કરવાને બદલે દ્વેષ કરે તો તે જીવ યોગની પ્રથમ દૃષ્ટિમાંથી બહાર નીકળી જાય છે. વળી, ક્યારેક કોઈ ક્રિયાથી શ્રાંત થયેલા હોય અને ખેદદોષથી ક્રિયા કરે છે ત્યારે ક્રિયામાં પ્રણિધાન આશય રહેતો નથી તેથી પણ યોગની For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૦/ગાથા-૫-૬ પ્રથમ ભૂમિકાથી બહાર આવે છે. આથી ગાથામાં કહ્યું કે પ્રણિધાન આશય પ્રત્યેના સ્નેહ વગર હીન પ્રત્યે દ્વેષ ધરતા તેઓ હેઠા આવે છે. આથી પ્રણિધાન આશય પ્રત્યે સ્નેહવાળા જીવો પ્રણિધાન આશયના અંગભૂત હીન પ્રત્યે દ્વેષના અભાવમાં યત્ન કરે છે. IIપા અવતરણિકા : પૂર્વગાથામાં પ્રણિધાન વગરની ક્રિયા કર્મબંધનું કારણ છે તેમ બતાવ્યું. હવે કોઈ આરાધક જીવો પ્રણિધાનપૂર્વકની ક્રિયા કરીને આત્મહિત સાધતા હોય, આમ છતાં અસ્થિર ભાવને કારણે પ્રવૃત્તિ આશય વગર ક્રિયાઓ કરીને ક્રિયાના વિશેષ ફળને પ્રાપ્ત કરી શકતા નથી, તે બતાવવા અર્થે કહે છે — 33 ગાથા : એક કાજમાં નવિ ધરે રે, વિણ પ્રવૃત્તિ થિર ભાવ રે; જીહાં તિહાં મોઢું ઘાલતાં રે, ધારે ઢોરસ્વભાવ રે. પ્રભુ ! ૬ ગાથાર્થ ઃ સ્થિર ભાવની પ્રવૃત્તિ વગર એક કાજમાં=સેવાતી એક ધર્મ ક્રિયામાં, નવિ ઘરે=ચિત્તને ધારણ કરતા નથી, પરંતુ જ્યાં ત્યાં મોઢું ઘાલતા=પોતે જે ક્રિયા કરે છે તેનાથી અન્ય-અન્ય પ્રવૃત્તિનો વિચાર કરતા, ઢેર સ્વભાવને ધારણ કરે છે. II9 ભાવાર્થ : કેટલાક આરાધક જીવો આત્મકલ્યાણના આશયથી સર્વજ્ઞના વચનના પરમાર્થને જાણવાનો યત્ન કરે છે અને કઈ ક્રિયાઓ કયા પ્રકારના પ્રણિધાન પૂર્વક કરવાથી આત્મકલ્યાણનું કારણ બને છે તેનો સમ્યગ્ બોધ કરીને તે પ્રકારના પ્રણિધાનપૂર્વક તે ક્રિયાઓ કરે છે. આમ છતાં અનાદિના પ્રમાદી સ્વભાવને કારણે ધર્માનુષ્ઠાનની પ્રવૃત્તિમાં ચિત્તને સ્થિર કરવાનો ધૃતિનો પરિણામ નહિ હોવાથી ક્રિયાકાળમાં તે એક ક્રિયામાં જ મનને ધારીને પ્રયત્ન કરતા નથી પરંતુ તે ક્રિયા કરતી વખતે અન્ય અન્ય વિચારો કરીને જ્યાં-ત્યાં મોઢું નાખે છે. For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૦/ગાથા-૬-૭ જેમ ઢોરનો જ્યાં-ત્યાં મોટું નાખવાનો સ્વભાવ છે તેમ મહાકલ્યાણનું કારણ એવી પણ ક્રિયાને જ્યાં-ત્યાં મોટું નાખવાની પ્રવૃત્તિ દ્વારા, તેઓ તે ક્રિયાને પૂર્ણ શાસ્ત્રાનુસારી કરતા નથી, તેથી તે ક્રિયાના યથાર્થ ફળને પ્રાપ્ત કરી શકતા નથી. વસ્તુતઃ ક્રિયા વિષયક યથાર્થ બોધ કર્યા પછી જિનવચનાનુસાર પ્રવૃત્તિ કરવાના આશયરૂપ પ્રવૃત્તિ આશયથી કરાયેલી ક્રિયા યથાર્થ ફળનું કારણ છે. આમ છતાં હું મારી પ્રવૃત્તિ કઈ રીતે પૂર્ણપણે જિનવચનાનુસાર કરું તે પ્રકારના જ્ઞાન વગર કરાયેલી ક્રિયા નિષ્ફળ પ્રાયઃ છે તેથી ક્રિયા વિષયક જ્ઞાનમાં ઉદ્યમ કરવો જોઈએ. IIકા અવતરણિકા : ગાથા-પમાં પ્રણિધાન વગરની ક્રિયા કર્મબંધનું કારણ છે તેમ બતાવ્યું અને ગાથા-૬માં પ્રવૃત્તિ આશય વગરના જીવો કઈ રીતે ધર્મ ક્રિયાઓને વિશિષ્ટ પ્રકારના ફળ વગરની બનાવે છે તે બતાવ્યું. હવે કેટલાક આરાધક જીવો પ્રવૃત્તિ આશયપૂર્વકની ક્રિયા કરીને આત્મહિત સાધતા હોય આમ છતાં ક્રિયામાં વિદ્ગો ઉપસ્થિત થાય અને તેને દૂર ન કરી શકે તો લક્ષ્ય તરફ અવિચ્છિન્ન પ્રયાણ કરી શકે નહિ તે બતાવવા અર્થે કહે છે – ગાથા : વિના વિઘનજય સાધુને રે, નવિ અવિચ્છિન્ન પ્રયાણ રે; કિરિયાથી શિવપુરી હોયે રે, કિમ જાણે અજ્ઞાણ રે? પ્રભુ! ૭ ગાથાર્થ : વિધ્વજય વિના સાધુને મોક્ષમાર્ગમાં અવિચ્છિન્ન પ્રયાણ નથી, ક્રિયાથી શિવપુરની પ્રાપ્તિ થાય છે મોક્ષની પ્રાપ્તિ થાય છે, અજ્ઞાની તે કિમ જાણે અર્થાત્ અજ્ઞાની તે જાણી શકે નહિ. l૭ના ભાવાર્થ - સાધુની સંયમની સર્વ ક્રિયાઓ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના પાલનરૂપ છે અને ‘ત્રણ' ગુપ્તિઓથી ગુપ્ત એવા સાધુ સંસાર ભાવોથી સંવૃત્ત થયેલા છે અને વીતરાગના વચનાનુસાર અસંગભાવમાં જવા માટે ઉદ્યમવાળા છે. તેથી For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૦/ગાથા-૭-૮ ૩૫ તેઓની સર્વ પ્રવૃત્તિ સંસારભાવનું ઉમૂલન કરીને વીતરાગભાવને અનુકૂળ એવા ઉત્તમ ભાવોનું આત્મામાં સંસ્કારરૂપે આધાન કરે છે અને તે સંસ્કારો જેમ જેમ અતિશયિત થાય છે તેમ તેમ સાધુનો સંસાર પરિમિત થાય છે અને તેમનું મોક્ષ તરફનું પ્રયાણ સતત ચાલે છે. તે પ્રમાણમાં આગળમાં બતાવાશે તે પ્રકારના ત્રણ વિદ્ગમાંથી કોઈ પણ વિપ્ન ઉપસ્થિત થાય અને સાધુ તેનો જય ન કરી શકે તો અવિચ્છિન્ન પ્રયાણ થાય નહિ અને વિધ્વરહિત એવી ક્રિયાથી જ મોક્ષરૂપી નગરની પ્રાપ્તિ થાય છે. આ વસ્તુ અજ્ઞાની કઈ રીતે જાણી શકે ? અર્થાત્ જાણી શકે નહિ માટે ગાથા-૧માં કહ્યું તેમ ભગવાનના વચનના પરમાર્થના જ્ઞાન વગરની કરાતી ક્રિયામાં દોષ છે અને તે દોષોથી કર્મબંધ થાય છે માટે ક્રિયાના ફળના અર્થીએ સમ્યમ્ ક્રિયાની નિષ્પત્તિના ઉપાયભૂત સમ્યગુજ્ઞાનમાં ઉદ્યમ કરવો જોઈએ. IIળા અવતરણિકા - પૂર્વગાથામાં કહ્યું કે વિધ્વજય કર્યા વિના સાધુ મોક્ષમાર્ગમાં અવિચ્છિન્ન પ્રયાણ કરી શકે નહિ. તેથી હવે સાધુને પ્રાપ્ત થતા ત્રણ પ્રકારના વિધ્ય બતાવે છે – ગાથા : શીતતાપમુખ વિઘન છે રે, બાહિર અન્નાર વ્યાધિ રે; મિથ્યાદર્શન એહની રે, માત્રા મૃદુમધ્યાધિ રે. પ્રભુ ! ૮ ગાથાર્થ - બાહિર=બાહ્ય શીતતાપ પ્રમુખ વિપ્ન છે, અંતર-શરીરની અંદરમાં. વ્યાધિ વિજ્ઞ છે, મિથ્યાદર્શન વિપ્ન છે, એહની રે=“ત્રણ પ્રકારના વિમ્બ બતાવ્યા એહની રે મૃદુમધ્યાધિ રે મૃદુ અર્થાત્ જઘન્ય, મધ્ય અર્થાત્ મધ્યમ, અધિ અર્થાત્ ઉત્કૃષ્ટ માત્રા છે. III ભાવાર્થ : સુસાધુ ભગવાનના વચનના પરમાર્થનો બોધ કરીને સતત ભગવાનના વચનાનુસાર ઉચિત પ્રવૃત્તિ કરીને અંતરંગ રીતે સમભાવના પરિણામની વૃદ્ધિ For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૬ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન-ઢાળ-૧૦/ગાથા-૮ કરતા હોય છે અને બહિરંગ રીતે તે સમભાવની વૃદ્ધિને અનુકૂળ મન-વચનકાયાની ઉચિત પ્રવૃત્તિ કરતા હોય છે. આમ છતાં આદ્ય ભૂમિકાવાળા મહાત્મા તે પ્રવૃત્તિ કરવામાં અતિ સુઅભ્યસ્ત નથી, તેથી અતિઠંડી કે અતિ ગરમીરૂપ વિપ્ન ઉપસ્થિત થાય અને તેનું નિવારણ ન કરી શકે તો તેઓ બાહ્ય ક્રિયા કરતા હોય તોપણ તે ક્રિયાના આલંબનના બળથી અંતરંગ સમભાવની વૃદ્ધિને અનુકૂળ યત્ન કરી શકતા નથી. તેથી તે ભૂમિકામાં શીત, તાપાદિ વિનને યથાર્થ જાણીને કઈ રીતે દૂર કરવા જોઈએ તેનો જેને બોધ નથી તે સાધુ વિધ્વજય કરીને મોક્ષમાર્ગમાં અવિચ્છિન્ન પ્રયાણ કરી શકે નહિ. તેથી જઘન્ય એવા શીત તાપાદિ ક્યારે વિઘ્નરૂપ છે અને ક્યારે સંયમના ભાવની વૃદ્ધિના અંગભૂત છે તેનો યથાર્થ બોધ કરીને જે સાધુ તે વિઘ્નનો પરિહાર કરી શકે છે તે સાધુ મોક્ષમાર્ગમાં અવિચ્છિન્ન પ્રયાણ કરી શકે છે. જેમ કોઈક સાધુ શીત તાપાદિ સહન કરીને જ નિર્લેપતાની વૃદ્ધિ કરી શકતા હોય તેઓને શીતતાપાદિ વિઘ્ન નથી પરંતુ સંયમની વૃદ્ધિના અંગભૂત અવયવો છે. આથી જ સુસાધુઓ ઉનાળામાં તડકામાં રહીને ધ્યાન કરતા હોય છે અને શિયાળામાં તડકો ન હોય તેવા સ્થાનમાં ધ્યાન કરતા હોય છે. વળી, જે સાધુઓની તે ભૂમિકા નથી તેઓને બાહ્ય શીત તાપાદિ વિઘ્ન અંતરંગ યોગમાર્ગની પ્રવૃત્તિના સુદઢ વ્યાપારને સ્કૂલના કરે છે, ત્યારે તે મહાત્માઓ આ શીત તાપાદિ મારા સ્વરૂપના બાધક નથી એ પ્રકારની ભાવનાથી આત્માની અંતરંગ શક્તિને ઉલ્લસિત કરે છે. જેથી અંતરંગ પ્રવૃત્તિમાં બાધ કરતા તે શીત તાપાદિ વિદ્યમાન હોવા છતાં વિઘ્નરૂપ બનતા નથી અને તે પ્રકારની ભાવનાથી પણ જે મહાત્માઓ અંતરંગ પ્રવૃત્તિમાં શીત તાપાદિને કારણે સ્કૂલના પામે છે તેઓ ઉચિત બાહ્ય ઉપાય દ્વારા પણ વિપ્નનું નિવારણ કરીને અંતરંગ યોગમાર્ગને સુરક્ષિત કરે છે અને જેઓને તેવો બોધ નથી તેવા સાધુઓ શીત તાપાદિ વિપ્ન છે તેમ માનીને તેને દૂર કરે છે અને શાતાના અર્થી એવા તેઓ સંયમના પરિણામથી રહિત થઈને બાહ્ય સંયમની ક્રિયાઓ કરે છે, તેથી તેઓની સંયમની ક્રિયા પણ સમભાવની વૃદ્ધિનું કારણ બનતી નથી. For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩૭ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૦/ગાથા-૮ વળી, કેટલાક સાધુઓ પોતાની શક્તિનું સમાલોચન કર્યા વગર શીત તાપાદિને સહન કરે છે અને તેના દ્વારા અંતરંગ યત્નમાં ખલના પામેલા એવા તે સાધુઓ શાસ્ત્રવચનના બળથી આત્માને ભાવિત કરી શકતા નથી અને માત્ર બાહ્ય કષ્ટ વેઠીને સંતોષ માને છે પરંતુ યોગમાર્ગની પ્રવૃત્તિના વ્યાઘાતક એવા તે શીત તાપાદિ મહાત્માના કલ્યાણનું કારણ બનતા નથી. માટે જઘન્યવિનના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન અને ઉચિત રીતે તેનો પરિહાર કરવાથી સાધુને મોક્ષમાર્ગમાં અવિચ્છિન્ન પ્રયાણની પ્રાપ્તિ થાય છે. વળી, જેમ શીત તાપાદિ બાહ્ય વિપ્ન છે માટે જઘન્ય વિઘ્ન છે તેમ શરીરની અંદરમાં વ્યાધિ ઉત્પન્ન થાય તે મધ્યમ વિપ્ન છે અને જે સાધુ મધ્યમ વિપ્ન ક્યારે વિઘ્નરૂપ છે અને ક્યારે નિર્જરામાં સહાયક છે તેનો યથાર્થ નિર્ણય કરીને તે વિઘ્નનો પરિહાર કરે તો મોક્ષમાર્ગમાં અંતરંગ રીતે અવિચ્છિન્ન પ્રયાણ કરી શકે. આથી જ વિવેકી સાધુ શરીરમાં વ્યાધિ થાય અને તે વ્યાધિ તેમના અંતરંગ વીર્ય વ્યાપારને વિજ્ઞભૂત ન થાય તો સનતકુમાર ચક્રવર્તીની જેમ તે વ્યાધિને દૂર કરવાની શક્તિ હોવા છતાં દૂર કરતા નથી, પરંતુ વ્યાધિને સહન કરીને સંયમના કંડકોની વૃદ્ધિ કરે છે. વળી, જે સાધુઓ તેવા સામર્થ્યવાળા નથી તેઓ પ્રાપ્ત થયેલી અંતરંગ વ્યાધિથી સ્કૂલના પામેલા યોગમાર્ગમાં સુદઢ વ્યાપાર કરી શકતા નથી અને તેવા મહાત્માઓ ઔષધથી પણ વ્યાધિને દૂર કરવા યત્ન કરે છે અને નિકાચિત કર્મ હોય અને રોગ ન મટે તો આ વ્યાધિ મારા આત્માને બાધક નથી, દેહને બાધક છે ઇત્યાદિ ભાવનાઓ વડે વ્યાધિ પ્રત્યે ઉપેક્ષાવાળા થઈને અંતરંગ ઉદ્યમ કરવા પ્રયાસ કરે છે. વળી, જેઓને તેવો બોધ નથી તેઓ મધ્યમ વિપ્ન પ્રાપ્ત થાય ત્યારે યોગમાર્ગના પ્રમાણમાં થતા ભંગનું નિવારણ કરી શકતા નથી માટે સમ્યજ્ઞાનથી કરાયેલી ક્રિયા મોક્ષનું કારણ છે એમ પ્રથમ ગાથામાં કહેલ છે. વળી, જેમ દેહમાં થયેલ અંતરંગ વ્યાધિ મધ્યમ વિપ્ન છે તેમ આત્માને સંયમની ક્રિયાઓ દ્વારા કઈ રીતે સમભાવની વૃદ્ધિ કરવી એ પ્રકારના અંતરંગ યત્નમાં મોહ ઉત્પન્ન થાય તે દિગ્યોહ તુલ્ય મિથ્યાદર્શનરૂપ ઉત્કૃષ્ટ વિઘ્ન છે અને આ વિપ્નની પ્રાપ્તિ થવાથી સાધુ સંયમની બાહ્ય ક્રિયાઓ સારી રીતે સેવતા હોય તોપણ અંતરંગ ઉચિત દિશામાં ગમનનો અભાવ થવાથી પ્રયાણભંગ For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૮ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન|ઢાળ-૧૦/ગાથા-૮-૯ થાય છે. તેથી જે સાધુ ત્રણેય વિદ્ગોના યથાર્થ સ્વરૂપને જાણીને તેના નિવારણ માટે યત્ન કરે તો મોક્ષમાર્ગમાં અવિચ્છિન્ન પ્રયાણ થઈ શકે માટે જ્ઞાન વગરની ક્રિયાથી કર્મબંધ છે તેમ ગાથા-૧માં કહેલ છે. અહીં શીત તાપાદિ બાહ્ય છે માટે જઘન્ય વિજ્ઞ છે, વ્યાધિ દેહમાં થનાર હોવાથી મધ્યમ વિપ્ન છે અને મિથ્યાદર્શનનો પરિણામ સાક્ષાત્ આત્મામાં થનાર હોવાથી ઉત્કૃષ્ટ વિઘ્ન છે. III અવતરણિકા : પૂર્વગાથામાં યોગમાર્ગમાં પ્રયાણ કરતા સાધુને ત્રણ પ્રકારના વિધ્યો પ્રાપ્ત થાય છે તે બતાવ્યા. હવે તે ત્રણેય વિધ્યોનો કઈ રીતે જય થઈ શકે તે બતાવતાં કહે છે – ગાથા : આસનઅશનજયાદિકે રે, ગુરુયોગે જય તાસ રે; વિઘનજર એ નવિ ટકે રે, વિગર જ્ઞાન અભ્યાસ રે. પ્રભુ! ૯ ગાથાર્થ : આસનમુશનજયાદિકે રે, ગુરુયોગે જય તાસ રે=આસનજયાદિથી જઘન્ય વિઘ્નનો જય થાય છે અશનજયાદિથી મધ્યમ વિપ્નનો જય થાય છે અને ગુરુયોગથી ઉત્કૃષ્ટ વિઘ્નનો જય થાય છે એ વિઘનજોર-એ વિપ્નનું જોર, જ્ઞાનના અભ્યાસ વગર ટળે નહિ. II૯ll ભાવાર્થ - ગાથા-૭માં ગ્રંથકારશ્રીએ કહેલ કે વિધ્વજય વગર સાધુને મોક્ષમાર્ગમાં અવિચ્છિન્ન પ્રયાણ ઘટે નહિ અને ગાથા-૮માં મોક્ષમાર્ગમાં આવતા “ત્રણ” પ્રકારના વિદ્ગ બતાવ્યા. હવે તે ત્રણ પ્રકારના વિપ્નના જયનો ઉપાય બતાવતાં કહે છે. શીત તાપાદિરૂપ જઘન્ય વિજ્ઞથી સાધુની યોગમાર્ગની પ્રવૃત્તિ સ્કૂલના પામતી હોય તો સાધુએ આસનજયાદિમાં યત્ન કરવો જોઈએ. અંતર વ્યાધિરૂપ મધ્યમ વિપ્નથી સાધુની યોગમાર્ગની પ્રવૃત્તિ સ્કૂલના પામતી હોય તો અશન જયાદિમાંકઆહારના ત્યાગ આદિમાં યત્ન કરવો જોઈએ. મિથ્યાદર્શનરૂપ For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન|ઢાળ-૧૦/ગાથા-૯-૧૦ ૩૯ ઉત્કૃષ્ટ વિપ્નથી સાધુની યોગમાર્ગની પ્રવૃત્તિ સ્કૂલના પામતી હોય તો ગુરુયોગમાં યત્ન કરવો જોઈએ. આ ત્રણેય પ્રકારના વિદ્ગોનું જોર જ્ઞાનના અભ્યાસ વગર થઈ શકે નહિ. આશય એ છે કે માત્ર આસન જય કરીને શીત તાપાદિના પરિહારથી મોક્ષમાર્ગમાં અવિચ્છિન્ન પ્રયાણ થતું નથી, પરંતુ જ્ઞાનનો અભ્યાસ કરીને આત્માને શ્રુતથી વાસિત કરવામાં આવે અને શ્રુતાનુસારી ક્રિયાઓ કરવામાં આવે તો મોક્ષમાર્ગમાં અવિચ્છિન્ન પ્રયાણ થાય છે અને આ પ્રકારે અવિચ્છિન્ન પ્રયાણ કરતા સાધુને જઘન્ય વિઘ્ન ઉપસ્થિત થાય તો શાસ્ત્ર વિધિ અનુસાર આસનજયાદિ કરીને યોગમાર્ગમાં સ્કૂલના પામતી પ્રવૃત્તિને દૂર કરી શકે. વળી, સાધુ જ્ઞાન અભ્યાસ દ્વારા મોક્ષમાર્ગમાં પ્રયાણ કરતા હોય અને શરીરમાં અસહ્ય વ્યાધિ થાય તો તે પ્રયત્ન સ્કૂલના પામે છે ત્યારે સાધુ આહારાદિનો ત્યાગ કરીને કે અન્ય ઔષધાદિનો ઉપાય સેવીને કે આત્માને ભાવનાઓથી ભાવિત કરીને તે વિનને દૂર કરે તો મોક્ષમાર્ગમાં અવિચ્છિન્ન પ્રયાણ થાય. વળી, સુસાધુને કઈ રીતે ઉચિત પ્રવૃત્તિ કરવી જોઈએ અને તે ઉચિત પ્રવૃત્તિ દ્વારા કઈ રીતે અંતરંગ મોહનો નાશ કરવો જોઈએ તે વિષયમાં દિગ્યોહ તુલ્ય મિથ્યાત્વના ઉદય કૃત ઉત્કૃષ્ટ વિદ્ધ પ્રાપ્ત થાય તો ગુરુના યોગથી યથાર્થ બોધ કરીને તે વિઘ્નનો જય સાધુ કરી શકે. માટે વિધ્વજયના અર્થીએ જ્ઞાનમાં ઉદ્યમ કરવો જોઈએ જેથી તેની ક્રિયા મોક્ષનું કારણ બને. ll ll અવતરણિકા : જ્ઞાન વગરની ક્રિયામાં થતા દોષથી કર્મબંધ થાય છે તેમ ગાથા-૨માં કહેલ અને જ્ઞાન પ્રાપ્તિ કરવાથી પ્રણિધાન આશય આવે છે અને તે પ્રણિધાન આશય વગર ક્રિયામાં દોષ છે તે ગાથા-પમાં કહેલ. વળી, જ્ઞાનની પ્રાપ્તિ કરવાથી પ્રણિધાન કરતા પણ વિશુદ્ધ એવો પ્રવૃત્તિ આશય પ્રગટે છે અને તે પ્રવૃત્તિ આશય વગર ક્રિયામાં દોષ છે તે ગાથા-૬માં કહેલ. વળી, કોઈ સાધુ જ્ઞાનનો અભ્યાસ કરીને પ્રણિધાન આશયપૂર્વક મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ કરતા હોય અને ક્રમે કરીને પ્રવૃત્તિ આશયને પામ્યા હોય તો મોક્ષમાર્ગમાં અવિચ્છિન્ન પ્રયાણ કરી શકે છે. પરંતુ વિપ્નોની For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૦ શ્રી સીમંધરસ્વામીનું ૩પ૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૦/ગાથા-૧૦ ઉપસ્થિતિ થાય તો તે મહાત્માનું મોક્ષમાર્ગમાં થતું પ્રયાણ ખૂલતા પામે છે તેથી વિધ્વજયનું જ્ઞાન ન હોય તો મોક્ષમાર્ગની પ્રવૃત્તિ સખ્યમ્ થઈ શકે નહિ તેમ ગાથા-૭માં બતાવી, ગાથા-૮માં મોક્ષમાર્ગની પ્રવૃત્તિમાં આવતા ત્રણ પ્રકારના વિદ્ગો બતાવ્યા અને ગાથા-૯માં તે વિધ્વજયનો ઉપાય બતાવ્યો. આ રીતે સમ્યજ્ઞાનપૂર્વક કોઈ સાધુ વિધ્વજય કરે તો તેનું મોક્ષમાર્ગમાં અવિચ્છિ ન પ્રયાણ થાય અને તે મોક્ષમાર્ગની પ્રવૃત્તિથી ક્રમે કરીને તે મહાત્માને સિદ્ધિનો આશય પ્રગટે અને જે મહાત્માને સિદ્ધિનો આશય ન પ્રગટે તે મહાત્મા કેવા ભાવો કરી શકે નહિ તે બતાવવા અર્થે કહે છે – ગાથા : વિનય અધિકગુણ સાધુનો રે, મધ્યમનો ઉપગાર રે; સિદ્ધિ વિના હોવે નહિ રે, કૃપા હીનની સાર રે. પ્રભુ ! ૧૦ ગાથાર્થ : અધિક ગુણવાળા સાધુનો વિનય, મધ્યમગુણવાળા જીવોનો ઉપકાર અને હીનગુણવાળા પ્રત્યે કૃપા સિદ્ધિ વગર=સિદ્ધિ આશય વગર, થાય નહિ. II૧૦ll ભાવાર્થ : કોઈ સાધુ પ્રવૃત્તિ આશયપૂર્વક મોક્ષમાર્ગમાં પ્રયાણ કરતા હોય ત્યારે કંઈક સ્મલનાઓ થતી હોય તે સ્કૂલનાઓનું નિવારણ કરીને મોક્ષમાર્ગમાં અવિચ્છિન્ન પ્રયાણ કરે છે અને તે પ્રમાણમાં વિઘ્નો આવે તો તેને દૂર કરે તો અવિચ્છિન્ન પ્રયાણ ચાલુ રહે અને તે અવિચ્છિન્ન પ્રયાણ દ્વારા જ્યારે સિદ્ધિ આશય આવે ત્યારે તે સાધુને સંયમનો પરિણામ પ્રકૃતિરૂપે સિદ્ધ બને છે. જેમ બળભદ્ર મુનિ સિદ્ધિ આશયવાળા હતા, તેથી જંગલમાં હિંસક પ્રાણીઓ પણ તેમના સાનિધ્યમાં હિંસાનો ત્યાગ કરનારા થતા હતા અને તેવો સિદ્ધિનો આશય જ્ઞાન વગરની ક્રિયાથી પ્રગટે નહિ અને સિદ્ધિનો આશય આવે નહિ ત્યાં સુધી પ્રસ્તુત ગાથામાં બતાવેલ ત્રણ ભાવો પ્રગટ થાય નહિ. (૧) અધિક ગુણવાળા સાધુ પ્રત્યે વિનયનો પરિણામ (૨) મધ્યમગુણવાળા જીવો પ્રત્યે ઉપકારનો પરિણામ For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪૧ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૦/ગાથા-૧૦-૧૧ (૩) હીનગુણવાળા જીવો પ્રત્યે કૃપાનો પરિણામ સિદ્ધિ આશય વગર પ્રગટે નહિ. અને આ ત્રણ પરિણામો પ્રગટ થવાથી જ યોગી મહાત્મા જેવા બને છે. આવા ઉત્તમ ભાવોની પ્રાપ્તિ અર્થે જ્ઞાનપૂર્વકની ક્રિયા કરવી જોઈએ. ॥૧૦॥ અવતરણિકા : જ્ઞાન વગરની ક્રિયાઓ કરવામાં આવે તો પ્રણિધાન આદિના ક્રમથી સિદ્ધિ આશય પ્રગટે નહિ અને સિદ્ધિ આશય પછી વિનિયોગ નામનો આશય પ્રગટે છે, જેનાથી જન્માંતરમાં અવિચ્છિન્ન યોગમાર્ગની સંતતિ પ્રાપ્ત થાય છે. આવો શ્રેષ્ઠ વિનિયોગ આશય ન પ્રગટ થાય તો શું પ્રાપ્ત ન થાય ? તે બતાવવા અર્થે કહે છે – ગાથા : વિણ વિનિયોગ ન સમ્ભવે રે, પરને ધર્મે યોગ રે; તેહ વિના જન્માન્તરે રે, નહિ સંતતિસંયોગ રે. પ્રભુ ! ૧૧ ગાથાર્થ ઃ વિનિયોગ વિણ=વિનિયોગ આશય વગર, પરને-યોગ્ય જીવોને, ધર્મમાં યોગ=યોજન, સંભવે નહિ અને તેના વગર=વિનિયોગ આશયથી બીજાને ધર્મમાં યોજન વગર, જન્માંતરમાં સંતતિનો સંયોગ થાય નહિ=પોતાને પ્રવાહરૂપે શ્રેષ્ઠ શ્રેષ્ઠતર એવા ધર્મનો સંયોગ થાય નહિ. I[૧૧]I ભાવાર્થ: સદનુષ્ઠાન કરનારા જીવો સમ્યજ્ઞાનપૂર્વક ક્રિયાઓ કરે તો પ્રણિધાનાદિ આશયના ક્રમથી સિદ્ધિ આશયને પામ્યા પછી પોતાને સિદ્ધ થયેલું અનુષ્ઠાન અન્યને નિષ્પન્ન કરાવવાના અધ્યવસાયવાળા થાય છે ત્યારે વિનિયોગ આશયપૂર્વક અન્યને તે ધર્મનો યોગ કરાવે છે. ઉત્તમ એવા વિનિયોગ આશયપૂર્વક અન્યમાં ધર્મનો યોગ કરવામાં આવે તો તેનાથી પ્રકૃષ્ટ પુણ્ય બંધાય છે અને તે વખતે આત્મામાં પરનું હિત કરવાના શુભ અધ્યવસાયના સંસ્કારો આધાન થાય છે. આ સંસ્કારોના બળથી મહાત્માને જન્માંતરમાં તે ઉત્તમ ધર્મની સંતતિનો યોગ For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૨ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૦/ગાથા-૧૧-૧૨ થાય છે, જેના બળે શીઘ્ર પ્રકૃષ્ટ ધર્મને પામીને તે મહાત્મા સંસારનો અંત કરે છે. હવે જો સમ્યગ્નાનપૂર્વક ક્રિયાઓ કરવામાં ન આવે તો પ્રણિધાનાદિ આશયના ક્રમથી વિનિયોગ આશયની પ્રાપ્તિ થાય નહિ તેથી પ૨ને ધર્મમાં યોજન કરવાની પ્રવૃત્તિનો સંભવ રહે નહિ અને તેના વગર જન્માંતરમાં ઉત્તમ ધર્મની સંતતિ પ્રાપ્ત થાય નહિ. માટે મોક્ષના અર્થી જીવે જ્ઞાનપૂર્વક ક્રિયાઓ કરવામાં યત્ન કરવો જોઈએ. II૧૧॥ અવતરણિકા : જ્ઞાન વગર ક્રિયાઓ કરવાથી પ્રણિધાનાદિ આશયો થાય નહિ. તેથી તે ક્રિયાઓ મોક્ષનું કારણ બને નહિ તેમ અત્યાર સુધી બતાવ્યું. હવે અજ્ઞાનને કારણે ક્રિયાઓમાં ખેદાદિ આઠ દોષોની પ્રાપ્તિ થાય છે તે ક્રમસર બતાવે છે - 51121: કિરિયામાં ખેદે કરી રે, દૃઢતા મનની નાંહિ રે; મુખ્યહેતુ તે ધર્મનો, જિમ પાણી કૃષિમાંહિ રે. પ્રભુ ! ૧૨ ગાથાર્થ : ક્રિયામાં ખેદે કરી=ખેદ દોષને કારણે, મનની દૃઢતા આવે નહિ, તે=મનની દૃઢતારૂપ પ્રણિધાન આશય, ધર્મનો મુખ્યહેતુ છે જેમ ખેતીમાં પાણી. II૧૨૩ ભાવાર્થ : કોઈ જીવો આત્મકલ્યાણ અર્થે તત્પર થયા હોય અને ધર્મના અનુષ્ઠાનો સેવતા હોય પરંતુ આ ધર્મ અનુષ્ઠાનો કયા કયા દોષોથી રહિત સેવવા જોઈએ એનું જ્ઞાન ન હોય તો ખેદ દોષથી અનુષ્ઠાન સેવે છે અને તેથી તેનું અનુષ્ઠાન નિષ્ફળ જાય છે, તે બતાવતાં કહે છે - ક્રિયામાં ખેદદોષને કારણે આત્મામાં ઉત્તમ સંસ્કારોને આધાન કરવાને અનુકૂળ મનની દઢતા વગરની ક્રિયા છે અને ક્રિયાની પ્રવૃત્તિ દ્વારા આત્મામાં ધર્મને નિષ્પન્ન કરવા પ્રત્યે મનની દૃઢતા મુખ્ય હેતુ છે. જેમ ખેતીની પ્રવૃત્તિ કર્યા પછી પાણી સિંચન કરવામાં ન આવે તો For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન,ઢાળ-૧૦/ગાથા-૧૨-૧૩ ૪૩ ફળની પ્રાપ્તિ થાય નહિ. તેથી જેમ ખેતીની ક્રિયાથી ફળની પ્રાપ્તિ પ્રત્યે પાણી મુખ્ય હેતુ છે તેમ સદનુષ્ઠાનની ક્રિયાથી આત્મામાં ધર્મ નિષ્પત્તિ પ્રત્યે મનની દૃઢતા મુખ્ય હેતુ છે. માટે ખેડદોષના પરિહારપૂર્વક ક્રિયા કરવી જોઈએ. II૧રશા અવતરણિકા – અજ્ઞાતને કારણે ક્રિયામાં થતા ખેદ દોષથી થતો અનર્થ બતાવ્યો. હવે અજ્ઞાનને કારણે ઉદ્વેગદોષથી થતો અનર્થ બતાવે છે – ગાથા - બેઠા પણ જે ઉપજે રે, કિરિયામાં ઉદ્વેગ રે; યોગદ્વેષથી તે ક્રિયા રે, રાજવેઠ સમ વેગ રે. પ્રભુ ! ૧૩ ગાથાર્થ : બેઠા પણ ક્રિયાનો પ્રારંભ કર્યા પછી પણ, જે ક્રિયામાં ઉદ્વેગ ઉપજે છે તે ક્રિયા યોગ દ્વેષથી રાજવેઠ સમાન વેગ રે પ્રવૃત્તિવાળી થાય છે. ll૧all ભાવાર્થ : સદનુષ્ઠાનની પ્રવૃત્તિના પ્રારંભથી જે ક્રિયામાં મનની દઢતા વગર પ્રવૃત્તિ થાય છે તે ક્રિયામાં ખેદદોષ છે અને આ પ્રવૃત્તિ મારા કલ્યાણનું કારણ છે તેથી મારે આ પ્રવૃત્તિ સમ્યગુ રીતે કરીને આત્મામાં ધર્મ નિષ્પન્ન કરવો છે તેવા સંકલ્પપૂર્વક ક્રિયાનો પ્રારંભ થાય ત્યારે તે ક્રિયામાં મનની દૃઢતા હોવાથી ખેદદોષ નથી, પરંતુ તે ક્રિયા દ્વારા આત્મામાં ધર્મ નિષ્પન્ન કરવાનો પ્રણિધાન આશય છે. આમ છતાં તે ક્રિયાનો પ્રારંભ કર્યા પછી આ ક્રિયાથી આત્મામાં ધર્મ નિષ્પન્ન કરવો અતિકઠિન છે એ પ્રકારે “કષ્ટ સાધ્યતા જ્ઞાન જન્ય આળસ” પેદા થાય છે તે ક્રિયામાં ઉગદોષ છે. તેથી મનની દૃઢતાપૂર્વક પ્રારંભ કરાયેલી પણ તે ક્રિયા ઉગદોષને કારણે મનની દૃઢતા વગરની થાય છે અને તે વખતે તે ક્રિયાથી જે ધર્મ નિષ્પન્ન કરવો છે તેના પ્રત્યે અરુચિ થાય છે, જે યોગના શ્રેષરૂપ છે અને તેના કારણે તે ક્રિયા રાજવેઠની જેમ થાય છે અર્થાત્ રાજાની આજ્ઞા છે માટે કરવાનું છે એ પ્રકારના પ્રણિધાનથી જેમ સંસારનું કૃત્ય For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૪ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૦/ગાથા-૧૩-૧૪ થાય છે, પરંતુ સ્વરુચિથી તે કૃત્ય થતું નથી તે કૃત્યને રાજવેઠ કહેવામાં આવે છે. તેમ સ્વીકારેલું ધર્માનુષ્ઠાન પણ આ અનુષ્ઠાન મેં સ્વીકારેલું છે માટે કરવું જોઈએ. પરંતુ જે રીતે તે અનુષ્ઠાન કરવાનું છે તે પ્રકારની રૂચિથી અનુષ્ઠાન થતું નથી અને તેવું રાજવેઠ જેવું અનુષ્ઠાન ગુણ નિષ્પત્તિનું કારણ બને નહિ. ઉગદોષ વગર કરાયેલું અનુષ્ઠાન જ ગુણ નિષ્પત્તિનું કારણ બને માટે ક્રિયાના દોષોનું યથાર્થ સ્વરૂપ જાણીને દોષના પરિહારપૂર્વક ક્રિયા કરવી જોઈએ. II૧૩ અવતરણિકા :વળી, અજ્ઞાનને કારણે ક્રિયામાં થતા ભ્રાંતિદોષતા અનર્થને બતાવે ગાથા : ભ્રમથી જેહ ન સાંભરે રે, કાંઈ અકૃત-કૃત-કાજ રે; તેહથી શુભક્રિયાથકી રે, અર્થવિરોધી અકાજ રે. પ્રભુ ! ૧૪ ગાથાર્થ : ભ્રમથીeભ્રમદોષથી, જેહ કાંઈ જે કંઈ કૃત્ય પોતે કરે છે, તે અકૃતકૃત કાજ ન સાંભરે મારું આ કાર્ય અકૃત છે કે કૃત છે તે સ્મૃતિમાં આવે નહિ, તેહથી ભ્રમદોષથી, શુભક્રિયાથકી શુભ અનુષ્ઠાનના સેવનથી, અર્થ વિરોધી અકાજ રે તે અનુષ્ઠાનથી નિષ્પન્ન કરવાના ઉત્તમ સંસ્કારોરૂપ અર્થના વિરોધી એવા સંસ્કારના અભાવરૂપ અકાજ થાય. II૧૪TI ભાવાર્થ : જ્ઞાન વગરની ક્રિયામાં ભ્રમદોષ થાય છે અને તેનાથી શું ફળ મળે છે તે બતાવતાં કહે છે – કોઈ મહાત્મા શાસ્ત્રાનુસારી શુભ અનુષ્ઠાન સેવવા માટેના પ્રણિધાન આશયપૂર્વક ક્રિયા કરતા હોય. આમ છતાં ક્રિયાકાળમાં ઉપયોગની અતિશયિતા ન વર્તતી હોય તો પોતે જે ક્રિયા કરી તેનું પાછળમાં સ્મરણ રહેતું નથી અને યાદ કરવા પ્રયત્ન કરે તો આ કાર્ય કૃત છે કે આ કાર્ય અમૃત છે તે For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૦/ગાથા-૧૪-૧૫ ૪૫ સ્મરણમાં આવતું નથી, તે ક્રિયા ભ્રમ દોષવાળી છે. જેમ ચૈત્યવંદન સૂત્ર બોલતી વખતે રોજના અભ્યાસ અનુસાર “નમુન્થુણં સૂત્ર” બોલાતું હોય અને તે સૂત્રના દરેક પદોમાં અને અર્થોમાં દૃઢ ઉપયોગ ન હોય તો ક્રમ પ્રમાણે તે સૂત્ર પૂર્ણ બોલાયું હોય છતાં પોતે ‘તિન્દ્રાણં તારયાણં' આદિ પદો બોલીને “ભગવાન સંસારથી તરેલા છે અને તરવાના અર્થી એવા જીવોને તારનારા છે” તે પ્રકારના શબ્દો પોતે બોલ્યા છે કે નહિ તેની સ્મૃતિ પાછળથી ક૨વામાં આવે તો સ્મૃતિ થાય નહિ તેથી તે ભ્રમ દોષવાળી ક્રિયા થાય છે. ભ્રમ દોષવાળી શુભ ક્રિયાથી જે ઉત્તમ સંસ્કારોરૂપ અર્થ આત્મામાં નિષ્પન્ન કરવાનો હતો તેનાથી વિરોધી એવા ઉત્તમ સંસ્કારના અભાવરૂપ અકાર્ય આત્મામાં નિષ્પન્ન થાય છે. તેથી અજ્ઞાનને કારણે વર્તતા ભ્રમ દોષવાળી ક્રિયાથી ઉપશાંત ચિત્ત નિષ્પન્ન થતું નથી, પરંતુ પ્રમાદી ચિત્તના સંસ્કારો પડે છે તેથી કર્મબંધની પ્રાપ્તિ થાય છે, માટે સમ્યજ્ઞાનપૂર્વક ક્રિયા કરવી જોઈએ. ૧૪|| અવતરણિકા : વળી, અજ્ઞાનને કારણે ક્રિયામાં થતા ઉત્થાનદોષના અનર્થને બતાવે છે - ગાથા : શાન્તવાહિતા વિણ હુએ રે, જે યોગે ઉત્થાન રે; ત્યાગયોગ છે તેહથી રે, અણછંડાતુ ધ્યાન રે. પ્રભુ ગાથાર્થ : શાંતવાહિતા વગર જે યોગમાં=ધર્મ અનુષ્ઠાનમાં, ઉત્થાન હુએ=ઉત્થાન દોષ થાય, તેથી અણદંડાતુ ત્યાગયોગ ધ્યાન છે=ઉત્થાન દોષથી નહિ ત્યાગ કરાતું અર્થાત્ સેવન કરાતું ત્યાગયોગ્ય ધ્યાન છે=અનુષ્ઠાનની પ્રવૃત્તિ છે. ।।૧૫।। ભાવાર્થ : કોઈપણ અનુષ્ઠાન સ્વીકારવાને અનુરૂપ ચિત્તમાં શાંતરસ હોય તો તે શાંતરસવાળા મહાત્મા તે અનુષ્ઠાન દ્વારા વિશેષ પ્રકારના સંવેગના પરિણામનો For Personal & Private Use Only ! ૧૫ Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૬ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવનઢાળ-૧૦/ગાથા-૧૫ અનુભવ કરે છે. તેથી તેવા મહાત્માઓ સ્વભૂમિકા અનુસાર અનુષ્ઠાન સેવીને ઉત્તર ઉત્તરના ગુણસ્થાનકની પ્રાપ્તિ કરે છે. પરંતુ જે મહાત્માના ચિત્તમાં જે અનુષ્ઠાન સ્વીકારવા તે તત્પર થયા છે તેને અનુરૂપ કષાયોનો ઉપશમ થયેલો ન હોય તો, ચિત્તમાં શાંતવાહિતા નહિ હોવાથી, તે ક્રિયા દ્વારા તે મહાત્મા સંવેગની વૃદ્ધિ કરી શકતા નથી. તેથી તેઓ ક્રિયા કરે છે તોપણ ચિત્ત ઉત્થાનદોષવાળું છે અર્થાત્ તે ક્રિયાના ભાવોને સ્પર્શે તેવા પરિણામવાળું નથી; પરંતુ તે ક્રિયા માત્ર થાય તેવા ઉત્થાન પરિણામવાળું છે. આ રીતે ઉત્થાનદોષનું સ્વરૂપ બતાવ્યા પછી તે ઉત્થાનદોષથી થતી ધર્મની પ્રવૃત્તિ કેવી છે તે ગાથાના ઉત્તરાર્ધથી સ્પષ્ટ કરે છે. કોઈ મહાત્માએ સંયમ ગ્રહણ કરેલું હોય અને ચિત્ત ઉત્થાન દોષવાળું હોય તો સંયમની ક્રિયામાંથી સંવેગના માધુર્યની પ્રાપ્તિ થતી નથી. આમ છતાં પોતે સાધુવેશ ગ્રહણ કર્યો છે તેથી ઘેર જતા લજ્જા આવે છે માટે તે સંયમની ક્રિયા તે મહાત્માથી અણછેડાતી છે, તોપણ તે ક્રિયા ઉત્થાન દોષને કારણે ત્યાગ યોગ્ય છે; કેમ કે સંયમવેશમાં રહીને ચિત્ત સંયમની પ્રવૃત્તિમાંથી ધર્મ નિષ્પન્ન ન કરી શકે તો વિધિપૂર્વક શ્રાવકધર્મ સ્વીકારીને શ્રાવકના ઉચિત આચારો દ્વારા ધર્મની નિષ્પત્તિ કરવી જોઈએ, તેથી તેવા જીવ માટે તે સંયમની ક્રિયા ત્યાગ યોગ્ય છે. અહીં ધ્યાન શબ્દ તે સેવાતા અનુષ્ઠાનની પ્રવૃત્તિનો વાચક છે. અહીં વિશેષ એ છે કે સંસારમાં પણ જે પ્રકારનું ચિત્ત હોય તેને અનુરૂપ ક્રિયાથી જીવો આનંદ લઈ શકે છે. જેમ કેટલાક જીવો બીજાને મારીને આનંદ લઈ શકે તેવા ચિત્તવાળા હોય છે તેવા જીવોને બીજાને મારવાથી આનંદ ઉત્પન્ન થાય છે અને જેઓનું તેવું ચિત્ત નથી તેઓ તે ક્રિયા કરીને આનંદ લઈ શકતા નથી. તેથી જે પ્રકારનો વિકાર હોય તેને અનુરૂપ ક્રિયા કરવાથી તે વિકાર પોષાય છે અને આનંદ આવે છે. તેમ ધર્મની પ્રવૃત્તિમાં જે પ્રકારનું શાંત ચિત્ત હોય તેને અનુરૂપ ઉચિત યિા કરવામાં આવે તો તે ઉચિત ક્રિયામાંથી વિશેષ પ્રકારનો સંવેગનો આનંદ પ્રાપ્ત થાય છે. પરંતુ જેઓનું ચિત્ત સંયમ આદિના અનુષ્ઠાનને અનુરૂપ પ્રશાંતવાહિતાવાળું નથી, તેઓ કોઈ નિમિત્તથી સંયમ ગ્રહણ કરે તોપણ તે સંયમની ક્રિયામાંથી સંવેગ ઉત્પન્ન કરી શકે તેવા શાંતરસને પામેલા નહિ હોવાથી, તે ક્રિયા દ્વારા સંવેગના માધુર્યને પ્રાપ્ત કરી For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન|ઢાળ-૧૦/ગાથા-૧૫-૧૬ ૪૭ શકતા નથી. આમ છતાં સ્વીકારેલા વેશને છોડવા અસમર્થ થાય અને સાધુવેશમાં રહીને સાધ્વાચારની ક્રિયા કરવા છતાં મોહની પોષક પ્રવૃત્તિ દ્વારા મોહધારાની વૃદ્ધિ કરે તો તેઓ વિનાશને પામે છે તેથી તેઓને માટે તે ક્રિયા ત્યાગ યોગ્ય છે અને પોતાની શક્તિને અનુરૂપ ઉચિત અનુષ્ઠાન સેવવા યોગ્ય છે. આથી ઉપદેશમાલામાં કહ્યું છે : जइ न तरसि धारेउं, मूलगुणभरं सउत्तरगुणं च। મુહૂUT તો તિભૂમિં, સુસવાનં વરતરી 1 (૩૫શમાતા-૧૦૨) ૧પ અવતરણિકા : વળી, અજ્ઞાનને કારણે ક્ષેપદોષથી શું અનર્થ થશે તે બતાવે છે – ગાથા : વિચે વિચે બીજા કાજમાં રે, જાએ મન તે ખેપ રે; ઊખણતાં જિમ શાલિનું રે, ફલ નહી તિહાં નિર્લેપ રે. પ્રભુ! ૧૬ ગાથાર્થ : વચમાં વચમાં-અનુષ્ઠાનના સેવનના વચ-વચમાં, બીજા કાજમાં મન જાય તે ખેપ રે-ક્ષેપદોષ છે. જેમ શાલિનું બીજ ઉખણતાં એક સ્થાને વાવ્યા પછી ત્યાંથી કાઢીને અન્ય અન્ય સ્થાને વપન કરતાં, સુંદર ફળ થાય નહિ તેમ તિહાંક્ષેપ દોષવાળા અનુષ્ઠાનમાં, નિર્લેપ ફળ થાય નહિ. II૧૬ો. ભાવાર્થ : સમ્યજ્ઞાન વગર થતી ક્રિયાઓમાં લેપદોષની પ્રાપ્તિ થાય છે. તેથી ક્ષેપદોષવાળા અનુષ્ઠાન કાળમાં જે ક્રિયા કરે છે તે ક્રિયા સાથે ચિત્ત જોડાય છે અને વચવચમાં બીજા પણ કાર્યમાં મન જાય છે. તેથી તે ક્રિયાકાળમાં જે ક્રિયામાં મન જોડાય છે તેનાથી પણ વિશિષ્ટ ફળ મળતું નથી તે દૃષ્ટાંતથી બતાવે છે. જેમ શાલિ-ચોખા, તેનું બીજ જમીનમાં વાવવામાં આવે અને તેને એક સ્થાનેથી કાઢીને અન્ય અન્ય સ્થાને વાવવામાં આવે તો તે બીજથી સુંદર શાલિ ઉત્પન્ન થતી નથી. તેમ ધર્મના ક્રિયાકાળમાં ચિત્ત વચવચમાં બીજા કાર્યમાં જઈને ફરી ક્રિયા સાથે For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ શ્રી ૪૮ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન-ઢાળ-૧૦/ગાથા-૧૬-૧૭ જોડાય તોપણ તે ક્રિયાથી નિર્લેપ એવું સુંદર ફળ મળતું નથી અને જો તે યોગી ક્ષેપદોષ વગર સતત તે ક્રિયામાં ચિત્તને પ્રવર્તાવી શકે તો તે ક્રિયાથી પૂર્વ પૂર્વ કરતા વિશેષ નિર્લેપતાની પ્રાપ્તિ થાય છે, કેમ કે સમ્ય સેવાયેલા ધર્મ અનુદ્ધનથી નિર્લેપ ભાવની વૃદ્ધિ થાય છે. ૧ાા અવતરણિકા - વળી, અજ્ઞાનને કારણે આસંગદોષથી શું અર્થ થાય છે તે બતાવે છે - ગાથા : એક જ ઠામે રંગથી રે, કિરિયામાં આનંગ રે; તેહ જ ગુણઠાણે થિતિ રે, તેહથી ફલ નહી ચંગ રે. પ્રભુ! ૧૭ ગાથાર્થ - એક જ સ્થાનમાં રંગથી ક્યિા કરવામાં આવે પરંતુ પોતે જે ભૂમિકામાં હોય તે ભૂમિકાની ક્રિયા કરીને ઉત્તરની ભૂમિકાની ક્રિયા કરવામાં યત્ન ન કરાય તો આસંગદોષની પ્રાપ્તિ છે. તેથી તે અનુષ્ઠાનથી= આસંગદોષવાળા અનુષ્ઠાનથી, તે જ ગુણસ્થાનકમાં સ્થિતિ થાય છે પરંતુ ગુણસ્થાનકની વૃદ્ધિ થતી નથી તેહથી ચંગ ફળ નહિ=સુંદર ફળ મળતું નથી. ll૧૭ની ભાવાર્થ : કોઈ મહાત્મા ભગવાને જે ક્રિયા જે ભાવપૂર્વક કરવાની કહી છે તે ભાવના પ્રણિધાનપૂર્વક તે ક્રિયા કરે અને તે ક્રિયાથી સંવેગના પરિણામોને પણ પ્રાપ્ત કરે. આમ છતાં પોતે જે ક્રિયા સ્વીકારી છે તે ક્રિયામાં જ રંગને ધારણ કરે અર્થાત્ તે ક્રિયા કરીને શક્તિ સંચય થયા પછી ઉત્તર ઉત્તરની ભૂમિકાની ક્રિયામાં યત્ન કરે નહીં તો તેઓની ક્રિયામાં આસંગ નામનો દોષ પ્રાપ્ત થાય છે અને આસંગ દોષવાળી ક્રિયા ગુણસ્થાનકની વૃદ્ધિ દ્વારા કેવળજ્ઞાનના ફળને પ્રાપ્ત કરાવી શકતી નથી, પરંતુ પોતે જે ગુણસ્થાનકમાં છે ત્યાં જ તેની સ્થિતિ રહે છે તેથી તે ક્રિયાનું સુંદર ફળ નથી; કેમ કે ભગવાને બતાવેલી સર્વ For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩પ૦ ગાથાનું સ્તવન,ઢાળ-૧૦/ગાથા-૧૭-૧૮ - ૪૯ ક્રિયાઓ ઉત્તર ઉત્તરની ક્રિયાની નિષ્પત્તિ દ્વારા વીતરાગતામાં વિશ્રાંત થનાર છે અને આસંગદોષથી ઉત્તરની ક્રિયામાં યત્ન થતો નથી, માટે તે ક્રિયા વીતરાગતામાં વિશ્રાંત થતી નથી. II૧૭માં અવતરણિકા :વળી, અજ્ઞાનને કારણે અન્યમુદ્દોષથી શું અનર્થ થશે તે બતાવે છે – ગાથા : માંડી કિરિયા અવગણી રે, બીજે ઠામે હર્ષ રે; ઇષ્ટઅર્થમાં જાણિયે રે, અંગારાનો વર્ષ રે. પ્રભુ ! ૧૮ ગાથાર્થ - માંડી ક્વિાને કરાતા ધર્મ અનુષ્ઠાનને, અવગણીને બીજે સ્થાને હર્ષ બીજા ધર્મ અનુષ્ઠાનમાં પ્રીતિ, તે અન્યમુદ્ નામનો દોષ છે. તે ક્રિયાથી ઈષ્ટ અર્થમાં ધર્મની જે અન્ય ક્રિયામાં પોતાની પ્રીતિ છે તે રૂપ ઈષ્ટ અર્થમાં, અંગારાનો વર્ષ જાણીએ. II૧૮ll ભાવાર્થ : કોઈ સાધક મહાત્મા આત્મકલ્યાણ અર્થે ચૈત્યવંદનાદિ કોઈક ક્રિયા કરતા હોય, તે ક્રિયા પ્રત્યે અવગણના કરીને, તે ક્રિયા કાળમાં પોતાને જે અન્ય ધર્માનુષ્ઠાન અત્યંત પ્રિય છે, તે અનુષ્ઠાનમાં હર્ષ ધરે તો અન્યમુદ્દોષ છે વસ્તુતઃ તે વખતે સેવાતા ચૈત્યવંદન અનુષ્ઠાનથી અન્ય એવા જ્ઞાન અધ્યયનાદિ અનુષ્ઠાનનો તે મહાત્મા વિચાર કરતા નથી તોપણ અવિવેકને કારણે ભગવાને બતાવેલા સર્વ ઉચિત અનુષ્ઠાનોમાંથી કોઈક અનુષ્ઠાનવિશેષ પ્રત્યે અધિક રાગને કારણે સેવાતા અનુષ્ઠાનમાં અવગણના રાખે છે. તેથી ચિત્ત તે અનુષ્ઠાનમાં યોજાયેલું હોય તોપણ તે અનુષ્ઠાનથી નિષ્પાદ્ય સંવેગ પેદા કરી શકતા નથી. પરમાર્થથી તો મોક્ષના અર્થી જીવે વિચારવું જોઈએ કે ભગવાને બતાવેલા સર્વ અનુષ્ઠાનો ઉચિત રીતે સેવાયેલા હોય તો વીર્યનો પ્રકર્ષ કરીને કેવળજ્ઞાનની પ્રાપ્તિના કારણ છે. આથી જ નાગકેતુને પુષ્પપૂજા કરતા કેવળજ્ઞાન થયું. માટે વિવેકીએ વીતરાગતાના અર્થી થઈને વીતરાગતા સાધક સર્વે અનુષ્ઠાનો પ્રત્યે For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૦ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૦/ગાથા-૧૮-૧૯ સમાન પ્રીતિ ધારણ કરવી જોઈએ અને ઉચિત કાળે ઉચિત અનુષ્ઠાન અત્યંત પ્રીતિપૂર્વક સેવવું જોઈ. જેથી ત ્ ચિત્ત, તદ્ લેશ્યા, તદ્ મન થઈને તે અનુષ્ઠાનનું સેવન થાય. પરંતુ અજ્ઞાનને કારણે મોક્ષના અર્થી જીવને પણ સર્વજ્ઞે બતાવેલા સર્વ અનુષ્ઠાનમાંથી કોઈક અનુષ્ઠાન પ્રત્યે વિશેષ પ્રીતિ હોય છે. તેથી પોતે જે અનુષ્ઠાન તે વખતે સેવે છે તે અનુષ્ઠાનની અંદર હર્ષ ધારણ કરી શકતા નથી, પરંતુ બીજા અનુષ્ઠાનમાં હર્ષને ધારણ કરે છે અને જે અધ્યયનાદિરૂપ બીજા અનુષ્ઠાનમાં તે મહાત્મા હર્ષને ધારણ કરે છે તે અનુષ્ઠાનમાં અકાળે પ્રીતિ હોવાથી તે અનુચિત પ્રીતિ છે. તેથી તે પ્રીતિથી પાત્ર અનુષ્ઠાનમાં અંગારાની વર્ષા થાય છે અર્થાત્ તે પ્રીતિ તે અનુષ્ઠાનને સફળ કરવા કારણ બનતી નથી પરંતુ પૂર્વમાં તે અનુષ્ઠાન સેવીને જે ઉચિત પ્રવૃત્તિ કરવાના સંસ્કારો નાખેલા તે સંસ્કારોમાં અંગારાની વર્ષા થાય છે અર્થાત્ તે ઉત્તમ સંસ્કારોને નાશ કરે છે. પરમાર્થથી તો વિવેકીએ જે કાળમાં જે અનુષ્ઠાન જે રીતે વિહિત છે તે રીતે તે અનુષ્ઠાનને સેવવામાં પ્રીતિપૂર્વક ઉદ્યમ કરવો જોઈએ, છતાં અજ્ઞાનને વશ જીવો અન્યમુદ્દોષ સેવીને અન્ય સદનુષ્ઠાન વિષયક અનુચિત પ્રીતિ કરીને અનુચિત પ્રવૃત્તિ કરવાના સંસ્કારોનું આધાન થાય છે. માટે અજ્ઞાનથી કરાતી ક્રિયામાં કર્મબંધની પ્રાપ્તિ છે. ૧૮ અવતરણિકા : વળી, અજ્ઞાનને કારણે ક્રિયામાં થતા રોગદોષના અનર્થને બતાવે છે -- 51121 : રોગ હોએ સમજણ વિના રે, પીડાભંગસ્વરૂપ રે; શુદ્ધક્રિયા ઉચ્છેદથી રે, તેહ વધ્યફલરૂપ રે. પ્રભુ ! ૧૯ ! ગાથાર્થ ઃ સમજણ વિના=આ ક્રિયા આ રીતે સમ્યગ્ કરવાની છે તેના સૂક્ષ્મ બોધ વગર, રોગ હોએ=ક્રિયામાં રોગદોષ થાય અને તે રોગદોષ પીડા અને ભંગસ્વરૂપ છે. શુદ્ધ ક્રિયાના ઉચ્છેદથી=ક્રિયામાં રોગદોષની પ્રાપ્તિને કારણે શુદ્ધ ક્રિયાનો ઉચ્છેદ થવાથી, તેહ=તે ક્રિયા, વલ્ક્યફળરૂપ થાય= ક્રિયાથી અભિમત ફળનો અભાવ થાય. ||૧૯॥ For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ પ૧ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૦/ગાથા-૧૯ ભાવાર્થ - શરીરમાં રોગ ઉત્પન્ન થાય અને તે રોગ સામાન્ય હોય તો શરીરધારીને પીડાનું કારણ બને છે અને જો તે રોગ શીધ્ર ઘાતી હોય તો તે શરીરધારીને મૃત્યુનું કારણ બને છે. તેથી રોગના બે કાર્ય છે એક પીડા અને બીજું વિનાશ. તેમ ધર્મની ક્રિયામાં પણ રોગદોષના બે કાર્યો છે, એક પીડા અને બીજું વિનાશ અર્થાત્ ભંગ. જે મહાત્માને આત્મકલ્યાણની ઇચ્છા હોય છતાં વીતરાગે બતાવેલું આ અનુષ્ઠાન કયા પ્રકારે સમ્યગૂ સેવવાથી ભાવઆરોગ્યનું કારણ બને તેનો બોધ ન હોય તેવા જીવો રોગ મટાડવા સ્થાનીય ક્રિયારૂપ ઔષધનું સેવન કરે તો, જેમ સમજણ વગર સેવાયેલું ઔષધ દેહમાં રોગ કરે છે તેમ સમજણ વગર સેવાયેલું ક્રિયારૂપ ઔષધ આત્મામાં રોગ ઉત્પન્ન કરે છે અર્થાત્ ભાવરોગ નાશ કરવાને બદલે અન્ય પ્રકારના ભાવરોગ ઉત્પન્ન કરે છે અને તે રોગને કારણે તે મહાત્મા રોગથી પીડાય છે તેથી તે ક્રિયામાં રોગદોષની પ્રાપ્તિ થાય છે. વળી, તે રોગદોષ સામાન્ય કક્ષાનો હોય તો તે ક્રિયા દ્વારા મોહના ભાવો કરી તે મહાત્મા પીડાનો અનુભવ કરે છે અને વિશેષ પ્રકારનો રોગ હોય તો તે ક્રિયાના વિનાશનું કારણ બને છે અર્થાત્ તે ક્રિયા અલ્પ દોષને કારણે સર્વથા વિનાશ પામતી નથી પરંતુ ભંગ દોષને કારણે સર્વથા નિષ્ફળ બને છે. તેથી તે રોગદોષથી કરાયેલી ક્રિયામાં શુદ્ધ ક્રિયાનો ઉચ્છેદ થાય છે. માટે શુદ્ધ ક્રિયાના સેવનથી જે ફળ પ્રાપ્ત થવું જોઈએ તે ફળ તે ક્રિયાથી પ્રાપ્ત થતું નથી. ફક્ત પીડાકારી એવા રોગ હોય તો શુદ્ધ ક્રિયાના ફળની પ્રાપ્તિ થતી નથી તોપણ તે અશુદ્ધ ક્રિયા કંઈક શુભફળ આપે છે; પરંતુ ભંગરૂપ રોગ દોષવાળી ક્રિયા કોઈ શુભફળ આપતી નથી. આનાથી એ પ્રાપ્ત થાય કે કોઈ સાધક આત્મા ક્રિયામાં ખેદ-ઉદ્વેગાદિ અન્ય દોષો ન સેવતા હોય અને ચિત્ત પણ ક્રિયામાં વર્તતું હોય, પરંતુ જે ક્રિયાનો પોતે સ્વીકાર કરે છે તે ક્રિયા ભગવાને કઈ રીતે બાહ્યથી સેવવાની કહી છે અને તે બાહ્ય સેવન દ્વારા કઈ રીતે અંતરંગ વિશુદ્ધિમાં ઉદ્યમ કરવાનો છે તેનો બોધ ન હોય તો તે ક્રિયા શાસ્ત્રવચન અનુસાર થતી નથી માટે રોગ દોષવાળી બને છે તેથી ગાથા-૧માં કહેલ કે જ્ઞાન વગરની ક્રિયાથી કર્મબંધની પ્રાપ્તિ છે. ll૧૯ll For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૨ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૦/ગાથા-૨૦ અવતરણિકા : ગાથા-૧માં કહેલ કે જ્ઞાન વગરના જીવો ધર્મની ક્રિયા કરે તોપણ તેનાથી કર્મબંધની પ્રાપ્તિ છે. કઈ રીતે અજ્ઞાનને કારણે કરાતી ક્રિયાથી કર્મબંધ થાય છે તે બતાવવા માટે અજ્ઞાનથી થતા ક્રિયાના દોષો બતાવ્યા. હવે કેવા ગુણવાળો જીવ ક્રિયા કરે તો તે ક્રિયા તેના આત્મ કલ્યાણનું કારણ બને છે તે સ્પષ્ટ કરવા અર્થે વ્યતિરેકથી બતાવે છે ગાથા : માનહાનિથી દુઃખ દીએ રે, અંગ વિના જિમ ભોગ રે; શાન્તોદાત્તપણા વિના રે, તિમ કિરિયાનો યોગ રે. પ્રભુ ! ૨૦ - ગાથાર્થ : જેમ અંગ વિના=ભોગને અનુકૂળ એવા સુપ આદિવાળા દેહ વગર, માનહાનિથી=માનહાનિ થવાને કારણે, ભોગ=ભોગ સામગ્રી, દુ:ખ આપે છે તેમ શાંત ઉદાત્તપણા વગર ક્રિયાનો યોગ છે=ક્રિયાનું સેવન છે. II૨૦ના ભાવાર્થ : જેમ કોઈ જીવને સુંદર દેહ ન મળ્યો હોય અને શરીર પણ ભોગ સેવવા માટે અતિ અસમર્થ હોય તેવા જીવને ઘણો વૈભવ મળેલો હોય, ઘણી ભોગ સામગ્રી મળેલી હોય, તોપણ હું સુખી છું એ પ્રકારનું માન થતું નથી અને એ પ્રકારની માનહાનિને કારણે પ્રાપ્ત થયેલી ભોગ સામગ્રી તેને દુઃખ આપે છે; કેમ કે સામગ્રી દેખાય છે, ભોગની ઇચ્છા છે પરંતુ ભોગ ભોગવી શકતો નથી. તેથી તે ભોગની સામગ્રી જ દુઃખનું કારણ બને છે. તેમ કોઈ સાધક આત્મકલ્યાણની બુદ્ધિથી ધર્મના અનુષ્ઠાનો સેવે છતાં તે ધર્મ અનુષ્ઠાનના સેવનથી અંતરંગ સ્વસ્થતારૂપ સુખનો અનુભવ કરી શકે તેવી શાંત ઉદાત્તપણારૂપ પ્રકૃતિ ન હોય તો તે ક્રિયાના સેવનથી મોહની આકુળતા દૂર થતી નથી. તેથી સદનુષ્ઠાન જન્ય સુખ થતું નથી, પરંતુ જેમ તે પુરુષને ભોગની સામગ્રી દુઃખનું કારણ છે તેમ પ્રસ્તુત ધર્મ કરનારને ક્રિયા કષ્ટરૂપ હોવાથી દુઃખનું કારણ છે. અહીં For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવનઢાળ-૧૦/ગાથા-૨૦-૨૧ પ૩ ક્રિયાના આસ્વાદના બીજભૂત શાંતઉદાત્તપરિણામ છે એમ કહ્યું. તેનો અર્થ એ છે કે જેના ચિત્તમાં સંસારના સ્વરૂપના સમાલોચનથી કંઈક વિકારો શાંત થયા છે તેથી સુંદર ધર્માનુષ્ઠાનોથી અધિક શાંતતા પ્રગટ કરી શકે તેવું ચિત્ત છે અને ઉદાત્ત એટલે ગંભીરતાપૂર્વક વિચારનાર છે તેથી સત્ ક્રિયાઓ કરીને વિશેષ વિશેષ ગુણોને પ્રગટ કરવા માટે બદ્ધ પરિણામવાળા છે. આવા જીવો સત્ ક્રિયાઓ કરીને મોહની અનાકૂળતારૂપ અધિક અધિક સ્વસ્થતા મેળવે છે તેવા જીવોને ક્રિયાથી સુખ થાય છે, અન્ય જીવોને નહિ. ll૨ના અવતરણિકા: પૂર્વગાથામાં કહ્યું કે શાંત અને ઉદાત્ત ગુણ વગર ક્રિયાની પ્રવૃત્તિથી દુઃખની પ્રાપ્તિ છે. માટે કલ્યાણના અર્થીએ શાંત અને ઉદાત્ત ગુણને પ્રગટ કરવા ઉદ્યમ કરવો જોઈએ. તેથી હવે શાંત ઉદાત્તનું સ્વરૂપ બતાવે છે – ગાથા : શાન્ત તે કષાય અભાવથી રે, જે ઉદાત્ત ગભીર રે; કિરિયાદોષ લહી ત્યજે રે, તે સુખ જશભર ધીર રે. પ્રભુ ! ૨૧ ગાથાર્થ : શાંત તે કષાયના અભાવથી થાય છે અને ઉદાત જે ગંભીર પરિણામ છે. ક્રિાના દોષને જાણીને ત્યાગ કરે-ક્રિયાના દોષનો ત્યાગ કરે, તે ધીર સુખ જશ ભર-સુખ અને યશથી ભરપૂર થાય. ર૧] ભાવાર્થ: સંસાર અવસ્થામાં મોહથી આકુળ જીવો કષાયવાળા છે અને તે કષાયને વશ સંસારની પ્રવૃત્તિઓ કરીને કાષાયિક ભાવોની વૃદ્ધિ કરે છે અને કોઈક રીતે જે જીવોનું ચિત્ત સંસારથી પરામ્ખ બન્યું છે અને આત્મામાં ગુણ પ્રગટ કરવાના પરિણામવાળું થયું છે તે જીવો ધર્મ અનુષ્ઠાન કાળમાં તે તે ધર્મની પ્રવૃત્તિ કરીને ગુણ નિષ્પત્તિને અનુકૂળ વ્યાપાર કરતા હોય ત્યારે તેઓમાં વર્તતો કષાયનો ભાવ વીતરાગતાદિ ગુણોને અવલંબીને વીતરાગભાવને અભિમુખ For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૪ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૦/ગાથા-૨૧ પ્રવર્તે છે તેથી તે કષાય નાશને અભિમુખ છે અને જે નાશ પામતું હોય તે નષ્ટ છે એ નિયમ પ્રમાણે તે મહાત્મા ક્રિયાકાળમાં કષાયના અભાવવાળા છે અને તે શાંત પરિણામ છે. વળી, જીવમાં જે તત્ત્વને જોવાને અનુકૂળ ગંભીરતા છે તે ઉદાત્તતા છે તેથી પોતે જે ક્રિયા કરે છે તેના ૫૨માર્થને ગંભીરતાપૂર્વક જાણીને તે ક્રિયા દ્વારા ઊંચી ઊંચી ભૂમિકાને પ્રાપ્ત કરવાના અભિલાષવાળા બને છે, તે તેમનો ઉદાત્ત આશય છે. આનાથી એ પ્રાપ્ત થાય કે જે જીવો ક્રિયાકાળમાં શાંત છે, તેથી ધર્મ ક્રિયા દ્વારા કષાયના ઉચ્છેદમાં પ્રવૃત્ત છે અને ઉ૫૨ ઉ૫૨ની ભૂમિકાને પ્રાપ્ત કરવામાં બદ્ધ અભિલાષવાળા છે તેઓ ઉદાત્ત છે અને આ બે ગુણોથી યુક્ત જીવો ક્રિયા કરીને સુખની પ્રાપ્તિ કરી શકે છે અને આવા જીવો ક્રિયાના દોષનો બોધ કરીને તેનો ત્યાગ કરે તો તે ધીર પુરુષો સુખ અને યશને પ્રાપ્ત કરે અર્થાત્ મસ૨ મોહના અભાવને કારણે સુખ પ્રાપ્ત કરે અને પુણ્યાનુબંધી પુણ્યના ઉદયને કારણે સદ્ગતિઓની પરંપરા દ્વારા યશને પ્રાપ્ત કરે. II૨૧॥ * For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૧/ગાથા-૧, ૨થી ૪ પપ છે ઢાળ અગિયારમી (રાગઃ દૂહા અથવા સુરતી મહીનાની દેશી) પૂર્વ ઢળ સાથે સંબંધ : પૂર્વ ઢાળમાં કહ્યું કે જ્ઞાન વગરની ક્રિયાથી દોષની પ્રાપ્તિ થાય છે અને તેનાથી કર્મબંધની પ્રાપ્તિ થાય છે. વળી, પૂર્વ ઢાળની ગાથા-૨૦માં કહ્યું કે શાંત ઉદાત્ત ગુણ વગરના જીવો ક્રિયાથી દુઃખની પ્રાપ્તિ કરે છે. તેથી ધર્મ અનુષ્મતથી સુખની પ્રાપ્તિના અર્થીએ શાંત ઉદાત્ત ગુણને કેળવવો જોઈએ. હવે, ધર્મની યોગ્યતા માટે કેવા ગુણો આવશ્યક છે તે બતાવવા અર્થે કહે ગાથા : એકવીસ ગુણ પરિણમેં, જાસ ચિત્ત નિતમેવ; ધરમરતનની યોગ્યતા, તાસ કહે તૂ દેવ ! ૧ ગાથાર્થ : જેના ચિત્તમાં નિત્ય જ “એકવીસ' ગુણો પરિણમન પામે તેને હે દેવ! તમે ધર્મરત્નની યોગ્યતા કહો છો. IfIl ભાવાર્થ : આગળની ગાથાઓમાં બતાવાશેએ “એકવીસ ગુણો જે જીવોને પ્રાપ્ત થયા છે અથવા તે ગુણોને જાણીને તે ગુણોને પ્રગટ કરવા માટે જે યત્ન કરે છે તેના ચિત્તમાં તે ગુણો હંમેશા વર્તે છે અને તેવા જીવો ધર્મરત્નને યોગ્ય છે એમ ભગવાન કહે છે. આવા અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે ધર્મની યોગ્યતા માટે “એકવીસ ગુણોની આવશ્યકતા છે તેથી ગાથા-૨થી ૪ સુધી ‘એકવીસ ગુણોના નામો બતાવે છે – For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ પ૬ શ્રી સીમંધરસ્વામીનું ૩પ૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૧/ગાથા-૨થી ૪, ૫ ગાથા - ૧ ખુદ નહિં ૨ વલી રૂપનિધિ, ૩ સોમ્ય ૪ જનપ્રિય જ ધન્ય; પ ક્રૂર નહીં ૬ ભીરુ વલી, ૭ અસઠ ૮ સાર દખિન્ન. ૨ ૯ લજ્જાળુઓ ૧૦ દયાલુઓ, ૧૧ સોમદિ6િ મwત્ય; ૧૨ ગુણરાગી ૧૩ સકથ ૧૪ સુપખ, ૧૫ દીરઘદરશી અત્ય. ૩ ૧૬ વિશેષજ્ઞ ૧૭ વૃદ્ધાનુગત, ૧૮ વિનયવંત ૧૯ કૃતજાણ; ૨૦ પરહિતકારી ૨૧ લબ્ધલફખ, ગુણ એકવીસ પ્રમાણ. ૪ ગાથાર્થ : ૧. મુદ્ર નહિ, ૨. વળી રૂપનિધિ, ૩. સોમ્ય પ્રકૃતિવાળો, ૪. જનને પ્રિય એવો પુણ્યશાળી, ૫. કૂર નહિ, ૬. ભીરૂ પાપભીરૂ, ૭. અસE અમાયાવી, ૮. સાર દક્તિન=સુંદર દાક્ષિણ્યતા ગુણવાળો, ૯. લજ્જાળુ, ૧૦. દયાળુ, ૧૧. સૌમ્યદષ્ટિવાળો મધ્યસ્થ, ૧૨. ગુણરાગી, ૧૩. સકથાવાળો ધર્મની વાતો કરનારો, ૧૪. સજ્જન પરિવારવાળો, ૧૫. દીર્ઘદર્શી અર્થવાળો, ૧૬. વિશેષને જાણનારો, ૧૭. વૃદ્ધ પુરુષોને અનુસરનારો-જ્ઞાનવૃદ્ધાદિને અનુસરનારો, ૧૮. વિનયવાળો, ૧૯. કરેલા ઉપકારને જાણનારો, ૨૦. પરના હિતને કરનારો, ૨૧. લધલક્ષ્ય મનુષ્યભવ પામીને શું પ્રાપ્ત કરવા જેવું છે તેના લક્ષ્યને પામેલો. આ પ્રકારના એકવીસ ગુણો પ્રમાણ છે ધર્મરત્નની યોગ્યતા માટે આવશ્યક છે. ||ર-૩-૪ll અવતરણિકા : ગાથા-૨માં ધર્મરત્નને યોગ્ય જીવના ગુણો બતાવતાં પ્રથમ અક્ષુદ્ર ગુણ બતાવ્યો તેથી અશુદ્ર ગુણનું સ્વરૂપ બતાવે છે – ગાથા : ખુદ નહી તે જેહ મને, અતિગંભીર ઉદાર; ન કરે જન ઉતાવલો, નિજપરનો ઉપગાર. ૫ For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ પ૭ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૧/ગાથા-પ-૬ ગાથાર્થ : ક્ષુદ્ર નહીં તે તે પુરુષ, ક્ષુદ્ર નથી જેહ મનમાં અતિગંભીર અને ઉદાર છે. ઉતાવળો પુરુષ પોતાનો અને પરનો ઉપકાર કરી શકે નહિ. llll ભાવાર્થ (૧) શુદ્ર નહિ : ધર્મ હંમેશા સૂક્ષ્મબુદ્ધિથી ગ્રાહ્ય છે અને સૂક્ષ્મબુદ્ધિ વગર માત્ર ધર્મબુદ્ધિથી ધર્મ અનુષ્ઠાન કરવામાં આવે તો પણ તે ધર્મ અનુષ્ઠાનથી ધર્મનો વિઘાત થાય છે. અને જે જીવો અતિગંભીર અને ઉદાર આશયવાળા છે તેઓ સૂક્ષ્મબુદ્ધિથી ધર્મને જાણવા યત્ન કરે છે, જેથી તેઓને ધર્મની પ્રાપ્તિ થાય છે અને જેઓનો ઉતાવળો સ્વભાવ છે તે અતિગંભીર નથી. આવા જીવો સ્વયં ધર્મ બુદ્ધિથી ધર્મ અનુષ્ઠાન સેવીને કે અન્યને ધર્મ અનુષ્ઠાનમાં યોજન કરીને પોતાનો અને પરનો ઉપકાર કરી શકતા નથી. તે સર્વ જીવો શુદ્ર સ્વભાવવાળા છે અને જેઓ શુદ્ર નથી તેઓ જ પારમાર્થિક ધર્મની પ્રાપ્તિને માટે યોગ્ય છે. “ધર્મરત્નપ્રકરણ” ગ્રંથમાં સૂક્ષ્મદર્શી, સુપર્યાલોચિન કાર્યને કરનારા અશુદ્ર છે તેમ કહેલ છે અને તેઓ ધર્મને યોગ્ય છે. પણ અવતરણિકા : હવે રૂપનિધિ ગુણનું સ્વરૂપ બતાવે છે – ગાથા : શુભસંઘયણી રૂપનિધિ, પૂરણઅંગઉપંગ; તે સમરથ સહેજે ધરે, ધર્મપ્રભાવન ચંગ. ૬ ગાથાર્થ : શુભસંઘયણવાળા, પૂર્ણ અંગ ઉપાંગવાળા, રૂપનિધિ છે તે સહજે સમરથ ધરે-તે સહજ ધર્મ કરવા માટેના સામર્થ્યને ધારણ કરનારા છે. અને ચંગ ધર્મની સુંદર પ્રભાવના કરે. IIકા For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ પ૮ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન,ઢાળ-૧૧/ગાથા-૬-૭ ભાવાર્થ : (૨) રૂપનિધિ : ભૂતકાળમાં જેઓએ સારો ધર્મ કર્યો છે અને તેનાથી ઉત્તમ પુણ્યપ્રકૃતિ બાંધી છે. તેઓ પ્રાયઃ શુભ સંઘયણવાળા=પ્રથમ સંઘયણવાળા જ નહિ પરંતુ જે કોઈ સંઘયણ મળ્યું હોય તેમાં ધર્મને સાધવા માટે અનુકૂળ દેહ બળ મળ્યું હોય તેવા શુભ સંઘયણવાળા અને શરીરના અંગ ઉપાંગ સંપૂર્ણ મળ્યા હોય તેવા જીવો સહેજે ધર્મ કરવા સમર્થ બને છે અને તેવા જીવો ધર્મ કરે તો તેમનાથી ધર્મની સુંદર પ્રભાવના થાય છે. IIકા અવતરણિકા :હવે સૌમ્ય ગુણ બતાવે છે – ગાથા : પાપકર્મે વરતે નહીં, પ્રકૃતિસૌમ્ય જગમિત્ત; સેવનીક હોવે સુખે, પરને પ્રશમનિમિત્ત. ૭ ગાથાર્થ - પ્રકૃતિ સૌમ્ય પુરુષ પાપ કર્મમાં વર્તતા નથી, જગત પ્રત્યે મિત્ર જેવા હોય છે, સુખે સેવી શકાય તેવા હોય છે અને પરને પ્રશમનું નિમિત્ત બને છે. llll. ભાવાર્થ : (૩) સૌમ્યગુણ પ્રકૃતિથી જેઓ સૌમ્ય હોય તેઓ આક્રોશ, વધાદિ કાર્યોમાં વર્તતા નથી, જગતના જીવો પ્રત્યે મિત્રની જેમ વર્તન કરે છે અર્થાત્ બીજાના હિતની ચિંતા કરનારા હોય છે અને તેની સેવા કરનારાથી સુખે કરીને સેવ્ય હોય છે અર્થાત્ તેમને સેવવામાં ક્યાં ખોટું લાગશે તે ખબર ન પડે અને ઘડી ઘડી કોઈ નિમિત્તે ખોટું લાગે તેવી દુઃખે કરીને સેવ્ય પ્રકૃતિવાળા નથી. વળી, તેઓની ઉત્તમ પ્રકૃતિને કારણે બીજાઓના પણ કષાયોના શમનનું કારણ બને છે તે સૌમ્ય ગુણવાળા છે. છતાં For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૧/ગાથા-૮-૯ ૫૯ અવતરણિકા : હવે જતપ્રિય અને અક્રૂર ગુણો બતાવે છે – ગાથા : જનવિરુદ્ધ સેવે નહીં, જનપ્રિય ધર્મે સૂર; મલિનભાવ મનથી ત્યજી, કરી શકે અક્રૂર. ૮ ગાથાર્થ : જનપ્રિય પુરુષ લોકવિરુદ્ધ સેવે નહિ, ધર્મમાં શૂર હોય શૂરવીર હોય. વળી, અક્રૂર હોય અને મનથી મલિનભાવ ત્યજીને ધર્મ કરી શકે. llciા. ભાવાર્થ : (૪) જે પુરુષ હંમેશા આલોક અને પરલોક વિરુદ્ધ કૃત્ય કરતા ન હોય તે સર્વત્ર ઉચિત વ્યવહાર કરનારા હોય છે. તેથી તેઓની તે પ્રવૃત્તિ જનવિરુદ્ધ હોતી નથી. વળી, આવા જીવો દાન, વિનય આદિ ઉચિત ધર્મ કરવામાં શૂરવીર હોય છે તેઓને જનપ્રિય કહેવાય છે. (૫) વળી, અક્રૂર ગુણવાળા જીવો કોઈનું અહિત કરવાના મલિનભાવથી રહિત હોય છે. તેથી તેવા જીવો ધર્મનું સેવન કરી શકે છે. Iટા અવતરણિકા - હવે ભીરૂ ગુણ બતાવે છે – ગાથા : ઈહપરલોક અપાયથી, બીહે ભીરુ જેહ; અપયશથી વલી ધર્મનો, અધિકારી છે તેહ. ૯ ગાથાર્થ : આલોક અને પરલોકના અપાયથી અનર્થથી, જે ભય પામે તે ભીરૂ છે. વળી, અપયશથી=લોકમાં પોતાની દુર્જન તરીકેની કીર્તિથી, જે ડરે છે તે ધર્મનો અધિકારી છે. IIII For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ ५० શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૧/ગાથા-૯-૧૦-૧૧ ભાવાર્થ: (૬) જેઓની પ્રકૃતિ ભીરૂ હોય તેઓ ખોટા કાર્યો કરવાથી આલોકમાં અને પરલોકમાં અનર્થો થશે તેનાથી ડરનારા હોય છે. વળી, શિષ્ટ લોકોમાં ‘આ દુર્જન છે’ એ પ્રકારના અપયશથી ડરનારા હોય છે એવા ભીરૂ જીવો ધર્મના અધિકારી છે. lil અવતરણિકા : હવે અશઠ ગુણ બતાવે છે 51121 : - અશઠ ન વંચે પર પ્રતેં, લહે કીર્ત્તિ વિશ્વાસ; ભાવસાર ઉધમ કરે, ધર્મઠામ તે ખાસ. ૧૦ ગાથાર્થ ઃ અશઠ પુરુષ પરને વંચે નહિ=ગે નહિ, તેથી વિશ્વાસની કીર્તિ પ્રાપ્ત કરે. વળી, તે=અશઠ પુરુષ, ધર્મના સ્થાનમાં ખાસ ભાવસાર ઉધમ કરે=પોતાના ચિત્તનું રંજન થાય તે રીતે ઉદ્યમ કરે. II૧૦]I ભાવાર્થ: (૭) જે પુરુષમાં અશઠ સ્વભાવ હોય તે પરને ઠગે નહિ અને તેના કારણે લોકોમાં વિશ્વાસનું સ્થાન બને. વળી, આવા જીવો ધર્મની પ્રવૃત્તિ કરે ત્યારે પણ અશઠ સ્વભાવને કારણે લોકોના ચિત્તને રંજન કરવા અર્થે ઉદ્યમ કરે નહિ પરંતુ પોતાના ચિત્તને રંજન કરવા અર્થે પ્રયત્ન કરે અર્થાત્ ધર્મની ક્રિયાથી પોતાનામાં ગુણો પ્રગટ થાય તે પ્રમાણે ભાવસાર ઉદ્યમ કરે, પરંતુ લોકો આગળ પોતે સારા દેખાય તેવી મનોવૃત્તિથી ધર્મમાં ઉદ્યમ કરે નહિ. ||૧૦|| અવતરણિકા : હવે સુદાક્ષિણ્ય ગુણ બતાવે છે – 51121 : નિજકાર્ય છાંડી કરી, કરે અન્ય ઉપકાર; સુદક્ખિન્ન જન સર્વને, ઉપાદેય વ્યવહાર. ૧૧ For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૧/ગાથા-૧૧-૧૨ ગાથાર્થ ઃ સુદાક્ષિણ્યતા ગુણવાળો પુરુષ પોતાનું કાર્ય છોડીને અન્યનો ઉપકાર કરે છે. તેનો વ્યવહાર સર્વને ઉપાદેય બને છે=ગ્રાહ્ય બને છે. ।।૧૧।। ભાવાર્થ : (૮) સુદાક્ષિણ્ય સ્વભાવવાળા પુરુષમાં દાક્ષિણ્ય શબ્દનો પ્રયોગ ન કરતા ‘સુદાક્ષિણ્ય’ શબ્દનો પ્રયોગ કર્યો છે. તેનાથી એ પ્રાપ્ત થાય કે પાપ કૃત્યમાં નહિ પણ પરલોકના ઉપકારક એવા પ્રયોજનમાં તે પુરુષ સુદાક્ષિણ્યતા ગુણવાળા છે અને તે પુરુષો પોતાનું કામ ગૌણ કરીને અન્યનો ઉપકાર કરે. જેથી તેવા સુદાક્ષિણ્યતા ગુણવાળા જીવોનો વ્યવહાર સર્વ લોકોને સ્વીકાર્ય બને છે. II૧૧|| અવતરણિકા : હવે લજ્જાળુ અને દયાળુ ગુણો બતાવે છે – ગાથા: અંગીકૃત ન ત્યજે ત્યજે, લજ્જાલુઓ અકાજ; ધરે દયાલુ ધર્મની, દયા મૂલની લાજ. ૧૨ ગાથાર્થ ઃ ૬૧ લજ્જાળુ સ્વભાવવાળા પુરુષ અંગીકૃત એવા ધર્મને છોડે નહિ અને અકાર્યને છોડે. વળી, દયા મૂળવાળા એવા ધર્મની લાજ=મર્યાદા, દયાળુ પુરુષ ધારણ કરે. ||૧૨૩૫ ભાવાર્થ : (૯) લજ્જાળુ સ્વભાવવાળા પુરુષો પોતે જે વ્રતો આદિ સ્વીકાર્યા હોય તે પાળવા દુષ્કર લાગે તોપણ તેનો ત્યાગ કરતા નથી અને સ્વીકારેલા વ્રતોની મર્યાદાને છોડીને અકાર્યને સેવતા નથી; કેમ કે મોહના પરિણામથી પણ ધર્મથી વિપરીત પ્રવૃત્તિ કરવાનું મન થાય ત્યારે પણ લજ્જા સ્વભાવને કારણે તેઓ તે પ્રકારની પ્રવૃત્તિ કરી શકતા નથી. (૧૦) દયાળુ સ્વભાવવાળા જીવો ધર્મની મર્યાદા સાચવે છે અને ધર્મની મર્યાદા દયા મૂળવાળી છે અને દયાળુ સ્વભાવવાળા જીવોને જો વિવેક પ્રગટે For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ ૬૨ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવનઢિાળ-૧૧/ગાથા-૧૨-૧૩ તો તે જીવો જેમ અન્ય જીવો પ્રત્યે દયાળુ સ્વભાવ ધારણ કરે છે તેમ પોતાના આત્મા પ્રત્યે પણ અવશ્ય દયાવાળા થાય છે અને તેથી આત્માના ભાવપ્રાણનું રક્ષણ કરવા માટે સર્વ ઉદ્યમ કરીને પરમાર્થને સાધી શકે છે. જેમ મેઘકુમારના જીવને હાથીના ભાવમાં સસલા ઉપર અત્યંત દયા થઈ તો પોતાના પ્રાણના ભોગે પણ સસલાનું રક્ષણ કર્યું અને તે સ્વભાવને કારણે મનુષ્યભવની પ્રાપ્તિ થવાથી ભગવાનના ઉપદેશને સાંભળીને વિવેક પ્રગટ્યો. જેથી સંયમ ગ્રહણ કરીને પોતાના આત્મા પ્રત્યે દયા ધારણ કરીને પોતાના ભાવપ્રાણનું રક્ષણ કરવા માટે સર્વ ઉદ્યમ કર્યો, જેના ફળરૂપે સર્વાર્થસિદ્ધને પામ્યા. તેથી દયાળુ સ્વભાવવાળા જીવો ધર્મની મર્યાદાને પાળનારા થાય છે. l/૧રો. અવતરણિકા :હવે સૌમ્યદૃષ્ટિવાળો માધ્યસ્થ ગુણ બતાવે છે – ગાથા : ધર્મમર્મ અવિતથ લહે, સોમદિઠિ મઝત્ય; ગુણસંયોગ કરે સદા, વરજે દોષ અણત્થ. ૧૩ ગાથાર્થ : સૌમ્યદષ્ટિવાળા એવા મધ્યસ્થ પુરુષ ધર્મના મર્મને અવિતથ લહે યથાર્થ પ્રાપ્ત કરે. વળી, તેવા પુરુષો સદા ગુણનો સંયોગ કરે અને અનર્થરૂપ દોષનું વર્જન કરે. ll૧૩ ભાવાર્થ - (૧૧) જે જીવોમાં તત્ત્વને જોવા મધ્યસ્થ વૃત્તિ પ્રગટેલી છે અને આત્માનો સૌમ્યભાવ જેમને પ્રિય છે તે સૌમ્યદૃષ્ટિ મધ્યસ્થ પુરુષ કહેવાય અને તેવી પ્રકૃતિવાળા જીવો કોઈ દર્શન પ્રત્યેના પક્ષપાતવાળા હોતા નથી. પરંતુ તત્ત્વના પક્ષપાતવાળા હોય છે તેથી મધ્યસ્થ છે અને ધર્મના મર્મને જાણવા માટેની નિર્મળ મતિવાળા છે. તેઓ શક્તિ અનુસાર ધર્મને જાણવા માટે ઉદ્યમ કરે છે તેથી તેવા જીવોને ધર્મના મર્મની યથાર્થ પ્રાપ્તિ થાય છે. For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૧/ગાથા-૧૩-૧૪ ૬૩ વળી, આવા જીવો સદા ગુણનો સંયોગ કરનારા હોય છે અર્થાત્ ગુણવાન પુરુષોના સંયોગ દ્વારા પોતાનામાં ગુણો પ્રગટ થાય તેમાં યત્ન કરનારા હોય છે અને દોષોને દૂર કરવા માટે સદા ઉદ્યમ કરનારા હોય છે. I૧૩ના અવતરણિકા : હવે ગુણરાગી ગુણ બતાવે છે – ગાથા : ગુણરાગી ગુણ સંગ્રહે, દૂસે ન ગુણ અનંત; ઉવેખે નિર્ગુણ સદા, બહુમાને ગુણવંત. ૧૪ ગાથાર્થ – ગુણરાગી જીવો ગુણનો સંગ્રહ કરે છે અને અનંત ગુણોને દૂષણ આપતા નથી જીવના મોક્ષને અનુકૂળ એવા અપરિમિત ગુણો છે. તેમાંથી કોઈ ગુણને દૂષણ આપતા નથી. વળી, નિર્ગુણી જીવોની સદા ઉપેક્ષા કરે છે અને ગુણવંત પુરુષો પ્રત્યે બહુમાન ધારણ કરે છે. ll૧૪ll ભાવાર્થ : (૧૨) મોહધારાની મંદતાથી આત્મામાં ગુણો પ્રગટે છે અને તે ગુણો પ્રકર્ષને પામીને સિદ્ધાવસ્થામાં પૂર્ણતાને પામે છે અને તેવા ગુણો પ્રત્યે જેમને રાગ છે તેવા જીવો ગુણનો સંગ્રહ કરવા માટે ઉદ્યમ કરે છે. આવા જીવોને કોઈપણ જીવોમાં માર્ગાનુસારી ગુણ દેખાય તો તેના પ્રત્યે પક્ષપાતવાળા થાય છે અને માર્ગાનુસારી ગુણોમાંથી કોઈપણ ગુણ કોઈનામાં હોય તો તેને દૂષણ આપતા નથી. વળી, આવા ગુણરાગી જીવો નિર્ગુણ જીવોની ઉપેક્ષા કરે છે અને ગુણવાન પુરુષો પ્રત્યે બહુમાનવાળા થાય છે. અહીં માર્ગાનુસારી શબ્દથી પ્રાથમિક ભૂમિકાના માર્ગાનુસારીના ‘પાંત્રીસ ગુણો માત્ર ગ્રહણ કરવાના નથી, પરંતુ મોક્ષમાર્ગને અનુસરનારા સર્વ ગુણો ગ્રહણ કરવાના છે અને તેના પ્રત્યે ગુણરાગી જીવોને પક્ષપાત હોય છે. ll૧૪ For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ ઉ૪ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૧/ગાથા-૧૫-૧૬ અવતરણિકા :હવે સત્કથા ગુણ બતાવે છે – ગાથા : અશુભકથા કલુષિત મતિ, નાસે રતન વિવેક; ધર્માર્થી સતકથ હુએ, ધર્મનિદાન વિવેક. ૧૫ ગાથાર્થ : અશુભ કથાથી કલુષિત થયેલી મતિથી વિવેક રત્ન નાસે નાશ પામે છે. તે કારણથી ધર્માર્થી સતકથાવાળા થાય; કેમ કે ધર્મનું નિદાન-ધર્મનું કારણ, વિવેક છે. ll૧પ. ભાવાર્થ - (૧૩) સ્ત્રીઆદિની અશુભકથા કરવાથી મતિ હંમેશા મોહથી આકુળ થાય છે અને મોહથી આકુળ થયેલી મતિને કારણે જીવમાં હિતાહિતને અનુકૂળ ઉચિત વિચારણારૂપ વિવેક રત્ન નાશ પામે છે અને જીવ મોહને પરવશ થઈને પ્રવૃત્તિ કરે છે. તેથી ધર્માર્થી જીવ સત્કથા કરનારા હોય છે અર્થાત્ ઉત્તમ પુરુષોના ચરિત્રોનું વાંચન કરે કે તેની વિચારણા કરે કે જેથી આત્મામાં વિવેક જાગૃત રહે. અહીં પ્રશ્ન થાય કે ધર્માર્થી વિવેકને જાગૃત રાખવા માટે સત્કથામાં પ્રયત્ન કેમ કરે છે ? તેથી કહે છે - ધર્મનું કારણ વિવેક છે માટે વિવેકને અત્યંત જાગૃત કરવા ધર્મના અર્થી સત્કથામાં ઉદ્યમ કરે છે. ll૧પણા અવતારણિકા : હવે સુપક્ષ ગુણ બતાવે છે – ગાથા : ધર્મશીલ અનુકૂલ યશ, સદાચાર પરિવાર; ધર્મ સુપફખ વિઘનરહિત, કરી શકે તે સાર. ૧૬ ગાથાર્થ :જેનો પરિવાર ધર્મશીલ હોય અર્થાત ધાર્મિક હોય, અનુકૂળ હોય ધર્મમાં For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ ઉપ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૧/ગાથા-૧૬-૧૭ અવિળકારી હોય, વળી, સુંદર યશવાળો હોય, સદાચારવાળો હોય, તેવા પરિવારવાળો પુરુષ ધર્મ સુપક્ષ કહેવાય છે અને તેeતે પુરુષ વિપ્ન રહિત સાર=સુંદર ધર્મ કરી શકે. I૧૬ll ભાવાર્થ - (૧૪) જે પુરુષનો પરિવાર ઉત્તમ ગુણોવાળો હોય તે પુરુષ સુંદર પક્ષવાળા પરિવારવાળો કહેવાય અને તેનો પરિવાર કેવો હોય તે સ્પષ્ટ કરતાં કહે છે. ધર્મશીલ હોય અર્થાત્ જેમ તે પુરુષ ધર્મ કરવા માટે તત્પર હોય છે તેમ તેનો પરિવાર પણ ધર્મ કરવાના સ્વભાવવાળો હોય છે. વળી, પરિવાર પ્રકૃતિથી ગુણવાળો હોવાથી ધર્મને અનુકૂળ હોય છે પરંતુ ધર્મમાં વિજ્ઞકારી બનતો નથી. વળી, તેનો પરિવાર સુંદર યશવાળો અને સદાચારવાળો હોય છે. આવો જીવ ધર્મ સુપક્ષવાળો કહેવાય જે સુંદર ધર્મને વિધ્વરહિત એવી શકે છે. ll૧છા અવતરણિકા : હવે દીર્ઘદર્શી અને વિશેષજ્ઞ ગુણો બતાવે છે – ગાથા : માંડે સવિ પરિણામહિત, દીરઘદર્શી કામ; લહે દોષ ગુણ વસ્તુના, વિશેષજ્ઞ ગુણધામ. ૧૭ ગાથાર્થ - દીર્ઘદર્શી પુરુષ સવિ કામ-સર્વ કાર્યો, પરિણામને હિત કરનારા માંડે પ્રારંભ કરે, વળી, વિશેષજ્ઞ પુરુષ ગુણનું ધામ હોય છે ગુણનું સ્થાન હોય છે. અને વસ્તુના ગુણ-દોષને જાણે. ll૧૭ll ભાવાર્થ – (૧૫) દીર્ઘદૃષ્ટિ પુરુષ હંમેશા પારિણામિકી બુદ્ધિવાળો હોય છે. તેથી તે જે પ્રવૃત્તિ કરે તેના પરિણામનો ઉચિત નિર્ણય કરીને પ્રવૃત્તિનો પ્રારંભ કરે છે, પરંતુ વિચાર્યા વગર કોઈ પ્રવૃત્તિનો પ્રારંભ કરતો નથી. (૧૬) વળી, વિશેષને જાણનારા પુરુષો સચેતન-અચેતન વસ્તુના અથવા ધર્મ-અધર્મ હેતુના ગુણોને અને દોષોને યથાર્થ જાણનારા હોય છે. તેથી વિશેષનો For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ ૬૬ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૧/ગાથા-૧૭-૧૮ નિર્ણય કરીને ગુણવૃદ્ધિનું કારણ થાય તેવી પ્રવૃત્તિ કરે છે અને આવા ગુણવાળા જીવો ધર્મ માટે યોગ્ય છે. ||૧૭|| અવતરણિકા : હવે વૃદ્ધાનુગત અને વિનયવંત ગુણો બતાવે છે 511211 : વૃદ્ધાનુગત સુસંગતે, હોવે પરિણતબુદ્ધિ; વિનયવંત નિયમા કરે, જ્ઞાનાદિકની શુદ્ધિ. ૧૮ ગાથાર્થ ઃ વૃદ્ધને અનુસરનાર સુસંગતને કારણે=વૃદ્ધના સંગને કારણે પરિણત બુદ્ધિવાળા થાય છે તથા વિનયવંત નિયમથી જ્ઞાનાદિકની શુદ્ધિ કરે. [૧૮] ભાવાર્થ : (૧૭) ‘ધર્મરત્નપ્રકરણ'માં વૃદ્ધનું સ્વરૂપ બતાવતાં કહ્યું કે મોટી ઉંમરવાળા, પરિપક્વ બુદ્ધિવાળા, પરિણામથી સુંદર મતિવાળા અને સદ્ વિવેકાદિ ગુણોથી યુક્ત વૃદ્ધ કહેવાય છે. જે દરેક પ્રવૃત્તિઓમાં આવા વૃદ્ધ પુરુષોને અનુસરનારા હોય તેઓને તેવા ગુણીયલ વૃદ્ધોના સંગને કારણે પારિણામિકી બુદ્ધિ પ્રગટે છે. જેથી પોતાનો પ્રાપ્ત થયેલો મનુષ્યભવ કઈ રીતે સફળ થાય તેની ઉચિત વિચારણા કરીને પોતાની ભૂમિકા અનુસાર ધર્માદિ પુરુષાર્થોને સેવી શકે છે. (૧૮) વિનય શબ્દની વ્યુત્પત્તિ છે કે જેનાથી કર્મોનું વિનયન થાય તે ‘વિનય’. આ વ્યુત્પત્તિ અનુસાર જે પુરુષો ગુણો ત૨ફ વળેલા હોય તેઓ વિનયવંત કહેવાય અને તેવા વિનયવાળા પુરુષો જ્ઞાનાદિ ગુણોવાળા ઉત્તમ પુરુષો પ્રત્યે વિનય કરીને તેઓ પાસેથી વિશેષ વિશેષ પ્રકારના જ્ઞાનાદિને પ્રાપ્ત કરે છે. તેથી તેવા વિનયવાળા જીવોને સ્વભૂમિકા અનુસાર જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધિ નિયમા પ્રાપ્ત થાય છે માટે આવા વિનયવંત પુરુષો ધર્મના અધિકારી છે. ૧૮|| For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ GO શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન|ઢાળ-૧૧/ગાથા-૧૯ અવતરણિકા :હવે કૃતજાણ અને પરહિતકારી ગુણો બતાવે છે – ગાથા : ગુણ જોડે ગુરુ આદરે, તત્ત્વબુદ્ધિ કૃતજાણ; પરહિતકારી પર પ્રતે, થાપે માર્ગ સુજાણ. ૧૯ ગાથાર્થ : કૃતજાણ પોતાના ઉપર થયેલા ઉપકારને જાણનાર ગુરુને તત્વ બુદ્ધિથી આદરે અને ગુણને જોડે પોતાના આત્મામાં ગુણોને પ્રગટ કરે. માર્ગ સુજાણ એવો પરહિતકારી બીજાને માર્ગમાં સ્થાપન કરે. ll૧૯ll ભાવાર્થ : (૧૯) જે પુરુષમાં કરાયેલા ઉપકારને જાણવાનો ગુણ છે તે કૃતજાણ કહેવાય અને સંસારમાં જે ગુરુએ ભગવાનનો માર્ગ બતાવી પોતાને તત્ત્વની પ્રાપ્તિ કરાવી છે, તેવા ગુરુના કરાયેલા ઉપકારને જાણનાર પુરુષ તત્ત્વબુદ્ધિથી ગુરુને આદરે છે અને તે પ્રકારના અહોભાવથી તેમની પાસેથી માર્ગના વિશેષ પ્રકારનો બોધ કરીને પોતાના આત્માને ગુણમાં જોડે છે. (૨૦) પરહિતને કરવાના સ્વભાવવાળા જીવો ભગવાનના માર્ગના સુજાણ થાય પછી પરને માર્ગમાં સ્થાપન કરવા પ્રયત્ન કરે છે. વળી, જેઓ માર્ગના સુજાણ નથી તેવા અગીતાર્થ સાધુઓ કે અલબ્ધ અર્થવાળા એવા અજાણ શ્રાવકો પરના હિત માટે પ્રયત્ન કરે તોપણ પરનું હિત કરી શકતા નથી. તેથી તેઓની પરના હિતને અનુકૂળ પ્રવૃત્તિ અનુચિત પ્રવૃત્તિરૂપ છે, પરંતુ માર્ગના સુજાણ પરોપકારી સ્વભાવને કારણે પરનું હિત કરે તેઓ ધર્મ નિષ્પત્તિને અનુકૂળ એવા પરહિતકારી ગુણવાળા છે. ૧૯મી For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ ૬૮ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૧/ગાથા-૨૦ અવતરણિકા :હવે લબ્ધલક્ષ્ય ગુણ બતાવે છે – ગાથા : શીખે લખે સુખે સકલ, લબ્ધલક્ષ શુભકાજ; ઈમ એકવીસ ગુણે વર્યો; લહે ધર્મનું રાજ. ૨૦ ગાથાર્થ - સકલ શુભકાજ=બધા શુભકાજો સુખે શીખે સહેલાઈથી જાણે અને સુખે લખે સહેલાઈથી જીવનમાં ઉતારે તે લબ્ધલક્ષ્ય કહેવાય. આ પ્રમાણેના=અત્યાર સુધી વર્ણન કર્યું એ પ્રમાણેના, એકવીસ ગુણોથી વર્યો વરેલો પુરુષ, ધર્મનું રાજ=સામ્રાજ્ય પામે. ll૨૦II ભાવાર્થ - (૨૧) જે જીવોમાં માર્ગાનુસારી બુદ્ધિ પ્રગટ થાય તેવા પ્રકારનો જ્ઞાનાવરણીયનો લયોપશમભાવ વર્તે છે તેઓ સુગુરુ પાસેથી સકલ શુભ કાર્યો કઈ રીતે કરવાથી સંસારના ઉચ્છેદનું કારણ બને તેના મર્મને સુખેથી શીખે છે. અને તેના મર્મને જાણ્યા પછી પોતાની ભૂમિકા અનુસાર સર્વ શુભ કાર્ય સુખેથી આરાધી શકે છે. તેથી સંસાર પ્રત્યે નિર્વેદના ભાવપૂર્વક અને જે અનુષ્ઠાનમાં જે પ્રકારનો સંવેગ અપેક્ષિત છે તે પ્રકારના સંવેગપૂર્વક તે અનુષ્ઠાન સેવે છે. આથી આવા જીવો ભગવાનની પૂજા કરે તો તે પ્રકારનાં સંવેગપૂર્વક પૂજા કરે છે, જેથી તે પૂજારૂપ દ્રવ્યસ્તવ અવશ્ય ભાવતવનું કારણ બને છે. તેવા જીવો લબ્ધલક્ષ્યવાળા છે અર્થાત્ ઉપદેશાદિથી લક્ષ્યને યથાર્થ પ્રાપ્ત કર્યું છે અને શુભકાર્યના સેવન કાળમાં લક્ષ્ય સાથે ચિત્તને બદ્ધ કરીને સેવન કરનારા છે આથી લબ્ધલક્ષ્ય છે. આ “એકવીસ' ગુણો જે પુરુષ ધારણ કરે છે તે પુરુષમાં ધર્મનું સામ્રાજ્ય વર્તે છે. ll૨૦II For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૧/ગાથા-૨૧ ૬૯ ગાથા : પૂરણગુણ ઉત્તમ કહ્યો, મધ્યમ પાળે હીન; અદ્ધહીન જઘન્ય જન, અપર દરિદ્રી દીન. ૨૧ ગાથાર્થ : પૂર્ણ ગુણથી ઉત્તમ કહ્યો-“એકવીસ” ગુણોથી યુક્ત ધર્મને યોગ્ય પુરુષ ઉત્તમ કહ્યો, પાદમાં હીન પા ભાગમાં હીન મધ્યમ કહેવાય. અર્ધહીન પુરુષ જઘન્ય કહેવાય, એના સિવાયના બીજા દરિદ્ર દીન છે= અકલ્યાણને જોનારા છે ધર્મને માટે અનધિકારી છે. ||૧|| ભાવાર્થ - પૂર્વમાં વર્ણન કર્યું એવા “એકવીસ' ગુણોથીયુક્ત પુરુષને શાસ્ત્રકારો ધર્મ સેવવા માટે ઉત્તમ પુરુષ કહે છે. વળી, કોઈક પુરુષમાં તે “એકવીસ” ગુણોમાંથી પા” ભાગ હીન હોય તો તે ધર્મ માટે મધ્યમ પ્રકારનો કહેવાય છે. અને “એકવીસ ગુણોમાંથી અર્ધા ગુણો ઓછા હોય અર્થાત્ અર્ધા જ ગુણો હોય તો તે પુરુષ ધર્મ માટે જઘન્ય કહ્યો છે અને અર્ધાથી પણ ઓછા ગુણોવાળા જીવો દરિદ્ર કહેવાય છે અર્થાત્ ધર્મ સેવવા માટે અનધિકારી છે અને તેઓ દીન છે અર્થાત્ કલ્યાણને જોવા માટે સમર્થ નથી. આનાથી એ પ્રાપ્ત થાય કે, ધર્મ એ માત્ર આચરણારૂપ નથી, પરંતુ આચરણા કરીને આત્માને ગુણોથી સમૃદ્ધ બનાવવા સ્વરૂપ છે અને જેમાં પૂર્વમાં વર્ણન કરાયેલા “એકવીસ” ગુણોમાંથી કોઈ ગુણો નથી કે માત્ર બે-ચાર ગુણો હોય તેઓ ગુણની નિષ્પત્તિને અનુકૂળ ભૂમિકાને પામેલા નથી, પરંતુ પ્રચૂર મોહથી આકુળ ભૂમિકાવાળા છે, તેવા જીવો ધર્મની ક્રિયા કરીને પણ ગુણની નિષ્પત્તિ કરી શકે નહિ. માટે તેઓને ધર્મના અનધિકારી કહ્યા છે. રિવII For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭૦ અવતરણિકા : ઢાળતા કથનનું નિગમન કરતાં કહે છે ગાથા : શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૧/ગાથા-૨૨ અરજે વરજી પાપને, એહ ધર્મ સામાન્ય; પ્રભુ તુઝ ભક્તિ જશ લહે, તેહ હોએ જનમાન્ય. ૨૨ ગાથાર્થ : જે જીવો પાપને વર્જી આ ‘એકવીસ' ગુણોમાં ઉધમ કરીને તેને અર્જુ=અર્જન કરે, એ પુરુષ સામાન્યથી ધર્મ લહે. હે ભગવંત ! તમારી ભક્તિનો યશ લહે=આ ગુણોને પ્રગટ કરીને ધર્મની પ્રાપ્તિ દ્વારા ભગવાનની ભક્તિના યશને ધારણ કરે અને તેવો પુરુષ જનમાન્ય થાય=ધર્મી તરીકે લોકમાં માન્ય થાય. II૨૨ ભાવાર્થ : ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત ઢાળમાં ધર્મ યોગ્ય જીવના ‘એકવીસ’ ગુણો બતાવ્યા, તે સાંભળીને ધર્મ ક૨વાની ઇચ્છાવાળા પુરુષે તે ગુણ કેળવવા માટે ઉદ્યમ કરવો જોઈએ. જો કે, રૂપનિધિ આદિ ગુણો પ્રયત્નનો વિષય નહિ હોવા છતાં અક્ષુદ્ર આદિ ગુણો પ્રયત્નથી સાધ્ય છે અને તેવા ગુણો પ્રગટ કરવા માટે યત્ન કરે તો પોતાની ભૂમિકા પ્રમાણે પાપનું વર્જન કરીને ગુણ વિષયક કરાતા યત્નથી તે ગુણોની પ્રાપ્તિ થાય છે. સામાન્યથી આવા ગુણો આવ્યા પછી તે પુરુષ ધર્મને પામે છે અને ધર્મનું સેવન એ વીતરાગની આજ્ઞારૂપ છે અને વીતરાગની આજ્ઞા અનુસાર સેવાયેલો ધર્મ ક્રમે કરીને વીતરાગતાની પ્રાપ્તિનું કારણ છે. એથી જે પુરુષ ધર્મની ભૂમિકા પ્રાપ્ત કરીને ધર્મને સેવે એ વીતરાગની ભક્તિ કરે છે. તેથી તે પુરુષ વીતરાગની ભક્તિના યશને પ્રાપ્ત કરે છે અર્થાત્ આ મહાત્મા ભગવાન પ્રત્યેના ભક્તિવાળા છે તેવો યશ પ્રાપ્ત કરે છે અને તેવા પુરુષ લોકોમાં ધર્મી તરીકે માન્ય બને છે. ૨૨ા For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૨/ગાથા-૧-૨ ઢાળા બારમી (રાગ : ચોપાઈની દેશી) પૂર્વ ઢાળ સાથે સંબંધ : પૂર્વની ઢાળમાં ધર્મને યોગ્ય જીવમાં વર્તતા ‘એકવીસ’ ગુણોનું સ્વરૂપ બતાવ્યું. હવે તેવા ગુણોવાળા પુરુષ ધર્મનું સેવન કરીને ભાવશ્રાવકપણું પ્રાપ્ત કરે છે. તેથી હવે ભાવશ્રાવકનું સ્વરૂપ બતાવવા અર્થે કહે છે 11211 : એકવીસ ગુણ જેણે લહ્યા, જે નિજ મર્યાદામાં રહ્યા; તેહ ભાવશ્રાવકતા લહે, તસ લક્ષણ એ તૂં પ્રભુ ! કહે. ૧ ગાથાર્થ ઃ ૭૧ જેણે=જે પુરુષે, એકવીસ ગુણો પ્રાપ્ત કર્યાં અને તેના કારણે જેઓ નિજમર્યાદામાં રહ્યા=ધર્મને અનુકૂળ એવી ઉચિત આચરણાની મર્યાદામાં રહ્યા, તેવા જીવો ભાવશ્રાવકપણું પ્રાપ્ત કરે છે. હે ભગવંત ! તેના લક્ષણ આપ આ પ્રમાણે કહો છો. IIII ભાવાર્થ : પૂર્વ ઢાળમાં બતાવ્યા તેવા ‘એકવીસ’ ગુણોનું સ્વરૂપ સાંભળીને તે ‘એકવીસ’ ગુણો કેળવવા માટે જે પુરુષ ઉદ્યમ કરે છે તેવા જીવો સ્વભૂમિકા અનુસાર તે ગુણોને પોતાનામાં પ્રગટ કરે છે અને તેના કારણે તે ગુણોની મર્યાદામાં રહેનારા બને છે. તેવા જીવો ઉપદેશાદિની સામગ્રીને પામીને શ્રાવકધર્મ સ્વીકારે તો તે શ્રાવકધર્મની આચરણા માત્ર બાહ્ય આચરણારૂપ બનતી નથી, પરંતુ તે આચરણાથી તે મહાત્મા ભાવશ્રાવક બને છે. તે ભાવશ્રાવક કેવા હોય તેનાં લક્ષણ ભગવાને કહ્યાં છે જે આગળની ગાથામાં ગ્રંથકારશ્રી બતાવે છે. IIII અવતરણિકા : પૂર્વ ગાથામાં કહ્યું કે ભાવશ્રાવકના આ લક્ષણો ભગવાને કહ્યા છે, તેથી હવે તે ભાવશ્રાવકના લક્ષણો બતાવે છે . For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭૨ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૨ગાથા-૨-૩ ગાથા : કૃતવ્રતકર્મા શીલાધાર, ગુણવન્તો ને ઋજુવ્યવહાર; ગુરુસેવી ને પ્રવચનદક્ષ, શ્રાવક ભાવે એ પ્રત્યક્ષ. ૨ ગાથાર્થ : કૃતવ્રતકર્મા સ્વીકાર્યા છે શ્રાવકના બાર વ્રતો જેમને એવા, શીલાધાર જેઓની ઈન્દ્રિયો શ્રાવકને અનુકૂળ એવા સંવરભાવવાળી છે તેથી શીલના આધાર છે, ગુણવંત=ગુણોને વિકસાવવા માટે યત્ન કરનારા છે, ઋજુવ્યવહાર ઋજુવ્યવહારવાળા છે જેમાં ક્લેશ ન થાય અને ઔચિત્યપૂર્વક ધનાદિની પ્રાપ્તિ થાય તે પ્રકારે ધન અર્જનાદિમાં યત્ન કરનારા છે, ગુરુસેવી શાસ્ત્રના પરમાર્થને જાણનારા ગુરુની શુશ્રુષા કરનારા છે, પ્રવચનદક્ષ ગુણવાન ગુરુ પાસેથી શાસ્ત્રના મર્મને જાણીને પ્રવચનમાં નિષ્ણાત થયેલા છે, આ છ ગુણો જેમાં પ્રત્યક્ષથી વર્તે તે ભાવશ્રાવક છે. IIરા. અવતરણિકા : હવે, ભાવશ્રાવકના કૃતવ્રતકર્મા ગુણને સ્પષ્ટ કરવા અર્થે તેના ચાર પ્રકાર બતાવે છે – ગાથા : શ્રવણ જાણણા ગ્રહણ ઉદાર, પડિસેવા એ ચાર પ્રકાર; પ્રથમ ભેદના મન ધારીયે, અર્થ તાસ ઈમ અવતારીયે. ૩ ગાથાર્થ - પ્રથમ ભેદના=શ્રાવકના “છ” લક્ષણોમાંથી કૃતવ્રતકર્મા રૂપ પ્રથમ ભેદના, “શ્રવણ-ગીતાર્થ ગુરુ પાસે વ્રતના સ્વરૂપનું શ્રવણ, જાણણા= સ્વીકારવા યોગ્ય વ્રતોનું સ્વરૂપ સર્વ ભાંગાઓથી જાણવું, ગ્રહણ=વ્રતોના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન કર્યા પછી શક્તિ અનુસાર વ્રતોનું ગ્રહણ કરવું, ઉદાર પ્રતિસેવા-ગ્રહણ કરાયેલા વ્રતોનું ખલના વગર સમ્યગૂ પાલન કરવું” એ “ચાર' પ્રકારને મનમાં ધારીએ, તાસ અર્થ તેમનો For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૨/ગાથા-૩-૪ ૭૩ અર્થ-શ્રવણાદિ “ચાર' ભેદોનો અર્થ, આ પ્રમાણે=આગળમાં કહેવાય છે એ પ્રમાણે, અવતારીએ બુદ્ધિમાં અવધારણ કરીએ. ll3II અવતરણિકા : પૂર્વ ગાથામાં ભાવશ્રાવકના કૃતવ્રતકર્મારૂપ પ્રથમ ભેદના શ્રવણાદિ ચાર પ્રકારો છે તેમ કહ્યું. તેથી હવે તે “ચાર' પ્રકારો બતાવે છે – ગાથા : બહુમાણે નિસુણે ગીયર્થી, પાસે ભંગાદિક બહુ અત્ય; જાણ ગુરુ પાસે વ્રત ગ્રહે, પાલે ઉપસર્ગાદિક સહે. ૪ ગાથાર્થ : બહુમાનથી ગીતાર્થ પાસે નિસુણે સાંભળે, એ શ્રવણરૂપ પ્રથમ ભેદ છે. ભંગાદિક બહુ અર્થ જાણ જાણે, તે જાણણારૂપ બીજો ભેદ છે, ગુરુ પાસે વ્રત ગ્રહણ કરે તે ગ્રહણરૂપ ત્રીજો ભેદ છે, ઉપસર્ગાદિ સહન કરીને વ્રતો પાળે તે ઉદાર પ્રતિસેવારૂપ ચોથો ભેદ છે. III ભાવાર્થ : પૂર્વ ઢાળમાં વર્ણન કર્યું તેવા ‘એકવીસ' ગુણોને ધરાવનાર અને સંસારથી ભય પામેલ એવા યોગ્ય જીવો સર્વવિરતિના અર્થી બને અને સર્વવિરતિની શક્તિના સંચય અર્થે દેશવિરતિ સ્વીકારે છે. તે દેશવિરતિ કઈ રીતે સ્વીકારે છે અને કઈ રીતે પાળે છે તે સ્પષ્ટ કરતા કહે છે. પ્રથમ ગીતાર્થ ગુરુ પાસે અત્યંત બહુમાનપૂર્વક શ્રાવકના વ્રતોને સાંભળે છે શ્રવણ ગુણરૂપ છે. વળી, સાંભળવા માત્રથી તે શ્રવણક્રિયા સફળ થતી નથી, તેથી તે વ્રતોના સર્વ વિકલ્પોનો યથાર્થ બોધ થાય તે રીતે અત્યંત ઉપયોગપૂર્વક તે મહાત્મા શ્રવણ કરે છે. વળી, તે શ્રવણની પ્રવૃત્તિ દ્વારા દરેક વ્રતોના કેટલા ભાંગા થાય છે ઇત્યાદિ દ્વારા તે વ્રતોના અર્થને તે મહાત્મા જાણે છે અર્થાત્ જેમ ભાંગાથી વ્રતોના અર્થોને જાણે છે તેમ અતિચારાદિથી પણ વ્રતોના અર્થોને જાણે છે. આ રીતે વ્રતોના અર્થોનો યથાર્થ બોધ કર્યા પછી ગુરુ પાસેથી For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૪ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૨/ગાથા-૪-૫, ૬-૭ વિધિપૂર્વક શક્તિ અનુસાર તે મહાત્મા વ્રતો ગ્રહણ કરે છે અને વ્રતોનાં પાલનથી ઉત્તર ઉત્તરના વ્રત ગ્રહણની જેમ જેમ શક્તિ વધે છે તેમ તેમ તે વ્રતોને અતિશયિત-અતિશયિત કરે છે જેથી સર્વવિરતિને અનુકૂળ શક્તિનો સંચય થાય છે. વળી, ગ્રહણ કરાયેલા વ્રતો ઉદાર આશયપૂર્વક પાળે છે અર્થાત્ સ્વીકારાયેલા વ્રતોમાં ક્યાંય મલિનતા ન થાય તે રીતે યતનાના પરિણામપૂર્વક તે વ્રતોને તે મહાત્મા પાળે છે, અને ઉપસર્ગ પરિસહ આવે તો પણ તેને સહન કરે છે. પરંતુ વ્રતોને મલિન કરતા નથી. આવા ભાવશ્રાવક કૃતવ્રતકર્મા નામના પ્રથમ ગુણવાળા છે. ll અવતરણિકા : હવે, શીલાધાર ગુણને સ્પષ્ટ કરવા અર્થે તેના “છ” ભેદો બતાવે છે – ગાથા : સેવે આયતણા ઉદ્દેશ, પરગૃહ તજે અણુબ્લડ વેસ; વચનવિકાર ત્યજે શિશુલીલ, મધુર ભણે એ ષવિધ શીલ. ૫ ગાથાર્થ : સેવે આયતણા=જ્યાં ધર્મીજનો ભેગા થતા હોય તેવા સ્થાનનું સેવન કરે, ઉદ્દેશ પરગૃહ તજે કોઈક ઉદ્દેશથી પરની પાસે જવું હોય તો પરગૃહમાં એકલા જાય નહિ, વળી, અણુબભs વેશ તજે, વયનવિકાર ત્યજે વિકાર પેદા કરાવે તેવા સ્ત્રીકથાદિ વચનો બોલે નહિ, શિશ્લીલ ત્યજે બાળ જેવી ચેષ્ટ ન કરે અર્થાત્ વિચાર્યા વગર પોતાના વ્રતને દૂષણ લાગે તેવી ચેષ્ટ ન કરે, મધુર ભણે સામાને પ્રીતિ ઉત્પન્ન થાય તેવા વચનો બોલે, એ “છ” પ્રકારનું શીલ છે. ITI અવતરણિકા : પૂર્વગાથામાં ભાવશ્રાવકના શીલાધારરૂપ બીજા ભેદના આયતણાદિ “છ” પ્રકારો છે તેમ કહ્યું. હવે ગાથા-૬ અને ૭થી તે ‘છ પ્રકારો બતાવે છે – For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૨/ગાથા-૬-૭ ૭પ ગાથા : આયતને સેવે ગુણપોષ, પરગૃહગમને વાધે દોષ; ઉદભવેષ ન શોભા લાગ, વચનવિકારે જાગે રાગ. ૬ મોહતણો શિશુલીલા લિંગ, અનર્થદંડ અછે એ ચંગ; કઠિન વચનનું જલ્પન જેહ, ધર્મીને નહિ સમ્મત તેહ. ૭ ગાથાર્થ : ગુણને પોષે એવા આયતણને સેવે ગુણનું પોષણ થાય એવા ધર્મસ્થાનનું સેવન કરે, પરગૃહ ગમનમાં કોઈક ઉદ્દેશથી એકલા પર ઘરે જવામાં દોષ વાધે સ્ત્રી આદિ સાથે એકાંત પ્રાપ્ત થવાથી દોષો વધે, ઉદ્ભટ વેશથી શ્રાવક શોભાસ્પદ ન લાગે, વિકારી વયનો બોલવાથી રાગ થાય. IIII શિશુલીલા મોહતણો લિંગ છે આથી એ ચંગ અત્યંત, અનર્થ દંડ છે, કઠિન વચનનું જે બોલવું તે ધર્મજનને સમત નથી. II ભાવાર્થ - (૧) આયતન સેવે : શ્રાવક ધર્મની વૃદ્ધિ કરવા અર્થે ગુણનું પોષણ થાય એવા ધર્મસ્થાનોનું સેવન કરે જે શીલનો પ્રથમ ભેદ છે. (૨) પરગૃહગમન ત્યાગ : વળી, શ્રાવક એકાંતમાં પરસ્ત્રી સાથે બેસવાનો પ્રસંગ આવે તેના વર્જન અર્થે પરગૃહમાં ક્યારેય એકલો જાય નહિ; કેમ કે પરગૃહ ગમનમાં તે પ્રકારના રાગાદિ વૃદ્ધિ થવાનો પ્રસંગ આવે. (૩) ઉભટ વેશ ત્યાગ : શ્રાવક દેશકાળને શોભે નહિ તેવા ઉદ્ભટ વેશોનો ત્યાગ કરે; કેમ કે ઉદ્ભટ વેશ પહેરવાથી શ્રાવકની શોભા લાગે નહિ અને લોકોમાં ધર્મની હીનતા દેખાય. (૪) વચનવિકાર ત્યાગ : વળી, શ્રાવક વિકારો પેદા કરાવે તેવી સ્ત્રીકથાદિના વચનોનો ત્યાગ કરે; કેમ કે તેવા વચનો બોલવાથી રાગ જાગે. (૫) શિશુલીલા ત્યાગ : વળી, શ્રાવક બાળક જેવી હસવાની-તોફાન મસ્તીની ક્રિયાઓનો ત્યાગ કરે; કેમ કે તેવી બાળ ચેષ્ટાએ મોહના લિંગો છે અર્થાત્ For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૬ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૨/ગાથા-૬-૭, ૮, ૯-૧૦ પોતાનામાં મોહની વૃદ્ધિ કરે અને બીજાને મોહ પેદા કરાવે તેવા ભાવો છે આથી તે અનર્થદંડરૂપ છે. (૬) મધુરભાષી : વળી, શ્રાવક હંમેશા મધુર ભાષા બોલનારા હોય; કેમ કે કઠોર વચન બોલવા ધર્મીને શોભતા નથી. વસ્તુતઃ શ્રાવક દયાળુ સ્વભાવવાળા હોય તેથી કોઈને કઠોર વચનથી કહે નહિ, ફક્ત યોગ્ય જીવના ઉપકાર અર્થે અપવાદથી ક્યારેક કઠોર વચન કહે તો તે પણ અંતરંગ દયાળુ સ્વભાવથી પરના હિત અર્થે કહે તે સિવાય પોતાની પ્રકૃતિથી કોઈને કઠોર વચનથી કહે નહિ. આ છ પ્રકારની ઉચિત આચરણા શ્રાવકનો શીલ ગુણ છે. II૬-ગ. અવતરણિકા : ભાવશ્રાવકના ગુણવંત ગુણને સ્પષ્ટ કરવા અર્થે તેના પાંચ પ્રકાર બતાવે છે – ગાથા : ઉધમ કરે સદા સઝાય, કરણ વિનયમાં સર્વ ઉપાય; અનભિનિવેશી રુચિ જિનઆણ, ધરે પંચગુણ એહ પ્રમાણ. ૮ ગાથાર્થ : સઝાય-કરણ-વિનયમાં સ્વાધ્યાય કરવામાં, અનુષ્ઠાન કરવામાં અને વિનયમાં સદા સર્વ ઉપાયથી ઉધમ કરે, અનભિનિવેશી=અતત્વમાં આગ્રહ વગરના, રુચિ જિનઆણ ભગવાનની આજ્ઞામાં રુચિ, પંચગુણ= પાંચ ગુણ ધારણ કરે એહ શ્રાવક પ્રમાણ છે. llcil અવતરણિકા : પૂર્વગાથામાં ભાવશ્રાવકના ગુણવંતરૂપ ત્રીજા ભેદના સ્વાધ્યાયાદિ પાંચ' પ્રકારો છે તેમ કહ્યું. તેથી હવે ગાથા-૯ અને ૧૦થી તે પાંચ પ્રકાર બતાવે છે – ગાથા : સઝાયૅ ધારે વૈરાગ, તપ-નિયમાદિક કરણે રાગ; વિનય પ્રjજે ગુણનિધિતણો, જિમ મન વાધે આદર ઘણો. ૯ For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ ૭૭ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૨/ગાથા-૯-૧૦ અનભિનિવેશી અવિતથ ગણે, ગીતારથ ભાષિત જે સુણે; સદુહણાયે સુણવા ચાહ, સમકિતનો મોટો ઉછાહ. ૧૦ ગાથાર્થ : સ્વાધ્યાયમાં વૈરાગ્યને ધારણ કરે, તપ નિયમાદિક કરણે કરવામાં રાગ રાખે, ગુણના નિધાન પુરુષો પ્રત્યે વિનય પ્રjજેપ્રયોગ કરે, જેમ મનમાં ઘણો આદર વધે. IIII. અનભિનિવેશી એવો શ્રાવક ગીતાર્થ ભાષિત એવું જે સુણે સાંભળે, તે અવિતથ ગણે યથાર્થ માને, સદ્દતણા=શ્રદ્ધા, સુણવા ચાહ નવું નવું સાંભળવા માટેની ચાહણા, સમકિતનો મોટો ઉચ્છા=સમ્યગ્બોધનો ઘણો ઉત્સાહ હોય. ||૧૦|| ભાવાર્થ : (૧) સ્વાધ્યાયમાં ઉદ્યમ : ભાવશ્રાવક આત્મામાં વૈરાગ્ય પ્રગટ થાય તેવું અપૂર્વ શ્રુત ગ્રહણ કરે છે, જે સ્થાને સ્પષ્ટ નિર્ણય ન થાય ત્યાં ગુરુને પૃચ્છા કરે છે અને ગ્રહણ કરાયેલા પદાર્થોને પરાવર્તન કરી સ્થિર કરે છે. વળી, સ્થિર થયેલા પદાર્થોનો સૂક્ષ્મ બોધ કરવા અર્થે અનુપ્રેક્ષા કરે છે અને યોગ્ય જીવો પાસે ધર્મકથા કરે છે. ભાવશ્રાવક આ “પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં સર્વ ઉપાયથી સદા ઉદ્યમ કરે છે જેથી વૈરાગ્ય સદા વૃદ્ધિ પામે. (૨) ક્રિયા કરવામાં ઉદ્યમ : વળી, ભાવશ્રાવક સ્વશક્તિ અનુસાર તપ કરવામાં, નિયમો ધારણ કરવામાં અને ગુણવાન સાધુ આદિને વંદન કરવામાં રાગને ધારણ કરે છે અને તેથી તપાદિ પ્રવૃત્તિમાં સદા સર્વ ઉપાયે ઉદ્યમ કરનાર બને છે. વળી, શક્તિ અનુસાર બીજાને કરાવવામાં યત્ન કરે છે અને અન્ય મહાત્માઓના તપ નિયમાદિના ઉદ્યમની અનુમોદના કરે છે; કેમ કે શ્રાવકને તપ નિયમાદિ કરવામાં અત્યંત રાગ છે. (૩) વિનયમાં ઉદ્યમ : ગુણના નિધાન એવા મહાપુરુષો પ્રત્યે અભુત્થાનાદિ કરવારૂપે વિનય કરે છે જેના કારણે મનમાં ગુણવાન પુરુષો પ્રત્યે અત્યંત આદર થાય છે. આ રીતે ભાવશ્રાવક સર્વ ઉપાયથી વિનયમાં સદા ઉદ્યમ કરે છે. For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૮ શ્રી સીમંધરસ્વામીનું ૩પ૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૨/ગાથા-૯-૧૦, ૧૧ (૪) અનભિનિવેશી : શ્રાવક અનભિનિવેશી ગુણવાળા હોય છે તેથી તત્ત્વને જાણવા અર્થે ગીતાર્થ પાસે સ્વાધ્યાયાદિ કરતા હોય અને ગીતાર્થ જે કંઈ પણ શાસ્ત્રના પદાર્થો સમજાવે તે યથાર્થ છે વિપરીત નથી તેમ સ્વીકારે છે; કેમ કે શ્રાવકને તત્ત્વ જાણવા માટે જ આગ્રહ હોય છે, પરંતુ અતત્ત્વભૂત એવા ભાવો પ્રત્યે અભિનિવેશ નથી. (૫) ભગવાનની આજ્ઞામાં રુચિ : શ્રાવકને ભગવાનની આજ્ઞામાં રુચિ હોય છે તેથી ભગવાનની આજ્ઞામાં રુચિરૂપ સહણાને કારણે શાસ્ત્ર સાંભળવાની અત્યંત ચાહના હોય છે અને સમ્યગુ બોધ કરવાનો મોટો ઉત્સાહ હોય છે. II૯-૧૦માં અવતરણિકા : ભાવશ્રાવકના ઋજુવ્યવહાર ગુણને સ્પષ્ટ કરવા અર્થે તેના ચાર પ્રકાર બતાવે છે – ગાથા : અવિત થકથન અવંચકક્રિયા, પાતિક પ્રકટન મૈત્રીપ્રિયા; બોધબીજ સભાઓં સાર, ચાર ભેદ એ ઋજુવવહાર. ૧૧ ગાથાર્થ : અવિતથકથન યથાર્થ બોલવું, અવંચકક્રિયા-કોઈને ગે નહિ તેવી વ્યવહારની પ્રવૃત્તિ, પાતિક પ્રકટન=પાપની પ્રવૃત્તિઓના અનર્થનું આશ્રિત આગળ પ્રકાશન કરે, મૈત્રીપ્રિયા વ્યવહારમાં નહિ ગવારૂપ જીવો પ્રત્યેનો મૈત્રીભાવ, બોધિબીજની સભાવનાના ફળવાળા ઋજુવ્યવહારના ચાર ભેદ છે. [૧૧] ભાવાર્થ : ભાવશ્રાવકને ભગવાનના વચનમાં સ્થિર શ્રદ્ધા હોય છે તેથી બોધિબીજની પ્રાપ્તિના ફળવાળા એવા ઋજુવ્યવહારને સેવે છે. ઋજુવ્યવહાર એટલે સરળ પ્રકૃતિથી વ્યવહારની પ્રવૃત્તિ કરવી અને તે ઋજુવ્યવહાર ચાર પ્રકારે પ્રાપ્ત થાય છે. For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૨/ગાથા-૧૧ ૧. અવિતથકથન : શ્રાવક ઠગવાની બુદ્ધિથી ધર્મને અધર્મ કે અધર્મને ધર્મ કહે નહિ, પરંતુ યથાર્થ ધર્મ મધુર ભાષાથી બોલે. વળી, ધન અર્જનાદિના વ્યવહારમાં પણ સાચું-ખોટું બોલે નહિ, પરંતુ જે વસ્તુ જેવી હોય તેવી યથાર્થ કહીને વ્યાપારાદિની પ્રવૃત્તિ કરે. કોઈક પ્રસંગે કોઈની સાક્ષી તરીકે કથન કરવું હોય તોપણ ખોટું કહે નહિ. વળી, ધર્મના રાગી એવા ભાવશ્રાવક ધર્મની ગ્લાનિ થાય તેવું વચન બોલતા નથી. ૨. અવંચકક્રિયા : શ્રાવક કોઈને ઠગવાનું કારણ ન બને તે પ્રકારે મનવચન-કાયાની ક્રિયા કરે. તેથી વ્યાપાર વાણિજ્યમાં સારા માલ સાથે ખરાબ માલ ભેળ-સેળ કરે નહિ. ૩. પાતિક પ્રકટન : ઋજુવ્યવહારી શ્રાવક વ્યવહારાદિમાં પાપની પ્રવૃત્તિઓથી કે બીજાને ઠગવાની પ્રવૃત્તિથી કેવા પાપો થાય છે તે પોતાના આશ્રિત એવા પુત્રાદિની આગળ પ્રગટ કરે છે, જેથી તેઓને પણ ખોટું કાર્ય કરવાનું મન થાય નહિ. ૪. મૈત્રીપ્રિયા : ઋજુવ્યવહારી શ્રાવક બધા સાથે મિત્રની જેમ વ્યવહાર કરે પરંતુ કોઈની સાથે કપટથી વ્યવહાર કરે નહિ. અહીં વિશેષ એ છે કે ઋજુ વ્યવહારી એટલે કપટ વગરનો વ્યવહાર અને તેવો વ્યવહાર આ ચારેય ભાવોમાં છે. જેમ અવિતથકથનમાં કપટ વગરનું કથન શ્રાવક કરે છે, અવંચકક્રિયામાં કપટ વગરની ક્રય-વિક્રયાદિ ક્રિયા કરે છે અને પરિવારને પણ કપટવાળી પ્રવૃત્તિઓથી શું અનર્થો થાય તે પ્રકારના પાપનું પ્રકાશન કરે છે. તેમાં પણ અકપટ ભાવરૂપ ઋજુવ્યવહારનો પક્ષપાત વર્તે છે અને મૈત્રીપ્રિયામાં પણ બધા સાથે ઠગ્યા વગર મિત્રની જેમ વ્યવહાર કરે એવો ઋજુભાવ વર્તે છે. ઋજુવ્યવહારના આ ચાર ભાવો બીજા યોગ્ય જીવોને બોધિબીજની પ્રાપ્તિના ફળવાળા છે અને જેઓ ઋજુ વ્યવહારી નથી તે શ્રાવકો બીજા જીવોને અબોધિબીજની પ્રાપ્તિના કારણ બને છે તેથી પોતાને પણ અબોધિબીજ પ્રાપ્ત થાય છે અને પોતાનો સંસાર વધે છે. [૧] For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ ૮૦ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૨/ગાથા-૧૨-૧૩ અવતરણિકા – ભાવશ્રાવકના ગુરુસેવી ગુણને સ્પષ્ટ કરવા અર્થે ગાથા-૧૨ અને ૧૩થી તેના ચાર પ્રકાર બતાવે છે – ગાથા : ગુરુસેવી ચઉહિ સેવણા, કારણ સમ્પાદન ભાવના; સેવે અવસરે ગુરુને તેહ, ધ્યાનયોગનો ન કરે છેહ. ૧૨ ગાથાર્થ - ગુરુસેવી ચાર પ્રકારના છે ચાર પ્રકારની પ્રવૃત્તિ કરનારા છે. (૧) સેવના, (૨) કારણ બીજાને ગુરુ પ્રત્યે ભક્તિવાળા કરવા (૩) સમ્પાદન= ગુરુને ઓષધ વગેરે સામગ્રીનું સંપાદન કરવું (૪) ભાવના ગુરુના ભાવનું અનુસરણ કરવું. ચાર પ્રકારના ગુરુસેવીના ગુણોમાંથી સેવના ગુણને સ્પષ્ટ કરે છે. અવસરે ગુરુને તે રીતે સેવે જે રીતે ધ્યાનયોગનો છેહ=વિનાશ, ન કરે. I૧રા અવતરણિકા : ગુરુસેવીના કારણ, સમ્પાદન અને ભાવના ગુણને સ્પષ્ટ કરે છે – ગાથા : તિહાં પ્રવર્તાવ પર પ્રોં, ગુરુ ગુણ ભાષે નિજ પર છતે; સમ્પાદે ઔષધમુખ વલી, ગુરુભાડૅ ચાલે અવિચલી. ૧૩ ગાથાર્થ : પર પ્રૌં ગુરુના ગુણો ભાખે અને તિહાં પ્રવર્તાવે ગુરુની ભક્તિમાં પરને પ્રવર્તાવે, નિજ પર છતું ઔષધમુખ વલી સાદકપોતે અથવા બીજા પાસે વળી, ગુરુની ઔષધ વગેરે સમ્પાદન કરે, ગુરુ ભાડૅ ચાલે અવિચલી ગુરુના અભિપ્રાયથી અવિચલિત વિચલિત થયા વગર, સર્વ પ્રવૃત્તિ કરે. II૧૩ For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૨/ગાથા-૧૨-૧૩ ભાવાર્થ : શ્રાવક સર્વવિરતિના અત્યંત અર્થી હોય છે તેથી સર્વવિરતિના પાલન કરનારા એવા ગુણવાના ગુરુ પ્રત્યે અત્યંત ભક્તિવાળા હોય છે અને તે ભક્તિને કારણે તેઓ ચાર પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે. ૧. સેવના : ઉચિત અવસરે તે રીતે ગુરુની સેવા કરે છે જેનાથી ગુરુના ધ્યાનયોગમાં વિઘ્ન થાય નહિ. આશય એ છે કે ગુણવાન ગુરુ સદા મોક્ષ સાધક યોગોને સેવનારા હોય છે અને તેઓના મોક્ષ સાધક યોગોમાં વ્યાઘાત ન થાય તે રીતે તેમની સેવા કરે છે, જેથી દેહની અનુકૂળતાના બળથી ગુરુ વિશેષ પ્રકારે આરાધના કરી શકે અને તેમાં પોતે નિમિત્ત થાય જેથી પોતાને પણ સંયમની શીધ્ર પ્રાપ્તિ થાય. તે ગુરુસેવીનો સેવનારૂપ ભેદ છે. ૨. કારણ : વળી, શ્રાવક બીજાને પણ ગુરુના ગુણો કહે અને યોગ્ય જીવોને ગુરુની ભક્તિમાં પ્રવર્તાવે તે ગુરુસેવીનો કારણરૂપ બીજો ભેદ છે. ૩. સમ્પાદન : વળી, શ્રાવક પોતાની શક્તિ અનુસાર ગુરુને ઔષધ વગેરેનું દાન કરે અને બીજાને પણ તે પ્રકારે દાન કરવા પ્રેરણા કરે, જેથી ગુરુનું આરોગ્ય વગેરે સુંદર રહે તે ગુરુસેવીનો સમ્પાદનરૂપ ત્રીજો ભેદ છે. ૪. ભાવન : વળી, ગુરુના અભિપ્રાયને જાણીને તે પ્રમાણે સર્વ પ્રવૃત્તિ કરે તે ગુરુસેવીનો ભાવના નામનો ચોથો ભેદ છે. આશય એ છે કે શિષ્ય હંમેશા મોક્ષના ઉપાય સેવે તેવા આશયવાળા ગુરુ હોય છે તેથી શિષ્યની યોગ્યતા અનુસાર કે ગુરુને સમર્પિત એવા શ્રાવકની યોગ્યતા અનુસાર તે પ્રકારની પ્રવૃત્તિ કરવાના આશયથી શિષ્ય કે શ્રાવકને દરેક કથનો કરે છે અને તે પ્રકારની પ્રવૃત્તિ કરવાથી શિષ્યને કે સમર્પિત એવા શ્રાવકને નિર્જરાની પ્રાપ્તિ થાય અને શીધ્ર સંસારના પારને પામે. વળી, ગુરુસેવી ગુણવાળા શ્રાવક હંમેશા ગુરુ જે જે કંઈ કૃત્યો કરવાના કહે તે કૃત્ય માત્ર બાહ્યથી સંપાદન ન કરે પરંતુ ગુરુનો પારમાર્થિક અભિપ્રાય શું છે તેને જાણીને તે તે પ્રમાણે તે કૃત્ય સંપાદન કરે જે ગુરુસેવીનો ગુરુના ભાવને અનુસરનાર ‘ભાવના' નામનો ચોથો ભેદ છે. ll૧૨-૧૩ll For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ ૮૨ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૨/ગાથા-૧૪, ૧૫-૧૬ અવતરણિકા : ભાવશ્રાવકના પ્રવચનકક્ષ ગુણને સ્પષ્ટ કરવા અર્થે તેના છ પ્રકાર બતાવે છે – ગાથા : સૂત્ર અર્થ ઉસ્સગ્ગવવાય, ભાર્વે વ્યવહારે સોપાય; નિપુણપણું પામ્યો છે જેહ, પ્રવચનદક્ષ કહીએ તેહ. ૧૪ ગાથાર્થ - સૂત્ર, અર્થ, ઉત્સર્ગ, અપવાદ, ભાવ અને વ્યવહારમાં સોપાય ઉપાય સહિત જે નિપુણપણું પામ્યો છે તેને પ્રવચનદક્ષ કહીએ. II૧૪ ભાવાર્થ : સૂત્ર આદિ છ વસ્તુમાં ઉપાયપૂર્વક જે નિપુણતાને પામ્યો હોય તે શ્રાવક પ્રવચનમાં દક્ષ છે તેમ કહેવાય છે. I૧૪ll અવતરણિકા : પૂર્વગાથામાં ભાવશ્રાવકના પ્રવચનદક્ષરૂપ છઠ્ઠા ગુણના સૂત્રાદિ છ પ્રકારો છે તેમ કહ્યું. તેથી હવે ગાથા-૧૫ અને ૧૬થી તે છ પ્રકારો બતાવે છે – ગાથા : ઉચિત સૂત્ર ગુરુ પાસે ભણે, અર્થ સુતીર્થે તેહનો સુણે; વિષયવિભાગ લહે અવિવાદ, વલી ઉત્સર્ગ તથા અપવાદ. ૧૫ પક્ષભાવ વિધિમાંહે ધરે, દેશકાલમુખ જિમ અનુસરે; જાણે ગીતારથ વ્યવહાર, તિમ સવિ પ્રવચનકુશલ ઉદાર. ૧૬ ગાથાર્થ – (૧) શ્રાવક ઉચિત સૂત્ર ગુરુ પાસે ભણે, (૨) સુતીર્થમાં ગીતાર્થગુરુ પાસે તેહનો અર્થ સુણે અને સૂત્રોના વિષય વિભાગને અવિવાદ લહે યથાર્થ પ્રાપ્ત કરે. વળી, (૩) ઉત્સર્ગ તથા (૪) અપવાદ અવિવાદ લહે યથાર્થ પ્રાપ્ત કરે. I૧૫ll For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૨/ગાથા-૧૫-૧૬ (૫) વિધિમાંહે પક્ષભાવ ધરે=સર્વ ક્રિયાઓ વિધિ અનુસાર કરવાના પક્ષપાતવાળા ભાવને ધારણ કરે અને (૬) દેશકાલમુખ=દેશ કાળ વગેરે જેમ હોય તેમ અનુસરે=વિધિ સેવનમાં પ્રયત્ન કરે, તિમ સવિ ગીતાર્થ વ્યવહાર જાણે એ પ્રવચનકુશલ ઉદાર=એ શ્રાવક મોટો પ્રવચન કુશળ કહેવાય. ।।૧૬। ભાવાર્થ: ભાવશ્રાવક નિયમા સમ્યગ્દષ્ટિ હોય છે અને સમ્યગ્દષ્ટિ જીવને ભગવાનનું વચન જ કલ્યાણનું કારણ દેખાય છે, તેથી સ્વશક્તિ અનુસાર જીવનમાં શાસ્ત્રના પરમાર્થને જાણવા યત્ન કરે છે. તેથી ભાવશ્રાવક નિયત સમયમાં પ્રવચનમાં કુશળ બને છે અને પ્રયનમાં કુશળ બનવા માટે ભાવશ્રાવક ગુરુ પાસે શ્રાવકના ઉચિત સૂત્રો ભણે, તે પ્રવચનદક્ષ થવાનો પહેલો ભેદ છે. ૮૩ સૂત્રો ભણ્યા પછી શ્રાવક સુતીર્થં=ગીતાર્થગુરુ પાસે, તેના અર્થ સાંભળે અને ગીતાર્થ ગુરુપાસે સૂત્રના અર્થ સાંભળી તેમાં નિપુણ બને છે. પરંતુ જેની-તેની પાસે અર્થ સાંભળે નહિ. વળી, સૂત્રો સાત વિભાગવાળા છે અર્થાત્ ભયસૂત્ર આદિરૂપે સાત વિભાગવાળા છે તે વિષયોના વિભાગને યથાર્થ જાણે જેથી તે સૂત્રોને ઉચિત રીતે જોડીને આત્મહિત સાધી શકે. આ વચનદક્ષ થવાનો બીજો ભેદ છે. વળી, શ્રાવક ગીતાર્થગુરુ પાસેથી અર્થ ગ્રહણ કરીને ઉત્સર્ગ અપવાદને યથાર્થ સ્થાને યોજન કરી શકે તેવો નિપુણ થાય. આ પ્રવચનદક્ષનો ત્રીજો ચોથો ભેદ છે. વળી, શ્રાવક જે કંઈ ધર્માનુષ્ઠાન કરે છે તે દેશકાળ વગેરેને અનુસરીને શાસ્ત્ર વિધિ અનુસાર કરવામાં પક્ષપાત ધારણ કરે છે અર્થાત્ શક્ય હોય તે સર્વ વિધિનું પાલન કરે છે અને જે વિધિ શક્ય ન હોય ત્યાં પણ વિધિ સેવન પ્રત્યેનો પક્ષપાત ધારણ કરે છે. આ પ્રવચનદક્ષનો ભાવ=પક્ષપાત નામનો ભાવ પાંચમો ભેદ છે. વળી, શ્રાવક ગીતાર્થગુરુ પાસે અર્થો ભણીને દેશકાળને અનુરૂપ કરાતા ઉચિત વ્યવહારોને યથાર્થ જાણે આ પ્રવચનદક્ષનો છઠ્ઠો ભેદ છે. આ છએ ભેદોમાં ભાવશ્રાવક તેના ઉપાયોને સેવીને નિપુણપણું પામે ત્યારે પ્રવચનદક્ષ કહેવાય છે અને પ્રારંભિક ભૂમિકામાં હોય ત્યારે પ્રવચનદક્ષ થવામાં For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮૪ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૨/ગાથા-૧૫-૧૬, ૧૭ ઉદ્યમશીલ હોય છે અને જેઓ તે પ્રકારનો યત્ન કરતા નથી, તેઓ ક્યારેય પણ પ્રવચનદક્ષ બનતા નથી. માટે તેઓમાં ભાવશ્રાવકપણું નથી. ૧૫-૧૬ અવતરણિકા : પ્રસ્તુત ઢાળનું નિગમન કરે છે ગાથા : કિરિયાગત એ ષદ્વિધ લિંગ, ભાષે તું જિનરાજ અભંગ; એ વિધિ શ્રાવક જે આચરે, સુખજશલીલા તે આદરે. ૧૭ ગાથાર્થ -: કિરિયાગત એ=પ્રસ્તુત ઢળમાં વર્ણન કર્યા એ, છ પ્રકારના લિંગ, હે જિનરાજ ! તમે અભંગ ભાખો છો=ભાવશ્રાવકમાં ભંગ રહિત સર્વ હોય એ પ્રમાણે તમે કહો છો. આ વિધિ=ક્રિયાગત છ લિંગો કહ્યા એ વિધિ, જે શ્રાવક આચરે તે સુખ અને યશની લીલા આદરે=પ્રાપ્ત કરે. II૧૭II ભાવાર્થ : પ્રસ્તુત ઢાળની ગાથા-૨માં ભાવશ્રાવકના કૃતવ્રતકર્માદિ છ લક્ષણો બતાવ્યા તે છએ લક્ષણોના અવાંતર સર્વ ભેદો જે અત્યાર સુધી વર્ણન કર્યા તે ક્રિયાના સેવનાત્મક છે. તે બતાવવા માટે આ છ લિંગો ક્રિયાગત છે તેમ કહેલ છે અને આ છ ક્રિયાગત લિંગો ભગવાને અભંગ ભાખ્યા છે=શ્રાવકે આ છએ પ્રકારની ઉચિત આચરણા ભંગ વગર કરવી જોઈએ એમ ભગવાન કહે છે. જે શ્રાવક આ પ્રકારની ક્રિયાઓ આચરે છે તે શ્રાવક ગુણસ્થાનકની પરિણતિને પ્રાપ્ત કરીને સુખ અને યશની લીલાને પ્રાપ્ત કરે છે અર્થાત્ આ ભવમાં પણ મોહના ક્લેશના અભાવને કારણે સુખ પ્રાપ્ત કરે છે અને સજ્જન પુરુષ તરીકેના યશને પ્રાપ્ત કરે છે અને જન્માંતરમાં પણ સદ્ગતિઓની પરંપરા દ્વારા પૂર્ણ સુખમય મોક્ષને પ્રાપ્ત કરે છે. II૧૭ના For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૩/ગાથા-૧-૨ ઢાળા તેરમી (રાગ : છઠ્ઠી ભાવના મન ધરો-એ દેશી) પૂર્વ ઢળ સાથે સંબંધ : ભાવશ્રાવક કેવી આચરણાઓ કરે તે આચરણાઓને આશ્રયીને ભાવશ્રાવકનું સ્વરૂપ પૂર્વ ઢાળમાં વર્ણન કર્યું. હવે ભાવશ્રાવક સંસારના ભાવોથી નિર્લેપ થવા માટે કેવા ભાવો કરે, જેથી સંયમની શક્તિ પ્રગટ થાય ? તે ભાવોને આશ્રયીને ભાવશ્રાવકનું સ્વરૂપ બતાવે છે ગાયા : ભાવશ્રાવકનાં ભાવિયે, હવે સત્તર ભાવગત તે હો રે; નેહો રે, પ્રભુ તુઝ વચને અવિચલ હોજો એ. ૧ ગાથાર્થ : હવે ભાવશ્રાવકના ભાવગત ‘સત્તર’ તે=ભેદો, ભાવન કરવા જોઈએ. હે ભગવાન ! મને તમારા વચનમાં અવિચલ નેહો=અવિચલ સ્નેહ, પ્રાપ્ત થાઓ. ||૧|| ભાવાર્થ : ભગવાનને વિનંતી કરતા ગ્રંથકારશ્રી કહે છે કે પરિણામને આશ્રયીને ભાવશ્રાવકના સત્તર ભેદો છે તેનું ભાવન કરવું જોઈએ અને તે ભાવન દ્વારા ભગવાનના વચનમાં પોતાને અવિચલ સ્નેહ પ્રગટ થાય તેવી પ્રાર્થના કરે 9.11911 અવતરણિકા : ભાવશ્રાવક સ્ત્રીના સ્વરૂપનું ચિંતવન કરીને સ્ત્રી પ્રત્યેના રાગથી મુક્ત થવા માટે કઈ રીતે ઉદ્યમ કરે છે તે બતાવવા અર્થે કહે છે ગાથા : ૮૫ ઇત્થી ચંચલ ચિત્તથી, જે વાટ નરકની મોટી રે; ખોટી રે, છાંડે એ ગુણ રિ ગણો એ. ૨ For Personal & Private Use Only - Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮૬ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન-ઢાળ-૧૩/ગાથા-૨-૩ ગાથાર્થ : શ્રી ચિત્તથી ચંચલ છે, વળી, નરકની મોટી વાટ મોટો માર્ગ છે, ખોટી છે પુરુષ માટે અનર્થકારી છે, છાંડે સ્ત્રીને છોડે, એ ગુણ શ્રાવકનો ધુરે ગણો મુખ્ય ગણો. ||રા ભાવાર્થ - સંસારમાં પુરુષને પ્રબળ મોહનું સ્થાન સ્ત્રી છે અને તેના પ્રત્યેના મોહથી અનેક પાપો થાય છે અને સંસારમાં અનર્થોની પ્રાપ્તિ થાય છે. આ અનર્થોના નિવારણ માટે શ્રાવક વિચારે છે કે સ્ત્રી ચિત્તથી ચંચળ હોય છે, તેથી તેનો રાગ ક્યારે, ક્યાં પરાવર્તન પામે તે કહી શકાય નહિ માટે આવા ચંચળ સ્વભાવવાળી સ્ત્રી પ્રત્યે રાગ કરવો ઉચિત નથી. વળી, સ્ત્રી પ્રત્યેનો રાગ નરકમાં જવાનો મોટો માર્ગ છે; કેમ કે અતિરાગ ક્લિષ્ટ ભાવો કરાવીને સર્વ પાપોનું કારણ બને છે. આમ વિચારીને પણ શ્રાવક સ્ત્રીના રાગથી ચિત્તને નિવર્તન કરવા યત્ન કરે છે. વળી, વિચારે છે કે સ્ત્રી ખોટી છે અર્થાત્ આત્માને કોઈ ઉપયોગી નથી, પરંતુ મોહધારાની વૃદ્ધિ કરીને અહિતને જ કરનારી છે. જે પુરુષ એને છોડે તે પુરુષનો સ્ત્રી પ્રત્યેનો વિરક્ત ભાવરૂપ ગુણ મોખરે જાણવો. રા અવતરણિકા - ભાવશ્રાવક ઇન્દ્રિયના સ્વરૂપનું ચિંતવન કરીને ઇન્દ્રિય પ્રત્યેના રાગથી મુક્ત થવા માટે કઈ રીતે ઉદ્યમ કરે છે તે બતાવવા અર્થે કહે છે – ગાથા : ઇંદ્રિયચપલતુરંગને, જે રૂંધે જ્ઞાનની રાશે રે; પાસે રે, તે બીજો ગુણ શ્રાવક ધરે એ. ૩ ગાથાર્થ - ઈન્દ્રિયરૂપી ચપલ તુરંગ ઘોડાને, જે જ્ઞાનની રાશરૂપ પાસાથી રૂંધે ઈજ્યિોના પારમાર્થિક બોધથી ઈન્દ્રિય પર સંયમ પ્રાપ્ત કરે, તે બીજો ગુણ શ્રાવક ધરે. ll3II For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન,ઢાળ-૧૩/ગાથા-૩-૪ ભાવાર્થ - વળી, શ્રાવક ઇન્દ્રિય ઉપર સંયમ રાખવા માટે ભાવના કરે છે કે ચપલ એવો ઘોડો કૂદાકૂદ કરે છે તેને દોરડાથી બંધનમાં બાંધીને રાખવાથી તેનાથી અનર્થો થતા નથી, અન્યથા તે ચપલ ઘોડો મહાવિનાશનું કારણ બને છે. તેમ ઇન્દ્રિયો અતિચપલ છે તેથી વિષયોને જોવા માટે અને તેનાથી ભાવો કરવા માટે સદા ઉત્સુક છે. તેને યથાર્થ જ્ઞાનરૂપી દોરડાના બંધનથી રૂંધવામાં ન આવે તો વિનાશનું કારણ બને છે. આ રીતે વિચારીને પાંચેય ઇન્દ્રિયોથી થતા અનર્થોનું સ્વરૂપ વારંવાર ચિંતન કરીને શ્રાવક ઇન્દ્રિયોને સંયમમાં રાખવા યત્ન કરે છે. આ પ્રકારનો બીજો ગુણ શ્રાવક ધારણ કરે છે. 13 અવતરણિકા : ભાવશ્રાવક ધન-સંપત્તિના સ્વરૂપનું ચિંતવન કરીને તેના પ્રત્યેના રાગથી મુક્ત થવા માટે કઈ રીતે ઉદ્યમ કરે છે તે બતાવવા અર્થે કહે છે – ગાથા : ક્લેશતણું કારણ ઘણું, જે અર્થ અસાર જ જાણે રે; આણે રે, તે ત્રીજો ગુણ સંનિધિ એ. ૪ ગાથાર્થ : ઘણાં ક્લેશનું કારણ જે અર્થ છે તે અસાર જ જાણે અને તેને ભાવશ્રાવક, ત્રીજો ગુણ સંનિધિમાં આણે રે પોતાના સાન્નિધ્યમાં લાવે. II૪ll ભાવાર્થ - ધનની પ્રાપ્તિ માટે શ્રમ કરવો પડે છે તેમાં અનેક પ્રકારના ક્લેશો થાય છે, ધન પ્રાપ્ત થયા પછી ધનના રક્ષણ માટે ઘણા ક્લેશો થાય છે અને અકસ્માતે તે ધન નાશ પામે તોપણ ક્લેશ થાય છે. તેથી ધન ક્લેશનું કારણ છે એ પ્રમાણે જાણનાર શ્રાવક વારંવાર ચિંતન દ્વારા અર્થની અસારતાનું ભાવન કરે છે અને આ રીતે ભાવન કરવાના કારણે ધન પ્રત્યેની મૂછ ક્ષીણ-ક્ષીણત્તર થાય છે અને સર્વવિરતિની શક્તિનો સંચય થાય છે. જો For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ .. અવતરણિકા : શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૩/ગાથા-૫-૬ ભાવશ્રાવક સંસારના સ્વરૂપનું ચિંતવન કરીને સંસાર પ્રત્યેના રાગથી મુક્ત થવા માટે કઈ રીતે ઉદ્યમ કરે છે તે બતાવવા અર્થે કહે છે - ગાથા: ભવ વિડંબનામય અછે, વલી દુઃખરૂપી દુઃખ હેતો રે; ચેતો રે, ઈમ ચોથો ગુણ અંગીકરે એ. ૫ ગાથાર્થ ઃ ભવ=સંસાર, વિડંબનામય છે. વળી, દુઃખરૂપ અને દુઃખનો હેતુ છે માટે ભવથી ચેતો એ પ્રકારનો ચોથો ગુણ શ્રાવક અંગીકાર કરે. IIII ભાવાર્થ : શ્રાવક મોક્ષનો અર્થી છે. અને મોક્ષનો ઉપાય સર્વવિરતિ છે. પરંતુ સર્વવિરતિની શક્તિ પોતાનામાં પ્રગટ થઈ નથી, તેથી શ્રાવક ગૃહસ્થ જીવન જીવે છે તોપણ સર્વવિરતિની શક્તિના સંચય અર્થે ભવસ્વરૂપનું ચિંતવન કરે છે અને વિચારે છે કે દેહની સાથે સંયોગરૂપ એવો ભવ જન્મ, જરા, મરણ, રોગ, શોક આદિ અનેક પ્રકારની વિડંબનાવાળો છે, માટે દુઃખરૂપ છે. વળી, સંસારમાં ભોગાદિની પ્રવૃત્તિઓથી કર્મબંધ થાય છે જેથી જન્માંતરમાં નરકાદિ દુઃખોની પ્રાપ્તિ થાય છે તેથી દુ:ખનો હેતુ છે માટે આ ભવથી ચેતતા રહેવું જોઈએ, અહીં નિશ્ચિત થઈને જીવવા જેવું નથી, એ પ્રકા૨નો ચોથો ગુણ શ્રાવક અંગીકાર કરે છે. IIII અવતરણિકા : ભાવશ્રાવક વિષયોના સ્વરૂપનું ચિંતવન કરીને વિષયો પ્રત્યેના રાગથી મુક્ત થવા માટે કઈ રીતે ઉદ્યમ કરે છે તે બતાવવા અર્થે કહે છે 511211 : ખીણસુખ વિષય વિષોપમા, ઈમ જાણી નવી બહુ ઈહે રે; બીહે રે, તેહથી પંચમગુણ વર્ષો એ. ૬ ― For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩પ૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૩/ગાથા-૬-૭ ગાથાર્થ : વિષયોના સેવનનું સુખ ક્ષણિક છે, તથા વિષની ઉપમા જેવું છે એમ જાણીને શ્રાવક વિષયોને બહુ ઈચ્છે નહિ, પરંતુ તેહથી બીહે રે વિષયોના સુખથી ડરે છે. એ પ્રકારનો પાંચમો ગુણ શ્રાવક વરે છે. IIII ભાવાર્થ : શ્રાવક મોક્ષનો અર્થી હોવા છતાં વિષયોની ઇચ્છા સર્વથા શાંત થઈ નથી. આથી જ સંયમ ગ્રહણ કરવા અસમર્થ છે તોપણ વિષયોની ઇચ્છાને શાંત કરવા ભાવન કરે છે કે વિષયોનું સુખ ક્ષણિક છે; કેમ કે વિષયોની ઇચ્છાથી આકુળ થયેલ જીવ વિષયોને પ્રાપ્ત કરવા અને ભોગવવા શ્રમ કરે છે, તે કાળમાં ક્ષણભર સુખ થાય છે, તોપણ તેનાથી બંધાયેલા પાપો દુઃખની પરંપરાના કારણ છે. આથી જેમ સુંદર પણ ભોજન વિષમિશ્રિત હોય તો તે ક્ષણિક સુખ આપીને મૃત્યુનું જ કારણ બને છે તેમ વિષયો પણ વિષની ઉપમાવાળા છે. એમ જાણીને વિષયોની ઇચ્છા હોવા છતાં શ્રાવક બહુ ઇચ્છા કરતો નથી, પરંતુ વિષયોથી હંમેશા ભય પામે છે. આ પ્રકારની ભાવનાને કરતો શ્રાવક પાંચમો ગુણ ધારણ કરે છે. IIકા અવતરણિકા: ભાવશ્રાવક આરંભના સ્વરૂપનું ચિંતવન કરીને આરંભ પ્રત્યેના રાગથી મુક્ત થવા માટે કઈ રીતે ઉદ્યમ કરે છે તે બતાવવા અર્થે કહે છે – ગાથા : તીવ્રારંભ ત્યજે સદા, ગુણ છઠાનો સંભાગી રે; રાગી રે, નિરારંભ જનનો ઘણું એ. ૭ ગાથાર્થ : શ્રાવક સદા તીવ્ર આરંભનો ત્યાગ કરે છે એ પ્રકારનો છઠ્ઠ ગુણનો સંભાળી છે ધારણ કરનારો છે. વળી, નિરારંભ જનનો નિરારંભી સાધુઓનો, ઘણો રાગી છે. II૭ll For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ ૯૦ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૩/ગાથા-૭-૮-૯ ભાવાર્થ સંસારની પ્રવૃત્તિ આરંભ-સમારંભરૂપ છે અને તે આરંભ-સમારંભ દુર્ગતિના કારણ છે તેમ શ્રાવક સ્પષ્ટ જાણે છે, તોપણ સર્વથા નિરારંભ જીવન જીવવા માટે અસમર્થ હોવાથી જે પ્રવૃત્તિમાં ઘણી હિંસા હોય તેવા કર્માદાનાદિ આરંભોનો ત્યાગ કરે છે અને નિરારંભી એવા સાધુજન પ્રત્યે અત્યંત રાગ રાખે છે અને નિરારંભ થવાની શક્તિનો સંચય થાય તે રીતે આત્માને ભાવિત કરે છે. ll અવતરણિકા : ભાવશ્રાવક ગૃહવાસના સ્વરૂપનું ચિંતવન કરીને ગૃહવાસ પ્રત્યેના રાગથી મુક્ત થવા માટે કઈ રીતે ઉદ્યમ કરે છે તે બતાવવા અર્થે કહે છે – ગાથા : માને સત્તમગુણ વર્યો, જન પાસ સદિશ ગૃહવાસો રે; અભ્યાસો રે, મોહ જીતવાનો કરે એ. ૮ ગાથાર્થ : ગૃહવાસ જનને જીવને, પારસદેશ=બંધન સદશ માને, એ પ્રકારનો સાતમો ગુણ શ્રાવક વર્યો અને મોહને જીતવાનો ગૃહની ભોગ સામગ્રી પ્રત્યે મોહને ઘટાડવાનો અભ્યાસ કરે. IIટi. ભાવાર્થ - શ્રાવક ગૃહસ્થનાસમાં છે તેથી ધન, કુટુંબ, પરિવારાદિથી યુક્ત હોય તોપણ તે માને છે કે આ સર્વ જીવને માટે બંધનરૂપ છે અને આ બંધન જીવને અવશ્ય દુર્ગતિમાં લઈ જશે, માટે આ ગૃહવાસ પ્રત્યે પોતાને મોહ છે તેને જીતવા માટે વારંવાર આ બંધન જેવો છે એ પ્રકારનું ભાવન કરે છે. એ શ્રાવકનો સાતમો ગુણ છે. III અવતરણિકા : ભાવશ્રાવક દર્શન ગુણની સહણા કરીને કઈ રીતે દર્શન શુદ્ધિ કરે છે તે બતાવવા અર્થે કહે છે – For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવનઢિાળ-૧૩/ગાથા-૯-૧૦ ગાથા : અઠમ દંસણ ગુણ ભર્યો, બહુભાતે કરે ગુરુભક્તિ રે; શક્તિ રે, નિજ સદુહણાની ફોરવે એ. ૯ ગાથાર્થ - શ્રાવક દર્શન ગુણ-સમ્યગ્દર્શન ગુણરૂપ, આઠમાં ગુણથી યુક્ત હોય છે તેથી બહુપ્રકારે ગુરુની ભક્તિ કરે છે અને પોતાની શ્રદ્ધાની શક્તિને ફોરવે છે. II૯ll. ભાવાર્થ : સમ્યગ્દર્શન ગુણ જેનામાં વર્તતો હોય તે મહાત્માને દૃષ્ટિવાદના ઉપદેશની સંજ્ઞા વર્તે છે તેથી દૃષ્ટિવાદના ઉપદેશ અનુસાર મોક્ષએ જીવની સુંદર અવસ્થા છે અને સંસાર એ જીવની વિડંબના છે તે પ્રકારે તેને સ્પષ્ટ દર્શન વર્તે છે. તેથી સંસારના ઉચ્છેદ માટે મહાઉદ્યમ કરનારા એવા ગુરુ ભગવંતો પ્રત્યે તેને અત્યંત ભક્તિ હોય છે તેથી તેઓની બહુ પ્રકારે ભક્તિ કરે છે. જિનવચન પ્રત્યે પોતાને સ્થિર શ્રદ્ધા છે તેથી શક્તિ અનુસાર જિનવચનના પરમાર્થને જાણવા માટે અને જીવનમાં ઉતારવા માટે શક્તિ ફોરવે છે. IIll અવતરણિકા : ભાવશ્રાવક લોકસંજ્ઞા વિષયક ગાડરીયા પ્રવાહના સ્વરૂપનું ચિંતવન કરીને તેનાથી મુક્ત થવા માટે કઈ રીતે ઉદ્યમ કરે છે તે બતાવવા અર્થે કહે છે – ગાથા : લોકસન્ના સવિ પરિહરે, જાણે ગાડરિયો પરવાહો રે; લાહો રે, ઈમ નવમા ગુણનો સંપજે એ. ૧૦ ગાથાર્થ : લોકસંજ્ઞા સવિ પરિહરે, કેમ પરિહરે તેથી કહે છે. લોકસંજ્ઞા ગાડરિયા પ્રવાહનો લાહવો છે એમ જાણે છે. આ પ્રમાણે નવમો ગુણ શ્રાવકને પ્રાપ્ત થાય છે. [૧] For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯૨ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૩/ગાથા-૧૦-૧૧ ભાવાર્થ લોક કરતા હોય તે પ્રમાણે ધર્મની પ્રવૃત્તિ કરવાની જે મનોવૃત્તિ છે તે લોકસંજ્ઞા છે. પરંતુ લોક કરતા હોય તે જિનવચનાનુસાર નહિ હોવાથી ગાડરિયો પ્રવાહ છે અને તેવા પ્રવાહથી લેવાયેલો ધર્મ કલ્યાણનું કારણ બને નહિ તેમ જાણનાર શ્રાવક ધર્મની સર્વ પ્રવૃત્તિ કઈ રીતે કરવાથી ભગવાનની આજ્ઞાનું પાલન થાય તેના મર્મને જાણવા યત્ન કરે અને મોહનું ઉમૂલન કરીને વીતરાગ થવાને અનુકૂળ યત્ન થાય તે પ્રકારે ધર્મ કરવાની ભગવાનની આજ્ઞા છે તેમ વિચારીને તે પ્રમાણે આત્માને ભાવિત કરે છે. આ રીતે લોકસંજ્ઞાથી ધર્મ ન થાય, પરંતુ જિનવચનાનુસાર ધર્મ થાય તે પ્રકારના ગુણને શ્રાવક ધારણ કરે છે. ll૧ના. અવતરણિકા : ભાવશ્રાવક સર્વ ક્રિયાઓમાં આગમને આગળ કરે છે તે બતાવે છે – ગાથા : આગમને આગલ કરે, તે વિણ કુણ મારગ સાખી રે; ભાખી રે, ઈમ કિરિયા દશમા ગુણ થકી એ. ૧૧ ગાથાર્થ : આગમને આગળ કરે=ભાવશ્રાવક સર્વ પ્રવૃત્તિઓમાં આગમને અનુસરે, તે વગર-આગમ વગર, માર્ગના મોક્ષમાર્ગના, કોણ સાક્ષી છે અર્થાત્ કોઈ સાક્ષી નથી. દશમા ગુણ થકી=આગમપૂર્વક પ્રવૃતિરૂપ દશમાં ગુણ થકી, એમ ક્રિયા ભાખી રે એ પ્રમાણે શ્રાવકની ક્રિયા કહેવાય છે. ll૧૧ ભાવાર્થ : શ્રાવક સૂક્ષ્મ દૃષ્ટિથી વિચારક હોય છે. તેથી તે વિચારે છે કે સ્વમતિ અનુસાર પ્રવૃત્તિ કરવાથી અતીન્દ્રિય એવો મોક્ષમાર્ગ પ્રાપ્ત થતો નથી પણ સર્વજ્ઞના વચનાનુસાર પ્રવૃત્તિ કરવાથી જ પ્રાપ્ત થાય છે. તેથી શ્રાવક આગમને આગળ કરીને સર્વ ઉચિત ક્રિયાઓ કરે છે. આમ શ્રાવકનો દશમો ગુણ આગમ પુરસ્કાર પ્રવૃત્તિરૂપ છે. ll૧૧ For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૩/ગાથા-૧૨-૧૩ ૯૩ અવતરણિકા – ભાવશ્રાવકની યથાશક્તિ દાનાદિ પ્રવૃત્તિ બતાવે છે – ગાથા : આપ અબાધાર્યો કરે, દાનાદિક ચાર શક્તિ રે; વ્યક્તિ રે, ઈમ આવે ગુણ ઈગ્યારમો એ. ૧૨ ગાથાર્થ - ભાવશ્રાવક પોતાને બાધાન થાય એ રીતે દાનાદિક ચારની શક્તિને, વ્યક્તિ કરે પ્રગટ કરે, એ રીતે અગિયારમો ગુણ આવે. II૧રચા ભાવાર્થ : ભગવાને દાન, શીલ, તપ અને ભાવ એ ચાર પ્રકારનો ધર્મ કહ્યો છે અને આ ચાર પ્રકારનો ધર્મ જ મોક્ષનું કારણ છે તે પ્રકારની સ્થિર બુદ્ધિને ધારણ કરનાર શ્રાવક પોતાની શક્તિ અનુસાર દાનાદિ ચાર પ્રકારના ધર્મનું સેવન કરે છે. વળી, પોતાની આજીવિકાદિનો વ્યવચ્છેદ ન થાય કે કુટુંબ પાલનના ઔચિત્યનો ભંગ ન થાય એ પ્રકારની અબાધાથી આ ચારે પ્રકારના ધર્મનું સેવન કરે છે. આથી જ જીવન નિર્વાહની પ્રાથમિક જરૂરીયાત પૂરતું ધન પ્રાપ્ત થયા પછી કાંઈક અધિક ધન પ્રાપ્ત થાય તો “શ્રાવકે અવશ્ય દાન ધર્મમાં યત્ન કરવો જોઈએ” એ પ્રકારની શાસ્ત્ર મર્યાદા છે. વળી, શ્રાવક સંસારના સ્વરૂપનું ભાવન કરીને શક્તિ અનુસાર શીલ, તપ અને સંયમના ઉત્તમ ભાવોમાં સદા ઉદ્યમ કરે છે જેથી અગિયારમો ગુણ પ્રાપ્ત થાય છે. I૧રના અવતરણિકા : ભાવશ્રાવકના લજજા નામના બારમ ગાથા : ચિંતામણિ સરિખો લહી, નવિ મુગ્ધ હસ્યો પણ લાજે રે; ગાજે રે, નિજ ધર્મે એ ગુણ બારમો એ. ૧૩ For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૪ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૩/ગાથા-૧૩-૧૪ ગાથાર્થ : ચિંતામણિ સરિખો લહી=ધર્મને પામીને, મુગ્ધ લોકો વડે હસાયેલો પણ લાજ પામતો નથી, પરંતુ નિજ ધર્મમાં ગાજે છે શાસ્ત્રાનુસાર કરે છે, એ બારમો ગુણ છે. ll૧૩|| ભાવાર્થ શ્રાવક ઇહલોક અને પરલોકને હિતકારી, અનવઘ=નિષ્પાપ એવી Nઆવશ્યકની ક્રિયાને અને જિનાર્ચનાદિ ક્રિયાને ચિંતામણિ સરખી ગણતો હોવાથી શાસ્ત્ર વિધિ અનુસાર તે ક્રિયાઓનું સેવન કરે છે. તેની આ પ્રવૃત્તિ જોઈને મુગ્ધ લોકો “આ ધર્મ ઘેલો છે” એમ હસે તોપણ તે લાજ પામતો નથી, પરંતુ શાસ્ત્રાનુસાર ક્રિયાઓ કરીને પોતાના ધર્મમાં ગાજે છે. એ લજ્જા રહિત ધર્મની પ્રવૃત્તિ કરવા રૂપ બારમો ગુણ છે. I૧૩ અવતરણિકા : ભાવશ્રાવકના અરાગી-અષી ગુણ બતાવે છે – ગાથા : ધનભવનાદિકભાવમાં, જે નવિ રાગી નવિ દ્વેષી રે; સમર્પષી રે, તે વિલસે ગુણ તેરમો એ. ૧૪ ગાથાર્થ - ધન, ભવનગૃહ, આદિક ભાવોમાં જે રાણી અને દ્વેષી નથી, પરંતુ સમર્પષી સમપરિણામને જેનાર છે, તે તેરમા ગુણમાં વિકસે છે. ll૧૪ll ભાવાર્થ : દેહની સ્થિતિના કારણભૂત ધન, ગૃહ, સ્વજન, આહારાદિ વસ્તુઓમાં શ્રાવકને અતિરાગ કે અતિદ્વેષ હોતો નથી, પરંતુ પ્રાપ્ત થાય તો આરાધનામાં તેનો ઉપયોગ કરે છે અને ધનાદિનો નાશ થાય તો પોતાનું તે પ્રકારનું ભૂતકાળનું કર્મ છે તેમ વિચારીને ધનાદિ ભાવોની પ્રાપ્તિ-અપ્રાપ્તિમાં સમાન પરિણામને ધારણ કરવા ઉદ્યમ કરે છે તે શ્રાવકનો તેરમો ગુણ છે. II૧૪ll For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ ૯૫ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૩/ગાથા-૧૫-૧૬ અવતારણિકા : ભાવશ્રાવકનો મધ્યસ્થ ગુણ બતાવે છે – ગાથા : રાગદ્વેષમધ્યસ્થનો, સમગુણ ચઉદમે ન બાધે રે; સાધે રે, તે હઠ છાંડી મારગ ભલો એ. ૧૫ ગાથાર્થ : રાગ દ્વેષના મધ્યમાં રહેલા પુરુષનો યોદમો સમગુણ બાધા પામતો નથી, પરંતુ હઠ છાંડીને તે પુરુષ ભલો માર્ગ સાધે છે. ll૧૫ll ભાવાર્થ શ્રાવક હંમેશા રાગ દ્વેષથી પર થવા માટે મધ્યસ્થ સ્વભાવથી આત્માને ભાવિત કરે છે. તેથી સર્વ સંયોગોમાં તેનો સમગુણ ઉલ્લસિત રહે છે અને તેવા શ્રાવકો સ્વમતિ અનુસાર પ્રવૃત્તિ કરવાની હઠને છોડીને ભગવાને કહેલો ભલો માર્ગ સાધે છે. II૧પો અવતરણિકા : ભાવશ્રાવકના અસંબંધતા ગુણને બતાવે છે – ગાથા : ક્ષણભંગુરતા ભાવતો, ગુણ પન્નરને સેવંતો રે; સંતો રે, ન ધનાદિ સંગતિ કરે એ. ૧૬ ગાથાર્થ : ક્ષણભંગુરતાને ભાવન કરતો ધનાદિના સંબંધની ક્ષણભંગુરતાનું ભાવન કરતો, પંદરમાં ગુણને સેવતો છતો શ્રાવક ધનાદિની સંગતિ કરે નહિ ધનાદિ પ્રત્યેના ગાઢ પ્રતિબંધને ધારણ કરે નહિ. I[૧૬] ભાવાર્થ : જગતના પદાર્થો સાથે પોતાનો પારમાર્થિક સંબંધ નથી તે ભાવન કરવા શ્રાવક વિચારે છે કે ધન, દેહ, કુટુંબાદિ પદાર્થોનો બાહ્ય સંબંધ દેખાય છે તે પરમાર્થથી ક્ષણભંગુર છે એ પ્રકારે આત્માને અત્યંત ભાવિત કરીને પંદરમાં For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ ૯૬ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૩/ગાથા-૧૬-૧૭-૧૮ ગુણને સેવે છે. જેથી ગૃહસ્થ અવસ્થામાં ધનાદિનો સંબંધ હોવા છતાં ધનાદિ પ્રત્યેના પ્રતિબંધરૂપ સંગને કરતો નથી. તેથી અકસ્માતે ધનાદિ નાશ થાય તોપણ ક્ષણભંગુર ભાવનાથી ભાવિત હોવાને કારણે ખેદને અનુભવતો નથી. II૧૬ના અવતરણિકા – ભાવશ્રાવકના પરાર્થ કામભોગાદિ ગુણને બતાવે છે – ગાથા : ભાવવિરતિ સેવે મને, ભોગાદિક પર અનુરોધ રે; બોધે રે, ઈમ ઉલ્લસે ગુણ સોલમે એ. ૧૭ ગાથાર્થ : મનમાં વિરતિનો ભાવ સેવે, પરના અનુરોધથી ભોગાદિ કરે, બોઘે રેકપરને બોધ કરાવે, એ પ્રમાણે સોલમો ગુણ શ્રાવકમાં ઉલ્લાસ પામે છે. II૧૭ll ભાવાર્થ : પૂર્વમાં બતાવાયેલા ગુણોને સેવતા-સેવતા શ્રાવકનું ચિત્ત સંયમના પરિણામવાળું થાય છે. તેથી સંસારમાં ભોગાદિની કામના નષ્ટપ્રાય થયેલી હોય છે, છતાં તથા પ્રકારના સંયોગને કારણે માતા-પિતાના કે પત્ની આદિના અનુરોધથી ભોગાદિ સેવે છે અને તેઓને સમ્યગુ બોધ કરાવવા માટે યત્ન કરે છે અને તેમના હિતના અર્થે જ સંયમ ગ્રહણ કરવામાં કાળક્ષેપ કરે છે. આવા નિર્લેપ શ્રાવકના ભોગાદિ કેવળ પરના માટે જ હોય છે. પરંતુ અંતરંગ રીતે તો ભોગનો પરિણામ નષ્ટ થયેલો હોય છે. જેમ પૃથ્વીચંદ્ર રાજાએ પિતાના અનુરોધથી રાજ્ય સ્વીકાર્યું અને ભાવનો પ્રકર્ષ થવાથી રાજસભામાં જ કેવળજ્ઞાન થયું. વિના અવતરણિકા - ભાવશ્રાવકનો વેશ્યાની જેમ ગૃહપાલન ગુણ બતાવે છે – ગાથા : આજ કાલ એ છોડિયું, ઈમ વેશ્યા પરે નિસનેહો રે; ગેહો રે, પર માને ગુણ સત્તરમેં એ. ૧૮ For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૩/ગાથા-૧૮-૧૯ ગાથાર્થ : આજ કાલ એ છાંડિયું-ગૃહને છોડશું, એ પ્રમાણે વેશ્યાની જેમ સ્નેહ વગરનો ગૃહને પર માને એ સતરમો ગુણ છે. ll૧૮ll ભાવાર્થ : જેમ વેશ્યા ધન માત્રથી પુરુષની સાથે સ્નેહ દેખાડે છે પણ હૈયાથી કોઈ પુરુષ સાથે સ્નેહ રાખતી નથી, તેથી ધન પ્રાપ્ત ન થાય તો તે પુરુષને છોડી દે છે. તેમ શ્રાવક વારંવાર તત્ત્વના ભાવનથી સંયમને અભિમુખ થયેલો હોય ત્યારે વિચારે છે કે કુટુંબાદિનું ઔચિત્ય મારે જે કરવાનું બાકી છે તે આજ કાલમાં પૂર્ણ કરીને હું ઘરને છોડીશ. આવો શ્રાવક ગૃહ, ધનાદિ કે કુટુંબીને પોતાનાથી પર માને છે. તેથી શ્રાવકને કોઈના પ્રત્યે સ્નેહનો પ્રતિબંધ થતો નથી, ફક્ત ઔચિત્યથી જ ગૃહવાસ પાળે છે. ૧૮ અવતરણિકા : પ્રસ્તુત ઢાળનું નિગમન કરતાં કહે છે ગાથા : એ ગુણવંદે જે ભર્યા, તે શ્રાવક કહિયે ભાવે રે; પાવે રે, સુજશપૂર તુઝ ભકિતથી એ. ૧૯ ગાથાર્થ : આ ગુણવૃંદને ઉપરમાં વર્ણન કર્યા એ ગુણના સમુદાયથી, જે ભર્યા તે ભાવે શ્રાવક કહીએ. તેવા શ્રાવકો તમારી ભક્તિથી સુયશના પૂરને= ભાવસાધુપણાને, પામે છે. ll૧૯ll ભાવાર્થ : ભાવશ્રાવકના ભાવગત સત્તર ગુણો કહ્યાં. તે ગુણોથી જે શ્રાવક ભર્યા છે તેઓ સંયમની અત્યંત નજીકની ભૂમિકાવાળા ભાવથી શ્રાવક કહેવાય છે અને તે શ્રાવકો ભગવાનની ભક્તિ કરીને=ભગવાનના વચનનું પાલન કરીને, સુયશના સ્થાનભૂત એવા સંયમને શીધ્ર પામે છે. ll૧૯ll For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ઢાળ પૂર્વ ઢાળ સાથેનો સંબંધ : ઢાળ-૧૨માં ભાવશ્રાવકના ક્રિયાગત છ લિંગો બતાવ્યા, ઢાળ-૧૩માં ભાવશ્રાવકના ભાવગત સત્તર લિંગો બતાવ્યા. તે લિંગોને સમ્યગ્ સેવીને જે શ્રાવક ભાવગત સોળમું અને સત્તરમું લિંગ પ્રાપ્ત કરે છે તે શ્રાવકો સર્વવિરતિની અતિઆસન્ન ભૂમિકાવાળા છે અને તેવા શ્રાવકો ભવથી વિરક્ત થઈને સંયમ ગ્રહણ કરે ત્યારે ભાવસાધુ બને છે. તેથી હવે ભાવસાધુતા લક્ષણો બતાવવાં કહે છે ગાથા : શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૪/ગાથા-૧ ચૌદમી -- તે ભાવસાધુપણું લહે, જે ભાવશ્રાવક સાર; તેહનાં લક્ષણ સાત છે, સવિ જાણે હો તું ગુણભંડાર; સાહિબજી! સાચી તાહરી વાણી. ૧ ગાથાર્થ ઃ જે ભાવશ્રાવક સાર છે=પ્રધાન છે, તે ભાવસાધુપણું પ્રાપ્ત કરે, તેહના=ભાવસાધુના સાત લક્ષણ છે, તું ગુણના ભંડાર=ગુણના ભંડાર હે ભગવંત ! તમે સવિ જાણો છો. સાહિબજી તાહરી વાણી સાચી 99. 11911 ભાવાર્થ : ઢાળ-૧૨ અને ૧૩ માં વર્ણન કરાયેલા ભાવશ્રાવકના લક્ષણો શ્રાવકોમાં જે પ્રધાન પણે છે તેઓ સંયમ ગ્રહણ કરવાને માટે અત્યંત અભિમુખ ભાવવાળા છે. પરંતુ કોઈક તથાવિધ સંયોગથી ગૃહસ્થ અવસ્થામાં છે અને છતાં અનુકૂળ સંયોગ જણાય ત્યારે તેવા મહાત્માઓ કાળ વિલંબન વગર અવશ્ય સંયમ ગ્રહણ કરે છે અને સંયમ ગ્રહણ કરીને અવશ્ય ભાવસાધુપણું પ્રાપ્ત કરે છે. ભાવસાધુપણાના સાત લક્ષણ છે તે સર્વ લક્ષણ ગુણના ભંડાર એવા ભગવાન જાણે છે અને ભગવાને જ તે સાત લક્ષણ બતાવ્યા છે. હે સાહિબ ! તમારી વાણી સાચી છે અર્થાત્ આવા લક્ષણવાળા જ ભાવસાધુ હોય એ તમારી વાણી યથાર્થ છે. ||૧|| For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન,ઢાળ-૧૪/ગાથા-૨-૩, ૪ ૯૯ અવતરણિકા : ભાવસાધુના ૭ લક્ષણોના નામો ગાથા-૨ અને ૩ થી બતાવે છે – ગાથા : કિરિયા મારગ અનુસારિણી ૧, શ્રદ્ધા પ્રવર અવિવાદ ૨; ઋજુભાવે પન્નવણિજ્જતા ૩, કિરિયામાં હો નિત્યે અપ્રમાદ ૪. સા. ૨ નિજ શક્તિ-સારૂ કાજનો, આરંભ ૫ ગુણઅનુરાગ ૬; આરાધના ગુઆણની ૭, જેહથી લહિયે હો ભવજલતાગ. સા. ૩ ગાથાર્થ : (૧) મારગ અનુસારિણી ક્રિયા માર્ગાનુસારી ક્રિયા, (૨) વિવાદ વગરની પ્રવર=પ્રકૃષ્ટ શ્રદ્ધા, (3) ઋજુભાવ હોવાથી પ્રજ્ઞાપનીયતા, (૪) ક્રિયામાં નિત્ય અપ્રમાદ. ||રા (૫) નિજ શક્તિ અનુરૂપ કાર્યનો આરંભ, (૬) ગુણાનુરાગ, (૭) ગુર આજ્ઞાની આરાધના, જેનાથી ભવજલનો પાર પામીએ. ||all ભાવાર્થ : આ સાત લક્ષણોના સમ્યગુ પાલનથી મહાત્મા ભવરૂપી સમુદ્રમાંથી સુખે પાર પામે છે. I-all અવતરણિકા : હવે, ભાવસાધુનું માર્ગાનુસારીજિયા સ્વરૂપ પ્રથમ લક્ષણ ગાથા-૮ સુધી બતાવે છે – ગાથા : માર્ગ તે સમયની સ્થિતિ તથા, સંવિજ્ઞબુધની નીતિ; એ દોઈ અનુસારે ક્રિયા, જે પાલે હો તે ન લહે ભીતિ. સા. ૪ For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૪/ગાથા-૪-૫ ગાથાર્થ : માર્ગ સમયની સ્થિતિ તે શાસ્ત્રની મર્યાદા, અને સંવિજ્ઞબુધની નીતિસંવિજ્ઞબુધની આચરણા, એ દોઈ અનુસારે એ બે પ્રકારના માર્ગને અનુસાર, જે સાધુ ક્રિયા પાળે તે ન લહે ભીતિ તે ભવની ભીતિ લહે નહિ. Ilal ભાવાર્થ - ભાવસાધુના સાત લક્ષણ છે તેમાંથી માર્ગાનુસારી ક્રિયાના બે ભેદ છે. (૧) શાસ્ત્રની મર્યાદા અનુસાર કરાતી ક્રિયા અને (૨) સંવિજ્ઞબુધજનની આચરણા. આ બે પ્રકારના માર્ગ અનુસાર જે સાધુ સર્વ ઉચિત ક્રિયાઓ કરે છે તેઓ ભગવાનના વચનાનુસાર મોક્ષમાર્ગમાં ચાલનારા હોવાથી તેમને સંસારના પરિભ્રમણની ભીતિ નથી. જે જીવો નિર્વિચારકપણે સંસારની પ્રવૃત્તિ કરતા હોય તેઓ ચાર ગતિના પરિભ્રમણના અનર્થોને પ્રાપ્ત કરે તેવી સ્થિતિમાં છે. આમ છતાં નિર્વિચારક હોવાથી તેઓને સંસારના પરિભ્રમણનો ભય નથી. જ્યારે મુનિ તો સંસારના સ્વરૂપને જાણનારા છે અને સંસારના સ્વરૂપના યથાર્થ અવલોકનથી અત્યંત ભીત છે. આમ છતાં સંસારને પાર પામવાના ઉપાયભૂત બે પ્રકારની માર્ગાનુસારી ક્રિયા કરે છે તેથી હવે સંસારના પરિભ્રમણના અનર્થને પોતે પામશે નહિ તેવો સ્થિર નિર્ણય હોવાથી તેઓને સંસારનો ભય નથી. જો અવતરણિકા : પૂર્વગાથામાં બે પ્રકારનો માર્ગ બતાવ્યો ત્યાં પ્રશ્ન થાય કે માર્ગ તો શાસ્ત્રવચનની મર્યાદા રૂપ જ હોઈ શકે એનાથી અન્ય પ્રકારનો માર્ગ કેમ સ્વીકાર્યો ? તેથી કહે છે – ગાથા : સૂત્રે ભણ્યું પણ અન્યથા, જુદું જ બહુગુણ જાણ; સંવિજ્ઞવિબુધે આચર્યું, કાંઈ દીસે હો કાલાદિપ્રમાણ. સા. ૫ For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩પ૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૪/ગાથા-પ-૬ ૧૦૧ ગાથાર્થ : અન્યથા અન્ય પ્રકારે, સૂત્રમાં કહેલું પણ જુદા પ્રકારનું બહુગુણના જાણનારા સંવિજ્ઞવિબુધે આચર્યું, તે કંઈક કાલાદિકને આશ્રયીને પ્રમાણ દેખાય છે. પII ભાવાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે એક શાસ્ત્રની મર્યાદારૂપ માર્ગ છે અને બીજો સંવિજ્ઞબુધજનની નીતિરૂપ માર્ગ છે. તેથી હવે પ્રથમ માર્ગ કરતા બીજો માર્ગ જુદો હોવા છતાં તે માર્ગ કેમ પ્રમાણ છે તે સ્પષ્ટ કરે છે. સૂત્રમાં કહેલું અન્યથા પ્રકારે પણ કાલાદિકને આશ્રયીને તે પ્રવૃત્તિ બહુગુણવાળી છે તેમ જાણનારા સંવિજ્ઞ વિબુદ્ધ શાસ્ત્રમાં કહેલા માર્ગ કરતા જુદી આચરણા કરી છે, તેથી પ્રથમ માર્ગ કરતા બીજો માર્ગ કોઈક સ્થાનમાં જુદો પ્રાપ્ત થાય છે. તેથી એ પ્રાપ્ત થાય છે કે સાધુની કેટલીક આચરણા પ્રથમ માર્ગ અનુસાર છે અને કેટલીક આચરણા પ્રથમ માર્ગથી જુદા પ્રકારે છે તે બીજો માર્ગ છે અને તે બને માર્ગની આચરણા ગુણવૃદ્ધિનું કારણ હોવાથી ચારિત્રની શુદ્ધિનું કારણ છે. પા. અવતરણિકા : પ્રથમ માર્ગ કરતા બીજા માર્ગની કઈ કઈ જુદી આચરણા પ્રમાણ છે તે બતાવવા અર્થે કહે છે – ગાથા : કલ્પનું ધરવું ઝોલિકા, ભાજને દવરકદાન; તિથિ પજુસણની પાલટી, ભોજનવિધિ હો ઇત્યાદિ પ્રમાણ. સા. ૬ ગાથાર્થ : કલ્પનું ઘરવું, ઝોલિકા ઝોળી વડે ભિક્ષા, ભાજને દવરકદાનભાજનમાં દોરી બાંધવી, પર્યુષણની તિથિ પાલટી, ભોજનવિધિમાં ફેરફાર ઈત્યાદિ પ્રમાણે છે બીજા પ્રકારના માર્ગથી પ્રમાણ છે. IIII. For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ શ્રી સીમંધરસ્વામીનું ૩પ૦ ગાથાનું સ્તવન,ઢાળ-૧૪/ગાથા-૬-૭ ભાવાર્થ : ૧. કલ્પનું ધરવું - પૂર્વના કાલમાં સાધુઓ ભિક્ષાએ જતી વખતે ઉપરનું વસ્ત્ર સ્કંધ ઉપર વીંટાળેલું જ રાખતા હતા એ પ્રકારની આગમમાં વિધિ છે, પરંતુ વર્તમાનકાળમાં ભિક્ષા જતી વખતે સાધુ તે વસ્ત્રને ઓઢીને જાય છે તે માર્ગ બહુગુણના જાણ એવા સંવિશે સ્વીકાર્યો છે. ૨. ઝોલિકા :- પૂર્વમાં પાત્રબંધરૂપ વસ્ત્રના બે છેડાને મૂઠ્ઠીથી ધારણ કરીને હાથની કોણીએ બાંધવામાં આવતા હતા. હવે ઝોળીમાં ગાંઠદ્વયથી નિયંત્રિત પાત્રબંધરૂપ ઝોળીથી સાધુ ભિક્ષા ગ્રહણ કરે છે. આ જાતનો ફેરફાર સંવિજ્ઞ વિબુધ પુરુષોએ કરેલો છે. ૩. ભાજને દવરકદાન :- પૂર્વના કાલમાં સાધુના પાત્રા વગેરેમાં દોરી બાંધવાની વિધિ ન હતી. હમણાં સંવિજ્ઞ બુધ પુરુષોએ તે વિધિ સ્વીકારેલ છે. ૪. પર્યુષણની તિથિ પાલટી :- પૂર્વમાં ભાદરવા સુદ પાંચમે સંવત્સરીની આરાધના થતી હતી, વર્તમાનમાં સંવિજ્ઞ વિબુધોએ તે ભાદરવા સુદ ચોથના કરી. ૫. ભોજનવિધિ :- પૂર્વની ભોજનવિધિથી વર્તમાનમાં જે ફેરફાર છે તે સાધુજનમાં પ્રસિદ્ધ છે તે પણ સંવિજ્ઞ વિબુધ પુરુષોએ આચર્યું છે. IIકા અવતરણિકા : સૂત્રમાં કહેલી વિધિ કરતા જુદા પ્રકારની સંવિજ્ઞબુધજનની આચરણાને પ્રમાણ સ્વીકારવાથી પ્રથમ વિધિને બતાવનાર આગમને અપ્રમાણ સ્વીકારવાની આપત્તિ આવે. તેના નિવારણ માટે કહે છે – ગાથા : વ્યવહાર પાંચે ભાખિયા, અનુક્રમે જેહ પ્રધાન; આજ તો તેહમાં જીત છે, તે ત્યજિમેં હો કિમ વિગર નિદાન? સા. ૭ For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન|ઢાળ-૧૪/ગાથા-૭-૮ ગાથાર્થ ઃ આગમમાં પાંચ પ્રકારના વ્યવહાર કહેવાયા છે અને તે પાંચેય વ્યવહારમાં અનુક્રમથી જે હોય તે પ્રધાન છે=પાછળ પાછળનાં વ્યવહાર કરતાં પૂર્વ પૂર્વનો વ્યવહાર પ્રધાન છે. અને આજ તો=વર્તમાનમાં તો, તેમાં=પાંચ વ્યવહારમાં, જીત છે=પાંચમો જીતવ્યવહાર પ્રધાન છે, તેને વગર નિદાન=વગર કારણ, કેમ ત્યજીએ અર્થાત્ તેનો ત્યાગ થાય નહિ. 11911 ભાવાર્થ : શાસ્ત્રમાં આગમવ્યવહાર વગેરે પાંચ વ્યવહારો કહ્યાં છે, તેમાં તીર્થંકરના કાળમાં ચૌદપૂર્વધરાદિ હતા ત્યારે આગમવ્યવહાર પ્રધાન હતો ત્યાર પછી અનુક્રમે બીજા, ત્રીજાદિ વ્યવહાર પ્રધાન બન્યા અને વર્તમાનમાં તો પાંચમો જીતવ્યવહાર પ્રધાન છે. તેથી જે સ્થાનમાં જીતવ્યવહાર મળતો હોય તે સ્થાનમાં જીતવ્યવહારથી પ્રવૃત્તિ થાય છે અને તે સિવાય સૂત્રમાં કહેલી નીતિથી પ્રવૃત્તિ થાય છે અને આ જીતવ્યવહાર જ બહુ ગુણના જાણ સંવિજ્ઞ વિબુધની આચરણારૂપ છે. તેથી કારણ વગર તેનો ત્યાગ કરાય નહિ. માટે અર્થથી સંવિજ્ઞબુધજનની આચરણા રૂપ બીજો માર્ગ પણ શાસ્ત્રની મર્યાદા અનુસાર કરાતી ક્રિયારૂપ પ્રથમ માર્ગ અનુસાર સંમત થાય છે; કેમ કે આગમમાં જ પાંચ વ્યવહાર કહ્યા છે. તેથી જીતવ્યવહાર આગમથી જ પ્રમાણભૂત છે માટે બીજો માર્ગ પણ આગમથી જ સિદ્ધ છે, તેથી બીજા માર્ગની સેવના પ્રથમ માર્ગના અપલાપરૂપ નથી. llll અવતરણિકા : વળી, કઈ પ્રવૃત્તિ બીજા પ્રકારના માર્ગથી પ્રમાણભૂત નથી તે બતાવવા અર્થે કહે છે 11211: — ૧૦૩ શ્રાવક મમત્વ અશુદ્ધ વલી, ઉપકરણ વસતિ આહાર; સુખશીલ જન જે આચરે, નવિ ધરિયે હો તે ચિત્ત લગાર. સા. ૮ For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૪/ગાથા-૮-૯ ગાથાર્થ ઃ શ્રાવકનું મમત્વ, વળી, સુખશીલ સાધુઓથી જે અશુદ્ધ ઉપકરણ, અશુદ્ધ વસતિ, અશુદ્ધ આહાર આચરાય છે, તે ચિત્તમાં લગાર ધરવા જેવા નથી અર્થાત્ પ્રમાણભૂત સ્વીકારવા જેવા નથી. IIII ભાવાર્થ : જે સાધુઓ પોતાના ભક્ત એવા શ્રાવક પ્રત્યે મમત્વ ધારણ કરે છે તે માર્ગરૂપે સંમત નથી. વળી, જે સાધુઓ સુખશીલ સ્વભાવને કારણે અશુદ્ધ ઉપકરણ ગ્રહણ કરે છે, અશુદ્ધ વસતિમાં રહે છે, અશુદ્ધ આહારાદિ ગ્રહણ કરે છે તે સર્વ પૂર્વના મહાત્માઓએ કોઈક કારણે અપવાદથી કર્યું છે માટે માર્ગ છે તેમ સ્વીકારીને સંવિજ્ઞબુધજનની નીતિરૂપ બીજા પ્રકારના માર્ગમાં અંતર્ભાવ પામે છે એ પ્રકારે લેશ પણ ચિત્તમાં ધારણ કરવું જોઈએ નહિ; કેમ કે અશુદ્ધ વસતિ આદિ ક્યારેક કોઈક સાધુએ અપવાદથી કે પ્રમાદથી સેવેલ હોય એટલા માત્રથી માર્ગ બને નહીં. જ્યારે આ બીજા પ્રકા૨નો માર્ગ વર્તમાનના સંયોગોમાં સર્વ સાધુજનોને સંયમવૃદ્ધિમાં ઉપકારક છે. III ૧૦૪ અવતરણિકા : હવે ભાવસાધુનું બીજુ લક્ષણ પ્રકૃષ્ટશ્રદ્ધાનું સ્વરૂપ ગાથા-૧૩ સુધી બતાવે છે - 51121 : વિધિસેવના-અવિતૃપ્તિ-શુભ, દેશના-ખલિતવિશુદ્ધિ; શ્રદ્ધા ધર્મ ઈચ્છા ઘણી, ચઉભેદે હો ઈમ જાણે સુબુદ્ધિ. સા. ૯ ગાથાર્થ ઃ ધર્મમાં ઈચ્છારૂપ ઘણી શ્રદ્ધા છે અને તે (૧) વિધિની સેવના, (૨) અવિતૃપ્તિ, (૩) શુભદેશના, (૪) સ્ખલનાની વિશુદ્ધિ એ ચાર ભેદે છે એમ સુબુદ્ધિ જાણે. IIII ભાવાર્થ: ભાવસાધુને પોતાના આત્મામાં ધર્મ નિષ્પન્ન કરવાની તીવ્ર રુચિ હોય છે For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૪/ગાથા-૯-૧૦ ૧૦૫ અને જે મહાત્માને વીતરાગે કહેલ પારમાર્થિક ધર્મ નિષ્પન્ન કરવાની બળવાન ઇચ્છા હોય તે સાધુ આત્મામાં ધર્મની નિષ્પત્તિના ઉપાયભૂત સંયમની ક્રિયાઓ વિધિપૂર્વક સેવે છે. વળી, ધર્મના અર્થ સાધુને પોતાની શક્તિ અનુસાર ધર્મને સેવ્યા પછી પણ તૃપ્તિ હોતી નથી, પરંતુ જેમ જેમ શક્તિ વધે તેમ તેમ વિશેષ વિશેષ પ્રકારના ધર્મ સેવન માટેની અતૃપ્તિ હોય છે. જેમ સંસારી જીવોને ધન પ્રાપ્તિમાં બળવાન રુચિ હોવાથી ધન પ્રાપ્તિના ઉપાયમાં સદા ઉદ્યમ કરે છે તેમ ભાવસાધુ ક્ષણભર પણ પ્રમાદ વગર પ્રતિદિન નવું નવું શાસ્ત્ર અધ્યયન કરે છે, શાસ્ત્રના સૂક્ષ્મ ભાવોના ૫૨માર્થને જાણવા યત્ન કરે છે, જાણીને તે ભાવોને જીવનમાં પ્રકૃતિરૂપે કરવા માટે દૃઢ ઉદ્યમ કરે છે અને સ્વાધ્યાયાદિથી શ્રાંત થયેલા હોય તો ગુણવાનની વૈયાવચ્ચ કરીને પણ સંયમની વૃદ્ધિમાં ઉદ્યમ કરે છે પરંતુ ઉચિત સ્વાધ્યાયાદિ પોતે કર્યા છે એમ તૃપ્તિ ધારણ કરીને ધર્મની વૃદ્ધિના ઉપાયભૂત અન્ય વૈયાવચ્ચાદિ કૃત્ય પ્રત્યે ઉપેક્ષા કરતા નથી. વળી, શાસ્ત્ર ભણીને ગીતાર્થ થયા પછી યોગ્ય જીવોમાં ધર્મનિષ્પત્તિને અર્થે શુભદેશના આપે છે; કેમ કે ગીતાર્થ સાધુમાં વર્તતી ધર્મની તીવ્ર રુચિ યોગ્ય જીવોમાં ધર્મની નિષ્પત્તિ દ્વારા ધર્મ વૃદ્ધિ માટે ઉદ્યમ કરાવે છે. વળી, સાધુને ધર્મમાં તીવ્ર રુચિ હોવાથી જ વિધિમાં કોઈ સ્ખલના થઈ હોય તો તેની ઉપેક્ષા કરતા નથી. પરંતુ તે સ્ખલનાની અવશ્ય શુદ્ધિ કરે છે. ધર્મની તીવ્ર શ્રદ્ધાના આ ચાર કાર્યો છે એમ સુબુદ્ધિ પુરુષ જાણે છે. IIII અવતરણિકા : ભાવસાધુની ધર્મમાં પ્રકૃષ્ટશ્રદ્ધાના કાર્યરૂપ વિધિસેવા નામનાં પ્રથમ ભેદનું સ્વરૂપ બતાવે છે – ગાથા : દૃઢરાગ છે શુભભોજ્યમાં, જિમ સેવતાંયે વિરુદ્ધ; આપદામાંહે રસ જાણને, તિમ મુનિને હો ચરણે તે શુદ્ધ. સા. ૧૦ For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૪/ગાથા-૧૦-૧૧ ગાથાર્થ: જેમ વિરુદ્ધ સેવતા પુરુષને=તેવા પ્રકારના સંયોગમાં અસાર ભોજન કરતા પુરુષને, શુભ ભોજનમાં દૃઢ રાગ વર્તે છે, તેમ રસના જાણ એવા મુનિને આપત્તિ કાળમાંહે શુદ્ધ ચરણમાં દૃઢ રાગ વર્તે છે. II૧૦|| ભાવાર્થ : = ૧૦૬ કોઈ પુરુષ તેવા પ્રકારના સંયોગમાં અસાર ભોજનથી જીવન નિર્વાહ કરે તોપણ તેનો દૃઢ રાગ શુભ ભોજનમાં જ વર્તે છે પરંતુ અસાર ભોજનમાં રાગ હોતો નથી તેમ ચારિત્રના સેવનકૃત ઉપશમરસના જાણ એવા મુનિને શુદ્ધ ચારિત્રની આચરણામાં દૃઢ રાગ હોય છે તેથી તથાવિધ વિષમ સંયોગમાં પૂર્ણ વિધિનું સેવન ન કરી શકે તોપણ વિધિ સેવનનો તીવ્ર રાગ વર્તે છે. તેથી તે મહાત્મા સ્વશક્તિ અનુસાર વિધમાં અવશ્ય યત્ન કરીને સ્ખલનાવાળા પણ તે અનુષ્ઠાનથી સંયમની વૃદ્ધિ થાય તેવા સમભાવના પરિણામને વહન કરે છે. ભાવસાધુને ધર્મમાં પ્રકૃષ્ટ રુચિ છે તેના કાર્યરૂપ આ વિધિસેવના ગુણની પ્રાપ્તિ છે. II૧૦ના અવતરણિકા : ભાવસાધુની ધર્મમાં પ્રકૃષ્ટ શ્રદ્ધાના કાર્યરૂપ અવિતૃપ્તિ નામના બીજા ભેદનું સ્વરૂપ બતાવે છે ગાથા : જિમ તૃપ્તિ જગ પામેં નહી, ધનહીન લેતો રત્ન; તપ-વિનય-વૈયાવચ્ચ પ્રમુખ તિમ, કરતો હો મુનિવર ગાથાર્થ ઃ ધન રહિત પુરુષ રત્નને ગ્રહણ કરતો જગતમાં જેમ તૃપ્તિ પામતો નથી તેમ તપ, વિનય, વૈયાવચ્ચ વગેરેમાં બહુ યત્ન કરતા મુનિવર તૃપ્તિ પામતા નથી. ।।૧૧।। બહુયત્ન. સા. ૧૧ For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૪/ગાથા-૧૧-૧૨ ૧૦૭ ભાવાર્થ : જેમ સંસારી જીવો ધન રહિત હોય અને રત્નની પ્રાપ્તિ થતી હોય તો રત્નને ગ્રહણ કરવામાં તૃપ્તિ પામતા નથી. તેમ આત્મામાં ગુણરૂપી રત્નની પ્રાપ્તિના પ્રબળ અંગરૂપ તપ, વિનય, વૈયાવચ્ચ વગેરે ઉચિત કૃત્યો કરવામાં સુસાધુને બહુ યત્ન વર્તતો હોય છે; કેમ કે વિધિપૂર્વક સેવાયેલી તપાદિની ક્રિયાથી અંતરંગ સમભાવની વૃદ્ધિરૂપ ગુણો અધિક અધિક પ્રાપ્ત થાય છે. ધર્મમાં તીવ્ર શ્રદ્ધાના કાર્યરૂપ સાધુનો અવિતૃપ્તિ આ ગુણ છે. ll૧૧ અવતરણિકા : ભાવસાધુની ધર્મમાં પ્રકૃષ્ટ શ્રદ્ધાના કાર્યરૂપ શુભદેશના નામના ત્રીજા ભેદનું સ્વરૂપ બતાવે છે – ગાથા : ગુરુની અનુજ્ઞા લઈને, જાણતો પાત્ર કુપાત્ર; તિમ દેશના શુદ્ધી દિએ, જિમ દીપે હો નિજ સંયમગાત્ર. સા. ૧૨ ગાથાર્થ : સુસાધુ ગુરુની અનુજ્ઞા લઈને, પાત્ર-કુપાત્રને જાણીને તમ-તે પ્રકારે શુદ્ધદેશના આપે છે, જેમ-જે પ્રકારે, પોતાનો સંયમરૂપી દેહ દીપે છે. II૧૨ા. ભાવાર્થ ભાવસાધુ શાસ્ત્ર ભણીને ગીતાર્થ થાય અને ગુરુને જણાય કે આ શિષ્ય જિનવચનાનુસાર ઉચિત દેશના આપવા સમર્થ છે તો ગુણવાન ગુરુ તેને દેશના આપવાની અનુજ્ઞા આપે છે અને તે સાધુ પણ આ શ્રોતા આ પ્રકારની દેશનાને પાત્ર છે અને આ શ્રોતા કુપાત્ર છે તેનો યથાર્થ નિર્ણય કરીને પાત્ર જીવો ઉપર ઉપકાર થાય તે પ્રકારે શુદ્ધ દેશના આપે છે. જે દેશનાકાળમાં યોગ્ય જીવોને સંસારથી તારવાનો ઉત્તમ અધ્યવસાય હોય છે અને ભગવાનના વચનાનુસાર ઉચિત ઉપદેશ આપવાનો પરિણામ હોય છે. જેથી દેશનાની ઉચિત પ્રવૃત્તિ For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૪/ગાથા-૧૨-૧૩-૧૪ દ્વારા પોતાના ચારિત્રની અધિક શુદ્ધિ તે મહાત્મા પ્રાપ્ત કરે છે, તેથી મહાત્મા ધર્મમાં તીવ્ર શ્રદ્ધાના કાર્યરૂપ શુભદેશનામાં યત્ન કરે છે. ૧૨ અવતરણિકા : ભાવસાધુની ધર્મમાં પ્રકૃષ્ટ શ્રદ્ધાના કાર્યરૂપ સ્ખલનાની વિશુદ્ધિ નામના ચોથા ભેદનું સ્વરૂપ બતાવે છે – ગાથા ઃ જે કદાચિત લાગે વ્રતે, અતિચારપંકકલંક; આલોયણું તે શોધતાં, મુનિ ધરે હો શ્રદ્ધા નિઃશંક. સા. ૧૩ ગાથાર્થ ઃ સુસાધુને ક્યારેક અનાભોગાદિથી વ્રતમાં અતિચારરૂપી કાદવનું કલંક લાગે ત્યારે, આલોયણાથી શુદ્ધિ કરતા તે મુનિ નિઃશંક શ્રદ્ધાને ધારણ કરે છે. II૧૩|| ભાવાર્થ: સુસાધુ સંયમની સર્વ ઉચિત ક્રિયાઓ અપ્રમાદભાવથી કરે છે; કેમ કે ધર્મમાં તીવ્ર રુચિ છે. આમ છતાં અનાદિના પ્રમાદને વશ ક્યારેક સંયમમાં અતિચારરૂપી કાદવનું કલંક લાગે ત્યારે તે મહાત્માના વ્રતો કંઈક મલિન થાય છે. આમ છતાં ધર્મની તીવ્ર રુચિ હોવાને કારણે વિધિ શુદ્ધ આલોચનાથી તે મુનિ તે અતિચાર દોષની શુદ્ધિ કરે છે. જેથી પોતાનું સંયમ શુદ્ધ થયું છે તે પ્રકારની નિઃશંક શ્રદ્ધા તે મહાત્માને પ્રગટે છે અર્થાત્ મારું સંયમ હવે શુદ્ધ થયેલું હોવાથી એકાંત કલ્યાણનું કારણ છે તેવો સ્થિર વિશ્વાસ પ્રગટે છે. ૧૩ અવતરણિકા : ભાવસાધુનો પ્રજ્ઞાપનીયતા નામના ત્રીજા ગુણનું વર્ણન કરે છે ગાથા: શ્રદ્ધા થકી જે સર્વ લહે, ગંભીર આગમ ભાવ; ગુરુવચને પન્નવણિજ્જ તે, આરાધક હો હોવે સરલસ્વભાવ. સા. ૧૪ For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૪/ગાથા-૧૪-૧૫ ગાથાર્થ ઃ શ્રદ્ધા થકી=ભગવાનનું વચન એકાંત કલ્યાણનું કારણ છે તેવી શ્રદ્ધાને કારણે, જે સાધુ ગંભીર એવા આગમના સર્વ ભાવોને પ્રાપ્ત કરે=અધ્યયન કરીને યથાર્થ જાણે, તે સાધુ ગુરુ વચનમાં પ્રજ્ઞાપનીય હોવાથી સરલ સ્વભાવવાળા આરાધક થાય. ।।૧૪|| ભાવાર્થ : ભાવસાધુને “સર્વજ્ઞના વચનથી જ સંસારનો પાર પમાય છે અન્ય પ્રવૃત્તિથી નહિ” તે પ્રકારની સ્થિર શ્રદ્ધા હોવાને કારણે તે મહાત્મા સંયમ ગ્રહણથી માંડીને સતત આગમના પરમાર્થને જાણવા માટે ઉદ્યમ કરે છે અને ગીતાર્થ ગુરુના સાન્નિધ્યથી આગમના ગંભીર ભાવોના પરમાર્થને પ્રાપ્ત કરે છે. આમ છતાં કોઈક સ્થાનમાં યથાર્થ નિર્ણય ક૨વામાં સ્ખલના થાય ત્યારે તે મહાત્મા સરલ સ્વભાવવાળા હોવાને કારણે ગુરુ વચનથી પ્રજ્ઞાપનીય હોય છે અર્થાત્ તે સ્થાનમાં ગીતાર્થ ગુરુ ભૂલ બતાવે અને કહે કે આગમ આ પ્રકારની પ્રવૃત્તિ કરવાનું કહે છે અને તારી પ્રવૃત્તિ ઉચિત નથી તે વખતે તે મહાત્મા સરલ સ્વભાવે ગુરુના વચનાનુસાર યથાર્થ પ્રવૃત્તિ સ્વીકારે છે. આ રીતે પ્રજ્ઞાપનીય ગુણને કારણે તે સાધુ આરાધક થાય છે. 119811 અવતરણિકા : ભાવસાધુના ક્રિયામાં અપ્રમાદ સ્વરૂપ ચોથા ગુણને કહે છે ગાથા : ગાથાર્થ ષટ્કાય ઘાત પ્રમત્તને, પડિલેહણાદિક યોગ; જાણી પ્રમાદી નવિ હુએ, કિરિયામાં હો મુનિ શુભસંયોગ. સા. ૧૫ : ૧૦૯ - પ્રમત્તને=પ્રમાદી સાધુને, પડિલેહણાદિક યોગમાં=પડિલેહણાદિ ક્રિયામાં ષટ્કાયનો ઘાત જાણીને શુભસંયોગવાળા મુનિ ક્રિયામાં પ્રમાદી થાય નહિ. II૧૫]I For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન-ઢાળ-૧૪/ગાથા-૧૫-૧૬ ભાવાર્થ : સુસાધુ પણ કોઈક નિમિત્તને પામીને શાસ્ત્ર વિધિ અનુસાર ઉપયુક્ત થઈને પડિલેહણાદિ ક્રિયા ન કરે તો પ્રમાદી એવા તે સાધુને ષકાયના જીવોના ઘાત કૃત કર્મબંધની પ્રાપ્તિ થાય છે એ પ્રકારનું શાસ્ત્ર વચન છે. તેનું સ્મરણ કરીને શુભ સંયોગવાળા એવા મુનિ અર્થાત્ પોતાના દેહાદિના સંયોગ અનુસાર યથાર્થ ક્રિયા કરી શકે તેવા મુનિ, ક્રિયામાં પ્રમાદી થાય નહિ પરંતુ સર્વ સંયમની ક્રિયાઓ તચિત્ત-તન-તલેશ્યાથી કરે છે, જેથી તે શુભ ક્રિયાના યથાર્થ ફળને પ્રાપ્ત કરે છે. ll૧પ અવતરણિકા : ભાવસાધુના તિજશક્તિ અનુરૂપ કાર્ય કરવારૂપ પાંચમા ગુણને બતાવે છે – ગાથા : જિમ ગુરુ આર્યમહાગિરિ, તિમ ઉજમે બલવંત; બલ અવિષય નવિ ઉજમેં, શિવભૂતિ હો જિમ ગુરુ હીલંત. સા. ૧૬ ગાથાર્થ - જેમ ગુરુ આર્યમહાગિરિ ઉધમ કરતા હતા તિમ બલવંત સાધુ ઉધમ કરે, બળના અવિષયવાળી ક્યિામાં ઉધમ કરે નહિ, જેમ ગુરુની હીલના કરતા શિવભૂતિએ ઉધમ કર્યો. II૧ી. ભાવાર્થ : સુસાધુ હંમેશા સ્વશક્તિ અનુસાર સંયમમાં ઉદ્યમ કરે. શક્તિ હોવા છતાં સાધુ સંયમમાં ઉદ્યમ ન કરે તો સંયમના ગુણસ્થાનકથી પાત થાય. આથી જિનકલ્પનો વિચ્છેદ થયેલો છતાં મહાશક્તિ સંપન્ન એવા આર્યમહાગિરિ ગુરુ ગચ્છમાં રહીને જિનકલ્પની તુલના કરી શક્તિના અતિશયથી અસંગભાવમાં ઉદ્યમ કરતા હતા. તેમ શક્તિવંત સાધુએ સર્વ ઉચિત અનુષ્ઠાનમાં ઉદ્યમ કરવો જોઈએ. For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૪/ગાથા-૧૬-૧૭ ૧૧૧ વળી, જે અનુષ્ઠાનમાં બળ ન હોય છતાં ઉદ્યમ કરવામાં આવે તો બાહ્યથી તે અનુષ્ઠાન થાય; પરંતુ તે અનુષ્ઠાનથી ગુણ વૃદ્ધિ થાય નહિ. તેથી બળના અવિષયવાળા અનુષ્ઠાનમાં સાધુ ઉદ્યમ કરે નહિ. જેમ ગુરુની હીલના કરીને શિવભૂતિએ તથા પ્રકારનું બલ ન હોવા છતાં જિનકલ્પ તુલ્ય સંયમ સ્વીકારીને દિગંબર પંથનો પ્રારંભ કર્યો જેનાથી માર્ગાનુસારી વીર્યનો નાશ થવાથી સંયમનો નાશ થયો, તેમ શક્તિના અવિષયમાં ઉદ્યમ કરવાથી અંતરંગ સર્વીર્યનો નાશ થાય છે. માત્ર બાહ્ય અનુષ્ઠાનથી ફળની પ્રાપ્તિ થતી નથી. માટે સુસાધુ સ્વબળનો નિર્ણય કરીને શક્તિ અનુસાર સર્વ ઉચિત અનુષ્ઠાન કરે. ૧છા અવતરણિકા : ભાવસાધુતા ગુણના અનુરાગરૂપ છઠ્ઠા ગુણને કહે છે – ગાથા : ગુણવંતની સંગતિ કરે, ચિત્ત ધરત ગુણ-અનુરાગ; ગુણલેશ પણ પરનો ગુણે, નિજ દેખે હો અવગુણ વડભાગ. સા. ૧૭ ગાથાર્થ : સુસાધુ ગુણવંતની સંગતિ કરે અને ચિત્તમાં ગુણનો અનુરાગ ધારણ કરે, પરનો ગુણલેશ જોઈને પણ સ્તુતિ કરે અને પોતાનો અવગુણ જોઈને તેને વડભાગ દેખે મોયે દેખે. ll૧૭TI ભાવાર્થ : સુસાધુમાં ગુણનો અત્યંત અનુરાગ હોય છે તેથી ગુણની વૃદ્ધિના ઉપાયભૂત ગુણવંત સાધુઓની સાથે સંગતિ કરે અને ચિત્તમાં તે ગુણવાન પુરુષોમાં વર્તતા ગુણો પ્રત્યેનો અનુરાગ ધારણ કરે જેથી પોતાનામાં ગુણોની વૃદ્ધિ થાય. વળી, બીજામાં જિનવચનાનુસાર અલ્પ પણ ગુણ દેખાય તો તે નાના પણ ગુણની સ્તુતિ કરે અને પોતાનામાં નાનો પણ અવગુણ દેખાય તો તેને મોટો For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન,ઢાળ-૧૪/ગાથા-૧૭-૧૮ ગણે અર્થાત્ વિચારે કે “હું ભગવાનના શાસનના તત્ત્વને જાણનાર થયો છું, સંસારથી ભય પામીને સંયમમાં ઉદ્યમ કરું છું છતાં સંસારના જ કારણભૂત એવો આ અવગુણ મારામાંથી જતો નથી તેથી હું નિર્ગુણ છું” એમ વિચારીને પોતાના નાના પણ દોષને મહત્વ આપીને તેને દૂર કરવા ઉદ્યમ કરે તે સાધુ ગુણાનુરાગવાળા છે. ll૧ણા અવતરણિકા : ભાવસાધુના ગુરુ આજ્ઞાની આરાધનારૂપ સાતમા ગુણને બતાવે છે – ગાથા : ગુરુચરણસેવા રત્ત હોઈ, આરાધતો ગુઆણ, આચાર સર્વના મૂલ ગુરુ, તે જાણે હો ચતુર સુજાણ. સા. ૧૮ ગાથાર્થ : જે સાધુ ગુરુના ચરણની સેવામાં રક્ત હોય, ગુરુ આજ્ઞાને આરાધતો હોય, સર્વ આચારના મૂળ ગુરુ છે તે જાણતો હોય, તે સાધુ ચતુર સુજાણ કહેવાય. ll૧૮|| ભાવાર્થ - “પૃપતિ શાસ્ત્રતત્ત્વ રૂતિ ગુરુ:” એ પ્રકારની ગુરુ શબ્દની વ્યુત્પત્તિથી જે ગુરુ ભગવાનના વચનના મર્મને યથાર્થ બતાવનારા હોય તેવા ગુરુની આજ્ઞાની સુસાધુ આરાધના કરે અને તેવા ગુણવાન ગુરુની સેવામાં રક્ત રહે અને વિચારે કે “સર્વ આચારોનું મૂળ ગુરુ છે અર્થાત્ આ ગુણવાન ગુરુ જે આચારો બતાવે તે આચારનું પાલન કરવાથી જ આત્મકલ્યાણ થાય છે, અન્યથા નહિ. આથી જ સર્વ આચારોમાં પ્રથમ ગુરુકુલવાસ કહેલ છે તેથી ગુણવાન ગુરુના સાનિધ્યથી સર્વ ઉચિત આચારોનો યથાર્થ બોધ થાય છે અને તેનાથી જ કલ્યાણની પરંપરા થાય છે” આ પ્રકારે ચતુર એવા સુજાણ સાધુ જાણે છે માટે ગુરુઆજ્ઞાની આરાધના કરે. ૧૮ For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન,ઢાળ-૧૪/ગાથા-૧૯ અવતરણિકા : અંતે ઢાળનું નિગમત કરતાં કહે છે – ગાથા : એ સાત ગુણ લક્ષણ વર્યો, જે ભાવસાધુ ઉદાર; તે વરે સુખજશસન્મદા, તુજ ચરણે હો જસ ભક્તિ અપાર. સા. ૧૯ ગાથાર્થ : આ સાત' ગુણના લક્ષણથી જે સાધુ વર્યા છે તે ઉદાર ભાવસાધુ છે. તે ભાવસાધુ સુખ અને યશની સંપદાને વરે જેને તમારા ચરણમાં ભગવાનના ચરણમાં, અપાર ભક્તિ છે. ૧૯ll ભાવાર્થ : જે સાધુ પૂર્વમાં વર્ણન કરાયેલા સાત ગુણોમાં ઉદ્યમ કરે છે અને તે ‘સાત' ગુણોને અતિશયિત કરવા પ્રયત્ન કરે છે તે સાધુ શ્રેષ્ઠ એવા ભાવસાધુપણાને પામે છે અને જે સાધુ શ્રેષ્ઠ એવા ભાવસાધુપણાને પામે છે તે સાધુ સદ્ગતિઓની પરંપરા દ્વારા મોક્ષસુખને પામનારા છે, તેથી સુખ યશની સંપદાને વરનારા છે. આવા ભાવસાધુને ભગવાનની સેવામાં અપાર ભક્તિ હોય છે. આથી જ ભગવાનની આજ્ઞાનું સ્મરણ કરીને ભગવાનના વચનાનુસાર આ “સાત ગુણોને સેવવા માટે અતિશય ઉદ્યમ કરે છે. આવા For Personal & Private Use Only WWW.jainelibrary.org Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ પૂર્વ ઢાળ સાથે સબંધ : પૂર્વ ઢાળમાં ભાવસાધુના ‘સાત’ લક્ષણો બતાવ્યાં. તેવા લક્ષણવાળા મુનિવરો કઈ રીતે સંયમમાં સત્ત્વ ફોરવે છે તેઓના ગુણગાન કરતાં ગ્રંથકારશ્રી કહે છે 51121 : શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૫/ગાથા-૧ ઢાળ પંદરમી (રાગ : આજ મહારે એકાદશી - એ દેશી) - ધન્ય તે મુનિવરા રે, જે ચાલે સમભાવે, ભવસાયર લીલાએ ઉતરે, સંયમકિરિયાનાવે. ધન. ૧ ગાથાર્થ ઃ તે મુનિવરો ધન્ય છે જેઓ સમભાવમાં વર્તે છે અને સંયમ ક્રિયાની નાવ દ્વારા લીલાપૂર્વક ભવસાગર ઉતરે છે. ||૧|| ભાવાર્થ : મુનિઓ સુખ-દુઃખ, શત્રુ-મિત્ર, જીવન-મૃત્યુ, સર્વ ભાવો પ્રત્યે સમભાવવાળા હોય છે અને તે સમભાવને અતિશયિત ક૨વા અર્થે જિનવચનાનુસાર ઉચિત ક્રિયાઓ કરનારા હોય છે, જે ક્રિયાઓથી તેઓમાં વર્તતો સમભાવનો પરિણામ અતિશય-અતિશયતર થાય છે, જેના બળથી તે મહાત્માઓ લીલાપૂર્વક અર્થાત્ સુખે-સુખે ભવસાગ૨નો પાર કરે છે. અહીં વિશેષ એ છે કે સંસારી જીવોમાં રાગ-દ્વેષના ભાવો વર્તે છે તેથી તેઓને ઇષ્ટ પ્રત્યે રાગ થાય છે, અનિષ્ટ પ્રત્યે દ્વેષ થાય છે અને નિરર્થક પદાર્થ પ્રત્યે ઉપેક્ષા થાય છે. વળી, મુનિ પણ હજી વીતરાગ થયા નથી તેથી સર્વથા રાગ-દ્વેષ વગરના નથી. આમ છતાં વિવેકચક્ષુ પ્રગટ થયેલા હોવાથી મુનિ માટે મોહથી અનાકૂળ ચેતના ઇષ્ટ બને છે, મોહથી આકૂળ ચેતના અનિષ્ટ બને છે અને જગતવર્તી ભાવો નિરર્થક બને છે તેથી આત્માની નિરાકૂળ અવસ્થા પ્રત્યે For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૫/ગાથા-૧-૨ મુનિને રાગ વર્તે છે. માટે આત્માની નિરાકૂળ અવસ્થાના ઉપાયભૂત સંયમની ક્રિયાઓ કરે છે જેના દ્વારા સમભાવની વૃદ્ધિ કરીને અધિક-અધિક નિરાકૂળ બને છે અને મોહથી આકુળ ચેતના પ્રત્યે દ્વેષ છે તેથી જિનવચનાનુસાર પ્રવૃત્તિમાં થતી સ્કૂલનામાં દ્વેષને ધારણ કરીને મુનિ સ્કૂલનાની શુદ્ધિ કરે છે અને તેના દ્વારા સંયમની વૃદ્ધિ કરે છે, વળી, સંસારના ભાવો આત્માને અનુપયોગી હોવાથી તેના પ્રત્યે ઉપેક્ષા કરે છે. આ રીતે મુનિનો સમભાવનો રાગ અને અસમભાવનો દ્વેષ મુનિને ઉચિત પ્રવૃત્તિ કરાવવા દ્વારા વીતરાગભાવની પ્રાપ્તિનું કારણ બને છે તેથી સુખ-સુખે ભવસમુદ્રને તરે છે. IIII ગાથા : ભોગપંક ત્યજી ઉપર બેઠા, પંકજ પરે જે ન્યારા; સિંહપરે નિજવિક્રમશૂરા, ત્રિભુવનજન આધારા. ધન. ૨ ગાથાર્થ : ભોગરૂપી કાદવનો ત્યાગ કરીને કમળની જેમ ઉપર બેઠા છે તેવા મુનિવરો ભોગથી વ્યારા છે. સિંહની જેમ શત્રુના નાશ માટે પોતાના વિકમમાં શૂરા છે અને ત્રણભુવનના લોકોને માટે આધાર છે. શા ભાવાર્થ : ભાવસાધુ સમભાવના પરિણામવાળા હોય છે તેથી બાહ્ય પદાર્થો સાથે સંશ્લેષ કરતા નથી. જેમ કમળ કાદવમાં ઉત્પન્ન થાય છે છતાં કાદવના સ્પર્શ વગર રહે છે તેમ મુનિઓ ભોગથી ઉત્પન્ન થયેલા દેહવાળા હોવા છતાં ભોગનો ત્યાગ કરીને ભોગના સ્પર્શ વગરના છે. વળી, જેમ સિંહ પોતાના શત્રુનો નાશ કરવા માટે પરાક્રમ ફોરવવામાં શૂરવીર હોય છે પરંતુ પીછેહઠ કરતો નથી તેમ મુનિવરો પોતાના અંતરંગ શત્રુરૂપ મોહના ભાવોનો નાશ કરવામાં શૂરા હોય છે. વળી, કર્મથી કદર્થના પામી રહેલા ત્રણભુવનવર્તી જીવો માટે મુનિવરો આધારરૂપ છે; કેમ કે મુનિના અવલંબનથી જ સંસારવર્તી જીવો સુરક્ષિત બને છે. રા. For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવનઢિાળ-૧૫/ગાથા-૩-૪ ગાથા : જ્ઞાનવત્ત જ્ઞાનીશું મિળતાં, તનમનવચને સાચા; દ્રવ્ય ભાવ સૂધા જે ભાખે, સાચી જિનની વાચા. ધન. ૩ ગાથાર્થ : વળી, મુનિ જ્ઞાનવાળા એવા અન્ય મુનિઓને મળે ત્યારે તન-મનવચનની સુંદર શાસ્ત્રીય ચર્ચા કરે છે. વળી, દ્રવ્ય અને ભાવને સાચા ભાખે છે અને સાચી જિનની વાણી પ્રગટ કરે છે. Il3II ભાવાર્થ : મુનિઓ સમભાવની વૃદ્ધિવાળા હોવાથી કદાગ્રહ વગરના હોય છે અને વીતરાગતાની પ્રાપ્તિના અનન્ય કારણરૂપ શ્રુતજ્ઞાન પ્રત્યે અત્યંત રુચિવાળા હોય છે તેથી કોઈ જ્ઞાની મહાત્મા સાથે યોગ થાય ત્યારે તન-મન અને વચનથી તત્ત્વની સાચી વાતો કરે છે અને પરસ્પરની ચર્ચામાં તે મહાત્માઓ દ્રવ્ય અને ભાવોને યથાર્થ ભાખે છે અર્થાત્ ભગવાનનાં શાસનમાં જે દ્રવ્યો જે પ્રકારે કહ્યાં છે અને જે ભાવો=જે પર્યાયો, જે પ્રકારે કહ્યાં છે તે પ્રકારે કહે છે જે ભગવાનની સાચી વાણી સ્વરૂપ છે. આ રીતે પરસ્પર વાર્તાલાપથી બને મહાત્માઓને ભગવાનના શાસનના ગંભીર તત્ત્વોની પ્રાપ્તિ થાય છે. llal ગાથા : મૂલ ઉત્તર ગુણ સંગ્રહ કરતા, તજતા ભિક્ષાદોષો; પગ પગ વ્રતદૂષણ પરિહરતા, કરતાં સંયમપોષો. ધન. ૪ ગાથાર્થ : સંયમના મૂળગુણ અને ઉત્તરગુણનો સંગ્રહ કરતા વધારતા, અને ભિક્ષાના દોષોને ત્યાગ કરતા, દરેક પગલે દરેક પ્રવૃત્તિઓમાં, વ્રતના દૂષણનો પરિહાર કરતા, સંયમનું પોષણ કરતાસંવરભાવની વૃદ્ધિ કરતા, મુનિ વિચરે છે. II૪ll For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩પ૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૫/ગાથા-૪-૫-૬ ૧૧૭ ભાવાર્થ : મુનિઓ સતત પાંચ મહાવ્રતરૂપ મૂળગુણ અને સમિતિ-ગુપ્તિરૂપ ઉત્તરગુણને અતિશયિત કરવા માટે ઉદ્યમ કરે છે અને દેહ નિર્વાહ માટે ભિક્ષા ગ્રહણ કરે ત્યારે ભિક્ષાના દોષોનો ત્યાગ કરીને નિર્દોષ જીવન જીવે છે. વળી, દરેક પ્રવૃત્તિમાં પોતે સ્વીકારેલા “પાંચ મહાવ્રતોમાં કોઈ દૂષણ ન લાગે અને પોતાનો સંવરભાવ પુષ્ટ બને તે પ્રકારે ઉદ્યમ કરે છે. આજના ગાથા : મોહ પ્રતેં હસતાં નિત્ય આગમ, ભણતાં સદ્ગુરુ પાસે; દૂષમકાલે પણ ગુણવત્તા, વરતે શુભઅભ્યાસે. ધન. ૫ ગાથાર્થ - વળી, મુનિઓ મોહરૂપી શત્રુને હણતાં અને તેના ઉપાયભૂત સદ્ગર પાસે નિત્ય આગમ ભણતાં વિચરે છે. દૂષમકાળમાં પણ ગુણવંતા એવા મુનિઓ શુભ અભ્યાસમાં આત્માના શુદ્ધ ભાવો પ્રગટ થાય તેવા શુભ અભ્યાસમાં, વર્તે છે. પII ભાવાર્થ : મુનિઓ મોહનો નાશ કરવાના બદ્ધ અભિલાષવાળા હોય છે. તેથી મોહના નાશના ઉપાયભૂત આગમ સદ્ગુરુ પાસે નિત્ય ભણે છે. આ રીતે શ્રુતના અભ્યાસથી પ્રાપ્ત થતા શ્રુતના સંસ્કારોથી આત્મા ઘનિષ્ટ બને છે અને અનાદિના મોહના સંસ્કારો આત્મામાંથી નષ્ટ-નષ્ટત્તર થાય છે. વર્તમાનમાં દૂષમકાળ છે તોપણ ગુણવંતા એવા મુનિઓ આત્માના શુદ્ધભાવોને પ્રગટ કરવાને અનુકૂળ શુભ અભ્યાસમાં વર્તે છે. પણ ગાથા : છઠું ગુણઠાણું ભવઅડવી, ઉલ્લંઘણ જેણે લહિઉં; તસ સોભાગ સકલ મુખ એકે, કિમ કરિ જાએ કહિઉં ? ધન. ૬ For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શ્રી સીમંધરસ્વામીનું ૩પ૦ ગાથાનું સ્તવનઢાળ-૧૫/ગાથા-૬-૭ ગાથાર્થ - છઠ્ઠ ગુણઠાણું જે ભવરૂપી અટવીના ઉલ્લંઘણનું કારણ છે કે જેમને પ્રાપ્ત કર્યું છે તેના સૌભાગ્યને સકલ મુખથી=બધી રીતે, એક પુરુષથી કેમ કહી શકાય ? અર્થાત્ તેમના સૌભાગ્યનું વર્ણન કરવું અશક્ય છે. III ભાવાર્થ : મુનિ છઠ્ઠા ગુણસ્થાનકમાં વર્તે છે અને છઠું ગુણસ્થાનક એટલે સંસારના સર્વ ભાવોથી સંવૃત્તચારી એવા મન-વચન-કાયાની પ્રવૃત્તિ. ભવ અટવીમાં રહેલા સંસારવર્તી જીવો અસંવૃત્તચારી હોવાથી ભવરૂપી અટવીનું ઉલ્લંઘન કરી શકતા નથી પરંતુ મુનિ તો સંવૃત્તચારી હોવાથી સુખ-સુખે ભવ અટવીનું ઉલ્લંઘન કરી શકે છે. તેથી જે મહાત્માએ ભવ અટવીના ઉલ્લંઘનના કારણભૂત એવા છઠ્ઠા ગુણસ્થાનકને પ્રાપ્ત કર્યું છે તે મહાત્મા મહાસૌભાગ્યવાળા છે. તેવા સૌભાગ્યવાળા મુનિના બધા ગુણો એકમુખથી કઈ રીતે કહી શકાય ? અર્થાત્ તેઓના ગુણોનું વર્ણન થઈ શકે નહિ. IIકા ગાથા : ગુણઠાણાની પરિણતિ જેહની, ન છિપે ભવજંજાલે; રહે શેલડી ઢાંકી રાખી, કેતો કાલ પરાબેં? ધન. ૭ ગાથાર્થ : મુનિ છઠ્ઠા ગુણસ્થાનકમાં હોય છે અને તે છઠું ગુણસ્થાનક ભવના ઉચ્છેદ માટે સતત પ્રયત્ન કરાવે છે તેથી તેઓમાં વર્તતી ગુણસ્થાનકની પરિણતિ ભવની જંજાલમાં છુપાઈ જતી નથી અર્થાત્ ભવના કારણભૂત બાહ્ય આલંબનોમાં પ્રવર્તતી નથી પરંતુ સદા ભવના ઉચ્છેદ માટે પ્રવર્તે છે. શેલડી કેટલો કાળ સુધી જમીનમાં ઢંકાયેલી રહી શકે ? અર્થાત્ રહી શકે નહિ. તેમ મનિની ગુણસ્થાનકની પરિણતિ ભવજંજાલમાં ઢંકાયેલી રહી શકે નહિ. Il૭. For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૫/ગાથા-૭-૮ ભાવાર્થ : શેરડી જમીનમા વાવેલી હોય તે કેટલો કાળ ઢાંકેલી રહી શકે ? અર્થાત્ અધિક કાળ ઢાંકેલી રહી શકે નહિ પરંતુ તેના સાંઠા જમીનને ફોડીને અવશ્ય બહાર આવે છે તેમ મુનિનું ચિત્ત કોઈક નિમિત્તથી ભવના કારણીભૂત બાહ્ય નિમિત્તોને સ્પર્શે તેમ બને તોપણ તેઓમાં વર્તતી ગુણસ્થાનકની પરિણતિ મુનિના ચિત્તને ભવજંજાલમાંથી તરત બહાર કાઢે છે પરંતુ ભવના કારણીભૂત એવા દોષોના સેવનમાં ચિત્ત રહેતું નથી. તેથી ગુણસ્થાનકની પરિણતિના બળથી તેઓ સતત ભવજંજાલના ઉચ્છેદ માટે વીર્ય ફોરવતા હોય છે. IIII અવતરણિકા : સુસાધુ કેવા હોય છે તેનું સ્વરૂપ ગાથા-૧થી ૭ સુધી બતાવ્યું. હવે સાધુવેશમાં રહેલા પણ સાધુના આ પ્રકારના ગુણોને ધારણ કરવા માટે અસમર્થ એવા સંવિજ્ઞપાક્ષિક કેવા હોય છે તે બતાવે છે ૧૧૯ — 511211 : તેહવા ગુણ ધરવા અણધીરા, જો પણ સૂધું ભાખી; જિનશાસન શોભાવે તે પણ, સુધા સંવેગપાખી. ધન. ૮ ગાથાર્થ ઃ તેહવા ગુણ=પૂર્વમાં વર્ણન કરાયા તેવા સુસાધુના ગુણ, ધારણ કરવા અણધીરા=અસમર્થ, પણ જો સૂઠું બોલનારા હોય=પોતાની હીનતા બતાવીને પણ ભગવાનનો માર્ગ યથાર્થ રીતે કહેનારા હોય, તો તે પણ જિનશાસનને શોભાવે તેવા સુંદર સંવિજ્ઞપાક્ષિક છે=સંવિજ્ઞ મુનિ નથી પરંતુ સંવિજ્ઞ મુનિના ગુણો પ્રત્યેના પક્ષપાતવાળા છે. III ભાવાર્થ: જે સાધુ, સાધુના ગુણો ધા૨ણ ક૨વા સમર્થ નથી અને સાધુના વેશમાં છે તે ભાવસાધુ નથી. આમ છતાં જેઓને ભાવસાધુ પ્રત્યે અત્યંત પક્ષપાત છે તેઓ સંવિજ્ઞપાક્ષિક છે અર્થાત્ સંવિજ્ઞ એવા સુસાધુના પક્ષપાતવાળા છે. આવા સંવજ્ઞપાક્ષિક સાધુઓ શુદ્ધ પ્રરૂપણા કરીને જિનશાસનને શોભાવે છે. અર્થાત્ For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૫/ગાથા-૮-૯ ભગવાનનાં માર્ગની શુદ્ધ પ્રરૂપણા કરીને યોગ્ય જીવોને સન્માર્ગ પ્રાપ્ત કરાવે છે અને સન્માર્ગ પ્રત્યેના રાગને કારણે પોતાના આત્માનું પણ હિત સાધે છે. [૮] અવતરણિકા : સંવિજ્ઞપાક્ષિક કેવા ગુણવાળા છે તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – ગાથા : સદ્દતણા અનુમોદન કારણ, ગુણથી સંયમકિરિયા; વ્યવહારે રહિયા તે ફરસે, જે નિશ્ચયનયદરિયા. ધન. ૯ ગાથાર્થ : સદણાવાળા છે=ભગવાનના વચનમાં શ્રદ્ધાવાળા છે, અનુમોદન કરનારા છે સુસાધુના ગુણોનું અનુમોદન કરનારા છે, વ્યવહારમાં રહેલા વ્યવહારનયની દથિી સંયમની આચરણામાં રહેલા, કારણ ગુણથી ભાવસાધુનું કારણ બને તેવા ગુણથી, તેઓ સંયમની ક્રિયાને સ્પર્શનારા છે-સંયમની ક્રિયાને સેવનારા છે, જેઓ નિશ્ચયનયના દરિયા છે નિશ્ચયના પરમાર્થને જાણનારા છે. ll૯II ભાવાર્થ આવા સંવિજ્ઞપાક્ષિક સાધુએ ભવથી વિરક્ત થઈને સાધુપણું લીધું છે, સંયમ લીધા પછી શાસ્ત્ર અભ્યાસ કરીને ભગવાનના શાસનમાં બતાવેલ નિશ્ચયનયના પરમાર્થને પામેલા છે. આથી પોતે માત્ર સંયમની ક્રિયાઓ સેવે છે, માટે પોતે સાધુ છે એમ માનતા નથી પરંતુ નિશ્ચયનયને અભિમત એવા સમભાવના પરિણામને વધારે તેવી ક્રિયાઓને જ સંયમની ક્રિયા તરીકે સ્વીકારીને પોતાનામાં વર્તતી પ્રમાદની પરિણતિને જાણીને પોતે સંયમી નથી તેમ માને છે. તેથી નિશ્ચયનયથી મુનિ કઈ રીતે સંયમના પરિણામોમાં વર્તે તેના રહસ્યને જાણનારા છે અને ભગવાનનું શાસન સર્વકલ્યાણનું કારણ છે તેવી સ્થિર શ્રદ્ધાવાળા છે. વળી, સુસાધુના ગુણોની અનુમોદના કરનારા છે અને સુસાધુ જેવું સંયમ પાળે છે તેવું સંયમ પોતે પાળી શકે તેવા નથી તેમ જાણવા છતાં તેવા સંયમનું કારણ For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૫/ગાથા-૯-૧૦ બને તેવી કારણ ગુણવાળી સંયમની ક્રિયાઓ વ્યવહારનયથી કરી રહ્યા છે તેથી ભાવસાધુપણાની પ્રાપ્તિમાં પ્રબળ કારણ એવી પ્રધાનદ્રવ્યક્રિયા કરનારા છે. ITI અવતરણિકા : સંવિજ્ઞપાક્ષિક કેવા ગુણોવાળા છે તે પૂર્વ ગાથામાં બતાવ્યું. હવે સાધુવેશમાં કઠોરચર્યા પાળનારા પણ શાસ્ત્રના પરમાર્થને પામ્યા નથી તેવા સાધુઓ કરતા સંવિજ્ઞપાક્ષિક ઊંચા છે તે બતાવવા અર્થે કહે છે – ગાથા : દુલકરકારથકી પણ અધિકા, જ્ઞાનગુણે ઈમ તેહો; ધર્મદાસગણિવચને લહિયે, જેહને પ્રવચનનેહો. ધન. ૧૦ ગાથાર્થ : સંયમની દુષ્કર ક્રિયા કરનારા કરતા પણ જ્ઞાનગુણથી ઈમ=પૂર્વ ગાથામાં કહ્યું એ રીતે, તેહો સંવિજ્ઞાપાક્ષિક, અધિક છે. આ પ્રકારનો નિર્ણય શ્રી ધર્મદાસગણિના વચનથી લહીએ જેમને પ્રવચનનો સ્નેહ છે=જે શ્રીધર્મદાસગણિને ભગવાનના વચનરૂપ પ્રવચનનો સ્નેહ છે. ||૧૦|| ભાવાર્થ: શ્રીધર્મદાસગણિએ ઉપદેશમાલા નામનો ગ્રંથ રચ્યો છે અને જેમને ભગવાનના વચન પ્રત્યે અત્યંત સ્નેહ છે તેથી ભગવાનના વચનથી લેશ પણ અન્યથા કહે નહિ તેવા તે મહાત્માના વચનથી જણાય છે કે જે સાધુ સંયમની કઠોર આચરણા કરવામાં બહુ રાગવાળા છે આમ છતાં શાસ્ત્ર ભણીને શાસ્ત્રના પારને પામ્યા નથી. તેવા દુષ્કર સંયમની ક્રિયા કરનારા કરતા પણ સંવિજ્ઞપાક્ષિક પૂર્વ ગાથામાં કહ્યું એમ જ્ઞાનગુણથી અધિક છે અર્થાત્ પૂર્વ ગાથામાં કહ્યું કે સંવિજ્ઞપાક્ષિક નિશ્ચયનયના દરિયા છે. તેથી નક્કી થાય છે કે જ્ઞાનગુણથી ભગવાનના શાસનના મર્મને પામેલા છે તેથી સંવિજ્ઞપાક્ષિક કોરચર્યા પાળનારા સાધુ કરતા અધિક છે. ૧ના For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૫/ગાથા-૧૧ અવતરણિકા - ગાથા-૯માં સંવિજ્ઞપાક્ષિક કેવા ગુણવાળા છે તે બતાવ્યું અને ગાથા૧૦માં સંયમની કઠોર આચરણા પાળનારા કરતા પણ જ્ઞાનગુણથી સંવિજ્ઞાપલિક અધિક છે તેમ બતાવ્યું. હવે પૂજ્ય હરિભદ્રસૂરીજી તેવા ગુણવાળા છે તે બતાવવા અર્થે કહે છે – ગાથા - સુવિહિત ગચ્છ કિરિયાનો ધોરી, શ્રીહરિભદ્ર કહાય; એહ ભાવ ધરતો તે કારણ, મુઝ મન તેહ સુહાય. ધન. ૧૧ ગાથાર્થ – સુવિહિત ગચ્છની જે સંયમની ક્રિયાઓ છે તેની ધુરાને વહન કરનાર પૂજ્ય હરિભદ્રસૂરીજી કહેવાય છે અને તેઓ આ ભાવને ધારણ કરે છે સંવિડાપાક્ષિક ભાવને ધારણ કરે છે, તે કારણથી ગ્રંથકારશ્રી કહે છે કે મારા મનને તે સુહાય છે મારા મનમાં પૂજ્ય હરિભસૂરીજી પ્રત્યે ભક્તિ વર્તે છે.” II૧૧il. ભાવાર્થ : સુવિહિત સાધુઓના ગચ્છમાં રહેલા સાધુઓ કેવા પ્રકારે સંયમની ક્રિયાઓ કરે તેની યથાર્થ પ્રરૂપણા “પંચવસ્તુ” નામના ગ્રંથમાં પૂજ્ય હરિભદ્રસૂરીજીએ કરી છે. તેથી પૂજ્ય હરિભદ્રસૂરિજી સુવિહિત સાધુઓની યથાર્થ આચરણાઓને બતાવનારા છે તેમ કહેવાય છે અને તેઓ સંવિજ્ઞપાક્ષિક ભાવને ધારણ કરતા હતા અર્થાત્ “પંચવસ્તુ”ગ્રંથમાં જે પ્રકારે સુવિહિત સાધુઓની ક્રિયા તેમને બતાવી છે તેવી ક્રિયા કરવા પોતે અસમર્થ હતા તોપણ તેવી ક્રિયા કરવાના પક્ષપાતી હતા અને પ્રસ્તુત ઢાળની ગાથા-૯માં બતાવ્યા એવા ગુણોને ધારણ કરનારા હતા તે કારણથી ગ્રંથકારશ્રી કહે છે કે “મને તેમના પ્રત્યે અત્યંત ભક્તિ છે.” II૧૧ાાં For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૫/ગાથા-૧૨ ૧૨૩ અવતરણિકા : ગાથા-૮થી ૧૧ સુધી સંવિજ્ઞપાક્ષિક કેવા છે તેનું સ્વરૂપ બતાવ્યું. હવે જેઓ સાધુવેશમાં છે અને ભગવાનના શાસનની મર્યાદાથી સંયમ સ્થાનને જાણીને તેવું સ્વરૂપ પોતાનામાં ન હોય તોપણ સંવિજ્ઞપાક્ષિક મહાત્માની જેમ પોતે સુસાધુ નથી પરંતુ સુસાધુના પક્ષપાતી છે તેમ યથાર્થ સ્વીકારવાને બદલે સાધુ વેશની યત્કિંચિત્ આચરણા માત્રથી પોતાને સાધુ માને છે. તેઓ કેવા છે ? તે બતાવવા અર્થે કહે છે – ગાથા : સંયમઠાણ વિચારી જોતાં, જો ન લહે નિજસાખેં; તો જૂઠું બોલીને દુરમતિ, શું સાધે ગુણ પાખે ? ધન. ૧૨ ગાથાર્થ : સંયમનું સ્થાન પોતાનામાં છે કે નહિ તેને વિચારીને જોતાં, જો નિજસાખેં-આત્મસાક્ષીએ, પોતાનામાં સંયમનું સ્થાન ન હોય છતાં જુઠું બોલીને અમે સંયમની ક્રિયા કરીએ છીએ માટે સાધુ છીએ એમ જુઠું બોલીને, ગુણ પાખે ગુણ વગર, તે દુરમતિ શું સાધે? અર્થાત્ તે સાધુ નથી, પાપશ્રમણ છે. ll૧૨ ભાવાર્થ : કોઈ સાધુ સંયમના વેશમાં હોય અને સંયમની બાહ્ય આચરણા કરતા હોય એટલા માત્રથી ગુણસ્થાનકની પરિણતિ આવી જતી નથી અને પ્રસ્તુત ઢાળમાં ગાથા-૧થી ૭ સુધી ગુણસ્થાનકની પરિણતિ કેવી છે તેનું ગ્રંથકારશ્રીએ સંક્ષેપથી સ્વરૂપ બતાવ્યું. તેવું સંયમસ્થાન વિચારતા જે સાધુને પોતાનામાં તે સંયમસ્થાન છે તેવું દેખાય નહિ છતાં પોતે સાધુ છે તેમ જુઠું બોલે છે તે દુર્મતિ, સંયમસ્થાનની પ્રાપ્તિ વગર જુઠું બોલી શું સાધે ? અર્થાત્ કંઈ પ્રાપ્ત કરે નહિ પરંતુ પાપભ્રમણ બને. આથી જ સંવિજ્ઞપાક્ષિક ગુણસ્થાનકની પરિણતિ જોઈને પોતાનામાં તેવી ગુણસ્થાનકની પરિણતિ નથી તેવું જાણીને ઉચિત સ્થાને યોગ્ય જીવોને માર્ગનો બોધ કરાવવા અર્થે કહે છે કે “અમે તો લિંગધારી છીએ, ભગવાનના વચનનો આચાર આ પ્રમાણે છે અને તે આચારને સેવનારા સુવિહિત સાધુ છે.” એવા સુવિહિત સાધુની સંવિજ્ઞપાક્ષિક સ્તુતિ કરે છે. ll૧ના For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૫/ગાથા-૧૩ અવતરણિકા - પોતાનામાં સંયમસ્થાન ન હોય છતાં પોતે સાધુ છે તેમ બોલવું સાધુને માટે ઉચિત નથી તેમ પૂર્વ ગાથામાં કહ્યું, હવે તેવું બોલવું કેમ ઉચિત નથી તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – ગાથા : નવિ માયા ધર્મે નવિ કહેવું, પરજનની અનુવૃત્તિ; ધર્મવચન આગમમાં કહિયે, કપટ રહિત મનવૃત્તિ. ધન. ૧૩ ગાથાર્થ - નવિ માયા ધર્મો ધર્મમાં માયા ન હોય પોતાનામાં સંયમસ્થાન છે તેનો નિર્ણય કરવામાં આત્મવંચના ન હોય, પરજનની અનુવૃત્તિ નહિ કહેવું પરજનની અનુવૃત્તિથી લોકો આગળ અમે સાધુ નથી તેમ કહીશું તો ખરાબ દેખાશે એ પ્રકારની લોકોની અનુવૃત્તિથી, કહેવું નહિ કહેવું ઉચિત નથી અર્થાત્ અમે સાધુ છીએ એ પ્રમાણે કહેવું ઉચિત નથી, કપટ રહિત મનોવૃત્તિ પરંતુ કપટ રહિત મનની વૃત્તિવાળું આત્મવંચના વગર યથાર્થ બોલવાની મનોવૃત્તિવાળું ધર્મવચન છે એમ આગમમાં કહેલું છે. I૧all ભાવાર્થ : જેને ભાવથી ધર્મ પરિણમન પામ્યો છે તે મહાત્મા શક્તિ અનુસાર ભગવાનના વચનના રહસ્યને જાણવા ઉદ્યમ કરે અને ભગવાનના વચનાનુસાર પોતાનામાં ગુણસ્થાનકની પરિણતિ ન હોય છતાં આત્માને ઠગે તેવા માયાના પરિણામથી પોતાનામાં ગુણસ્થાનક છે તેમ માને નહિ. વળી, પોતાની પ્રજ્ઞાથી પોતાનામાં ગુણસ્થાનક નથી તેવું જણાવા છતાં અમે સાધુ નથી તેમ લોકો આગળ કહીશું તો ખરાબ દેખાશે એ પ્રકારની લોકોની અનુવૃત્તિથી પોતે સાધુ છે તેમ કહેવું ઉચિત નથી. પરંતુ કપટ રહિત મનોવૃત્તિ ધારણ કરીને પોતાના આત્માની સાક્ષીએ સંયમ ગુણસ્થાનક હોય તો જ પોતાને સંયમી માનવું જોઈએ અને પોતે સંયમી છે તેમ કહેવું જોઈએ. પણ જો પોતાનામાં સંયમનું ગુણસ્થાનક ન હોય તો કપટ રહિત મનોવૃત્તિથી પોતે સંયમી નથી તેમ સ્વીકારીને યથાર્થ ભાષણ કરવું એ ધર્મ વચન છે એમ આગમમાં કહ્યું છે. II૧૩ For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૫/ગાથા-૧૪-૧૫ ૧૨૫ ગાથા : સંયમ વિણ સંયતતા થાપે, પાપભ્રમણ તે ભાખ્યો; ઉત્તરાધ્યયને સરલસ્વભાવે, શુદ્ધપ્રરૂપક દાખ્યો. ધન. ૧૪ ગાળંથ : સંયમ વગર પોતાનામાં ભાવથી સંયમના પરિણામ વગર, સંયતતા થાપે પોતાનામાં સંયતપણું સ્થાપન કરે, તે પાપભ્રમણ કહેવાયો છે-તે સાધુને પાપી સાધુ કહેવાયો છે, ઉત્તરાધ્યયનસૂત્રમાં સરલ સ્વભાવમાં શુદ્ધ પ્રરૂપક કહ્યા છે. અર્થાત્ પોતાનામાં સંયમપણું ન હોય અને સરલ સ્વભાવે પોતે સંયમ પરિણામવાળા નથી, માત્ર સંયમની બાહ્ય ક્રિયા કરનારા છે તેમ કહેનાર સાધુને શુદ્ધ પ્રરૂપક કહ્યા છે. ll૧૪ll ભાવાર્થ : ગુણસ્થાનકની પરિણતિથી પોતાનામાં સંયમ ન દેખાય છતાં પોતે સંયત છે તેમ જે લોકો આગળ સ્થાપન કરે છે અને લોકો વડે સાધુ તરીકે પૂજાય છે તેવા સાધુને ઉત્તરાધ્યયનસૂત્રમાં “પાપશ્રમણ” કહ્યો છે. વળી, જે સાધુ પોતાનામાં સંયમનો પરિણામ નથી તેવું જાણીને સરલસ્વભાવથી યથાર્થ પ્રરૂપણા કરે છે અને કહે છે કે “સંયમની પરિણતિ આવા પ્રકારની છે અને તેવી પરિણતિ ધારણ કરવા અને સમર્થ નથી” અને તેવી સંયમની પરિણતિવાળા મહાત્માની પ્રશંસા કરે છે તે સાધુ સંયમી નહિ હોવા છતાં શુદ્ધપ્રરૂપક છે એમ ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે. ll૧૪ અવતરણિકા :શુદ્ધપ્રરૂપણા કરનારા સંવિજ્ઞપાક્ષિક કેવા હોય છે તે સ્પષ્ટ કરે છે – ગાથા : એક બાલ પણ કિરિયાનયે તે, જ્ઞાનનયે નવિ બાલા; સેવા યોગ્ય સુસંયતને તે, બોલે ઉપદેશમાલા. ધન. ૧૫ For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવનઢિાળ-૧૫/ગાથા-૧૫-૧૬ ગાર્યાયઃ તે સંવિજ્ઞપાક્ષિક, એક ક્રિયાનયથી બાળ છે પણ જ્ઞાનનયથી બાળ નથી, તે સંવિજ્ઞપાક્ષિક, સુસંયતને સેવવા યોગ્ય છે એમ ઉપદેશમાલા બોલે છે. II૧પI ભાવાર્થ – જેઓ સાધુવેશમાં છે, તત્ત્વના અર્થી છે, શાસ્ત્રો ભણીને નિશ્ચયનય અને વ્યવહારનયના પરમાર્થને જાણનારા છે, આમ છતાં વ્યવહારનયને અભિમત એવી શાસ્ત્રાનુસારી ક્રિયાઓ કરી શકતા નથી તેઓ ક્રિયાનયની દૃષ્ટિથી બાળ છે; પરંતુ જ્ઞાનનયથી દૃષ્ટિથી બાળ નથી. આશય એ છે કે ભગવાનનું શાસન જ્ઞાનક્રિયાઉભયાત્મક છે. આથી જ “સમ્યજ્ઞાન અને સમ્યજ્ઞાનથી નિયંત્રિત ક્રિયા મોક્ષનું કારણ છે” એ પ્રકારનું શાસ્ત્ર વચન છે. તેથી જે સાધુથી શાસ્ત્રાનુસારી ક્રિયા થતી હોય તો તે સાધુ ક્રિયાનયમાં નિપુણ છે અને જે પ્રકારનો ભગવાને પરમાર્થ બતાવ્યો છે તે પ્રકારે જ ભગવાનના વચનનો બોધ જે સાધુને થયો છે તે સાધુ જ્ઞાનનયમાં નિપુણ છે. વળી, જે સાધુ ક્રિયાનયમાં નિપુણ નથી પરંતુ જ્ઞાનનયમાં નિપુણ છે તેવા સાધુ ભાવથી સાધુ નથી પરંતુ સંવિજ્ઞપાક્ષિક છે અને તે સંવિજ્ઞપાક્ષિક સાધુને ભગવાનના વચનના પરમાર્થનો યથાર્થ બોધ છે તેથી અગીતાર્થ એવા સુસંયત સાધુને પણ, ભગવાનનાં વચનઅનુસાર અપ્રમાદભાવથી ક્રિયા કરનારા એવા સાધુને પણ, તે સેવવા યોગ્ય છે અર્થાત્ તેમના સાન્નિધ્યમાં રહીને તેમના જ્ઞાનના બળથી પોતે આત્મકલ્યાણ કરી શકે છે. તેથી તેમની સેવા કરવી તેવા અગીતાર્થસાધુને ઉચિત છે એમ ઉપદેશમાલા કહે છે. ll૧પો અવતરણિકા - વળી, તે સંવિજ્ઞપાક્ષિક સાધુ ક્રિયાલયથી બાળ હોવા છતાં તેઓની ક્રિયા સર્વથા નિષ્ફળ નથી તે બતાવવા અર્થે કહે છે – ગાથા : કિરિયાનયે પણ એક બાલ છે, જે લિંગી મુનિરાગી; જ્ઞાનયોગમાં જસ મન વરતે, તે કિરિયા સોભાગી. ધન. ૧૬ For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન|ઢાળ-૧૫/ગાથા-૧૬ ગાથાર્થ - ક્રિયાનયથી પણ એક બાળ એવા તે સંવિજ્ઞપાક્ષિક સાધુ, જેઓ સાધુના લિંગવાળા હોવા છતાં મુનિના રાગી છે અને જેમનું મન જ્ઞાનયોગમાં વર્તે છે તેમની ક્રિયા સૌભાગ્યવાળી છે પરિપૂર્ણ શાસ્ત્રાનુસારી નહિ હોવા છતાં શાસ્ત્રાનુસારી ક્રિયા કરવાના અર્થી હોવાથી તેઓની ક્રિયા સુંદર છે. II૧૬ll ભાવાર્થ - - સંવિજ્ઞપાક્ષિક સાધુ સાધુવેશમાં હોવા છતાં સંયમની ધુરા યથાર્થ વહન કરી શકતા નથી તોપણ સ્વશક્તિ અનુસાર સંયમની ક્રિયા કરે છે. પરંતુ તેઓની સંયમની ક્રિયા સમ્યજ્ઞાનથી નિયંત્રિત નથી. તેથી તેઓ ક્રિયાનયથી=ક્રિયાને જોનારી દૃષ્ટિથી, બાળ છે તોપણ સમ્યગૂ ક્રિયા કરનારા મુનિ પ્રત્યે રાગવાળા છે અને જેમ મુનિ સમ્યગુ ક્રિયા કરીને તે ક્રિયાથી નિષ્પાદ્ય એવા જ્ઞાનયોગમાં યત્ન કરે છે તેમ સંવિજ્ઞપાક્ષિક તે ક્રિયાથી નિષ્પાદ્ય જ્ઞાનયોગમાં યત્ન કરી શકતા નથી, તોપણ મુનિભાવની સમ્યમ્ ક્રિયા દ્વારા મારે જ્ઞાનયોગ પ્રગટ કરવો છે તે પ્રકારના પરિણામમાં તેનું મન વર્તે છે, તેથી તેઓની ક્રિયા સૌભાગ્યવાળી છે અર્થાત્ સંવિજ્ઞપાક્ષિકની ક્રિયા સમ્યક્ ક્રિયા કરનારા મુનિની ક્રિયા જેવી જ્ઞાનયોગની નિષ્પત્તિનું કારણ નથી છતાં પ્રધાનદ્રવ્યક્રિયા હોવાથી જ્ઞાનયોગની નિષ્પત્તિનું કારણ બનશે, માટે સુંદર છે. અહીં વિશેષ એ છે કે ક્રિયાનય એટલે શાસ્ત્રાનુસારી ક્રિયાને જોનારી દૃષ્ટિ, જ્ઞાનનય એટલે સમ્યમ્ ક્રિયાને માટે ઉપયોગી યથાર્થ જ્ઞાનને જોનારી દૃષ્ટિ, ક્રિયાયોગ એટલે શાસ્ત્રાનુસારી કરાતી ક્રિયા, જ્ઞાનયોગ એટલે શાસ્ત્રાનુસારી ક્રિયાથી નિષ્પાદ્ય એવી જીવની પરિણતિ. સંવિજ્ઞપાક્ષિક સમ્યજ્ઞાનવાળા છે તેથી જ્ઞાનયથી બાળ નથી, સંયમના વેશમાં હોવાથી સંયમની ક્રિયા કરે છે પરંતુ સંયમની ક્રિયાથી નિષ્પાદ્ય એવા જ્ઞાનયોગને પ્રગટ કરી શકતા નથી છતાં જ્ઞાનયોગને પ્રગટ કરવાના અભિલાષવાળા છે માટે તેઓની ક્રિયા પ્રધાનદ્રવ્યક્રિયા છે. વળી, જે મુનિ ગીતાર્થ નથી તે મુનિ સંવિજ્ઞપાક્ષિકની નિશ્રાના બળથી તેમના સમ્યજ્ઞાનથી નિયંત્રિત ક્રિયા કરે છે તેથી તે મુનિની ક્રિયા જ્ઞાનયોગની નિષ્પત્તિનું કારણ છે માટે અગીતાર્થ મુનિ પણ ક્રિયાનયથી બાળ નથી. II૧૬ના For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૫/ગાથા-૧૭ અવતરણિકા :સંવિજ્ઞપાક્ષિક ભાવથી યોગી છે તે બતાવવા અર્થે કહે છે – ગાથા : બાલાદિક અનુકૂલ ક્રિયાથી, આપે ઈચ્છાયોગી; અધ્યાતમમુખ યોગ અભ્યાસે, કિમ નવિ કહિયેં યોગી? ધન૧૭ ગાથાર્થ - ઈચ્છાયોગી એવા સંવિજ્ઞપાક્ષિક બાલાદિક જીવોને અનુકૂળ ક્યિા બતાવવાથી, આપે યોગમાર્ગ આપે છે. વળી, અધ્યાત્મને સન્મુખ એવા યોગનો સ્વંય અભ્યાસ કરે છે તેથી કેમ યોગી કહીએ નહિ? અર્થાત્ સંવિાપાક્ષિક યોગી છે. I૧૭ના ભાવાર્થ ગાથા-૧પમાં કહેલ કે સંવિજ્ઞપાક્ષિક ક્રિયાનયથી બાળ છે પરંતુ જ્ઞાનનયથી બાળ નથી. અહીં વિચારકને શંકા થાય કે યોગમાર્ગની ક્રિયાઓ કરવામાં જે બાળ હોય તે યોગી કહી શકાય નહિ તે શંકાના નિવારણ માટે કહે છે. યોગ “ચાર' પ્રકારનો છે. ઇચ્છાયોગ, પ્રવૃત્તિયોગ, ધૈર્યયોગ અને સિદ્ધિયોગ. સુસાધુ પ્રવૃત્તિયોગઆદિ યોગવાળા હોય છે તેથી યોગી છે, સંવિજ્ઞપાક્ષિક સાધુ પ્રવૃત્તિયોગવાળા નથી તોપણ ઇચ્છાયોગવાળા છે તેથી ઇચ્છાયોગી છે. વળી, તેઓમાં ભગવાનના વચનાનુસાર યોગ સેવવાની બળવાન ઇચ્છા હોવાથી તત્ત્વના અર્થી બાળ-મધ્યમ કે બુધ પુરુષ આવે તો તેઓને તેમની ભૂમિકા અનુસાર અનુકૂળ ક્રિયાઓ બતાવીને તેઓને યોગમાર્ગની પ્રવૃત્તિ કરાવવામાં પોતે બળવાન નિમિત્ત કારણ બને છે. વળી, સ્વયં પણ શક્તિ અનુસાર અધ્યાત્મને સન્મુખ યોગનો અભ્યાસ કરે છે તેથી સંવિજ્ઞપાક્ષિકને યોગી કેમ ન કહી શકાય અર્થાત્ સંવિજ્ઞપાક્ષિક અવશ્ય યોગી છે. ll૧૭ના For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૫/ગાથા-૧૮ અવતરણિકા : ગાથા-૭ સુધી સુસાધુ કેવા છે તેનું સ્વરૂપ બતાવ્યું, ત્યારપછી ગાથા૧૭ સુધી સંવિજ્ઞપાક્ષિક સાધુ કેવા છે તેનું સ્વરૂપ બતાવ્યું, હવે જેઓ પોતાની શક્તિનો વિચાર કર્યા વગર સાધુપણું ગ્રહણ કરે છે અને સંયમની યથાતથા પ્રવૃત્તિ કરે છે તેઓ માર્ગમાં નથી તે બતાવવા અર્થે કહે છે - ગાથા : ઉચિતક્રિયા નિજશક્તિ છાંડી, જે અતિવેગે ચઢતો; તે ભવયિતિપરિપાક થયા વિણ, જગમાં દીસે પડતો. ધન. ૧૮ ગાથાર્થ : પોતાની શક્તિને ઉચિત ક્વિાને છાંડી પોતાની શક્તિ ગૃહસ્થ વેશમાં રહીને ધર્મ કરવાની છે તે શક્તિને ઉચિત એવી શ્રાવકની ક્રિયાને છોડી, અતિવેગથી જે ચઢે છે અર્થાત્ શક્તિનો વિચાર કર્યા વગર સાધુપણું સ્વીકારે છે, તે ભવસ્થિતિના પરિપાક થયા વગર જગતમાં પડતા દેખાય છે. II૧૮ll ભાવાર્થ સામાન્યથી દરેક જીવોમાં અનાદિ કાળથી પ્રચુર કર્મની સ્થિતિ હોવાથી બધા જીવો દીર્ઘ ભવસ્થિતિવાળા હોય છે. અને જે જે જીવોની જે જે પ્રમાણમાં કર્મની સ્થિતિ ઘટે છે તેમ તેમ તે તે જીવોની તે તે પ્રમાણમાં ભવસ્થિતિ પરિપાકને પામે છે અર્થાત્ ભવસ્થિતિ નાશ થવાને અભિમુખ થાય છે અને જે પ્રકારની પોતાની કર્મની સ્થિતિ અલ્પ થયેલી હોય તેને અનુરૂપ ઉચિત ક્રિયા કરવાથી અધિક કર્મની સ્થિતિ ઘટે છે અને અધિક કર્મની સ્થિતિ ઘટે તો ભવસ્થિતિ ઘટી કહેવાય. વળી, જે જીવો પોતાની શક્તિ અનુસાર ઉચિત ક્રિયાઓ કરે છે તે જીવો તે ઉચિત ક્રિયાથી પોતાની ભવસ્થિતિને ઘટાડે છે અને તે રીતે ઉત્તરોત્તર ભવસ્થિતિનો નાશ કરીને અંતે મોક્ષને પામે છે. વળી, જે જીવો કર્મની લઘુતાથી કંઈક કલ્યાણના અર્થી થયા છે પરંતુ પોતાની શક્તિને અનુરૂપ ઉચિત ક્રિયાને છોડીને અતિવેગથી ઉપરની ભૂમિકાની ક્રિયાઓ સ્વીકારે For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન-ઢાળ-૧૫/ગાથા-૧૮-૧૯ છે પરંતુ તે ક્રિયાને અનુરૂપ પોતાની કર્મની સ્થિતિ અલ્પ થયેલી નહિ હોવાથી તે ક્રિયા દ્વારા અપેક્ષિત ઉત્તમ ભાવોને કરી શકતા નથી. તેથી તેઓની તે ક્રિયાને અનુરૂપ ભવસ્થિતિનો પરિપાક થતો નથી માટે તે જીવો તે ક્રિયામાંથી પ્રશાંતવાહિતાનો આનંદ લઈ શકતા નથી તેથી પોતાની શક્તિની ઉપરની ક્રિયા સ્વીકારીને જગતમાં પાત પામતા દેખાય છે. આશય એ છે કે જેમ સંસારમાં ધન પ્રાપ્તિના અર્થી પુરુષ પોતાની શક્તિનો વિચાર કર્યા વગર ઉપરની ભૂમિકાના ધન પ્રાપ્તિના ઉપાયમાં યત્ન કરે તો સ્વયં કંઈ ઉપાર્જન કરી શકતા નથી અને વડીલોથી ઉપાર્જિત ધનનો પણ નાશ કરે છે પરંતુ સ્વશક્તિ અનુસાર યત્ન કરે તો વડીલ ઉપાર્જિત ધનની વૃદ્ધિ કરે. તેમ જે જીવોના કષાયો તેવા શાંત થયા નથી અને તેથી હજી વિકારવાળું માનસ ગયું નથી, આમ છતાં ધર્મના અર્થી છે તેઓ સ્વભૂમિકા અનુસાર શ્રાવક આચાર પાળીને સર્વવિરતિની શક્તિનો સંચય કરે તો તેઓની તે ક્રિયાથી ભવસ્થિતિનો પરિપાક થાય પરંતુ પોતાની શક્તિનો વિચાર કર્યા વગર સર્વવિરતિ સ્વીકારે અને અતિવેગથી સંસારનો અંત કરવા ઇચ્છે પણ ચિત્ત સર્વવિરતિની ક્રિયાને અનુકૂળ ઉપશાંત ભાવવાળું નહિ હોવાથી સર્વવિરતિની ક્રિયાથી તે મહાત્માની ભવસ્થિતિનો પરિપાક થતો નથી, તેથી ક્ષણભરના ઉત્સાહમાં આવીને સંયમ ગ્રહણ કરેલ હોવા છતાં પોતાના વિકારી માનસને અનુરૂપ ભાવો કરીને પડતા દેખાય છે અર્થાતુ પોતાની ભાવસ્થિતિ ઘટાડવાને બદલે વધારતા દેખાય છે. ૧૮ અવતરણિકા : પૂર્વ ગાથામાં કહ્યું કે પોતાની શક્તિનો વિચાર કર્યા વગર જેઓ સંયમ ગ્રહણ કરે છે તેઓ જગતમાં પડતા દેખાય છે અને તેવા સાધુવેશધારી કેવી પ્રકૃતિવાળા છે. તે સ્પષ્ટ કરતાં કહે છે – ગાથા : માચે મોટાઈમાં જે મુનિ, ચલવે ડાકડમાલા; શુદ્ધપ્રરૂપક ગુણ વિણ ન ઘટે, તસ ભવઅરહમાલા. ધન. ૧૯ For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૫/ગાથા-૧૯-૨૦ ૧૩૧ ગાથાર્થ : જે મુનિ મોટાઈમાં રાચે છે લોકો આગળ અમે વિદ્વાન છીએ ઈત્યાદિ ભાવો કરીને માન-સન્માનમાં હર્ષિત થાય છે, ડાકડમાલા ચલવે ગર્વથી ફૂલાઈને ચાલે, શુદ્ધપ્રરૂપક ગુણ વગર પોતાનામાં ભાવસાધુપણું નથી અને ભાવસાધુ કેવા હોય તેના પારમાર્થિક સ્વરૂપને બતાવનાર માર્ગાનુસારી ઉપદેશરૂપ શુદ્ધપ્રરૂપક ગુણ વગર, તેની ભવઅરહટમાલાભવરૂપી અરહટની પરંપરા, ઘટે નહિ. TI૧૯II ભાવાર્થ - પૂર્વગાથામાં કહ્યું કે પોતાની શક્તિનો વિચાર કર્યા વગર જેઓ સંયમ ગ્રહણ કરે છે તેઓ પડતા દેખાય છે. આવા સાધુ નિર્લેપતાને અનુકૂળ ચિત્તની ભૂમિકાવાળા નથી અને સાધુવેશ લીધા પછી તેઓના કષાયો તેમની ભૂમિકા અનુસાર કોઈક પ્રવૃત્તિમાં ગોઠવાય છે. તેથી લોકોથી પોતે પૂજાતા હોય ત્યારે પોતાની મોટાઈમાં આનંદ લેનારા બને છે. વળી, માન સન્માન મળવાને કારણે ડોલતા-ડોલતા ચાલતા હોય છે. પરંતુ પોતે સાધુના ગુણને ધરાવનાર નથી, એટલું જ નહીં પણ સુસાધુ કેવા હોય છે તેના પારમાર્થિક સ્વરૂપને બતાવનાર એવી શુદ્ધ પ્રરૂપણારૂપ ગુણને પણ ધારણ કરતા નથી. તેથી તેઓની સંયમની બાહ્ય ક્રિયાથી ભવના પરિભ્રમણરૂપ અરઘટઘટ્ટી યંત્રની માલા ઘટતી નથી પરંતુ અખ્ખલિત પ્રવાહરૂપે ભવભ્રમણ ચાલુ રહે છે અર્થાત્ તેઓની સંયમની આચરણા સંસારના પરિભ્રમણના ફળવાળી છે. I/૧૯i અવતરણિકા : હવે, ગાથા-૨૦થી ૨૩ સુધી સાધુવેશધારી કેવા પ્રકારના છે તે અન્ય પ્રકારે બતાવે છે – ગાથા : નિજ ગણ સંચે મન નવિ પંચે, ગ્રંથ ભણી જન વંચે; લુંચે કેશ ન મુંચે માયા, તો વ્રત ન રહે પંચે. ધન. ૨૦ For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૫/ગાથા-૨૦-૨૧ ગાથાર્થ : પોતાના ગણનો સંચય કરે છે પોતાનો શિષ્ય સમુદાય વધારે છે, મન ખચકાતું નથી અર્થાત્ આ શિષ્યો સંયમ ગ્રહણ કરીને આ રીતે જીવશે તો સંસારનો ઉચ્છેદ થશે નહિ એ પ્રકારે મન ખચકાતું નથી, ગ્રંથને ભણીને લોકોને ગે છે શાઓ ભણીને શુદ્ધ પ્રરૂપણા કર્યા વગર આ મહાત્મા વિદ્વાન છે તેવી ખ્યાતિ મેળવીને, શાસ્ત્રોના યથાતથા અર્થ કરીને લોકોને ગે છે, કેશનો લોય કરે પણ માયાને મૂકતા નથી પોતાના બાહ્ય ત્યાગ દ્વારા લોકો આગળ પોતે ત્યાગી છે તેમ માયાપૂર્વક બતાવે છે, તેવા સાધુમાં પાંચેય મહાવત રહેતા નથી. lol ભાવાર્થ : જેઓ સાધુવેશમાં છે. આમ છતાં શત્રુ-મિત્ર, સુખ-દુ:ખ, જીવન-મૃત્યુ પ્રત્યે સમભાવવાળા નથી અને સમભાવના અત્યંત પક્ષપાતી પણ નથી. આથી જ શુદ્ધ પ્રરૂપણા ગુણને ધારણ કરતા નથી પરંતુ પોતાના બાહ્ય આચારોથી જ પોતે સાધુ છે તેવી મતિ ધારણ કરે છે. વળી, ઉપદેશ આપીને શિષ્યનો સંચય કરે છે અને તે શિષ્યોને શુદ્ધમાર્ગ બતાવતા નથી તેથી તેઓ સંયમ લઈને વિનાશને પામશે તે જોઈને મન ખચકાતું પણ નથી. પરંતુ શિષ્ય પરિવારની વૃદ્ધિને જોઈને પોતે હર્ષિત રહે છે. વળી, તેઓ શાસ્ત્રો ભણીને સ્વમતિ અનુસાર અર્થો કરે છે અને લોકોને ઠગે છે. વળી, કેશનો લોચ કરે છે અર્થાત્ સંયમની અન્ય પણ કષ્ટકારી આચરણા કરે છે પરંતુ માયાને મૂકતા નથી=પોતે સાધુના ગુણને ધારણ કરનારા નથી છતાં પોતે સુસાધુ છે તેમ માનીને માયાને મૂકતા નથી, તેઓ સંયમની બાહ્ય આચરણ કરતા હોય તોપણ તેઓમાં પાંચેય મહાવ્રત રહેતા નથી. ૨૦મી ગાથા : યોગગ્રંથના ભાવ ન જાણે, જાણે તો ન પ્રકાશે; ફોકટ મોટાઈ મન રાખે, તસ ગુણ દૂરે નાસે. ધન. ૨૧ For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧33 શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૫/ગાથા-૨૧-૨૨ ગાથાર્થ : વળી, તે સાધુ યોગગ્રંથના ભાવોને જાણતા નથી, કદાચ જાણતા હોય તો પોતાનું ખરાબ દેખાશે એ બુદ્ધિથી લોકો આગળ પ્રકાશન કરતા નથી, ફોકટ મનમાં મોટાઈ રાખે છે અર્થાત્ “હું શાસ્ત્ર ભણેલો છું” એ પ્રકારની મોટાઈ મનમાં રાખે છે, તેમના ગુણો દૂર નાશે છે અર્થાત્ તે મહાત્મા ગુણ રહિત થાય છે. ર૧|| ભાવાર્થ - મોક્ષની સાથે આત્માને જોડી આપે તેવી મોક્ષને અનુકૂળ પરિણતિ યોગ છે. તે યોગના મર્મને બતાવનારા ગ્રંથોના ભાવને જેઓ જાણી શકતા નથી પણ માત્ર બાહ્ય ક્રિયા મોક્ષનું કારણ છે તેવા બોધવાના છે અને પોતે તેવી ક્રિયાઓ કરે છે માટે પોતે ત્યાગી છે એ પ્રકારની ફોકટ મોટાઈ મનમાં રાખે છે તેઓ યોગગ્રંથના યથાર્થ બોધ વગરના હોવા છતાં પોતે શાસ્ત્રો ભણેલા છે તે પ્રકારની મોટાઈ મનમાં રાખે છે. વળી, આવા વેશધારી સાધુઓમાં કોઈક પ્રજ્ઞાવાન હોય અને યોગગ્રંથના ભાવો જાણતા હોય તોપણ તેવા ભાવો કરવા પોતે સમર્થ ન હોય તેથી લોકો આગળ તેનું પ્રકાશન કરે નહિ; કેમ કે લોકોને તે ભાવો બતાવવાથી પોતાનામાં તેવા ભાવો નહિ હોવાથી પોતે હીન દેખાશે તેવો ભય રહે છે. આવા સાધુઓ સંયમની બાહ્ય ક્રિયા કરતા હોય, શાસ્ત્રો ભણતા હોય તોપણ તેઓમાં ગુણો પ્રગટ થતા નથી પરંતુ મિથ્યાભિમાન આદિ દોષો જ વૃદ્ધિ પામે છે. ૨૧ ગાથા : મેલે વેશે મહીયલ હાલે, બક પરે નીચો ચાલે; જ્ઞાન વિના જગ ધંધે ઘાલે, તે કિમ મારગ ચાલે ? ધન. ૨૨ ગાથાર્થ : વળી, કેટલાક સાધુઓ બાહ્ય ત્યાગપ્રધાન હોય છે તેઓ મેલા વેશથી મહીયલ હાલે પૃથ્વી ઉપર વિચરે છે, બકની જેમ નીચા ચાલે બગલો જેમ માછલાને પકડવા માટે નીચી ડોક કરીને પાણીમાં બેબ્લો હોય છે તેમ પોતે ઈર્યાસમિતિને શોધતા હોય તે પ્રમાણે લોકોને દેખાય તે રીતે For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન|ઢાળ-૧પ/ગાથા-૨૨-૨૩ ચાલે છે, પરંતુ સંયમના પરમાર્થના જ્ઞાન વગર લોકોને ધંધે ઘાલે લોકોને ઉન્માર્ગમાં નાખે પોતાની બાહ્ય કઠોર આચર ણા એ જ ધર્મ છે તેવો મિથ્યાભ્રમ કરાવે, તેવા સાધુ માર્ગમાં કેમ ચાલે અર્થાત ભગવાને બતાવેલા મોક્ષમાર્ગમાં ચાલનારા નથી. રા. ભાવાર્થ - કેટલાક સાધુઓ માત્ર બાહ્ય આચરણામાં રક્ત હોય છે અને શાસ્ત્રથી પણ તેઓને બાહ્ય આચરણા માત્રનો જ બોધ થાય છે પરંતુ સંયમની ક્રિયા ગુણસ્થાનક સાથે અને ગુણસ્થાનકની વૃદ્ધિ સાથે કઈ રીતે સંલગ્ન છે તેવો બોધ નથી તેથી મેલા વસ્ત્રો પહેરે છે અને કષ્ટમય જીવન જીવે છે આમ છતાં ચિત્ત નિર્લેપ નહિ હોવાથી તેમના ત્યાગની લોકો દ્વારા થતી પ્રશંસા તેમના ચિત્તને અડે છે તેથી લોકોની આગળ પોતે ઇર્યાસમિતિપૂર્વક ચાલે છે, ઇત્યાદિ ભાવો દેખાય તે રીતે યત્નાપૂર્વક પ્રવૃત્તિ કરે છે. પરંતુ તે પ્રવૃત્તિ અંતરંગ વિવેક વગરની હોવાથી બગલો જેમ માછલાને પકડવા માટે નીચે જોઈને બેઠેલો હોય છે તેના જેવી મોહથી આકૂળ તેઓની પ્રવૃત્તિ છે. વળી, પોતાને શાસ્ત્રોના પરમાર્થનું જ્ઞાન નથી તેથી લોકોને પણ ઉપદેશાદિ આપીને માત્ર બાહ્ય ત્યાગની આચરણામાં પ્રેરણા કરે છે તે સાધુ કઈ રીતે માર્ગમાં ચાલે અર્થાત્ ભગવાનના માર્ગથી બહાર છે. રિશા ગાથા : પરપરિણતિ પોતાની માને, વરતે આરતધ્યાને; બન્ધમોક્ષ કારણ ન પીછાને, તે પહિલે ગુણઠાણે. ધન. ૨૩ ગાથાર્થ - વળી, તે સાધુ સૂક્ષ્મ બોધવાળા નહિ હોવાથી પર પરિણતિરૂપ બાહ્ય આચરણા પોતાના આત્માની આચરણા છે એમ માને છે, અને બાહ્ય આચરણા કરીને આર્તધ્યાનમાં વર્તે છે પરંતુ મોહના ઉમૂલનને અનુકૂળ શુભધ્યાનમાં વર્તતા નથી, વળી, બંધ અને મોક્ષના કારણને જાણતા નથી, તે સાધુ પહેલા ગુણઠાણે છે અર્થાત્ મિથ્યાત્વ ગુણસ્થાનકે છે. ર૩માં For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૫/ગાથા-૨૩-૨૪ ભાવાર્થ : આત્માની પરિણતિ અસંગ પરિણતિ છે અને અસંગ પરિણતિના ઉપાયરૂપે બાહ્ય સંયમની ક્રિયાઓ છે, પરંતુ જે સાધુને સૂક્ષ્મ બોધ નથી તે સાધુ માત્ર સંયમની બાહ્ય આચરણા કે સ્વાધ્યાયાદિની બાહ્ય ક્રિયા આત્માની ક્રિયા છે તેમ માને છે. વસ્તુતઃ આ બાહ્ય ક્રિયાઓ નિશ્ચયનયને અભિમત અંતરંગ પરિણામની નિષ્પત્તિ દ્વારા મોક્ષનું કારણ છે. તેનો પરમાર્થ નહિ જાણનારા સાધુ પ૨પરિણતિરૂપ બાહ્ય ક્રિયાઓ આત્માની ક્રિયા છે તેમ માને છે અને તેમાં જ રક્ત રહે છે. તેથી સદા આર્તધ્યાનમાં વર્તે છે. પરંતુ ભગવાનના વચનથી ભાવિત થઈને શુભધ્યાનમાં વર્તતા નથી. વળી, બંધના કારણોરૂપ અને મોક્ષના કારણોરૂપ આત્માના ભાવોના મર્મને નહિ જાણનારા હોવાથી સંયમની બાહ્ય ક્રિયા કરીને પણ કર્મબંધના ફળને પામનારા છે એવા સાધુ બંધ-મોક્ષના કારણો નહિ જાણનારા હોવાથી મિથ્યાત્વરૂપ પહેલા ગુણસ્થાનકે છે. ૨૩ અવતરણિકા : ગાથા-૧૮થી ૨૩ સુધી શિથિલ સાધુઓ કેવા છે તેનું સ્વરૂપ બતાવ્યું. હવે સંવિજ્ઞપાક્ષિક સાધુ પણ ક્રિયામાં શિથિલ હોવા છતાં તેઓની ક્રિયા કેવી છે તે બતાવવા અર્થે કહે છે – ગાથા : કિરિયા લવ પણ જે જ્ઞાનીનો, દષ્ટિ થિરાદિક લાગે; તેહથી સુજશ લહીજે સાહિબ, સીમંધર ! તુજ રાગે. ધન. ૨૪ ગાથાર્થ : જે જ્ઞાનીનો જે સંવિજ્ઞપાક્ષિક જ્ઞાની સાધુનો, ક્રિયા લવ પણ છે જે કંઈ અલ્પ શાસ્ત્રાનુસારી ક્યિા છે, તે સ્થિરાદિ દષ્ટિને લાગે સ્થિરાદિક દૃષ્ટિને પ્રાપ્ત કરાવે, હે સીમંધરસ્વામી ! સાહેબ તમારા રાગે, તેહથી સુજશ લઈજે જ્ઞાનીની અલ્પ શાસ્ત્રાનુસારી ક્રિયાથી સુયશને પ્રાપ્ત કરીએ રજા For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૫/ગાથા-૨૪ ભાવાર્થ : સંવિજ્ઞપાક્ષિક સાધુ ભગવાનના વચનના પરમાર્થને જાણનારા, છે અને ભગવાનના વચનાનુસાર ક્રિયા કરીને સંસારનો અંત કરવાના અત્યંત અર્થી છે . આમ છતાં અનાદિના મોહના સંસ્કારો અતિ છે અને શાસ્ત્રાનુસારી ક્રિયાના પ્રતિબંધક કર્મો બળવાન છે, તેથી તે મહાત્મા શાસ્ત્રાનુસારી ક્રિયા કઈ રીતે કલ્યાણનું કારણ છે તેના મર્મને જાણતા હોવા છતાં શાસ્ત્રાનુસારી ક્રિયા કરી શકતા નથી, તોપણ અભ્યાસિક ભાવરૂપે જે કંઈ શાસ્ત્રાનુસારી ક્રિયા કરી શકે છે તે ક્રિયાલવ પણ સ્થિરાદિક દ્રષ્ટિ સાથે જોડાયેલો છે તેથી હે સીમંધરસ્વામી સ્થિરાદિક દષ્ટિને પામેલા એવા તે મહાત્માઓ તમારા પ્રત્યેના રાગવાળા છે અને તેના કારણે જિનવચનાનુસાર જે કંઈ પણ અલ્પ ક્રિયા કરે છે તેનાથી સુયશને પ્રાપ્ત કરે છે અર્થાત્ સદ્ગતિની પરંપરા દ્વારા કલ્યાણને પ્રાપ્ત કરે છે. I૨૪ For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવનટાળ-૧૬/ગાચા-૧ [ ટાળી સોળમી (રાગ: સફલ સંસાર અવતાર એ હું ગણું – એ દેશી) પૂર્વ યળ સાથે સંબંધ : પૂર્વ ઢાળમાં સુસાધુ કેવા હોય તથા સંવિજ્ઞપાક્ષિક કેવા હોય તેનું સ્વરૂપ બતાવ્યું. તે બન્ને મહાત્મા આત્માના શુદ્ધ પારમાર્થિક સ્વરૂપને પ્રગટ કરવાના અર્થી છે. તેથી હવે આત્માનું શુદ્ધ સ્વરૂપ કેવું છે? તે બતાવવા અર્થે કહે છે – ગાથા : સ્વામી સીમંધરા ! તું ભલે ધ્યાઈએ, આપણો આતમા જિમ પ્રગટ પાઈયે; દ્રવ્યગુણપજવા તુઝ યથા નિર્મલા, તિમ મુઝ શક્તિથી જઈવિ, ભવ સામલા. ૧ ગાથાર્થ - હે સીમંધરસ્વામી ! તમે સારી રીતે ધ્યાન કરાઈએ, જેનાથી આપણો આત્મા પ્રગટ પ્રાપ્ત કરીએ, તમારા દ્રવ્ય-ગુણ-પર્યાય જે પ્રમાણે નિર્મળ છે, તેમ મારા શક્તિથી જ નિર્મળ છે જોકે ભવથી શામળા છે. [૧ ભાવાર્થ : ગ્રંથકારશ્રી સીમંધરસ્વામી ભગવાનને વિનંતી કરે છે કે “અમે તમારું સુંદર ધ્યાન કરીએ જેથી આપણો આત્મા પ્રગટરૂપે ભગવાન જેવો પ્રાપ્ત થાય” આ કથન દ્વારા ગ્રંથકારશ્રી બતાવવા માંગે છે કે ભગવાનની સિદ્ધ અવસ્થાને સામે રાખીને ભગવાનનું ધ્યાન કરવાથી આપણે પણ સિદ્ધ અવસ્થાને પામીએ છીએ. જો કે સીમંધરસ્વામી વીતરાગ સર્વજ્ઞ છે અને સિદ્ધ અવસ્થાને પામ્યા નથી તોપણ સિદ્ધ અવસ્થાને પામવાની તૈયારીમાં છે. તેથી જે કરાતું હોય તે કરાયું કહેવાય એ ન્યાયથી ભગવાન સર્વકર્મથી રહિત શુદ્ધ અવસ્થાવાળા છે અને તે સ્વરૂપે તેમનું ધ્યાન કરવાથી આપણે પણ તે સ્વરૂપને પ્રગટ પામીએ તેમ ગ્રંથકારશ્રીએ કહેલ છે. For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવનઢાળ-૧૬/ગાથા-૧-૨ અહીં પ્રશ્ન થાય કે ભગવાનના ધ્યાનથી આપણો આત્મા ભગવાન તુલ્ય કેમ થઈ શકે તેથી કહે છે ભગવાનનું દ્રવ્ય, ભગવાનના જ્ઞાનાદિ ગુણો અને ભગવાનના તે તે ભાવે પરિણમન પામતા શુદ્ધ પર્યાયો જે પ્રમાણે નિર્મળ છે તે પ્રકારના નિર્મળ દ્રવ્યગુણ અને પર્યાયો મારા શક્તિથી છે અર્થાત્ તેવા જ મારા દ્રવ્ય ગુણ-પર્યાય છે પણ અત્યારે ફક્ત કર્મથી આવરાયેલા હોવાથી પ્રગટ નથી અને તેના કારણે ભવથી શામળા છે=ભવની પ્રાપ્તિને કારણે મારા દ્રવ્ય-ગુણ-પર્યાય મલિન છે. આથી ભગવાનના નિર્મળ એવા દ્રવ્ય-ગુણ-પર્યાયના ધ્યાનથી પોતાનામાં રહેલા તે નિર્મળ દ્રવ્ય-ગુણ-પર્યાયો પ્રગટ થાય છે અને ભવથી જે શામળા દ્રવ્ય-ગુણપર્યાય વર્તી રહ્યા છે તે દૂર થાય છે. તેથી ભગવાન જેવી અવસ્થાની પ્રાપ્તિ અર્થે ભગવાનનું ધ્યાન જ ઉપાય છે. IIII અવતરણિકા - પૂર્વ ગાથામાં કહ્યું કે મારા દ્રવ્ય-ગુણ-પર્યાય ભવથી શામળા છે તેથી ભવને કારણે શામળા દ્રવ્ય-ગુણ-પર્યાયવાળી જીવની અવસ્થા કેટલા પ્રકારની છે તે બતાવવા અર્થે કહે છે – ગાથા : ચાર છે ચેતનાની દશા અવિતથા, બહુશયન-શયન-જાગરણ-ચોથી તથા; મિચ્છ-અવિરત-સુયત-તેરમેં તેહની, આદિ ગુણઠાણે નયચક્ર માંહે મુણી. ૨ ગાથાર્થ : તેહનીસંસારના જીવોની, ચેતનાની અવિતથા દશા ચાર છે=ભવમાં રહેલા જીવોની યથાર્થ ચાર દશા છે, ૧. બહુશયન ૨. શયન ૩. જાગરણ, તથા=અને ૪. ચોથી, અનુક્રમે મિથ્યાત્વ, અવિરત, સુયત અને તેરમેં આદિ ગુણસ્થાનકમાં નયચક્રગ્રંથમાંહે મુણી-કહેવાઈ. ||રા For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ શ્રી સીમંધરસ્વામીનું ૩પ૦ ગાથાનું સ્તવન,ઢાળ-૧૬ ગાથા-૨ ભાવાર્થ : સીમંધરસ્વામી ભગવાનનું શુદ્ધ સ્વરૂપે ધ્યાન કરવાથી તેમની જેમ સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિ થાય છે અને આત્માનું શુદ્ધ સ્વરૂપે ધ્યાન કરવા માટે તેનાથી વિરુદ્ધ એવી અશુદ્ધ અવસ્થાનું જ્ઞાન ઉપકારક છે. તેથી સંસાર અવસ્થામાં જીવની ચાર મલીન અવસ્થા છે તે ચાર અવસ્થાનું સ્વરૂપ ગ્રંથકારશ્રી બતાવતાં કહે છે. ભવમાં રહેલા જીવની ચાર યથાર્થ દશા છે. ૧. બહુશયનરૂપ મિથ્યાત્વની અવસ્થા છે. ૨. શયનરૂપ અવિરતસમ્યગ્દષ્ટિની અવસ્થા છે. ૩. જાગરણરૂપ સુસંયતની અવસ્થા છે. ૪. ચોથી દશા તેરમે આદિ ગુણસ્થાનકે છે. અર્થાત્ તેરમે અને ચૌદમે ગુણસ્થાનકે છે. આ પ્રમાણે નયચક નામના ગ્રંથમાં ભવની ચાર શામળી અવસ્થા બતાવી છે. (૧) બહુશયનરૂપ મિથ્યાત્વ અવસ્થા : જે જીવો મિથ્યાત્વના ઉદયવાળા છે તેઓ સંસારની વિડંબનારૂપ અવસ્થાને અને મુક્ત આત્માની સુંદર અવસ્થાને જાણી શકતા નથી માટે તત્ત્વની દૃષ્ટિએ ગાઢ ઊંઘમાં છે. જીવની આ પહેલી મલીન અવસ્થા છે. (૨) શયનરૂપ અવિરત સમ્યગ્દષ્ટિની અવસ્થા : જે જીવોના વિવેકચક્ષુ ખુલેલા છે તેથી સંસારની ચાર ગતિઓની વિડંબના વિડંબનારૂપે દેખાય છે અને સર્વ કર્મરહિત આત્માની મુક્ત અવસ્થા સુંદર અવસ્થારૂપે દેખાય છે અને તેના ઉપાયભૂત ભગવાનનું વચન અને ભગવાનના વચનાનુસાર પ્રવૃત્તિ છે તેવો સ્થિર નિર્ણય છે તોપણ મોહના નાશ માટે સુદઢ વ્યાપાર કરવા સમર્થ નથી તેવા અવિરત સમ્યગ્દષ્ટિ જીવો “બહુશયન અવસ્થામાંથી જાગ્યા હોવા છતાં “શયન અવસ્થામાં” છે. આથી જ શત્રુના નાશ માટે અમ્મલિત ઉદ્યમ કરી શકતા નથી. આ બીજા પ્રકારની જીવની કંઈક શુદ્ધિવાળી મલીન અવસ્થા છે. (૩) જાગરણરૂપ સુસંયતની અવસ્થા : જે જીવો સંસારના યથાર્થ સ્વરૂપને જાણીને સંસારના પરિભ્રમણના કારણભૂત મોહના ઉમૂલ માટે સદા For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૬/ગાથા-૨-૩ અપ્રમાદભાવથી યત્ન કરે છે તેવા સુસંયત સાધુઓની “જાગરણ દશા” છે. આ ત્રીજા પ્રકારની જીવની ઘણી શુદ્ધિવાળી મલીન અવસ્થા છે. (૪) ચોથીદશારૂપ તેરમું અને ચૌદમું ગુણસ્થાનક ઃ જે મહાત્માઓએ જાગરણ દશા પ્રાપ્ત કરીને અપ્રમાદભાવથી મોહનું ઉન્મૂલન કરવા ઉદ્યમ કર્યો છે તેવા મહાત્માઓ મોહનો નાશ કરીને કેવળજ્ઞાન પામે છે ત્યારે તેરમે અને ચૌદમે ૧૪૦ ગુણસ્થાનકે ચોથી દશાને પામે છે. આ “ચોથી દશા” પણ ભવની શામળી દશા છે. જીવની ઘણી શુદ્ધિવાળી પણ કંઈક મલિનતાવાળી આ ચોથી અવસ્થા છે. આ ચાર દશાનું વર્ણન=ચેતનાની ચાર દશાનું વર્ણન, નયચનામના ગ્રંથમાં કરેલું છે. ||ચા અવતરણિકા : ગાથા-૨માં જીવતી ‘ચાર’ પ્રકારની શામળી ચેતના છે તે બતાવી. હવે શુદ્ધનયની દૃષ્ટિથી તે ‘ચાર’ અવસ્થા પારમાર્થિકી નથી, તે બતાવવા અર્થે કહે છે – 21121 : ભાવસંયોગજા કર્મઉદયાગતા, કર્મ નવિ જીવ નવિ મૂલ તે નવિ છતાં; ખડીયથી ભિત્તિમાં જિમ હોએ શ્વેતતા; ભિત્તિ નવિ ખડીય નવિ તેહ ભ્રમસંગતા. ૩ ગાથાર્થ ઃ ભાવસંયોગજા=ભાવના સંયોગથી થનારી–ચૈતન્યના પરિણામરૂપ ભાવના સંયોગથી થનારી, કર્મઉદયાગતા=કર્મના ઉદયથી આવેલી, પૂર્વ ગાથામાં બતાવેલ ચેતનાની ‘ચાર દશા' છે. આ ‘ચાર દશા’ નિશ્ચયનયથી અવાસ્તવિક કેમ છે ? તે સ્પષ્ટ કરતાં કહે - કર્મ નવિ=આ ‘ચાર દશા’ કર્મ નથી, જીવ નવિ=આ ‘ચાર દશા’ જીવ નથી. મૂલ તે નવિ છતા=મૂળથી તે ‘ચાર દશા' નથી અર્થાત્ For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન|ઢાળ-૧૬/ગાથા-૩ ૧૪૧ જીવના પરિણામરૂપ નથી કે કર્મના પરિણામરૂપ નથી અને તે બે દ્રવ્યોના પરિણામથી ભિન્ન એવી તે “યાર દશા” વાસ્તવિક નથી. તો તે “ચાર દશા” કેવી છે તે દેખ્રતથી બતાવે છે. જેમ ખડીયથી ભિત્તિમાં શ્વેતતા હોય ચૂનાથી ભીંતમાં સફેદતા થાય, તે સફેદતા ભીંત નથી, ખડીય નથી, માટે તે શ્વેતતા ભ્રમસંગતા=ભ્રમરૂપ છે. [3II ભાવાર્થ : શુદ્ધનયની દૃષ્ટિથી પદાર્થમાં રહેલા શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન થાય છે અને શુદ્ધનયથી શુદ્ધ આત્માનું સ્વરૂપ પૂર્વ ગાથામાં બતાવેલ “ચાર દશા રૂપ નથી તે બતાવવા અર્થે કહે છે. જીવના ચેતનભાવના સંયોગથી થનારી અને ઉદયમાં આવેલ કર્મના કારણે થનારી આ “ચાર દશા' છે અને આ ચારેય દશા માત્ર કર્મરૂપ નથી કે માત્ર જીવરૂપ નથી. વળી, શુદ્ધનયની દૃષ્ટિથી વિચારીએ તો કર્મ પુદ્ગલમાં વર્તતો ભાવ કર્મનો ભાવ કહેવાય અને જીવમાં વર્તતો ભાવ જીવનો ભાવ કહેવાય અને આ “ચાર દશા” કર્મમાં વર્તતા ભાવરૂપ નથી; કેમ કે કર્મ જડ છે. વળી, આ “ચાર દશા' જીવનો પણ ભાવ નથી; કેમ કે જો જીવનો ભાવ હોય તો સિદ્ધના આત્મામાં પણ તે ભાવ પ્રાપ્ત થાય તેથી મૂળથી તે “ચાર' દશા નથી. પરમાર્થથી તે “ચાર દશા” કેમ નથી તે દૃષ્ટાંતથી બતાવે છે જેમ ચૂનાથી ભીંતમાં શ્વેતતા આવે છે તે શ્વેતતા ભીંતમાં નથી અને ચૂનો પડેલો હોય તો ચૂનામાં પણ તેવી ચેતતા નથી પરંતુ ભીંત ઉપર લગાવેલા ચૂનામાં શ્વેતતા દેખાય છે તે ભ્રમાત્મક છે; કેમ કે ચૂનો અને ભીંત તે બે દ્રવ્યોમાંથી કોઈ પણ દ્રવ્યનો ભાવ તેવી ચેતતા નથી જેવી શ્વેતતા ભીંત ઉપર દેખાય છે. તેમ ગાથા-રમાં બતાવેલ “ચાર દશા' કર્મનો પણ ભાવ નથી અને જીવનો પણ ભાવ નથી માટે તે “ચાર દશા” ભ્રમાત્મક છે. આનાથી એ ફલિત થાય કે ચૌદ ગુણસ્થાનકો આત્માના ભાવો નથી કે કર્મના ભાવો પણ નથી તેમ શુદ્ધનય કહે છે માટે શુદ્ધનયથી “ચાર દશા” ભ્રમાત્મક છે. Il3II For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન,ઢાળ-૧૬/ગાથા-૪ અવતરણિકા : ગાથા-રમાં કહેલ ચેતનાની ‘ચાર દશા' ભ્રમાત્મક છે તેમ દષ્ટાંતથી ગાથા-૩માં બતાવ્યું હવે તે ચારેય દશા ભ્રમાત્મક કેમ છે ? તે સ્પષ્ટ કરે છે – ગાથા : દેહ નવિ વચન નવિ જીવ નવિ ચિત્ત છે, કર્મ નવિ રાગ નવિ દ્વેષ નવિ ચિત્ત છે; પુદ્ગલી ભાવ પુગલપણે પરિણમેં, દ્રવ્ય નવિ જૂઉં જૂઉં એક હોવે કિમે ? ૪ ગાથાર્થ : જીવ દેહ નથી, વચન નથી, ચિત નથી, છે પરંતુ જીવ છે, કર્મ રાગ નથી, દ્વેષ નથી, ચિત નથી, પરંતુ છે-કર્મ છે, પુદ્ગલી ભાવ કર્મરૂપી કે દેહરૂપી પુદ્ગલી ભાવ, પુદ્ગલપણે પરિણમન પામે છે. જૂ6 જૂ6 દ્રવ્ય કર્મ અને જીવ જુદા જુદા દ્રવ્ય, કિમે ક્યારે, એક થાય નહિ. III ભાવાર્થ સંસાર અવસ્થામાં જીવની “ચાર દશા છે તે શુદ્ધનયની દૃષ્ટિથી ભ્રમાત્મક છે. કેમ ભ્રમાત્મક છે તે બતાવતાં કહે છે જીવ દેહરૂપ નથી, વચનરૂપ નથી કે ચિત્તરૂપ નથી=મનરૂપ નથી પરંતુ જીવ જગતમાં છે. આથી “આ ચાર દશા દેહાદિ પુદ્ગલને આશ્રયીને થાય છે.” માટે જીવની અવસ્થા નથી. તો પ્રશ્ન થાય કે આ “ચાર” અવસ્થા કર્મરૂપ છે ? તેથી કર્મરૂપ પણ આ ચાર અવસ્થા નથી તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે કર્મ જડ છે, રાગરૂપ નથી, દ્વેષરૂપ નથી કે જ્ઞાનના પરિણામરૂપ જે ભાવ ચિત્ત છે એ રૂપ નથી પરંતુ કર્મ પુદ્ગલ દ્રવ્ય છે અને આ “ચાર દશા' રાગાદિ ભાવોને આશ્રયીને છે તેથી કર્મરૂપ નથી. પુદ્ગલના ભાવો પુદ્ગલરૂપે પરિણમન પામે છે અર્થાત્ દેહાદિના પુદ્ગલો કે કર્મના પુદ્ગલો તે તે પુદ્ગલના પરિણામરૂપે For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૬/ગાથા-૪-૫ ૧૪૩ પરિણમન પામે છે અને જીવ દ્રવ્ય અને પુદ્ગલ દ્રવ્ય બે જુદા-જુદા દ્રવ્ય છે તેઓ ક્યારેય એક થઈ શકે નહિ પરંતુ સંસાર અવસ્થામાં પણ કર્મ પુદ્ગલ કર્મરૂપે રહેલા છે, દેહના પુદ્ગલો દેહરૂપે રહેલા છે અને આત્મા પોતાની ચેતના સ્વરૂપે રહેલો છે. અને ગાથા-૨માં કહેલી ચારેય દશા પુદ્ગલરૂપે પણ સંગત નથી અને આત્મારૂપે પણ સંગત નથી તેથી ભ્રમાત્મક દશા છે માટે જીવનું વાસ્તવિક સ્વરૂપ નથી. II૪ અવતરણિકા : અહીં પ્રશ્ન થાય કે તો આ “ચાર દશા”નું વર્ણન શાસ્ત્રમાં વ્યવહારનયથી કેમ કરાયેલું છે ? તેથી હવે વ્યવહારનયનું તે વચન શુદ્ધનયની દૃષ્ટિથી ઔપચારિક છે, પરંતુ વાસ્તવિક નથી અને તેને જે વાસ્તવિક ગણે તે મૂઢ છે તે બતાવવાં અર્થે કહે છે ગાથા : - પંથીજન લૂંટતાં ચોરને જિમ ભણે, વાટ કો લૂંટીઈ તિમ જ મૂઢો ગિણે; એકક્ષેત્રે મિલ્યા અણુતણી દેખતો, વિકૃતિ એ જીવની પ્રકૃતિ ઊવેખતો. ૫ ગાથાર્થ ઃ પંથીજનને લૂંટતા એવા ચોરને જેમ કોઈ કહે કે વાટ કો લૂંટીએ=કોઈ માર્ગ લૂંટે છે, તિમજ=તેની જેમ, મૂઢà=મૂઢ પુરુષ, ગણે મૂઢ પુરુષ શું ગણે એ સ્પષ્ટ કરે છે. એકક્ષેત્રમાં અણુતણુની જેમ મળેલા જોતો, જીવની એ વિકૃતિને જીવની પ્રકૃતિરૂપે, ઉવેખતો=માને છે. IIII ભાવાર્થ : કોઈ ચોર પંથીજનને લૂંટતા હોય તેને જોઈને કોઈ કહે કે આ વાટ લોકોને લૂંટે છે. વસ્તુતઃ વાટ લૂંટતી નથી ચોર લૂંટે છે તેથી વાટ લૂંટે છે એ પ્રયોગ ઉપચારથી છે, પરમાર્થથી નથી. તેમ આત્માની આ ‘ચાર અવસ્થા’ ઉપચારથી For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૬/ગાથા-૫-૬ છે પરમાર્થથી નથી; કેમ કે શુદ્ધ આત્મામાં મિથ્યાત્વથી માંડીને ચૌદે ગુણસ્થાનકો નથી. આથી જ સિદ્ધના જીવોમાં એક પણ ગુણસ્થાનક નથી. ચેતનાની ચાર દશા ગુણસ્થાનકને આશ્રયીને છે તે ચાર અવસ્થા ૫૨માર્થથી આત્માની નથી પરંતુ જેમ વાટ લૂંટે છે એ પ્રકારનો પ્રયોગ વ્યવહારથી થાય છે તેમ આત્માની ચાર દશાનો પ્રયોગ વ્યવહારથી થાય છે અને જે મૂઢ પુરુષ છે તે વાટ લૂંટે છે તેમ માને છે. તેમ એક ક્ષેત્રમાં અણુતણુની જેમ રહેલા કર્માદિને જોતો પુરુષ આ જીવની અવસ્થા છે તેમ માને છે એમ શુદ્ધનય કહે છે. વસ્તુતઃ એક ક્ષેત્રમાં રહેલા દેહ કર્માદિને કારણે ચેતનાની ‘ચાર દશા' જીવની વિકૃતિ છે, જીવની પ્રકૃત્તિ તો સિદ્ધના આત્મસદ્દેશ છે. આમ છતાં મૂઢ પુરુષ આ ‘ચાર દશા'ને જીવની પ્રકૃત્તિરૂપે માને છે. 11411 અવતરણિકા : પૂર્વ ગાથામાં કહ્યું કે એક ક્ષેત્રમાં મળેલા દેહકર્માદિને એકરૂપે જોતો મૂઢ પુરુષ પુદ્ગલકૃત વિકૃતિને જીવની પ્રકૃત્તિરૂપે જુએ છે. તેથી હવે તે વસ્તુને સ્પષ્ટ કરવા અર્થે વ્યવહારની માન્યતા બતાવીને પરમાર્થથી ચેતનાની ‘ચાર દશા’દિ ભાવો આત્માના કાર્ય નથી પરંતુ આત્માની વિકૃત્તિ છે તે બતાવવા અર્થે કહે છે – ગાથા: દેહકર્માદિ સવિ કાજ પુદ્ગલતણાં, જીવનાં તેહ વ્યવહાર માને ઘણાં; સયલગુણઠાણ જિઅઠાણસંયોગથી, શુદ્ધપરિણામ વિણ જીવકારય નથી. ૬ ગાથાર્થ : દેહકર્માદિરૂપ સર્વ કાર્ય પુદ્ગલના છે વ્યવહારનય તેહ ઘણાને જીવના માને છે. બધા ગુણસ્થાનક=ચૌદે ગુણસ્થાનક, અને જીવસ્થાનક= બધા જીવસ્થાનક=ચૌદે જીવસ્થાનક, સંયોગથી છે=પુદ્ગલના સંયોગથી છે. શુદ્ધ પરિણામ વગર જીવનું કાર્ય નથી. ।।9।। For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૬/ગાથા-૬-૭ ભાવાર્થ : જીવની સાથે એક ક્ષેત્રમાં મળેલા એવા દેહ, કર્મ, વચન વગેરે સર્વ પુદ્ગલના કાર્યો છે જીવના કાર્ય નથી, આમ છતાં વાટ લૂંટે છે એમ વ્યવહારનય ઉપચારથી કહે છે તેમ વ્યવહારનય દેહ કર્માદિ ઘણા કાર્યોને જીવના કાર્યો માને છે. આથી જ ચૌદ ગુણસ્થાનકોને અને ચૌદે જીવસ્થાનકોને જીવના કાર્યરૂપે સ્વીકારે છે. વાસ્તવિક રીતે જીવ અને કર્મના સંયોગથી બધા ગુણસ્થાનક છે અર્થાત્ ચૌદ ગુણસ્થાનક છે અને ચૌદે જીવસ્થાનકો છે પરંતુ તે ચોદે ગુણસ્થાનક અને ચૌદે જીવસ્થાનક જીવના કાર્ય નથી. જીવનું કાર્ય તો શુદ્ધ પરિણામ છે અર્થાત્ મોહથી અનાકૂળ, કર્મના સંસર્ગ વગરનું, રત્નત્રયીની પરિણતિરૂપ, આત્માનો શુદ્ધ પરિણામ એ જીવનું કાર્ય છે. અન્ય કોઈ જીવનું કાર્ય નથી. III અવતરણિકા : પૂર્વ ગાથામાં કહ્યું કે ગુણસ્થાનક કે જીવસ્થાનક જીવતા કાર્ય નથી પરંતુ શુદ્ધપરિણામ જીવનું કાર્ય છે. તે કથન શુદ્ધપર્યાયાસ્તિકાયની દૃષ્ટિથી કરેલ, હવે શુદ્ધદ્રવ્યાયાસ્તિકનયથી શુદ્ધપરિણામ જીવ સ્વરૂપ જ છે જીવનું કાર્ય નથી. તે બતાવવા અર્થે કહે છે – ગાથા : નાણ-દંસણ-ચરણ શુદ્ધપરિણામ છે, તન જોતાં ન છે જીવથી ભિન્ન તે; રત્ન જિમ જ્યોતિથી કાજકારણપણે, રહિત ઈમ એકતા સહજ નાણી મુણે. ૭ ગાથાર્થ : જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ જે જીવનો શુદ્ધ પરિણામ છે, તે તત્ત જોતાં સૂક્ષ્મ રીતે જોતાં, જીવથી ભિન્ન ન છે જીવથી ભિન્ન નથી, જેમ જ્યોતિથી રત્ન કાર્યકારણપણે રહિત છે એમ, સહજ એકતા છે-જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ શુદ્ધ પરિણામ સાથે જીવની સહજ એકતા છે. નાણી મુણેએ પ્રમાણે જ્ઞાની કહે છે. I૭ll For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન,ઢાળ-૧૬/ગાથા-૭-૮ ભાવાર્થ : જીવ પોતાના શુદ્ધ પર્યાયનો કર્યા છે તેમ શુદ્ધપર્યાયાસ્તિકનય માને છે. તેથી જીવનું કાર્ય જીવનો શુદ્ધ પર્યાય છે, અન્ય નહિ તેમ કહે છે. જેમ સિદ્ધના જીવો પોતાના શુદ્ધ પર્યાયોરૂપ કાર્યને કરે છે તેમ સંસારવર્તી જીવો પણ શુદ્ધપર્યાયાસ્તિકનયની દૃષ્ટિથી પોતાના શુદ્ધ પર્યાયરૂપ કાર્ય કરે છે, અન્ય કોઈ કાર્ય કરતા નથી. માટે શુદ્ધપર્યાયાસ્તિકનયથી ચૌદ ગુણસ્થાનક અને ચૌદ જીવસ્થાનકો જીવના કાર્ય નથી તેમ ગાથા-કમાં સ્પષ્ટ કર્યું. હવે શુદ્ધ દ્રવ્યાસ્તિકનયની દૃષ્ટિથી વિચારીએ તો જીવ શુદ્ધ પર્યાયનો કર્તા નથી પરંતુ શુદ્ધ પરિણામ ભૂત છે તે પ્રસ્તુત ગાથામાં દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે – મોહથી અનાકુળ એવો જે જ્ઞાનનો પરિણામ છે તે રત્નત્રયીની એકતા સ્વરૂપ છે. તેથી રત્નત્રયીની એકતારૂપ જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ શુદ્ધ પરિણામને સૂક્ષ્મ દૃષ્ટિથી જોવામાં આવે તો તે પરિણામ જીવથી ભિન્ન નથી, પરંતુ જીવ સ્વરૂપ જ છે. જેમ રત્નની જ્યોતિથી રત્ન કાર્ય-કારણપણા રહિત છે અર્થાત્ રત્ન કારણ અને જ્યોતિ કાર્ય તેમ નથી પરંતુ જ્યોતિ સ્વરૂપ જ રત્ન છે તેમ આત્માની રત્નત્રયી સાથે સહજ એકતા છે અર્થાત્ રત્નત્રયી સ્વરૂપ જ આત્મા છે પરંતુ આત્માનું કાર્ય રત્નત્રયી નથી. માટે આત્મા રત્નત્રયીરૂપ શુદ્ધ પરિણામભૂત છે પરંતુ રત્નત્રયીના શુદ્ધપર્યાયનો કર્તા નથી એમ જ્ઞાની કહે છે. lll અવતરણિકા : ગાથા-૬માં બતાવ્યું કે જીવનું કાર્ય શુદ્ધ પરિણામ છે, ગુણસ્થાનક અને જીવસ્થાનક જીવતા કાર્ય નથી. પછી ગાથા-૭માં બતાવ્યું કે શુદ્ધ પરિણામ પણ જીવનું કાર્ય નથી પરંતુ શુદ્ધ પરિણામ જીવનું સ્વરૂપ છે. ત્યાં પ્રશ્ન થાય કે ગાથા-રમાં કહ્યા પ્રમાણે સંસાર અવસ્થામાં ચેતનાની જે “ચાર અવસ્થા” દેખાય છે તે જીવરૂપ ન હોય તોપણ જીવના અંશરૂપ છે તેમ સ્વીકારવું જોઈએ. હવે તેના નિરાકરણ માટે કહે છે – ગાથા : અંશ પણ નવિ ઘટે પૂરણદ્રવ્યના, દ્રવ્ય પણ કિમ કહું દ્રવ્યના ગુણ વિના ? For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૬/ગાથા-૮ અકલ ને અલખ ઈમ જીવ અતિતન્તથી, પ્રથમઅંગે વધુ અપદને પદ નથી. ૮ ગાથાર્થઃ પૂરણ દ્રવ્યના અંશ પણ નવિ ઘટે=ચેતનાની ‘ચાર દશા’ પૂર્ણ દ્રવ્યરૂપ જીવના અથવા પૂર્ણ દ્રવ્યરૂપ પુદ્ગલના અંશરૂપ પણ ઘટતી નથી. અહીં પ્રશ્ન થાય કે ચેતનાની ‘ચાર દશા' જીવ દ્રવ્યના અંશરૂપ ન હોય તોપણ તે ‘ચાર દશા'ને દ્રવ્યરૂપે સ્વીકારવી પડશે; કેમ કે તે ‘ચાર દશા’ની સંસારી જીવરૂપ દ્રવ્યમાં પ્રતિતી છે તેના નિરાકરણ માટે કહે છે ૧૪૭ - દ્રવ્યના ગુણ વગર=જીવ દ્રવ્યના કે કર્મ દ્રવ્યના ગુણ વગર, દ્રવ્ય પણ કેમ કહું=સંસારી જીવોમાં પ્રતીત થતી ચાર દશાને દ્રવ્ય પણ કેમ કહું અર્થાત્ તે ચાર દશા દ્રવ્યરૂપ છે તેમ કહી શકાય નહિ. આ સર્વ કથનથી શુદ્ઘનયથી=શુદ્ઘનયની દૃષ્ટિથી, જીવનું સ્વરૂપ કેવું ફલિત થયું તે સ્પષ્ટ કરે છે ઈમ=આ રીતે=પૂર્વમાં જીવનું સ્વરૂપ બતાવ્યું એ રીતે, અતિતન્તથી= અતિસૂક્ષ્મ દૃષ્ટિરૂપ, શુદ્ધ નયથી જીવ અકલ અને અલખ છે-છદ્મસ્થની બુદ્ધિથી સમજી ન શકાય એવો અકલ છે અને છદ્મસ્થની બુદ્ધિથી જાણી ન શકાય એવો અલખ છે. જીવ અકલ અને અલખ કેમ છે તે સ્પષ્ટ કરે છે – અપદને=અપદ એવા જીવને, પદ નથી અર્થાત્ આચારાંગસૂત્રમાં પૂર્વના જે વિશેષણોથી આત્મા રૂપ-રસ નથી ઇત્યાદિ જે કહ્યું તે પ્રકારની વિશેષતા વગરના એવા અપદ સ્વરૂપ આત્માને જણાવવા માટે કોઈ પદ નથી=કોઈ શબ્દ નથી, એમ પ્રથમઅંગમાં=આચારાંગમાં, કહ્યું છે. IIII ભાવાર્થ : ગાથા-૨માં બતાવેલી ચેતનાની “ચાર દશા” શુદ્ધનયની દૃષ્ટિથી અવાસ્તવિક છે; કેમ કે શુદ્ઘનયની દૃષ્ટિથી શુદ્ધ એવા જીવમાં તે ચા૨ દશાઓ નથી. આથી જ શુદ્ધ એવા સિદ્ધના આત્મામાં તે ચાર દશાઓમાંની કોઈ દશા નથી. વળી, For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૬/ગાથા-૮ જીવથી ભિન્ન એવા કર્મની પણ આ ચાર દશા નથી; કેમ કે કર્મરૂપ પુદ્ગલમાં આ ચાર અવસ્થાઓની પ્રાપ્તિ નથી. માટે મલિન એવી જીવની ચાર અવસ્થા ભ્રમાત્મક છે તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે. જીવ પૂર્ણદ્રવ્ય છે અને પૂર્ણદ્રવ્યના અંશરૂપ આ ચાર દશા નથી માટે આ ‘ચાર દશા’ને જીવ દ્રવ્ય કહી શકાય નહિ. પુદ્ગલ દ્રવ્યના અંશરૂપ પણ આ ‘ચાર દશા’ઓ નથી; કેમ કે પૂર્ણ એવા પુદ્ગલ દ્રવ્યમાં જે દ્રવ્યના ગુણો છે તે ગુણોરૂપ આ ‘ચાર દશા' નથી. માટે તેને જીવ દ્રવ્યના કે પુદ્ગલ દ્રવ્યના અંશરૂપ કહી શકાય નહિ . વળી, જીવની આ ‘ચાર દશા’ પૂર્ણદ્રવ્યના અંશરૂપે કહી શકાય નહિ તેમ દ્રવ્યરૂપ પણ કહી શકાય નહિ; કેમ કે દ્રવ્યના ગુણો તેમાં નથી અર્થાત્ જીવ દ્રવ્યના ગુણો સિદ્ધ અવસ્થામાં છે તેવા દ્રવ્યના ગુણો આ ‘ચાર દશા’માં નથી માટે આ ‘ચાર દશા'ને જીવ દ્રવ્ય કહી શકાય નહિ. વળી, કર્મરૂપ અજીવ દ્રવ્યમાં પણ આ ‘ચાર દશા’ નથી, માટે આ ચાર દશા અજીવ દ્રવ્યરૂપ છે તેમ પણ કહી શકાય નહિ. તેથી આ ‘ચાર દશા’ને જીવ દ્રવ્ય પણ ન કહી શકાય, અજીવ દ્રવ્ય પણ ન કહી શકાય, જીવના અંશરૂપ ન કહી શકાય અને અજીવના અંશરૂપ પણ ન કહી શકાય માટે આ ‘ચાર દશા’ ભ્રમાત્મક છે. આ રીતે આ ચાર દશાઓથી પર એવો શુદ્ધ આત્મા છે તેમ સિદ્ધ કર્યું અને તેના ધ્યાનથી સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિ થાય છે એમ પ્રથમ ગાથામાં કહેલ. તેથી હવે શુદ્ધ એવો જીવ કેવા સ્વરૂપવાળો છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે - આ રીતે અતિતન્તથી=અતિસૂક્ષ્મ દૃષ્ટિથી=શુદ્ધનયની અતિસૂક્ષ્મ દૃષ્ટિથી, વિચારવામાં આવે તો છદ્મસ્થના જ્ઞાનથી ન કહી શકાય એવી જીવની આ અકલ અવસ્થા છે અને છદ્મસ્થના જ્ઞાનથી જેનો બોધ ન થઈ શકે તેવી અલખ અવસ્થા છે. આમ અકલ અને અલખ શબ્દ દ્વારા કંઈક શુદ્ધ આત્માનું સ્વરૂપ બતાવીને તેને દૃઢ કરવા માટે આગમ વચનની સાક્ષી આપે છે. પ્રથમ અંગમાં=આચારાંગસૂત્ર નામના પ્રથમ અંગમાં અપદ એવા જીવને કહેવા માટે કોઈ પદ નથી= આચારાંગસૂત્રમાં આત્મા “આવો નથી-આવો નથી” ઇત્યાદિ શબ્દ દ્વારા આત્માના શુદ્ધ સ્વરૂપને બતાવવા માટે પ્રયત્ન કર્યો. તેથી તેવી સર્વ વિશેષતા રહિત એવો શુદ્ધ આત્મા છે, માટે આત્મા અપદ છે અને આત્મા અપદ છે માટે કોઈ For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ શ્રી સીમંધરસ્વામીનું ૩પ૦ ગાથાનું સ્તવન,ઢાળ-૧૬/ગાથા-૮ પદથી=કોઈ શબ્દથી, આત્માનું સ્વરૂપ વાચ્ય નથી. આથી સૂક્ષ્મ દૃષ્ટિથી આત્માનું સ્વરૂપ છબસ્થને અકલ અને અલખ છે. આમ છતાં તેવા આત્માને શ્રત દ્વારા કંઈક જાણીને યોગીઓ તેને પ્રાપ્ત કરવા માટે સર્વ ઉદ્યમ કરે છે. આચાચંગસૂત્રનો પાઠ આ પ્રમાણે છે : “विवखातरए सव्वे सरा नियहंति, तक्का जत्य विज्जइ मई तत्थ न गहिया और अप्पइठ्ठाणस्स खेयपन्ने से ण वीहे ण हस्से न वट्टे न तंसे न चउरंसे न परिमंडले न किन्हे न नीले न लोहिण न हालिदे न सुकिल्ले न सुरभिगंधे न दुरभिगंधे न तित्ते न कडुए न कसाए न अंबिले न महुरे न कक्खडे न मउए न मरु ए न लडुए न सीए न उन्हे न निद्धे न लुकखे न काओ न रहे न संगे न उन्हे न निद्धे न लुकखे न काओ न सहे न संगे न इत्यी न पुरिसे न अन्नहा परिले सन्ते उवमा न विज्जइ अरु वी सत्ता अपयस्स પર્વ નહિ” અને તેનો અર્થ આ પ્રમાણે છે વિખ્યાત એવા મોક્ષમાં રત એવા સર્વ સ્વરો નિવર્તન પામે છે અર્થાત્ વિખ્યાત એવા મોક્ષના સ્વરૂપને જાણવા માટે પ્રવૃત્ત એવા સર્વ શબ્દો વ્યાપારવાળા થાય તોપણ મોક્ષના સ્વરૂપનો યથાર્થ બોધ કરવા માટે સમર્થ થતા નથી. તર્કો જેના સ્વરૂપને જાણવા માટે સમર્થ થતા નથી. મોક્ષનું સ્વરૂપ જાણવા માટે મતિ સમર્થ થતી નથી. વળી, તે મોક્ષ મોરા=એકલું છેઃકર્મના કલંક વગરનું છે. વળી, અપ્રતિષ્ઠાન છે=ઔદારિકાદિ શરીરનું પ્રતિષ્ઠાન નથી વળી, તે ૩યને લોકાલોકનું જ્ઞાન કરનાર છે. વળી, દીર્ઘ નથી, હૃસ્વ નથી વૃત્ત નથી, ત્રાંસુ નથી ચતુષ્કોણવાળું નથી, પરિમંડલરૂપ નથી, કૃષ્ણ નથી, નીલ નથી, લાલ નથી, તીખું નથી, કટુ નથી, તુરું નથી, ખાટું નથી, મધુર નથી, કર્કશ નથી, મૃદુ નથી, ગુરુ નથી, લઘુ નથી, શીત નથી, ઉષ્ણ નથી, સ્નિગ્ધ નથી, લખું નથી, કાયા નથી, ઉગનાર નથી, સંગ નથી, સ્ત્રી નથી, પુરુષ નથી, અન્યથા નથી સ્ત્રી પુરુષથી અન્ય એવો નપુસંક નથી, પરિજ્ઞ છે સમસ્ત પ્રકારે જાણ છે=પૂર્ણ જ્ઞાનવાળો છે, સમ્યગુ જાણે છે=જગતના પદાર્થો યથાર્થ જાણે છે, એને કોઈ ઉપમા વિદ્યમાન નથી, અરૂપી સત્તા છે, અપદને પદ નથી=અવસ્થા વિશેષરૂપ જે પદ તે પદ વગરના સિદ્ધના જીવોના સ્વરૂપનું વાચક કોઈ પદ નથીeતેના સ્વરૂપને બતાવનાર કોઈ શબ્દ નથી માટે અકલ અને અલખ છે. II૮. For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧પ૦ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવનઢાળ-૧૬/ગાથા-૯ અવતરણિકા : ગાથા-૧માં કહેલ કે હે સીમંધરસ્વામી ભગવાન ! તમારું અમે ધ્યાન કરીએ, જેથી અમારો શૂદ્ધ આત્મા પ્રગટ થાય. ત્યાર પછી ગાથા-૨માં આત્મા શામળી અવસ્થાવાળી ચેતનાની “ચાર દશારૂપ છે તેમ બતાવ્યું, અને ત્યારપછી તે સર્વ અવસ્થા ભ્રમાત્મક છે. પરમાર્થથી આત્મા શુદ્ધ પરિણામને કરનારો છે અથવા શુદ્ધ પરિણામ રૂપ છે તેમ સ્પષ્ટ કર્યું. હવે તે શુદ્ધ પરિણામવાળા સીમંધરસ્વામી ભગવાનનું ધ્યાન કરવાથી શું પ્રાપ્ત થાય છે તે બતાવે છે – ગાથા : શુદ્ધતા ધ્યાન ઈમ નિશ્ચયેં આપનું, તુઝ સમાપત્તિ ઔષધ સકલ પાપનું; દ્રવ્ય અનુયોગ સંમતિ પ્રમુખથી લહી, ભક્તિ વૈરાગ્ય ને જ્ઞાન ધરિયે સહી. ૯ ગાથાર્ચ - ઈમ આ રીતે પૂર્વમાં શુદ્ધનયનું સ્વરૂપ બતાવ્યું એ રીતે, નિશ્ચયથી આપની શુદ્ધતાનું ધ્યાન સીમંધરસ્વામીની શુદ્ધતાનું ધ્યાન, તુજ સમાપતિરૂપ પરમાત્માની સાથે સમાપતિરૂપ, સકલ પાપનું ઔષધ છે. અહીં પ્રશ્ન થાય કે પરમાત્માની શુદ્ધ અવસ્થાનો બોધ થવો દુષ્કર છે અને તેના વાચક કોઈ પદો નથી તેથી શુદ્ધ આત્માનું સ્વરૂપ અકલ અને અલખ છે એમ પૂર્વ ગાથામાં કહ્યું તેથી તેવા આત્માનું ધ્યાન કરવા માટે કઈ રીતે પ્રયત્ન થઈ શકે માટે કહે છે – દ્રવ્યાનુયોગ, સંમતિતર્ક વગેરે શાસ્ત્રોથી શુદ્ધ આત્માનું સ્વરૂપ કંઈક પ્રાપ્ત કરીને, તે શુદ્ધ આત્મા પ્રત્યે ભક્તિ અને સંસારના ભાવો પ્રત્યે વૈરાગ્ય અને મૃત વચનાનુસાર પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન ધારણ કરીએ, જેથી ક્રમે કરીને ધ્યાન પ્રગટ થાય જે ધ્યાન ભગવાનની સાથે સમાપતિરૂપ છે અને સકલ પાપનું ઔષધ છે એમ શ્લોકના પૂર્વાર્ધ સાથે સંબંધ છે. II૯II. For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૬/ગાથા-૯-૧૦ ભાવાર્થ : ગાથા-૧માં કહેલ કે ભગવાનના નિર્મળ દ્રવ્ય-ગુણ-પર્યાયો છે તેનું ધ્યાન કરીએ, જેથી આપણો આત્મા પ્રગટ પ્રાપ્ત થાય. ત્યારપછી તે શુદ્ધ આત્માનું સ્વરૂપ શું છે તે બતાવવા માટે સંસારી જીવોની શામળી અવસ્થા કેવી છે તે બતાવ્યું અને આત્મા શુદ્ધ પરિણામરૂપ છે તેમ બતાવ્યું. વળી, તે આત્માનો શુદ્ધ પરિણામ અકલ અને અલખ છે તેમ બતાવ્યું. એવા આત્માનું ધ્યાન કરવામાં આવે તો પરમાત્માની સાથે સમાપત્તિ થાય અને પરમાત્માની સાથે સમાપત્તિ સર્વ પાપોના નાશ માટેનું ઔષધ છે તેથી શક્તિના પ્રકર્ષથી તેવા આત્માનું ધ્યાન કરવું જોઈએ. અહીં પ્રશ્ન થાય કે આત્માનું શુદ્ધ સ્વરૂપ અકલ અને અલખ છે તેથી તેનું ધ્યાન કઈ રીતે થઈ શકે તેથી કહે છે. શાસ્ત્રમાં દ્રવ્યાનુયોગને કહેનારા વચનો છે તેનાથી સૂક્ષ્મ બોધ કરીને જે યોગી દ્રવ્યાનુયોગનું ચિંતવન કરે છે તેઓ દ્રવ્યાનુયોગના બળથી ક્ષપકશ્રેણી ઉપર ચઢી શકે છે. તેથી દ્રવ્યાનુયોગના બળથી પરમાત્માનું શુદ્ધ સ્વરૂપ કંઈક પ્રાપ્ત થાય છે. ૧૫૧ વળી, ‘સંમતિતર્ક’ વગેરે ગ્રંથમાં પરમાત્માના શુદ્ધ સ્વરૂપનું વર્ણન પ્રાપ્ત થાય છે; કેમ કે સંમતિતર્ક વગેરે ગ્રંથમાં દ્રવ્યાનુયોગનો વિષય છે. તેથી તેવા ગ્રંથોથી પરમાત્માનું કંઈક સ્વરૂપ જાણીને તે સ્વરૂપ પ્રત્યે ભક્તિ કરવામાં આવે, સંસારના ભાવો પ્રત્યે વૈરાગ્ય ધારણ કરવામાં આવે અને દ્રવ્યાનુયોગના જ્ઞાનને ધારણ કરવામાં આવે તો તેનાથી ક્રમે કરીને શુદ્ધ આત્માના સ્વરૂપનું ધ્યાન પ્રગટે અને તે ધ્યાન પ્રકર્ષવાળું થાય તો ૫૨માત્માની સાથે એકતાની પ્રાપ્તિરૂપ સમાપત્તિ પ્રાપ્ત થાય જેનાથી આત્મા પર લાગેલા જ્ઞાનાવરણીયાદિ સર્વ પાપો નાશ પામે છે. માટે શુદ્ધ આત્માનું ધ્યાન કરવું જોઈએ. IIII અવતરણિકા : પૂર્વ ગાથામાં કહ્યું કે શુદ્ધતયથી પરમાત્માનું ધ્યાન કરવાથી પરમાત્માની સાથે સમાપત્તિ થાય છે, જેથી સર્વ પાપ કર્મો નાશ પામે છે. હવે જે મહાત્માઓ ધ્યાનની ભૂમિકાને પામ્યા નથી તેઓને પણ શુદ્ધનયનો બોધ કઈ રીતે ઉપકારક છે તે સ્પષ્ટ કરે છે - For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૬/ગાથા-૧૦ ગાથા : જેહ અહંકાર-મમકારનું બંધન, શુદ્ધનય તે દહે દહન જિમ ઈંધનં; શુદ્ધનય દીપિકા મુક્તિમારગ ભણી, શુદ્ધ નય આથી છે સાધુને આપણી. ૧૦ ગાથાર્થ - અહંકાર અને મમકારનું જીવને જે બંધન છે, તેહ બંધનને શુદ્ધનય બાળે છે જેમ અગ્નિ ઇંધનને બાળે છે. વળી, શુદ્ધનય મોક્ષમાર્ગ પ્રત્યે દીપિકા છે તથા શુદ્ધનય સાધુને પોતાની આથી છે સંપત્તિ છે. ||૧૦|| ભાવાર્થ : આત્મા અનાદિ કાળથી દેહમાં અહંકારની બુદ્ધિ અને પોતાની બાહ્ય સામગ્રીમાં કે કુટુંબાદિમાં મમકારની બુદ્ધિને ધારણ કરે છે અને તેનાથી કર્મબંધ કરીને સંસારમાં પરિભ્રમણ કરે છે. તેથી સંસારમાં જીવને બાંધી રાખનાર અહંકાર અને મમકારની પરિણતિ છે અને જે મહાત્મા દ્રવ્યાનુયોગ વગેરે ગ્રંથોથી આત્માના શુદ્ધ સ્વરૂપને કંઈક જાણતા થયા છે તેમાં શુદ્ધનયની દૃષ્ટિથી શુદ્ધ આત્માના સ્વરૂપને જોવાની નિર્મળ દૃષ્ટિ પ્રગટેલી છે અને તેવા મહાત્માઓ શુદ્ધનયની દૃષ્ટિથી આત્માના શુદ્ધ સ્વરૂપનું જેમ જેમ ભાવન કરે છે તેમ તેમ દેહમાં અહંકારની અને ભોગ સામગ્રીમાં મમકારની બુદ્ધિ, જેમ અગ્નિથી ઇંધન બળીને નાશ પામે છે તે રીતે નાશ પામે છે. વળી, જેમ જેમ અહંકાર અને મમકાર ક્ષીણ ક્ષીણતર થાય છે, તેમ તેમ આત્મા કર્મોની વિડંબનાથી રક્ષિત થાય છે. માટે મહાત્માઓને શુદ્ધનય કલ્યાણનું કારણ છે. વળી, મોક્ષમાર્ગમાં દઢ યત્ન કરનાર એવા મોક્ષના અર્થી જીવોને કઈ દિશામાં અંતરંગ ઉદ્યમ કરવો, જેથી પોતાની પ્રવૃત્તિ મોક્ષનું કારણ બને, તે માટે દિશા બતાવનાર દીપક તુલ્ય શુદ્ધનય છે. તેથી શુદ્ધ ના બોધવાળા મહાત્માઓ સંયમની ક્રિયા કરીને શુદ્ધનયના બળથી મોક્ષમાર્ગને અનુકૂળ અંતરંગ ક્રિયામાં ઉદ્યમ કરી શકે છે. For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૬/ગાથા-૧૦-૧૧ ૧૫૩ વળી, મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત એવા સાધુને મોક્ષમાર્ગમાં દૃઢ યત્ન કરવામાં સહાયક એવી સંપત્તિ શુદ્ધનય છે; કેમ કે શુદ્ધનયથી ભાવિત એવા મહાત્મા શુદ્ધનયરૂપ સંપત્તિના બળથી ઇષ્ટ એવા મોક્ષ નગર ભણી વિપ્ન રહિત પ્રયાણ કરી શકે છે. માટે શુદ્ધનયના પરમાર્થને જાણવા માટે સર્વ ઉદ્યમ કરવો જોઈએ. l/૧૦ અવતરણિકા : શુદ્ધતય ચૌદપૂર્વરૂપ શ્રુતજ્ઞાનના સારવચનરૂપ છે તે બતાવવા અર્થે કહે છે – ગાથા : સકલ ગણિપિટકનું સાર જેણે લહ્યું, તેહને પણ પરમસાર એહ જ કહ્યું; ઓઘનિર્યુક્તિમાં એહ વિણ નવિ મિટે, દુઃખ સવિ વચન એ પ્રથમ અંગે ઘટે. ૧૧ ગાથાર્થ : સકલ ગણિપિટકનું સંપૂર્ણ શ્રુતજ્ઞાનનો સાર જે યોગમાર્ગ, તે જેને પ્રાપ્ત કર્યો તેવા યોગીને પણ પરમસાર આજ કહ્યું છે શુદ્ધનય જ કહ્યો છે. ઓઘનિર્યુક્તિમાં કહ્યું છે કે એના વગર શુદ્ધનયના ભાવન વગર, સર્વ દુઃખ મટે નહિ. વળી, આ વચન શુદ્ધનયનું વચન, પ્રથમ અંગમાં ઘટે છે=આચારાંગસૂત્રમાં બતાવાયેલ છે. II૧૧ll ભાવાર્થ : જે યોગીઓ પ્રજ્ઞાધન છે તેઓ જિનઆગમના પરમાર્થને જાણવા માટે સ્વશક્તિ અનુસાર અવશ્ય ઉદ્યમ કરે છે અને સ્વશક્તિ અનુસાર શાસ્ત્ર ભણીને તેના સારરૂપ યોગમાર્ગને જેઓએ પ્રાપ્ત કર્યો છે, જે યોગમાર્ગ ઉત્તર ઉત્તર ગુણસ્થાનકની વૃદ્ધિ દ્વારા સર્વ કલ્યાણની પરંપરાનું કારણ છે તેવા યોગીઓ માટે પણ શુદ્ધનય જ પરમસાર છે; કેમ કે યોગમાર્ગને સેવીને પણ તે યોગીઓ શુદ્ધનયને અભિમત આત્માનું શુદ્ધ સ્વરૂપ સૂક્ષ્મ-સૂક્ષ્મત્તર રીતે જોવા ઉદ્યમ કરે For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવનઢાળ-૧૬/ગાથા-૧૧-૧૨ છે અને જેમ જેમ શુદ્ધનયને અભિમત શુદ્ધ આત્માના સ્વરૂપમાં તેઓ લીન થાય છે તેમ તેમ તે યોગીઓ અધિક અધિક અસંગભાવની પરિણતિને પ્રાપ્ત કરે છે, તેથી જિનાગમનો પરમસાર શુદ્ધનય છે. વળી, ઓઘનિર્યુક્તિમાં શુદ્ધનાનું મહત્વ બતાવતા કહ્યું છે કે દુઃખરૂપ એવા સંસારનો અંત શુદ્ધનયના ભાવન વગર થાય નહિ અને પ્રથમઅંગ એવા આચારાંગસૂત્રમાં પણ એ વચન છે તેથી સર્વ આચારની ક્રિયાના પરમસારરૂપ આ શુદ્ધનય છે. ll૧૧ અવતરણિકા : પૂર્વ ગાથામાં કહ્યું કે શુદ્ધનય જિનાગમનો સાર છે. તેથી હવે જિનાગમતા સાર શુદ્ધનયના ધ્યાનમાં કેવા જીવો ઉદ્યમ કરી શકે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – ગાથા : શુદ્ધનયધ્યાન તેહને સદા પરિણમે, જેહને શુદ્ધવ્યવહાર હિયડે રમે; મલિનવચ્ચે યથા રાગ કુંકુમતણો, હીનવ્યવહાર ચિત્ત એહથી નવિ ગુણો. ૧૨ ગાથાર્થ - શુદ્ધનયનું ધ્યાન શુદ્ધનયને અભિમત એવા શુદ્ધ આત્માનું ધ્યાન, તેવા જીવોને સદા પરિણમે, જે જીવોના હૈયામાં શુદ્ધ વ્યવહાર રમે છે. જે પ્રમાણે મલિન વસ્ત્રમાં કુંકુમનો રાગ કુંકુમનો વર્ણ, સમ્યમ્ લાગે નહિ તેમ હીન વ્યવહારવાળું ચિત્ત શુદ્ધ વ્યવહારને પાળવા માટે અસમર્થ એવું ચિત, આનાથી=શુદ્ધનયથી, નવિ ગુણો ગુણવાળું થાય નહિક ભાવિત થાય નહિ. II૧૨ાાં ભાવાર્થ : જે જીવો સ્વભૂમિકા અનુસાર સંયમની શુદ્ધ આચરણાનું પાલન કરીને શુદ્ધ વ્યવહારના પાલન માટે સમર્થ બન્યા છે, તેઓનું ચિત્ત બાહ્ય પદાર્થોના સંગથી પર થઈને શુદ્ધ ક્રિયાથી અપેક્ષિત એવા ઉત્તમ ભાવોમાં રમે છે. આવા જીવો For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩પ૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૬/ગાથા-૧૨-૧૩ ૧પપ વ્યવહારની શક્તિ સંચય થયા પછી ઉચિત કાળે શુદ્ધનયને અભિમત એવા શુદ્ધ આત્માનું ધ્યાન કરે, તો તેઓને હંમેશા તે ધ્યાન પરિણમન પામે, પરંતુ જેઓ શુદ્ધ વ્યવહાર સેવવા સમર્થ નથી તેવા જીવોને શુદ્ધનયનું ધ્યાન ગુણકારી થાય નહિ તે દૃષ્ટાંતથી બતાવે છે. જેમ વસ્ત્ર મલિન હોય અને તેને કોઈ કંકુના વર્ણથી રંગવા યત્ન કરે તો તે વસ્ત્ર સુંદર બને નહિ, તેમ જેઓ વ્યવહારની આચરણા કરીને સંસારના ભાવોથી પર એવા શુદ્ધ વ્યવહારની ક્રિયાના સેવનવાળા ચિત્તને પામ્યા નથી તેવા જીવોને શુદ્ધનયના ધ્યાનથી ગુણ થાય નહિ.' આશય એ છે કે વસ્ત્રની મલિનતા દૂર કરીને તેના ઉપર ઉચિત રંગ લગાડવામાં આવે તો તે વસ્ત્ર તેવા રંગવાળું બને છે. તેમ સંસારના પદાર્થોને સ્પર્શીને નિરર્થક ભાવો કરવામાં પ્રવર્તતા અને સંસાર વૃદ્ધિના કારણભૂત ભાવોથી વાસિત એવા ચિત્તનો વિરોધ કરીને જેઓ આવશ્યકાદિ ક્રિયાઓ કરે છે તેઓનું ચિત્ત તે તે આવશ્યકાદિ ક્રિયામાં રમતું થાય છે. આ રીતે કરવાથી અર્થ વગરના ભાવોમાં રમતા ચિત્તનો નિરોધ થાય છે અને જ્યારે જીવને વ્યવહારની શુદ્ધ ક્રિયાઓ સહજ પ્રકૃત્તિરૂપ બને છે ત્યારે નિરર્થક વિચારોમાં ભટકતું ચિત્ત નિરુદ્ધ થયેલું હોવાથી શુદ્ધનયના સ્વરૂપથી તેને ભાવિત કરવામાં આવે, તો શુદ્ધનયને અભિમત શુદ્ધ આત્માના ધ્યાનમાં લીન થઈને તે મહાત્મા વિશેષ પ્રકારના અસંગભાવને પ્રાપ્ત કરી શકે છે. પરંતુ શુદ્ધ વ્યવહારના સેવન પછી શુદ્ધજ્યના ધ્યાનમાં ઉદ્યમ થઈ શકે, તે પૂર્વે નહિ. ફક્ત ક્રિયા કરનાર જીવોએ પણ શુદ્ધનયને લક્ષ્ય કરીને ક્રિયાઓમાં અભ્યાસ કરવો જોઈએ. અને શુદ્ધ વ્યવહારની ક્રિયાઓ જેમ જેમ અભ્યસ્ત બને તેમ તેમ શુદ્ધનયનું ભાવન કરીને તે તે ક્રિયાઓમાં અતિશયથી ઉદ્યમ કરવામાં આવે તો શુદ્ધ વ્યવહારની ક્રિયાઓથી સ્થિરભાવ પ્રાપ્ત થાય. ત્યારપછી શુદ્ધનયનું ધ્યાન ફળવાળું બને. વિરા અવતરણિકા : જેઓ વ્યવહારનયની આચરણા છોડીને શુદ્ધનયમાં ઉદ્યમ કરનારા છે તેઓની તે પ્રવૃત્તિ અનુચિત છે તે બતાવવા અર્થે કહે છે – For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧પ૬ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૬/ગાથા-૧૩ ગાથા : જેહ વ્યવહારસેઢી પ્રથમ છાંડતાં, એક એ આદરે આપમત માંડતાં; તાસ ઊતાવલે નવિ ટલે આપદા, ક્ષધિત ઈચ્છામેં ઉંબર ન પાચે કદા. ૧૩ ગાથાર્થ : જેઓ પ્રથમ વ્યવહારની સેઢીને છોડે છે જે મોક્ષના અર્થી સાધકો વ્યવહારનયને અભિમત ઉચિત આચરણાને પ્રથમ સેવવાનું છોડે છે. આપમતે માંડતા સ્વમતિ પ્રમાણે પ્રયત્ન કરતા, એક એ આદરેકએક શુદ્ધનયને આદરે છે. તાસ ઉતાવળે તેઓની ઉતાવળથી, આપદા, ળે નહિ=સંસારના ભાવોના સર્જનને અનુકૂળ એવા મોહના ભાવોની નિષ્પત્તિ ળે નહિ, ક્ષધિત પુરુષની ઈચ્છાથી ક્યારેય ઉંબર પાકે નહિ. II૧૩. ભાવાર્થ : જેઓ શુદ્ધનયના સ્વરૂપને સાંભળીને શુદ્ધનયથી આત્માને ભાવિત કરવા માટે અત્યંત અર્થી થયા છે, આમ છતાં માર્ગાનુસારી પ્રજ્ઞા નહિ હોવાથી શાસ્ત્રાનુસારી મર્યાદા પ્રમાણે ચાલવાની પ્રવૃત્તિ છોડીને પ્રથમ ભૂમિકામાં વ્યવહારનયની આચરણાને છોડે છે અને વિચારે છે કે આત્માના શુદ્ધ સ્વરૂપના ધ્યાનથી જ શુદ્ધ આત્માને પ્રાપ્ત કરી શકાય છે માટે મોક્ષના અર્થીએ શુદ્ધનામાં જ ઉદ્યમ કરવો જોઈએ. આ પ્રમાણે આપમતથી સ્વમતિથી, એક શુદ્ધનયને આદરે છે તેઓની તે પ્રવૃત્તિ અનુચિત્ત છે તે બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે તેઓની ઉતાવળથી સંસારના પરિભ્રમણની આપત્તિ ટળે નહિ. જેમ કોઈને સુધા લાગેલ હોય અને તે ઇચ્છા કરે એટલા માત્રથી ઉબર ફળ ક્યારેય પાકે નહિ પરંતુ ઉંબર ફળને પકાવવા માટે ઘાસાદિમાં પાક કરવાની ક્રિયા કરવી પડે. તેમ અનાદિથી મોહથી વાસિત આત્મા દેહના અને ઇન્દ્રિયના ભાવો કે નિરર્થક બાહ્ય ભાવો કરવા માટે પ્રવૃત્ત છે અને તે ભાવો આત્માએ અત્યંત સ્થિર કરેલા છે. તેથી જ ઉચિત આવશ્યકાદિ ક્રિયાઓમાં પણ તેનું ચિત્ત For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૬/ગાથા-૧૩-૧૪ ૧પ૭ સ્થિરતાને પામતું નથી, તેવા જીવો પોતાના ચિત્તને શુદ્ધ કરવા માટે યત્ન કરવાનું છોડીને ઉતાવળથી શુદ્ધનયના ધ્યાનમાં ઉદ્યમ કરે એટલા માત્રથી મોહના સંસ્કાર નીચે ચાલતું તેઓનું મોઢવાસિત ચિત્ત શુદ્ધ આત્માના ભાવોમાં એકાગ્રતા પામે નહિ અને સંસારના પરિભ્રમણની આપત્તિ ટળે નહિ. માટે મોક્ષના અર્થીએ આપમતિનો ત્યાગ કરીને શાસ્ત્રમતિ અનુસાર શુદ્ધનયને લક્ષ્ય કરીને તેના ઉપાયભૂત ઉચિત ક્રિયાથી ચિત્તનું શોધન કરવું જોઈએ, જેથી ક્રમે કરીને શુદ્ધાનું ધ્યાન પણ પ્રાપ્ત થાય. II૧૩ અવતરણિકા : વ્યવહારની આચરણાથી શુદ્ધનયના ધ્યાનને અનુકૂળ ચિત્ત કઈ રીતે પ્રાપ્ત થાય છે તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – ગાથા : ભાવલવ જેહ વ્યવહાર ગુણથી ભલે, શુદ્ધનયભાવના તેહથી નવિ ચલે; શુદ્ધવ્યવહાર ગુરુયોગ પરિણતપણું, તેહ વિણ શુદ્ધનયમાં નહિ તે ગણું. ૧૪ ગાથાર્થ : જે વ્યવહારનયની આચરણાના ગુણથી ભાવલવ ભલે આત્મામાં ભાવલવ પ્રાપ્ત થાય. તેથી=સમ્યમ્ વ્યવહાર સેવનારા પુરુષથી, શુદ્ધનયની ભાવના ચલે નહિ તેવા પુરુષમાં શુદ્ધતાની ભાવના સ્થિરતાને પામે. શુદ્ધ વ્યવહારનું સેવન, ગુરુનો યોગ અને પરિણતપણું, તેના વગર=આ ત્રણની પ્રાપ્તિ વગર, શુદ્ધનયમાં તે ગણું નહિઃશુદ્ધનયમાં કરાયેલા પ્રયત્નને સમ્યમ્ ગણું નહિ. ૧૪ ભાવાર્થ : જે સાધક સંસારથી પર થવાની ઇચ્છાવાળા છે તેઓ શાસ્ત્રાનુસારી મતિથી વ્યવહારની ઉચિત આચરણાઓ કરે છે. અને તે આચરણાઓ દ્વારા તેઓ મોહથી પર એવા શુદ્ધ આત્માનો ભાવલવ પ્રાપ્ત કરે છે અને તેવા ગુણને For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ શ્રી સીમંધરસ્વામીનું ૩પ૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૬/ગાથા-૧૪-૧૫ કારણે તે મહાત્માઓના ચિત્તથી શુદ્ધનયની ભાવના ચલિત થતી નથી. અર્થાત્ મારે શુદ્ધનયને અભિમત એવા શુદ્ધ આત્માને પ્રગટ કરવો છે તેવી શુદ્ધનયની ભાવના ચિત્તમાં રાખીને પોતાના મલિન આત્માને વ્યવહારની શુદ્ધ ક્રિયાઓથી શોધન કરે છે. તેથી તે ક્રિયાઓને કારણે શુદ્ધ આત્માના ભાવલવને પ્રાપ્ત કરીને શુદ્ધનયની ભાવનાથી આત્માને ભાવિત કરે છે અને જ્યારે તેઓ સંપન્ન ભૂમિકાવાળા થશે ત્યારે શુદ્ધનયના ધ્યાનને પણ પ્રાપ્ત કરશે. વળી, શુદ્ધનયના ધ્યાનની પ્રાપ્તિનો ઉપાય શુદ્ધ વ્યવહાર, ગુરુનો યોગ=ગુણવાન ગુરુનો યોગ અને પરિણતપણું, આ ત્રણ વસ્તુ છે અને તે વગર શુદ્ધનયની વિચારણા કરવા માત્રથી શુદ્ધનની પ્રાપ્તિ થાય નહિ. આશય એ છે કે જેઓ શુદ્ધ વ્યવહારનું સેવન કરે છે, જેઓને સદ્ગુરુનો યોગ પ્રાપ્ત થયો છે અને સદ્ગુરુના ઉપદેશથી જેઓનું ચિત્ત ભગવાનના વચનના ભાવોથી પરિણત થયું છે તેઓ શુદ્ધનયમાં ઉદ્યમ કરવા સમર્થ છે; તે વગર શુદ્ધનયના વચનો સાંભળીને કે ગ્રંથમાંથી વાંચીને શુદ્ધનયમાં ઉદ્યમ કરે તો કોઈ તત્ત્વની પ્રાપ્તિ થાય નહિ. I૧૪ અવતરણિકા - ગુણવાન ગુરુ પણ મોક્ષના અર્થી જીવોને શુદ્ધનયનો પરમાર્થ પ્રથમ બતાવતા નથી પરંતુ શુદ્ધનયને લક્ષ્ય કરવાનું કહીને ઉચિત ક્રિયા કરવાનું કહે છે. તે પ્રકારે કેમ કહે છે ? તે સ્પષ્ટ કરે છે – ગાથા : કેઈ નવિ ભેદ જાણે અપરિણતમતિ, શુદ્ધનય અતિહિ ગંભીર છે તે વતી; ભેદલવ જાણતાં કેઈ મારગ ત્યજે, હોય અતિપરિણતિ પરસમય સ્થિતિ ભજે. ૧૫ ગાથાર્થ : કેટલાક અપરિણતમતિ ભેદ જાણે નહિ શુદ્ધ આત્માનું સ્વરૂપ બતાવનાર શુદ્ધનયના વચનદ્વારા આત્માથી અન્ય એવા સર્વ પદાર્થોથી આત્મા પૃથક અને દેહાદિથી પણ આત્મા ભિન્ન છે એમ જાણે નહિ, તે For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન-ઢાળ-૧૬/ગાથા-૧૫ ૧૫૯ વતીeતે કારણથી, શુદ્ધનય અતિગંભીર છે. ભેદલવ જાણતાં કેઈ= શુદ્ધનયને કહેનારા શાસ્ત્ર વચનથી કે ઉપદેશથી દેહાદિથી પૃથક એવા આત્માના ભેદલવને કેટલાક જાણે છે અને શુદ્ધનયની પ્રાપ્તિના ઉપાયરૂપ માર્ગનો ત્યાગ કરે છે. તેઓને અતિપરિણતિ હોય શુદ્ધનયના વચનની અતિપરિણતિ થાય. તેથી પરસમયની સ્થિતિને ભજે છે શુદ્ધ આત્મામાં જવાના ઉપાયને છોડીને પરભાવમાં જવાની સ્થિતિનો આશ્રય કરે છે. II૧૫ll ભાવાર્થ : કોઈ મહાત્મા શુદ્ધનયના પરમાર્થને બતાવનાર શાસ્ત્ર વચનોથી શુદ્ધ આત્માનું સ્વરૂપ કેવું છે તેનો ઉપદેશ આપે. તે ઉપદેશને સાંભળીને કેટલાક અપરિણામતિવાળા જીવો તે શુદ્ધનયના વચનના પરમાર્થને સાંભળીને દેહાદિથી ભિન્ન એવો આત્મા કેવા સ્વરૂપવાળો છે તેનો બોધ કરી શકે નહિ, પણ માત્ર “આત્મા દેહાદિથી ભિન્ન છે” તેટલા જ શબ્દોને ગ્રહણ કરી શકે છે તેવા જીવોને આશ્રયીને શુદ્ધનયનો ઉપદેશ નથી; કેમ કે શુદ્ધનય અતિગંભીર છે. તેથી પ્રાજ્ઞ પુરુષો જ શુદ્ધનયના પરમાર્થના મર્મને જાણી શકે છે. વળી, કેટલાક શ્રોતા શુદ્ધનયના વક્તવ્યને સાંભળીને દેહાદિથી પૃથક્ એવો આત્મા કેવો છે તેના ભેદલેશને જાણે છે પરંતુ યથાર્થ ભેદને જાણતા નથી તેથી અતિપરિણતિવાળા એવા તેઓ શુદ્ધનયની પ્રાપ્તિના ઉપાયભૂત શુદ્ધ વ્યવહારનયને અભિમત ઉચિત ક્રિયારૂપ માર્ગનો ત્યાગ કરે છે. તેથી શુદ્ધનયના ભેદલવને પામીને પણ શુદ્ધનયને અભિમત એવા શુદ્ધ આત્માના સ્વરૂપને પ્રગટ કરવાના ઉચિત ઉપાયોનો ત્યાગ કરીને=શુદ્ધ વ્યવહારનયની આચરણાઓનો ત્યાગ કરીને, પરસમયની સ્થિતિને ભજે છે=આત્માના ભાવથી પર એવા મોહના ભાવોની સ્થિતિનો આશ્રય કરે છે=આત્માના શુદ્ધ સ્વરૂપના ચિંતવનથી જ શુદ્ધ આત્મા પ્રગટ થશે સંયમની આચરણા શુદ્ધ આત્માને પ્રગટ કરવા ઉપયોગી નથી એ પ્રકારના મોહના ભાવોનો આશ્રય કહે છે. તેથી અપરિણતમતિવાળા કે અતિપરિણતમતિવાળા જીવોને શુદ્ધનય ઉપકારક થતો નથી. માટે વિવેકી ઉપદેશક શુદ્ધનયને લક્ષ્ય કરીને ઉચિત ક્રિયાનો ઉપદેશ આપે છે પરંતુ શુદ્ધનયનો ઉપદેશ આપતા નથી. II૧પI For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન|ઢાળ-૧૬/ગાથા-૧૬ અવતરણિકા : ગાથા-૧૪માં કહ્યું કે શુદ્ધવ્યવહાર, ગુરુનો યોગ અને પરિણતપણું હોય તેઓને શુદ્ધનયનો પરમાર્થ પ્રાપ્ત થાય અને ગાથા-૧૫માં કહ્યું કે અપરિણત મતિવાળાને કે અતિપરિણત મતિવાળાને શુદ્ધનયની પ્રાપ્તિ થાય નહિ. તેની પુષ્ટિ કરવા અર્થે કહે છે – ગાથા : તેહ કારણ થકી સર્વ નય નવિ કહ્યા, કાલિકશ્રુત માંહે તીન પ્રાયે લા; દેખી આવશ્યકે શુદ્ધનય ધુરિ ભણી, જાણિર્યે ઊલટી રીતિ બોટિકતણી. ૧૬ ગાથાર્થ : તેહ કારણ થકી=અપરિણત મતિવાળાને કે અતિપરિણત મતિવાળાને શુદ્ધનયનું કથન ઉપકારક થતું નથી તે કારણથી, કાલિકકૃતમાં સર્વ નયો કહ્યા નથી. પ્રાયઃ ત્રણ કહ્યા છે એ પ્રમાણે આવશ્યકમાં જોઈને ઉપદેશ આપવો જોઈએ. શુદ્ધનય ધુરિ ભણી શુદ્ધનયને પહેલા ભણીને, બોટિકતણી દિગંબરની, ઊંધી રીતિ જાણીએ. II૧૬ll ભાવાર્થ : આત્માની પરિપૂર્ણ શુદ્ધ અવસ્થાનું સ્વરૂપ અતિગંભીર છે, માત્ર શબ્દોથી તેનો પરમાર્થ પ્રાપ્ત થતો નથી. પરંતુ શુદ્ધ વ્યવહારનું સેવન કરવામાં આવે, સદ્ગુરુનો યોગ હોય અને જીવ પરિણત હોય તો શુદ્ધનયનો પરમાર્થ પ્રાપ્ત કરી શકે છે. મંદબુદ્ધિવાળા જીવોને શુદ્ધનયનું સ્વરૂપ બતાવવાથી શું કરવાથી આત્મકલ્યાણ થાય તેનો કંઈ બોધ થાય નહિ. વળી, કંઈક પ્રજ્ઞાવાળા અર્ધવિચારક જીવોને ઉપદેશક શુદ્ધનનું સ્વરૂપ બતાવે તો તેઓ વિચારે કે ખરેખર સર્વ કલ્યાણનું કારણ શુદ્ધનય જ છે, તેમ માનીને શુદ્ધનયની પ્રાપ્તિ માટે પરમ ઉપકારક એવા શુદ્ધ વ્યવહારનો ત્યાગ કરે છે. તેથી અપરિણત અને અતિપરિણત જીવોને શુદ્ધનાથી ઉપકાર થઈ શકે નહિ તેને સામે રાખીને કાલિકશ્રુતમાં સર્વ For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ શ્રી સીમંધરસ્વામીનું ૩પ૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૬/ગાથા-૧૬-૧૭ નયો કહ્યા નથી; કેમ કે સર્વ નય અંતર્ગત શુદ્ધનય પણ પ્રાપ્ત થાય અને અલ્પ પ્રજ્ઞાવાળા જીવો નયોને ઉચિત સ્થાને જોડીને કઈ પ્રવૃત્તિ કરવાથી હિત થાય તેનો નિર્ણય કરી શકે નહિ, તો પ્રશ્ન થાય કે કાલિકશ્રુતમાં શું કહ્યું છે ? કાલિકકૃતમાં નયોને ઉતારવાનું છોડીને ચરણકરણાનુયોગાદિ ચાર અનુયોગના વિભાગો બતાવ્યા છે. જેથી ચરણકરણાનુયોગના સારને પામીને જીવો શુદ્ધવ્યવહારનું સેવન કરી શકે. વળી, કાલિકશ્રુતમાં કહ્યું છે કે કોઈ પ્રાજ્ઞ પુરુષ હોય અને ગુરુ સમર્થ હોય તો પ્રાયઃ પ્રથમના ત્રણ નયો કહેવા જોઈએ પરંતુ સર્વ નયો યોજીને શ્રુતજ્ઞાન આપવું જોઈએ નહિ. “પ્રાયઃ” શબ્દ કહેવાથી એ બતાવેલ છે કે કોઈ અતિપ્રાજ્ઞ હોય અને ગુરુ પણ નયોને ઉચિત સ્થાને જોડી શકે તેમ હોય તો તે ગુરુ તે શ્રોતા આગળ સર્વ નયોનું કથન કરે, જેથી પરિણત શ્રોતાને ભગવાનના વચનોનો સર્વે નયોથી યથાર્થ બોધ થાય અને શ્રોતા સ્વભૂમિકા અનુસાર ઉચિત સ્થાને ઉચિત નયોને જોડીને હિતમાં પ્રવૃત્તિ કરે. તેથી “પ્રાયઃ” શબ્દ દ્વારા નયો ઉતારવાનો સર્વથા નિષેધ નથી પરંતુ બધા શ્રોતા આગળ નયોને ઊતારીને કથન કરવાનો નિષેધ છે. મુખ્યરૂપે ઉચિત વ્યવહારનો બોધ થાય તે રીતે ચરણકરણાનુયોગાદિ ચાર વિભાગોને સામે રાખીને ઉપદેશકે કથન કરવું જોઈએ. આ પ્રમાણે આવશ્યકાદિ કૃત્યોને કહેનારા ગ્રંથોમાં જોઈને ઉપદેશકે તે પ્રમાણે ઉપદેશ આપવો જોઈએ. પરંતુ બોટિકની= દિગંબરની, આ ઊંધી રીતિ છે કે શુદ્ધનાં પ્રથમ કહે છે. આથી જ કુંદકુંદાચાર્યના ‘સમયસારમાં શુદ્ધનયની પ્રરૂપણા પ્રથમ કહેલ છે અને તે ગ્રંથ ભણીને ઘણા યોગ્ય જીવો ભેદલવને પામીને=દેહાદિથી પૃથક એવો શુદ્ધ આત્મા છે અને તેને પ્રગટ કરવા માટે ઉદ્યમ કરવો જોઈએ, તેમ વિચારીને શુદ્ધ વ્યવહારનો ત્યાગ કરે છે, જેથી અતિપરિણત થઈને તેઓ આત્મકલ્યાણ સાધી શકતા નથી. ll૧૬ાા અવતરણિકા : પૂર્વ ગાથામાં કહ્યું કે શુદ્ધ વ્યવહાર વગર આત્મકલ્યાણ થાય નહિ. તેથી કાલિકશ્રુતમાં સર્વ નયો બતાવવાનો નિષેધ કર્યો છે. તેથી હવે શુદ્ધ વ્યવહાર ક્યાં પ્રાપ્ત થઈ શકે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ગાથા : શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૬/ગાથા-૧૭ શુદ્ધવ્યવહાર છે ગચ્છકિરિયા થિતિ, દુપ્પસહ જાવ તીરથ કહ્યું છે નીતિ; તેહ સંવિજ્ઞગીતાર્થથી સંભવે, અવર એરંડ સમ કોણ જગ લેખવે. ૧૭ ગાથાર્થ ઃ ગચ્છકિરિયાની સ્થિતિ=સુવિહિત સાધુઓનો જે સમુદાય એ રૂપ જે ગચ્છ તેની આચરણાની સ્થિતિમાં, શુદ્ધ વ્યવહાર છે અને શાસ્ત્રમાં દુપ્પસહસૂરિ સુધી તીરથ કહ્યું છે એ નીતિ સુવિહિત ગચ્છની ક્રિયાથી પ્રાપ્ત થાય છે અને તેહ સંવિજ્ઞગીતાર્થથી સંભવે=શુદ્ધ વ્યવહારની સ્થિતિ સંવિજ્ઞગીતાર્થથી સંભવે=અવર એરંડા જેવા છે=જે સંવિજ્ઞગીતાર્થ નથી અને જે ક્રિયાઓ કરે છે તે એરંડા જેવા છે, તેઓને જગતમાં કોણ ગણે ? અર્થાત્ તેઓની ક્રિયાઓથી તીર્થ ચાલતુ નથી, પરંતુ સંવિતગીતાર્થોથી તીર્થ ચાલે છે. ||૧૭|| ભાવાર્થ : જે સુસાધુનો ગચ્છ છે તેઓ જિનવચનાનુસાર ઉચિત ક્રિયાઓ કરે છે, અનાભોગાદિથી સંયમમાં કોઈ સ્ખલના થાય તો તેની આલોચના, નિંદા, ગર્હા કરીને શુદ્ધિ કરે છે, તેઓથી શુદ્ધ વ્યવહારની સ્થિતિ છે અને આવા શુદ્ધ વ્યવહારની સ્થિતિ દુપ્પહસૂરિ સુધી તીર્થ કહ્યું છે, તેથી ત્યાંસુધી રહેશે. પરંતુ તે શુદ્ધ વ્યવહાર સંવિજ્ઞગીતાર્થથી સંભવે છે. તેથી જે સાધુ સંવેગવાળા છે, અને શાસ્ત્રના પરમાર્થને જાણનારા છે તેઓ ઉચિત દ્રવ્ય-ક્ષેત્રાદિનો વિચાર કરીને શિષ્યોને જિનવચાનુસાર પ્રર્વતાવે છે. તેનાથી શુદ્ધ વ્યવહારની સ્થિતિ છે અને જેઓ સંવિજ્ઞગીતાર્થ નથી અને ક્રિયાઓ કરે છે તે સર્વ એરંડા જેવા છે=જેમ એરંડામાં માધુર્યં નથી જ્યારે શેરડીમાં માધુર્ય છે તેમ અસંવિજ્ઞ સાધુમાં સંવેગનું માધુર્ય નથી, તેમજ તેમની સંયમની આચરણામાં સંવેગનું માધુર્ય નથી જ્યારે સંવિજ્ઞગીતાર્થની આચરણામાં સંવેગનું માધુર્ય છે. તેથી સંવિજ્ઞગીતાર્થથી અન્યની પ્રવૃત્તિને ધર્મરૂપે કોણ ગણે અર્થાત્ કોઈ સુવિહિત તેઓની પ્રવૃત્તિને ધર્મરૂપે ગણે નહીં. II૧૭॥ For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૬/ગાથા-૧૮ અવતરણિકા : પૂર્વ ગાથામાં કહ્યું કે સંવિજ્ઞગીતાર્થથી શુદ્ધ વ્યવહાર સંભવે, અન્યથી નહિ. હવે તે સંવિજ્ઞગીતાર્થનો વ્યવહાર તપાગચ્છમાં કઈ રીતે પ્રાપ્ત થાય છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે ગાથા : - શાસ્ત્રઅનુસાર જે નવિ હર્ડે તાણિયે, નીતિ તપગચ્છની તે ભલી જાણિયે; જીત દાખે જિહાં સમયસારૂ બુધા, નામ ને ઠામ કુમતે નહીં જસ મુધા. ૧૮ ગાથાર્થ ઃ જે=જે વ્યવહાર, શાસ્ત્રાનુસાર છે પરંતુ હમેં તાણીએ નવિ=હથી તાણીને કરાયેલો નથી, અને તે ભલી નીતિ તપાગચ્છની જાણીએ= શાસ્ત્રાનુસાર કરવાની નીતિ તપાગચ્છમાં પ્રાપ્ત થાય છે એમ જાણીએ, જિહાં=જે તપાગચ્છમાં, બુધ પુરુષો સમયસારુ જીત દાખે=શાસ્ત્રાનુસાર જીતવ્યવહાર બતાવે છે, અને જેના=જે તપાગચ્છના, નામ અને સ્થાન મુગ્ધ કુમતના નથી=નિષ્ફળ કુમતના નથી. II૧૮।। ભાવાર્થ: જે સુવિહિત ગચ્છની ક્રિયા છે તે શાસ્ત્રાનુસાર છે પરંતુ સ્વમતિના હઠથી કરાયેલી ક્રિયા શુદ્ધ વ્યવહાર નથી. અહીં પ્રશ્ન થાય કે કયા શાસ્ત્રાનુસાર કરાયેલી ક્રિયા શુદ્ધ વ્યવહારની છે ? તેથી કહે છે. ૧૬૩ તપાગચ્છની એ ભલી નીતિ જાણવી=તપાગચ્છના જે શાસ્ત્રો ઉપલબ્ધ છે અને તે શાસ્ત્રાનુસારી જે ક્રિયા થાય છે તે શુદ્ધ વ્યવહાર છે, અન્ય નહિ. અહીં પ્રશ્ન થાય કે તપાગચ્છના શાસ્ત્રોની નીતિ ભલી છે તે કેમ નક્કી થાય ? તેથી કહે છે. જે તપાગચ્છમાં બુધ પુરુષો શાસ્ત્રના સારને પામેલા છે તેઓ જીતવ્યવહાર બતાવે છે. વળી, આ તપાગચ્છનું નામ અને તપાગચ્છનું સ્થાન કુમતોએ કરેલું નથી, પરંતુ ભગવાનની પરંપરાથી પ્રાપ્ત થયેલું છે માટે નિષ્ફળ નથી. II૧૮।। For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન,ઢાળ-૧૬/ગાથા-૧૦-૨૦ અવતરણિકા : તપાગચ્છનું નામ અને સ્થાન દિગંબર કે સ્થાનકવાસી આદિની જેમ કુમતિઓએ કરેલું નથી, તે સ્પષ્ટ કરવા અર્થે ગાથા-૨૨ સુધી કહે છે – ગાથા : નામ નિર્ગસ્થ છે પ્રથમ એહનું કહ્યું, પ્રથમ અડપાટ લગે ગુરુગુણે સંગ્રહ્યું; મંત્ર કોટી જપી નવમપાટે યદા, તેહ કારણ થયું નામ કોટિક તદા. ૧૯ ગાથાર્થ: પ્રથમ એહનું તપાગચ્છનું નામ નિગ્રંથ કહ્યું છે, પ્રથમ આઠ પાટ સુધી=સુધર્માસ્વામીથી માંડીને આઠ પાટ સુધી, નિગ્રંથ એવા ગુરુના ગુણથી સંગ્રાહેલું તપાગચ્છનું નામ નિગ્રંથ હતું, નવમી પાટે જ્યારે મંત્ર કોટી જપી ક્રોડ મંત્રનો જાપ કર્યો, ત્યારે તે કારણથી કોટિકગચ્છ નામ થયું-નિગ્રંથગચ્છનું નામ કોટિકગચ્છ થયું. ll૧૯ll ભાવાર્થ - પ્રભુવીરની પહેલી પાટ ઉપર પૂ. સુધર્માસ્વામી મહારાજ સાહેબ હતા અને સુધર્માસ્વામીથી માંડી આઠ પાટ સુધી તપાગચ્છના સાધુઓ નિગ્રંથ કહેવાતા. તેથી નિગ્રંથ એવા ગુરુના ગુણથી સંગ્રાહલું તે નામ હતું અને નવમી પાટે જે મહાત્મા આવ્યા તેમને કોટી મંત્રનો જાપ કર્યો તે કારણથી તે નિગ્રંથગચ્છ કોટિકગચ્છ એ તરીકે પ્રસિદ્ધિ પામ્યો. તેથી આઠ પાટ સુધી તપાગચ્છનું નિગ્રંથગચ્છ નામ હતું અને નવમી પાટથી કોટીકગચ્છ નામ પડ્યું. ૧૯ll ગાથા : પનરમે પાર્ટી શ્રીચન્દ્રસૂરિ કર્યું, ચંદ્રગચ્છ નામ નિર્મલપણે વિસ્તર્યું; સોલમે પાટ વનવાસ નિર્મમમતિ, નામ વનવાસી સામંતભદ્રો યતિ. ૨૦ For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન,ઢાળ-૧૬/ગાથા-૨૦-૨૧ ૧૬પ ગાથાર્થ : પંદરમી પાટે શ્રીચંદ્રસૂરિજીએ ચંદ્રગચ્છ નામ કર્યું અને નિર્મળપણે વિસ્તાર પામ્યું, વનવાસી એવા સામંતભદ્ર યતિ હતા. તેથી નિર્મમમતિના કારણે સોસમી પાટે વનવાસ નામ પડ્યું. ll ll ભાવાર્થ : નવમી પાટે તપગચ્છનું નામ કોટીકગચ્છ પડ્યું અને તે કોટીકગચ્છ નામ ચૌદ પાટ સુધી રહ્યું અને પંદરમી પાટે શ્રી ચંદ્રસૂરીજી થી ચંદ્રગચ્છ નામ પડ્યું. તે ચંદ્રગચ્છ નામ નિર્મળપણે વિસ્તાર પામ્યું. સોલમી પાટે સામંતભદ્ર નામના યતિ થયા જેઓ મમત્વરહિત વનમાં વસ્યા, તેના કારણે તે ચંદ્રગચ્છનું નામ વનવાસી ગચ્છ” તરીકે સ્થાપિત થયું. ૨૦ ગાથા : પાટ છત્રીસમે સર્વદેવાભિધા, સૂરિ વડગચ્છ તિહાં નામ શ્રવણે સુધા; વડતાઁ સૂરિપદ આપીઉં તે વતી, વલીય તસ બહુગુણે તેહ વાધ્યા યતિ. ૨૧ ગાથાર્થ : સર્વદેવ નામના સૂરિ છત્રીસમી પાટેથયા ત્યાં છત્રીસમી પાટે, શ્રવણમાં સુંદર એવું વડગચ્છ નામ પડ્યું વનવાસી ગચ્છનું નામ વડગચ્છ પડ્યું. કેમ વડગચ્છ પડ્યું તે સાષ્ટ કરે છે. વડતલે સૂરિપદ આવ્યું તે વતી વડગચ્છ નામ પડ્યું. વળી, તેના બહુ ગુણમાં સૂરિના બહુ ગુણમાં, તે યતિ ઘણા વધ્યા તે સૂરિ પાસેથી તત્ત્વ પામીને ઘણા સાધુઓ આરાધક થયા. ર૧] ભાવાર્થ : સોલમી પાટે સામંતભદ્ર યતિથી વનવાસી ગચ્છ નામ પડ્યું અને પાંત્રીસ પાટ સુધી તે નામ ચાલ્યું. છત્રીસમી પાટે સર્વદેવ નામના આચાર્ય ભગવંત થયા For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૬/ગાથા-૨૧થી ૨૩ અને તેમને વડવૃક્ષ નીચે સૂરિપદ અપાયું, તેના કારણે વનવાસી ગચ્છનું વડગચ્છ નામ પડ્યું. વળી, તે સૂરિ ઘણા પ્રભાવક હતા. તેથી તેમના ગુણોને કારણે વડગચ્છમાં રહેલા સાધુઓ ઘણા સમર્થ થયા. ૨૧ ગાથા : સૂરિ જગચંદ જગ સમરસે ચન્દ્રમા, જેહ ગુરુ પાટે ચઉ અધિક ચાલીસમા; તેહ પામ્યું તપા નામ બહુતપ કરી ! પ્રગટ આઘાટપુરિ વિજયકમલા વરી. ૨૨ ગાથાર્થ : જગતમાં ચંદ્રના સમરસવાળા જગચંદ નામના સૂરિ થયા. જે ગુરુ યુમાલીસમી પાટે થયા. બહુ તપ કરી તેનાથી તપા નામ પામ્યું વડગચ્છનું તપાગચ્છ નામ પામ્યું. વળી, તે જગચંદસૂરિ આઘાટપુરિમાં વાદમાં વિજય કમલા વરી પ્રગટ થયા ખ્યાતિ પામ્યા. 1રશા ભાવાર્થ – છત્રીસમી પાટે વડગચ્છ નામ પડ્યું. તે નામ તેંતાલીશ પાટ સુધી ચાલ્યું. ચુંમાલીસમી પાટે સમતાના પરિણામવાળા અને ચંદ્રની જેમ પોતાના નામને શોભાવનાર શ્રી જગતચંદ્રસૂરિજી થયા. તેમને લગાતાર વર્ધમાન તપ કરી પોતાનું શરીર અતિકૃશ કરી નાંખેલું. એક વખત ચિત્તોડના રાણા હસ્તિ ઉપર આવતા હતા ત્યારે આચાર્ય ભગવાન સામે મળ્યા. હસ્તિ ઉપરથી રાણા નીચે ઉતરી એમના તપને જાણી “તપા”એ પ્રમાણે નામ આપ્યું જેના ઉપરથી તપાગચ્છ” નામ પડ્યું. આ મહાત્મા ચિત્તોડના રાણાની સભામાં ૮૪ વાદીઓને જીતી વિજયલક્ષ્મી વર્યા હતા. llરશા અવતરણિકા : ગાથા-૧૮માં કહેલ કે હઠથી તાણેલી નહિ પણ શાસ્ત્રાનુસાર જે નીતિ છે તે તપાગચ્છમાં ભલી છે. ત્યાં પ્રશ્ન થયો કે તપાગચ્છ નામ કેવી રીતે પ્રાપ્ત થયું ? તેથી વીર ભગવાનની પાટથી ક્રમસર તપાગચ્છ નામ કેવી For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૬ ગાથા-૨૩-૨૪ ૧૦૭ રીતે પડ્યું તેની સ્પષ્ટતા અત્યારસુધી કરી. હવે એ તપાગચ્છમાં શાસ્ત્રાનુસારી વ્યવહાર ઉપલબ્ધ છે તે બતાવવા અર્થે કહે છે – ગાથા : એહ ષટુ નામ ગુણઠામ તપગચ્છ તણા, શુદ્ધસદ્દહણ ગુણરયણ એહમાં ઘણા; એહ અનુગત પરંપર ભણી સેવતા, જ્ઞાનયોગી વિબુધ પ્રગટ જગદેવતા. ૨૩ ગાથાર્થ - એ છ નામ ગુણના સ્થાન તાગણ તણા છે તપાગચ્છના છે, એહમાંeતપાગચ્છમાં, શુદ્ધસહણ ઘણાં ગુણરયણ ભગવાનના વચનાનુસાર શુદ્ધશ્રદ્ધારૂપ ઘણા ગુણરત્નો છે, એનાથી અનુગત પરંપરા ભણી સેવતા તપાગચ્છને અનુગત એવા ગુણવાન સાધુની સેવા કરતા, જ્ઞાનયોગી વિબુધ બને છે, જે જગતમાં પ્રગટ દેવતા જેવા છે. રિફા ભાવાર્થ : પૂર્વમાં વીરપ્રભુની પાટ પરંપરાના જે નામો બતાવ્યાં, તે છે નામો ગુણનાં સ્થાનરૂપ તપાગચ્છના છે અર્થાત્ વર્તમાનમાં જે તપાગચ્છ છે તે પ્રથમ નિગ્રંથગચ્છ' નામથી પ્રસિદ્ધ હતો અને ક્રમસર “તપાગચ્છ”એ પ્રમાણે છછું નામ પડ્યું. તે તપાગચ્છમાં વીર ભગવાનના માર્ગની શુદ્ધ શ્રદ્ધા વર્તે છે, તેથી તપાગચ્છમાં ઘણા ગુણ રત્નો છે. માટે જે સાધુ તપાગચ્છને અનુકૂળ પરંપરાને સેવે તો તપાગચ્છની પરંપરામાં પ્રાપ્ત શાસ્ત્રોને ભણીને શાસ્ત્રાનુસારી ક્રિયા કરનારાં થાય અને તેનાથી જ્ઞાનયોગી વિબુધ બને જે જગત માટે પ્રગટ દેવતા જેવા છે. ll૧૩ અવતરણિકા - ગાથા-૧૪માં કહેલ છે કે જેઓ શુદ્ધ વ્યવહાર સેવે છે તેમાં શુદ્ધતયની ભાવના ચલાયમાન થતી નથી અને જેઓ શુદ્ધ વ્યવહારનું પાલન કરે છે, For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૬/ગાથા-૨૪ જેઓને ગુરુનો યોગ છે અને પરિણતપણું છે તેમાં શુદ્ધતય પરિણમન પામે છે અને આવો શુદ્ધ વ્યવહાર ક્યાં છે તે બતાવવા માટે ગાથા-૧૮માં કહ્યું કે શાસ્ત્રાનુસારી જે વ્યવહાર હોય તે શુદ્ધ વ્યવહાર છે અને તે તપાગચ્છ ની નીતિ છે. ત્યાં પ્રશ્ન થયો કે શુદ્ધ વ્યવહારને સાચવનાર તપાગચ્છ નામ કઈ રીતે પ્રાપ્ત થયું? તેથી તપાગચ્છના છ નામો ગુણના સ્થાનભૂત છે તેનું નિરુપણ અત્યારસુધી કર્યું અને જેઓ તપાગચ્છમાં શ્રદ્ધા કરીને તે પરંપરામાં પ્રાપ્ત શાસ્ત્ર ભણીને શાસ્ત્રાનુસારી ક્રિયા કરે છે તેઓ જ્ઞાનયોગી છે એમ પૂર્વ ગાથામાં કહ્યું. હવે તપાગચ્છમાં રહેલા પણ કેટલાક શુદ્ધ વ્યવહાર નહિ સેવનારા જીવો કેવા છે તે બતાવીને શુદ્ધ વ્યવહાર સેવવાથી શુદ્ધનયની પ્રાપ્તિ થાય છે તે સ્પષ્ટ કરવા અર્થે કહે ગાથા : કોઈ કહે મુક્તિ છે વીણતાં ચીંથરાં, કોઈ કહે સહજ જમતાં ઘર દહીંથરાં; મૂઢ એ દોય તસ ભેદ જાણે નહી, જ્ઞાનયોગે ક્રિયા સાધતાં તે સહી. ૨૪ ગાથાર્થ : કોઈ ચીથરાં વીણતા મુક્તિ કહે છે નિશ્ચયનયને અભિમત પરિણામ નિરપેક્ષ માત્ર પડિલેહણાદિ સાધુની બાહ્ય ક્રિાઓ કરતાં કરતાં મોક્ષની પ્રાતિ છે તેમ કહે છે, કોઈ કહે ઘરે રહીને દહીં ટેબરા જમતાં આત્મા સહજ ભાવે પોતાના આત્મભાવમાં વર્તે તેનાથી મુક્તિ છે, એ બને મૂઋક્રિયાનય અને શુદ્ધનય એ બન્ને નયોમાં મૂઢ, તેના ભેદ ને જાણે નહિ ક્રિયાનય અને શુદ્ધનયના પરમાર્થને જાણે નહિ, જ્ઞાનયોગે ક્રિયા સાધતા=જ્ઞાનાયોગની પ્રાપ્તિનું કારણ બને એ રીતે ક્રિયાને સેવતા, તે મુક્તિ , સહી છે. ll૨૪ll For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ શ્રી સીમંધરસ્વામીનું ૩પ૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૬/ગાથા-૨૪ ભાવાર્થ - શુદ્ધનાથી પરમાત્માનું ધ્યાન કરવાથી આપણો આત્મા પરમાત્મા તુલ્ય શુદ્ધ બને છે તેમ ગાથા-૧માં બતાવ્યું. ત્યારપછી ગાથા-રથી ૯ સુધી શુદ્ધનાથી આત્માનું પારમાર્થિક સ્વરૂપ કેવું છે તે બતાવ્યું. વળી, શુદ્ધનયને અભિમત એવા આત્માના શુદ્ધ સ્વરૂપને અવલંબીને સાધુઓ યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરે છે તે ગાથા-૧૦માં બતાવ્યું અને ચૌદપૂર્વના સારરૂપ જે મુનિભાવ છે તેનો પણ સાર શુદ્ધનય છે તેમ ગાથા-૧૧માં બતાવ્યું. તેથી ધર્મની સર્વ પ્રવૃત્તિ શુદ્ધનયને ધ્યેય કરીને વર્તે છે તેમ ફલિત થયું. પછી શુદ્ધાને પ્રગટ કરવા માટે શુદ્ધ વ્યવહારની ક્રિયા કઈ રીતે કારણ છે તે ગાથા-૧૨થી ૧૪ સુધી બતાવ્યું અને તે શુદ્ધનયની ક્રિયા તપાગચ્છમાં પ્રાપ્ત છે તે અત્યારસુધી બતાવ્યું. હવે તપાગચ્છને પ્રાપ્ત કરીને પણ કેટલાક જીવો માત્ર બાહ્ય ક્રિયામાં ધર્મ માનનારા છે તેઓ કેવા છે ? તે બતાવતાં કહે છે. કેટલાક જીવો ચીથરાં વણવાની ક્રિયાથી મોક્ષ છે અર્થાત્ માત્ર પડિલેહણાદિ કે નિર્દોષ ભિક્ષાચર્યાદિ બાહ્ય ક્રિયા કરવાથી મોક્ષ છે તેમ માને છે પરંતુ શુદ્ધનયને લક્ષ્ય કરીને તેને અનુરૂપ ભાવો થાય તે રીતે શાસ્ત્રાનુસારી શુદ્ધ ક્રિયાઓ કરવામાં ઉદ્યમવાળા નથી તેઓ મોક્ષમાર્ગમાં નથી. વળી, કેટલાક શુદ્ધનયનું વર્ણન સાંભળીને શુદ્ધનની પ્રાપ્તિના અર્થી થયા છે પરંતુ અવિચારકતાને કારણે શુદ્ધ ક્રિયાનો અપલાપ કરે છે તેઓ કેવા છે તે બતાવતાં કહે છે : શાસ્ત્રમાં બતાવેલા શુદ્ધનયના વર્ણનને સાંભળીને કેટલાક વિચારે છે કે બાહ્ય ક્રિયાઓ શું કામની છે ? વસ્તુતઃ ઘરે રહીને શરીરને અનુકૂળ ભોજનાદિ કરીને શુદ્ધનયથી આત્માને ભાવિત કરવામાં આવે તોપણ શુદ્ધનયના ધ્યાનથી મુક્તિ થશે. આ બન્ને નયોમાં મૂઢ શુદ્ધક્રિયાનયના અને શુદ્ધનયના ભેદને જાણતા નથી તેથી મોક્ષમાર્ગથી બહાર છે. આનાથી એ ફલિત થાય કે જે સાધુઓ સાધુવેશમાં રહેલા છે અને સાધ્વાચારની બાહ્ય શુદ્ધ ક્રિયાઓ કરનારા છે પણ શુદ્ધનારૂપ લક્ષ્ય સાથે ક્રિયાને જોડનારા નથી તેઓ મોક્ષમાર્ગમાં નથી. વળી, જેઓ શુદ્ધનયથી શુદ્ધ આત્માના સ્વરૂપનું ભાવન કરે છે પરંતુ તપ સંયમની કોઈ ક્રિયા કરતા નથી અને ગૃહવાસમાં રહીને શરીરને સાચવવાની વગેરે ક્રિયા કરવામાં રક્ત For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૬/ગાથા-૨૪-૨૫ છે, ફક્ત મનથી શુદ્ધનયના વિચારો કરે છે તેઓ દેહ પ્રત્યેના રાગથી શરીરને સાચવવામાં વ્યગ્ર છે. માટે શુદ્ધનયને અનુકૂળ એવી નિર્લેપદશાને પ્રાપ્ત કરી શકતા નથી. તેથી શુદ્ધનયની વિચારણા પણ તેઓને માટે મોક્ષનું કારણ બનતી નથી. આ રીતે માત્ર ક્રિયા કરનારા અને માત્ર શુદ્ધનયના વિચાર કરનારા જીવો માર્ગમાં નથી તેમ બતાવીને હવે મોક્ષમાર્ગને કોણ સાધે છે ? તે બતાવતા કહે છે. જે સાધુઓ જ્ઞાનયોગને સાધે તેવી ક્રિયા કરે છે તેઓ મોક્ષમાર્ગમાં છે. આશય એ છે કે શુદ્ધનયને લક્ષ્ય કરીને નિર્લેપ દશારૂપ જ્ઞાનયોગ પ્રગટ થાય તે પ્રકારના ઉપયોગપૂર્વક શાસ્ત્રાનુસારી ક્રિયા કરનારા સાધુઓ મોક્ષને સાધે છે, અન્ય નહિ. રજા અવતરણિકા : શુદ્ધનયનું મહત્વ પ્રસ્તુત ઢાળમાં બતાવ્યું અને શુદ્ધનયના પરમાર્થને જાણીને તપાગચ્છમાં પ્રસિદ્ધ એવી શુદ્ધ ક્રિયાઓ જેઓ કરે છે, તેઓ જ્ઞાનયોગની પ્રાપ્તિ દ્વારા મોક્ષમાર્ગને સાધે તેમ બતાવ્યું. હવે તે સર્વ કથનનું નિગમત કરતા કહે છે – ગાથા : સરલભાવે પ્રભો ! શુદ્ધ ઈમ જાણતાં, હું લહું સુજસ તુઝ વચન મન આણતાં પૂર્વ સુવિહિતતણા ગ્રંથ જાણી કરી, મુઝ હોજો તુઝ કૃપા ભવ-પયોનિધિ-તરી. ૨૫ ગાથાર્થ : હે પ્રભુ ! ઈમ આ રીતે, સરલભાવે શુદ્ધ=શુદ્ધનયને જાણતા, હું તમારા વચનને મનમાં આણતા, સુજશને પ્રાપ્ત કરું-શુદ્ધ માર્ગના સેવનના સુંદર યશને પ્રાપ્ત કરું, પૂર્વ સુવિહિતતણા પૂર્વ સુવિહિત સાધુઓ તણા, ગ્રંથ જાણી કરી મને ભવ પાયોનિધિ તરીeભવરૂપી સમુદ્રમાં તારનારી, તમારી કૃપા હો. રિપો! For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન,ઢાળ-૧૬/ગાથા-૨પ ભાવાર્થ : પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રકારે શાસ્ત્રોથી શુદ્ધનયને સરળ ભાવે જાણીને ગ્રંથકારશ્રી કહે છે કે હે પ્રભુ ! શાસ્ત્રમાં કહેલા તમારા વચનને મનમાં લાવતા હું સુયશને પ્રાપ્ત કરું અર્થાત્ ભગવાનના વચનને મનમાં લાવીને તમારા વચનાનુસાર શુદ્ધનયને લક્ષ્ય કરીને શુદ્ધ ક્રિયાના સેવનપૂર્વક મોક્ષમાર્ગની આરાધનાને હું પ્રાપ્ત કરું. વળી, ગ્રંથકારશ્રી કહે છે કે પૂર્વના સુવિહિત સૂરિઓના ગ્રંથોથી આ શુદ્ધનયના અને વ્યવહારનયના સારને મેં પ્રાપ્ત કર્યો છે, તેના સેવનથી સંસારસમુદ્રને તારનારી એવી તમારી કૃપા મને પ્રાપ્ત થજો અર્થાત્ વીતરાગનું વચન વીતરાગભાવને અનુકૂળ મહા ઉદ્યમ કરાવવા માટે સમર્થ બને તેવી તમારી કૃપા મને પ્રાપ્ત થજો. રપા For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવનઢાળ-૧૭/ગાથા-૧ A ઢાળ સત્તરમી છે : (રાગ : કપડાની દેશી) પૂર્વ ઢાળ સાથે સંબંધ : સુસાધુઓ કેવા હોય તેનું સ્વરૂપ ઢાળ-૧૫માં બતાવીને સુસાધુનું લક્ષ્ય શુદ્ધનય છે અને જેઓ શુદ્ધનયને લક્ષ્ય કરીને સંયમની ક્રિયાઓ કરે છે તેઓ મોક્ષમાર્ગને સેવનારા છે તેમ પૂર્વ ઢાળમાં બતાવ્યું. વળી, પૂર્વસૂરિઓના ગ્રંથોથી સંસારથી તરવાના ઉપાયભૂત યોગમાર્ગની પ્રાપ્તિ પોતાને થઈ છે તેમ પૂર્વ ઢાળના અંતિમ શ્લોકમાં ગ્રંથકારશ્રીએ બતાવ્યું. હવે આખા સ્તવનના અંતિમ ફલિતાર્થરૂપે છેલ્લી ઢાળ બતાવે છે – ગાથા : આજ જિનરાજ મુજ કાજ સિધ્યા સવે, વિનંતી માહરી ચિત્ત ધારી; માર્ગ જો મેં કહ્યો તુઝ કૃપારસથકી, તો હુઈ સમ્પરા પ્રગટ સારી. આજ. ૧ ગાથાર્થ : હે જિનરાજ ! આજ મારા સર્વ કાર્યો સિદ્ધ થયા છે. માહરી વિનંતી તમે ચિત્તમાં ધારણ કરો. તમારા કૃપારસ થકી જ મેં માર્ગ કહ્યો તો સારી સપદા=બધી સંપત્તિ, પ્રગટ થઈ. II ભાવાર્થ : ભગવાનને વિનંતી કરતા ગ્રંથકારશ્રી કહે છે કે આજે મારા સર્વ કાર્યો સિદ્ધ થયા છે; કેમ કે ભગવાનના વચનરૂપ શાસ્ત્રો ભણીને સંસારથી તરવાનો પરમ શ્રેય માર્ગ મને પ્રાપ્ત થયો છે. વળી, ગ્રંથકારશ્રી ભગવાનને વિનંતી કરે છે કે તમે મારી વિનંતી ચિત્તમાં ધારણ કરો. તમારા પારસથી જો મેં આ માર્ગ પ્રાપ્ત કર્યો હોય તો મને સર્વ સંપદા પ્રગટ થઈ છે. આમ કહીને ગ્રંથકારશ્રી વીતરાગની કુપા પોતાના પ્રત્યે વર્તે, જેથી ભગવાનના વચનાનુસાર માર્ગનું For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૭/ગાથા-૧-૨ ૧૭૩ સેવન કરીને પોતે ભગવાનના વચનની સમ્યમ્ આરાધના કરી શકે તેવી ઇચ્છા વ્યક્ત કરે છે અને પોતે જો તે આરાધના કરી શકે તો પોતાને બધી સંપત્તિ પ્રગટ મળી છે તેમ ગ્રંથકારશ્રી માને છે. આવા અવતરણિકા :ભગવાનને વિનંતી કરતાં કહે છે – ગાથા : વેગલો મત હુજે દેવ ! મુઝ મન થકી, કમલના વનથકી જિમ પરાગો; ચમકપાષાણ જિમ લોહને ખેંચસે, મુક્તિને સહજ તુઝ ભક્તિરાગો. આજ. ૨ ગાથાર્થ : હે દેવ ! મારા મન થકી તમે વેગળા થશો નહિ, જેમ કમળના વન થકી કમળની પરાગ=સુગંધ, વેગળી થતી નથી. જેમ ચમકપાષાણ લોહને ખેંચશે તેમ તમારી ભક્તિનો રાગ મુક્તિને સહજ ખેંચશે. શા ભાવાર્થ : ગ્રંથકારશ્રી સંસારને સ્પષ્ટ વિડંબનારૂપ જોનારા અને મોક્ષ અવસ્થા જ જીવની રમ્ય અવસ્થા છે એમ જાણતા હોવાથી પોતે મોક્ષ પ્રાપ્તિના અત્યંત અર્થી છે. તેથી મોક્ષ પ્રાપ્તિના પરમ ઉપાયભૂત ભગવાનને વિનંતી કરતા કહે છે કે જેમ કમળના વનથી કમળની પરાગ વેગળી થતી નથી, તેમ હે વીતરાગ ! તમે મારા મન થકી વેગળા થશો નહિ. જેથી મારા મનમાં પ્રતિક્ષણ વીતરાગનું સ્મરણ રહે અને વીતરાગ પ્રત્યેની ભક્તિથી વીતરાગના વચન સેવવાનો દૃઢ ઉદ્યમ થાય જેથી સંસારનો નાશ થાય. વળી, ભગવાનની ભક્તિ જ સંસારના નાશનો ઉપાય છે તે બતાવવા અર્થે કહે છે – જેમ ચમકપાષાણ પ્રવૃત્તિથી જ લોખંડને ખેંચે છે તેમ વીતરાગ પ્રત્યેની ભક્તિનો રાગ આત્મામાં રહેલા વીતરાગભાવને ખેંચીને મોક્ષ અવસ્થાને પ્રાપ્ત કરાવે છે માટે વીતરાગના વચનના રાગના બળથી હું વિતરાગના વચનમાં દઢ ઉદ્યમવાળો થાઉં એવી ઇચ્છા ગ્રંથકારશ્રી ભગવાન પાસે અભિવ્યક્ત કરે છે. શા For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન,ઢાળ-૧૭/ગાથા-૩-૪ ગાથા : તું વસે જ પ્રભો ! હર્ષભર હીયડલે, તો સકલ પાપના બબ્ધ તૂટે; ઉગતે ગગન સૂરયતણે મડલે, દહ દિશિ જિમ તિમિરપલ ફૂટે. આજ. ૩ ગાથાર્થ : હે પ્રભુ! હર્ષભર એવા મારા હૈયામાં જો તમે વસો તો સકલ પાપના બંધો તૂટે સક્લ પાપના બંધનું કારણ એવો સંગભાવ દૂર થાય. સૂર્યતણું મંડલ આકાશમાં ઊગતે છતે જેમ દશે દિશામાં અંધકારના પડદાઓ ફૂટે છે=દૂર થાય છે. Ilal ભાવાર્થ : ગ્રંથકારશ્રી ભગવાનને વિનંતી કરીને પોતાના હૈયામાં સતત વીતરાગનું સ્મરણ રહે તે અર્થે યત્ન કરે છે અને કહે છે કે જેમ સૂર્યનું મંડલ આકાશમાં ઉગે ત્યારે રાત્રિના અંધકારના પડદાઓ દૂર થાય છે અને સર્વત્ર પ્રકાશ વિસ્તાર પામે છે તેમ હે પ્રભુ ! જો તમે વીતરાગરૂપે મારા હૈયામાં સદા વસો તો સર્વ પાપના બંધનું કારણ એવો સંગનો ભાવ દૂર થાય. જેથી સંગના પરિણામને કારણે જ્ઞાનાવરણાદિ પાપો બંધાઈ રહ્યા છે તેના બંધનો ઉચ્છેદ થાય અને શીધ્ર આ સંસારનો અંત થાય. lal ગાથા : સીંચજે તેં સદા વિપુલકરુણારમેં, મુઝ મને શુદ્ધમતિકલ્પવેલી; નાણદંસણકુસુમ ચરણવરમંજરી, મુક્તિ ફલ આપશે તે અકેલી. આજ. ૪ ગાથાર્થ : વળી, ગ્રંથકારશ્રી ભગવાનને પ્રાર્થના કરતાં કહે છે કે વિપુલ કરુણાના રસથી સદા તું મારા મનમાં શુભમતિરૂપ કલ્પવેલીને સિંચજે, તે વિપુલ For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૭/ગાથા-૪-૫ ૧૭૫ કરુણા રસથી સિંચન કરાયેલી શુભમતિરૂપ કલ્પવેલી, એકલી જ્ઞાન દર્શનરૂપ પુષ્પ અને શ્રેષ્ઠ ચારિત્રરૂપ મંજરી અને અંતે મુક્તિરૂપ ફળને આપશે. IIઠા ભાવાર્થ : ગ્રંથકારશ્રી ભગવાનને વિનંતી કરતાં કહે છે કે સંસારનું અને સંસારથી ૫૨ એવી મુક્ત અવસ્થાનું વાસ્તવિક સ્વરૂપ જાણીને મારા મનમાં શુભમતિરૂપ કલ્પવેલી ઊગેલી છે. તેનું વિપુલ કરુણારસથી આપ સિંચન કરો તો તે કલ્પવેલી સારી ખીલે અને તે કલ્પવેલી ઉપર સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શનરૂપ પુષ્પો અને ત્યારપછી ચારિત્રના પરિણામરૂપ મંજરી આવે તો તે ઇષ્ટ એવા મુક્તિરૂપ ફળને આપશે. પોતાનામાં પ્રગટ થયેલી શુભમતિ ભગવાનના ઉપદેશરૂપ કરુણા૨સથી સદા સિંચન પામે તે પ્રકારના પોતાના સત્વના પ્રકર્ષ અર્થે ગ્રંથકારશ્રી ભગવાનને વિનંતીરૂપે કહે છે કે આપ મારી શુભમતિરૂપ કલ્પવેલીનું સદા સિંચન કરજો. જેથી મારામાં સભ્યશ્રુતજ્ઞાન પ્રકર્ષવાળું થાય, ભગવાનના વચનની શ્રદ્ધા દૃઢ દેતર થાય જે શુભમતિરૂપ કલ્પવેલીમાં આવેલ પુષ્પ જેવી સુંદર અવસ્થા છે અને તે જ્ઞાન-દર્શનનો પરિણામ સ્થિર થયા પછી ભગવાનના વચનના સ્મરણપૂર્વક વીતરાગતાને અનુકૂળ અંતરંગ વીર્યમાં દૃઢ યત્ન કરાવે તેવી ચારિત્રરૂપી મંજરી પોતાની શુભમતિરૂપ કલ્પવેલીમાં પ્રગટ થાય જેથી અત્યંત ઇષ્ટ એવી મુક્ત અવસ્થાની પ્રાપ્તિ પોતાને થાય. III ગાથા : લોકસન્ના થકી લોક બહુ વાઉલો, રાઉલો દાસ તે સવિ ઉવેખે; એક તુઝ આણસું જેહ રાતા રહે, તેહને એહ નિજ મિત્ર દેખે. આજ. ૫ ગાથાર્થ ઃ ભગવાનને વિનંતી કરતા ગ્રંથકારશ્રી કહે છે કે લોકસંજ્ઞાથી ઘણો લોક વાઉલો છે–ઘેલો છે, અને રાઉલો એવો=ભગવાન પ્રત્યે રાગવાળો For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૭/ગાથા-૫-૬ એવો, આ તમારો દાસ=લોકસંજ્ઞાથી વેગળો આ તમારો દાસ, તે સર્વને ઉવેખે છે=લોકસંજ્ઞાથી ધર્મની પ્રવૃત્તિ કરનારા જીવોની ઉપેક્ષા કરે છે, અને જેઓ એક તમારી આજ્ઞામાં રાતા રહે છે તેવા જીવોને એહ=આ તમારો દાસ, નિજ મિત્ર દેખે=પોતાનો મિત્ર ગણે છે. II૫II ભાવાર્થ : ગ્રંથકારશ્રી ભગવાનની આજ્ઞા પ્રત્યેનો પોતાનો રાગ અભિવ્યક્ત કરતાં કહે છે, લોકસંજ્ઞાથી લોકો બહુ ઘેલા છે અને લોકસંજ્ઞાથી વેગળો અને તમારા પ્રત્યે રાગવાળો એવો તમારો આ દાસ તે સર્વની ઉપેક્ષા કરે છે અર્થાત્ લોકસંજ્ઞાથી જીવનારા સાધુઓ સાથે આત્મીયતા કેળવીને તેઓની વચમાં પોતે સારો દેખાય તેવી પ્રવૃત્તિ કરતો નથી, પરંતુ તેઓની ઉપેક્ષા કરે છે અને જે સાધુઓ તમારી આજ્ઞામાં રત છે તેવા સાધુઓને આ તમારો દાસ મિત્ર તરીકે જુએ છે. તેથી જે સાધુઓ ભગવાનની આજ્ઞામાં રત છે તેવા સાધુ સાથે પરિચય કરીને ગ્રંથકારશ્રી વિશેષ તત્ત્વ પ્રાપ્તિ માટે ઉદ્યમ કરે છે. પા 511211 : આણ જિનભાણ ! તુઝ એક હું શિર ધરું, અવરની વાણી નવિ કાને સુણિએ; સર્વદર્શન તણું મૂલ તુઝ શાસન, તેણે તે એક સુવિવેક થુણિએ. આજ. ૬ ગાથાર્થ: : ગ્રંથકારશ્રી ભગવાનને વિનંતી કરતાં કહે છે કે હે જિનભાણ=જિનરૂપી સૂર્ય, હું તમારી એક આજ્ઞાને મસ્તકે ધારણ કરુ છું, બીજા કોઈની વાણી હું કાનથી સાંભળતો નથી. સર્વદર્શનનું મૂળ તારુ શાસન છે, તેથી સુવિવેકથી એક એવી તેની સ્તુતિ કરીએ. II9TI ભાવાર્થ : જેમ સૂર્ય જગતમાં પ્રકાશને વિસ્તારે છે તેમ જિનરૂપી સૂર્ય તત્ત્વમાર્ગને વિસ્તારનાર છે. તેથી ગ્રંથકારશ્રી જિનરૂપી સૂર્યને સંબોધીને કહે છે તમે વિસ્તાર For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૭|ગાથા-૬-૭ ૧૭૭ કરેલો માર્ગ સર્વ કલ્યાણનું કારણ છે માટે એક તમારી આજ્ઞા જ હું શિર ઉપર ધારણ કરું છું અર્થાત્ ભગવાનની આજ્ઞા છે કે “શક્તિના પ્રકર્ષથી તત્ત્વને યથાર્થ રીતે જાણવા ઉદ્યમ કરવો જોઈએ, જાણીને સ્થિર કરવા ઉદ્યમ કરવો જોઈએ અને યથાર્થ બોધ સ્થિર થયા પછી તે બોધ અનુસાર ઉચિત પ્રવૃત્તિ ક૨ીને તે તત્ત્વથી આત્માને અત્યંત ભાવિત કરવો જોઈએ. વળી, તેમાં લેશ પણ પ્રમાદ ન કરવો જોઈએ’ એ પ્રમાણેની એક આપની આણ હું મસ્તકે ધારણ કરું છું અને બીજા કોઈ દર્શનકારોની વાણીને હું કાને ધરતો નથી; કેમ કે એ કલ્યાણનું કારણ નથી. વળી, સર્વ દર્શનોમાં મોક્ષને અનુકૂળ એવો જે યોગમાર્ગ વિદ્યમાન છે તેનું મૂળ આપનું શાસન છે; કેમ કે ભગવાનના શાસનમાં વર્તતા નયવાદમાંથી જ કોઈક નયને ગ્રહણ કરીને તે તે દર્શન પ્રવૃત્ત થયું છે અને તેતે દર્શનમાં યોગમાર્ગની જે યથાર્થ પ્રરૂપણા છે તેનું મૂળ ભગવાનનું વચન છે. તેથી સુવિવેકપૂર્વક એક એવા ભગવાનની વાણીની સ્તુતિ કરીએ; કેમ કે બધા દર્શનોમાં જે કંઈ અંશથી તત્ત્વની પ્રાપ્તિ છે તેનુ મૂળ ભગવાનનું શાસન છે માટે સર્વ નયથી વિશુદ્ધ એવા ભગવાનના શાસનની સ્તુતિ કરીએ. IIઙા ગાથા : તુઝ વચનરાગ સુખસાગર હું ગણું, સકલસુરમનુજસુખ એક બિંદુ; સાર કરજો સદા દેવ ! સેવક તણી, તેં સુમતિકમલિનીવનદિહિંદુ. આજ. ૭ ગાથાર્થ ઃ ગ્રંથકારશ્રી ભગવાનને કહે છે આપના વચનના રાગરૂપ સુખના સાગર આગળ હું, સર્વ સુર, મનુષ્યોના સુખને એક બિંદુ સમાન ગણું. સુમતિરૂપી કમલિનીના વન માટે સૂર્ય જેવા આપ સેવક તણી સદા સાર કરજો=ચિંતા કરજો. IIII For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૭/ગાથા-૭-૮ ભાવાર્થ ગ્રંથકારશ્રી વીતરાગતાના અત્યંત અર્થી છે અને વીતરાગનું વચન વીતરાગની પ્રાપ્તિનું પરમ કારણ છે. તેથી ગ્રંથકારશ્રીને વીતરાગના વચન પ્રત્યે અત્યંત રાગ છે અને તે રાગ જ સુખના સાગર જેવો છે. તેથી સંસારવર્તી જે દેવલોકનાં અને મનુષ્યોનાં સુખ છે તે ભગવાનના વચનના સુખ આગળ એક બિંદુ તુલ્ય છે. જેમ પોતાના આફ્લાદના સ્થાનભૂત રત્ન પ્રત્યે જેને રાગ હોય તેને તે રત્ન પ્રાપ્તિના ઉપાય પ્રત્યેનો રાગ પણ સુખરૂપ લાગે છે અને તે ઉપાયના રાગને કારણે જ શ્રમ કરીને પણ તે રત્નના સુખને પ્રાપ્ત કરે છે, તેમ વીતરાગતાના રાગીને વીતરાગતાની પ્રાપ્તિના કારણભૂત ભગવાનના વચનનો રાગ પણ સુખરૂપ જણાય છે અને આથી જ ભગવાનના વચનને રાગથી સેવીને ક્રમે કરીને આરાધક જીવો વીતરાગતાના સુખને પામે છે. વીતરાગના વચનના રાગથી થતા સુખને ગ્રંથકારશ્રી સાગરતુલ્ય ગણે છે અને સંસારના દેવ અને મનુષ્યોના સુખ તેમને બિંદુ તુલ્ય જણાય છે. માટે ભગવાનને વિનંતી કરતા કહે છે કે મારા મનમાં પેદા થયેલી સુમતિરૂપી કમલિનીનું વન છે તેને ખીલવવામાં સૂર્ય જેવા આપ છો. તેથી હે દેવ ! આ સેવકની સદા સંભાળ કરજો અર્થાત્ મારી સુમતિને સદા ખીલવજો, જેથી હું તમારા વચનાનુસાર અપ્રમાદભાવથી યત્ન કરીને તમારી જેમ વીતરાગતાને પામું. IITI ગાથા : જ્ઞાનયોગે ધરી તૃપ્તિ નવિ લાજિયે, ગાજિયે એક તુઝ વચનરાગે; શક્તિ ઉલ્લાસ અધિકો હુસે તુઝ થકી, તૂ સદા સકલસુખહેત જાગે. આજ. ૮ ગાથાર્થ - ગ્રંથકારથી કહે છે કે જ્ઞાનયોગમાં તૃતિને ધારણ કરીએ અને લાજીએ નહિ=ધર્મ પ્રવૃત્તિ કરવામાં લજ્જા પામીએ નહિ, અને એક તમારા વચનના રાગમાં ગાજીએ. તમારા થકી અધિક શક્તિનો ઉલ્લાસ થશે, જો સકલ સુખના હેતુ એવા તમે સદા જાગે-સદા ચિત્તમાં જાગો. IkII. For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૭/ગાથા-૮, ૯-૧૦ ભાવાર્થ : ગ્રંથકારશ્રી પોતાના સીર્યને ઉલ્લસિત કરવા કહે છે કે અમે જ્ઞાનયોગમાં તૃપ્તિને ધારણ કરીએ. અર્થાત્ માત્ર બાહ્ય ક્રિયાઓથી સંતોષ માનવો નહીં, પરંતુ બાહ્ય ક્રિયાઓ દ્વારા અંતરંગ વીતરાગભાવને અનુકૂળ એવો જ્ઞાનયોગ સ્ફૂરાયમાન થાય તેમાં તૃપ્તિને ધારણ કરીએ. વળી, તેના ઉપાયભૂત ક્રિયા કરવામાં લાજ રાખીએ નહિ અર્થાત્ “આ ઘેલા ધર્મી છે” તેવું લોકમાં લાગશે એ પ્રકારની લજ્જાથી ઉચિત ક્રિયાને છોડીએ નહિ અને એક ભગવાનના વચનના રાગમાં મહા ઉદ્યમ કરવા રૂપે સદા ગાજીએ. વળી, ભગવાનને કહે છે કે જો સકલ સુખના હેતુ એવા તમે મારા ચિત્તમાં જાગતા રહો તો તમારા થકી મારામાં અધિક શક્તિનો ઉલ્લાસ થશે અર્થાત્ તમારા વચનાનુસાર ચાલવાની મારી શક્તિ અધિક ઉલ્લસિત થશે. Ill અવતરણિકા : આ રીતે ભગવાનને વિનંતી કરીને હવે ગ્રંથકારશ્રી તપાગચ્છતા આચાર્યોની પાટ પરંપરા બતાવે છે - — ગાથા : વડતપાગચ્છનંદનવને સુરતરુ, હીરવિજયો જયો સૂરિરાયા; તાસ પાટે વિજયસેનસૂરિસરુ, નિત નમે નરપતિ જાસ પાયા. આજ. ૯ તાસ પાટે વિજયદેવસૂરિસરુ, પાટ તસ ગુરુ વિજયસિંહ ધોરી; જાસ હિતસીખથી માર્ગ એ અનુસર્યો, જેહથી સવિ ટલી કુમતિચોરી. આજ. ૧૦ ગાથાર્થ ઃ ૧૭૯ વડતપાગચ્છરૂપ નંદનવનમાં સુરતર જેવા=કલ્પવૃક્ષ જેવા હીરવિજયસૂરિરાજા જયવંતા વર્તે છે, તેમની પાટે વિજયસેનસૂરીશ્વર થયા, જેમના ચરણે રાજાઓ નિત્ય નમતા હતા. IIIા For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ શ્રી સીમંધરસ્વામીનું ૩પ૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૭/ગાથા-૯-૧૦, ૧૧-૧૨ તેમની પાટે વિજયદેવસૂરીશ્વર થયા, તેમની પાટે ગુરુ વિજયસિંહ ધોરી થયા, જેમની હિતશિખથી ગ્રંથકારશ્રીએ એ માર્ગ અનુસર્યો ગ્રંથકારશ્રીએ સંયમનો માર્ગ અનુસર્યો. જેથી કુમતિની સવિ ચોરી ળી કુમતિઓ ભગવાનના શાસનના પદાર્થો વિપરિત રીતે કરીને સન્માર્ગની ચોરી કરતા હતા તે ચોરી ગ્રંથકારશ્રીની યથાર્થ શાસ્ત્રરચનાને કારણે ટળી. II૧૦I. અવતરણિકા : શ્રી હીરવિજયસૂરીશ્વરજીથી થયેલ આચાર્યોની પરંપરા બતાવ્યા પછી શ્રીહીરવિજયસૂરીશ્વરજીના કયા શિષ્યની પરંપરામાં ગ્રંથકારશ્રી થયા છે, તે પાટ પરંપરા બતાવે છે – ગાથા : હીરગુરુ શીસ અવતંસ મોટો હુઓ, વાચકાં રાજ કલ્યાણવિજયો; હેમગુરુ સમ વડે શબ્દઅનુશાસને, શીસ તસ વિબુધવર લાભવિજયો. આજ. ૧૧ ગાથાર્થ – શ્રીહરિગુરુના શિષ્ય સમુદાયમાં અવતંસ મુગટ સમાન અને વાયકાં રાજ કલ્યાણવિજયો મોટો હુઓ ઉપાધ્યાયોમાં રાજા જેવા શ્રીકલ્યાણવિજયજી ઉપાધ્યાય મોટા થયા, જેઓ શબ્દઅનુશાસનમાં હેમગુરુ સમાન હતા, તેમના શિષ્ય શ્રીલાભવિજયજી વિબુધવર હતા પંડિત શિરોમણિ હતા. I/પા. ગાથા : શીસ તસ જીતવિજયો જયો વિબુધવર, નયવિજય વિબુધ તસ સુગુરુભાયા રહિએ કાશીમઠ જેહથી મેં ભલે, ન્યાયદર્શન વિપુલ ભાવ પાયા. આજ. ૧૨ For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીનું ૩પ૦ ગાથાનું સ્તવન,ઢાળ-૧૭/ગાથા-૧૨-૧૩ ૧૮૧ ગાથાર્થ : તેમના=પૂ. લાભવિજયજીના શિષ્ય વિબુધવર એવા પૂ. જીતવિજયજી જયવંતા હતા. વળી, પૂ. નયવિજયજીવિબુધ તેમના=પૂ. જીતવિજયજીના ગુરુભાઈ હતા, જેહથી જે બે ગુરુથી=પૂ. જીતવિજયજી અને પૂ. નયવિજયજી બે ગુરુથી, કાશીમઠમાં રહીને મેં ન્યાયદર્શનના સુંદર વિપુલ ભાવો પ્રાપ્ત કર્યા. ll૧૨ા ગાથા : જેહથી શુદ્ધ લહિયે સકલ નયનિપુણ, સિદ્ધસેનાદિ કૃત શાસ્ત્રભાવા; તેહ એ સુગુરુ-કરુણા પ્રભો! તુઝ સુગુણ, વચણરયણાયરિ મુઝ નાવા. આજ. ૧૩ ગાથાર્થ - જેનાથી ન્યાયદર્શનના વિપુલ ભાવોની પ્રાતિથી, સકલનય નિપુણ સિદ્ધસેનાદિ કૃત શાસ્ત્રોના ભાવો શુદ્ધ લહીએ. હે પ્રભુ ! તમારા સુગુણ વચનરૂપ સમુદ્રમાં મારા માટે નાવ જેવી તેહ સુગુરુની કરુણા છે શિષ્યને કાશીમાં ભણાવવાની કરુણા છે. ૧૩ For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/કળશગાથા-૧ 18 કળશ જ ઈમ સકલસુખકર દુરિતભયહર સ્વામી સીમંધર તણી, એ વીનતી જે સુણે ભાવે તે લહે લીલા ઘણી; શ્રીનયવિજયબુધચરણસેવક જસવિજય બુધ આપણી, રુચિ શક્તિ સારૂ પ્રગટ કીધી શાસ્ત્રમર્યાદા ભણી. ૧ કળશનો અર્થ : એમ સક્ત સુખને કરનાર, દુરિતના ભયને હરનાર, સ્વામી સીમંધર તણી આ વિનંતી જે ભાવે સાંભળે તેહ ઘણી લીલા લહે શ્રી નયવિજય બુધના ચરણ સેવક એવા જસવિજયજી બુધે યશોવિજયજી પંડિતે, શાસ્ત્રમર્યાદાને અનુરૂપ પોતાની રુચિ અને સુંદર શક્તિ પ્રગટ કરી=પ્રસ્તુત સ્તવનમાં વિસ્તાર કરી. ||૧|| ભાવાર્થ - આ પ્રમાણેકગ્રંથકારશ્રીએ અત્યારસુધી વર્ણન કર્યુ એ પ્રમાણે, સીમંધરસ્વામી ભગવાનને વિનંતીરૂપ આ સ્તવન છે. જે બધા સુખોને કરનાર છે અને પાપના ભયને હરનાર છે; કેમ કે શાસ્ત્ર મર્યાદા અનુસાર શાસ્ત્રીય પદાર્થોથી આત્માને ભાવિત કરવામાં આવે તો તે સુખનું કારણ બને છે અને પાપના ભયને હરનાર બને છે. ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત સ્તવનમાં શાસ્ત્રીય પદાર્થો વણેલા છે તેથી આ સીમંધરસ્વામી ભગવાનને કરાયેલી વિનંતી સુખને કરનાર અને પાપના ભયને હરનાર છે. વળી, જે પુરુષ ભાવથી આ વિનંતી સાંભળે તે ઘણી લીલાને પામે છે અર્થાત્ ઘણા પુણ્યને પ્રાપ્ત કરે છે. વળી, આ વિનંતી કરનાર કોણ છે તે સ્પષ્ટ કરતાં કહે છે. પૂ. નયવિજયજી પંડિતના ચરણસેવક પૂ. યશોવિજયજી પંડિતે આ વિનંતી રચી છે અને શાસ્ત્ર મર્યાદાને સામે રાખીને ભગવાનના વચનમાં પોતાની વર્તતી રૂચિ અને શાસ્ત્રના બોધની પોતાની જે શક્તિ તે પ્રસ્તુત વિનંતીમાં સુંદર પ્રગટ કરી છે. III For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ ઉચિતક્રિયા નિજશક્તિ છાંડી, જે અતિવેગે ચઢતો; તે ભવયિતિપરિપાક થયા વિણ, જગમાં દીસે પડતો. પોતાની શક્તિને ઉચિત ક્રિયાને છોડી=પોતાની શક્તિ ગૃહસ્થ વેશમાં રહીને ધર્મ કરવાની છે તે શક્તિને ઉચિત એવી. શ્રાવકની ક્રિયાને છોડી, અતિવેગથી જે ચઢે છે અર્થાત્ શક્તિનો વિચાર કર્યા વગર સાધુપણું સ્વીકારે છે, તે ભવસ્થિતિના પરિપાક થયા વગર જગતમાં પડતા દેખાય છે. : પ્રકાશક : DESIGN BY 5, જૈન મર્ચન્ટ સોસાયટી, ફતેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. ટેલિ./ફેક્સ : (079) 26604911, ફોન : (079) 32911401 E-mail : for perthna apgalusebino.co.in પા,,,, ainme9824048680 SEP