________________
૧૨૯
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૫/ગાથા-૧૮ અવતરણિકા :
ગાથા-૭ સુધી સુસાધુ કેવા છે તેનું સ્વરૂપ બતાવ્યું, ત્યારપછી ગાથા૧૭ સુધી સંવિજ્ઞપાક્ષિક સાધુ કેવા છે તેનું સ્વરૂપ બતાવ્યું, હવે જેઓ પોતાની શક્તિનો વિચાર કર્યા વગર સાધુપણું ગ્રહણ કરે છે અને સંયમની યથાતથા પ્રવૃત્તિ કરે છે તેઓ માર્ગમાં નથી તે બતાવવા અર્થે કહે છે - ગાથા :
ઉચિતક્રિયા નિજશક્તિ છાંડી, જે અતિવેગે ચઢતો;
તે ભવયિતિપરિપાક થયા વિણ, જગમાં દીસે પડતો. ધન. ૧૮ ગાથાર્થ :
પોતાની શક્તિને ઉચિત ક્વિાને છાંડી પોતાની શક્તિ ગૃહસ્થ વેશમાં રહીને ધર્મ કરવાની છે તે શક્તિને ઉચિત એવી શ્રાવકની ક્રિયાને છોડી, અતિવેગથી જે ચઢે છે અર્થાત્ શક્તિનો વિચાર કર્યા વગર સાધુપણું સ્વીકારે છે, તે ભવસ્થિતિના પરિપાક થયા વગર જગતમાં પડતા દેખાય છે. II૧૮ll ભાવાર્થ
સામાન્યથી દરેક જીવોમાં અનાદિ કાળથી પ્રચુર કર્મની સ્થિતિ હોવાથી બધા જીવો દીર્ઘ ભવસ્થિતિવાળા હોય છે. અને જે જે જીવોની જે જે પ્રમાણમાં કર્મની સ્થિતિ ઘટે છે તેમ તેમ તે તે જીવોની તે તે પ્રમાણમાં ભવસ્થિતિ પરિપાકને પામે છે અર્થાત્ ભવસ્થિતિ નાશ થવાને અભિમુખ થાય છે અને જે પ્રકારની પોતાની કર્મની સ્થિતિ અલ્પ થયેલી હોય તેને અનુરૂપ ઉચિત ક્રિયા કરવાથી અધિક કર્મની સ્થિતિ ઘટે છે અને અધિક કર્મની સ્થિતિ ઘટે તો ભવસ્થિતિ ઘટી કહેવાય. વળી, જે જીવો પોતાની શક્તિ અનુસાર ઉચિત ક્રિયાઓ કરે છે તે જીવો તે ઉચિત ક્રિયાથી પોતાની ભવસ્થિતિને ઘટાડે છે અને તે રીતે ઉત્તરોત્તર ભવસ્થિતિનો નાશ કરીને અંતે મોક્ષને પામે છે. વળી, જે જીવો કર્મની લઘુતાથી કંઈક કલ્યાણના અર્થી થયા છે પરંતુ પોતાની શક્તિને અનુરૂપ ઉચિત ક્રિયાને છોડીને અતિવેગથી ઉપરની ભૂમિકાની ક્રિયાઓ સ્વીકારે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org