________________
૧૩૦ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન-ઢાળ-૧૫/ગાથા-૧૮-૧૯ છે પરંતુ તે ક્રિયાને અનુરૂપ પોતાની કર્મની સ્થિતિ અલ્પ થયેલી નહિ હોવાથી તે ક્રિયા દ્વારા અપેક્ષિત ઉત્તમ ભાવોને કરી શકતા નથી. તેથી તેઓની તે ક્રિયાને અનુરૂપ ભવસ્થિતિનો પરિપાક થતો નથી માટે તે જીવો તે ક્રિયામાંથી પ્રશાંતવાહિતાનો આનંદ લઈ શકતા નથી તેથી પોતાની શક્તિની ઉપરની ક્રિયા સ્વીકારીને જગતમાં પાત પામતા દેખાય છે.
આશય એ છે કે જેમ સંસારમાં ધન પ્રાપ્તિના અર્થી પુરુષ પોતાની શક્તિનો વિચાર કર્યા વગર ઉપરની ભૂમિકાના ધન પ્રાપ્તિના ઉપાયમાં યત્ન કરે તો સ્વયં કંઈ ઉપાર્જન કરી શકતા નથી અને વડીલોથી ઉપાર્જિત ધનનો પણ નાશ કરે છે પરંતુ સ્વશક્તિ અનુસાર યત્ન કરે તો વડીલ ઉપાર્જિત ધનની વૃદ્ધિ કરે. તેમ જે જીવોના કષાયો તેવા શાંત થયા નથી અને તેથી હજી વિકારવાળું માનસ ગયું નથી, આમ છતાં ધર્મના અર્થી છે તેઓ સ્વભૂમિકા અનુસાર શ્રાવક આચાર પાળીને સર્વવિરતિની શક્તિનો સંચય કરે તો તેઓની તે ક્રિયાથી ભવસ્થિતિનો પરિપાક થાય પરંતુ પોતાની શક્તિનો વિચાર કર્યા વગર સર્વવિરતિ સ્વીકારે અને અતિવેગથી સંસારનો અંત કરવા ઇચ્છે પણ ચિત્ત સર્વવિરતિની ક્રિયાને અનુકૂળ ઉપશાંત ભાવવાળું નહિ હોવાથી સર્વવિરતિની ક્રિયાથી તે મહાત્માની ભવસ્થિતિનો પરિપાક થતો નથી, તેથી ક્ષણભરના ઉત્સાહમાં આવીને સંયમ ગ્રહણ કરેલ હોવા છતાં પોતાના વિકારી માનસને અનુરૂપ ભાવો કરીને પડતા દેખાય છે અર્થાતુ પોતાની ભાવસ્થિતિ ઘટાડવાને બદલે વધારતા દેખાય છે. ૧૮ અવતરણિકા :
પૂર્વ ગાથામાં કહ્યું કે પોતાની શક્તિનો વિચાર કર્યા વગર જેઓ સંયમ ગ્રહણ કરે છે તેઓ જગતમાં પડતા દેખાય છે અને તેવા સાધુવેશધારી કેવી પ્રકૃતિવાળા છે. તે સ્પષ્ટ કરતાં કહે છે – ગાથા :
માચે મોટાઈમાં જે મુનિ, ચલવે ડાકડમાલા; શુદ્ધપ્રરૂપક ગુણ વિણ ન ઘટે, તસ ભવઅરહમાલા.
ધન. ૧૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org