________________
૧૨૮
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૫/ગાથા-૧૭ અવતરણિકા :સંવિજ્ઞપાક્ષિક ભાવથી યોગી છે તે બતાવવા અર્થે કહે છે –
ગાથા :
બાલાદિક અનુકૂલ ક્રિયાથી, આપે ઈચ્છાયોગી; અધ્યાતમમુખ યોગ અભ્યાસે, કિમ નવિ કહિયેં યોગી?
ધન૧૭ ગાથાર્થ -
ઈચ્છાયોગી એવા સંવિજ્ઞપાક્ષિક બાલાદિક જીવોને અનુકૂળ ક્યિા બતાવવાથી, આપે યોગમાર્ગ આપે છે. વળી, અધ્યાત્મને સન્મુખ એવા યોગનો સ્વંય અભ્યાસ કરે છે તેથી કેમ યોગી કહીએ નહિ? અર્થાત્ સંવિાપાક્ષિક યોગી છે. I૧૭ના ભાવાર્થ
ગાથા-૧પમાં કહેલ કે સંવિજ્ઞપાક્ષિક ક્રિયાનયથી બાળ છે પરંતુ જ્ઞાનનયથી બાળ નથી. અહીં વિચારકને શંકા થાય કે યોગમાર્ગની ક્રિયાઓ કરવામાં જે બાળ હોય તે યોગી કહી શકાય નહિ તે શંકાના નિવારણ માટે કહે છે.
યોગ “ચાર' પ્રકારનો છે. ઇચ્છાયોગ, પ્રવૃત્તિયોગ, ધૈર્યયોગ અને સિદ્ધિયોગ. સુસાધુ પ્રવૃત્તિયોગઆદિ યોગવાળા હોય છે તેથી યોગી છે, સંવિજ્ઞપાક્ષિક સાધુ પ્રવૃત્તિયોગવાળા નથી તોપણ ઇચ્છાયોગવાળા છે તેથી ઇચ્છાયોગી છે. વળી, તેઓમાં ભગવાનના વચનાનુસાર યોગ સેવવાની બળવાન ઇચ્છા હોવાથી તત્ત્વના અર્થી બાળ-મધ્યમ કે બુધ પુરુષ આવે તો તેઓને તેમની ભૂમિકા અનુસાર અનુકૂળ ક્રિયાઓ બતાવીને તેઓને યોગમાર્ગની પ્રવૃત્તિ કરાવવામાં પોતે બળવાન નિમિત્ત કારણ બને છે.
વળી, સ્વયં પણ શક્તિ અનુસાર અધ્યાત્મને સન્મુખ યોગનો અભ્યાસ કરે છે તેથી સંવિજ્ઞપાક્ષિકને યોગી કેમ ન કહી શકાય અર્થાત્ સંવિજ્ઞપાક્ષિક અવશ્ય યોગી છે. ll૧૭ના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org